કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી

Tripoto
Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 1/6 by Paurav Joshi

કાશ્મીર સ્વર્ગ છે અને અહીં જવાની દરેકની ઇચ્છા હોય છે. પરંતુ જ્યારે આપણે કાશ્મીર જઇએ છીએ ત્યારે શ્રીનગર અને ગુલમર્ગમાં જ સમેટીને રહી જઇએ છીએ. આપણે નથી જતા એવી જગ્યાઓ પર જ્યાં રખડુઓના અગાઉ પગ પડ્યા જ નથી. આપણને તો કહી-સાંભળેલી જગ્યાઓ પર જવાનું પસંદ છે, જ્યાં પહોંચવાનું ઘણું સરળ હોય છે. પરંતુ જે રસ્તા અઘરા હોય છે તેમની મંઝિલ ઘણી સુંદર હોય છે. જ્યારે તમે કાશ્મીરમાં ચતપલ જશો તો તમે બિલકુલ આવો જ અનુભવ કરશો. આ સુંદર ગામ જે અંગે કાશ્મીરિયો પણ નથી જાણતા. આવી હિડન અને સુંદર યાત્રા પર તમારે જરુર જવું જોઇએ.

Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 2/6 by Paurav Joshi

ચતપલ, જ્યાં તમે બહારની દુનિયાથી કપાઇ જાઓ છો. જ્યાં ગરમીમાં તમને શરદીનો અનુભવ થશે. જ્યાં તમે બારીથી બહારનો નજારો જોશો તો તમને શ્રીનગર અને ગુલમર્ગમાં તો કંઇ નહીં લાગે. આ જગ્યા તમને સુંદર જ નહીં પરંતુ કાશ્મીર સાથે પ્રેમ કરવાનું પણ શિખવાડી દેશે. નદી કિનારે જશો તો તમને શાંતિ અને હળવાશ અનુભવાશે. જો તમને કાશ્મીરની કોઇ શાંત જગ્યાએ જવાનું મન થાય તો ચતપલ તેના માટે બિલકુલ પરફેક્ટ જગ્યા છે. તમે આ અજાણ્યા ગામમાં શું કરશો? કેવી રીતે જશો? આની બધી જાણકારી અમે આપને આપી દઇએ છીએ.

ચતપલ

ચતપલ સાઉથ કાશ્મીરના બિલકુલ ખૂણામાં છે. જે શ્રીનગરથી 90 કિ.મી.ના અંતરે શંગુસ જિલ્લામાં વસેલુ છે. આ જગ્યા એટલી સુંદર છે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. ચતપલમાં તમને પીળા અને સફેદ ફુલો વચ્ચે સુંદર બગીચા જોવા મળશે. આ જગ્યા પર લાઇટ નથી અને કદાચ તમે તેની પર વધુ ધ્યાન પણ ન આપો. જે કોઇ જગ્યાએ થોડાક દિવસો માટે જાય છે તે ત્યાંની મુશ્કેલીઓને નહીં, સુંદરતા પર વધુ ધ્યાન આપે છે. મોટાભાગના લોકો કાશ્મીરની જાણીતી જગ્યાઓ પર જાય છે. એટલા માટે આ જગ્યા વિશે ઘણાં ઓછા લોકોને ખબર છે.

કેવી રીતે જશો?

શ્રીનગરથી ચતપલનું અંતર 90 કિ.મી. છે પરંતુ તમારે શ્રીનગરથી ચતપલ માટે કંઇ નહીં મળે. આના માટે તમારે શ્રીનગરથી અનંતનાગ આવવું પડશે. અનંતનાગને કાશ્મીરના સ્થાનિક લોકો ઇસ્લામાબાદ પણ કહે છે. અહીંથી તમે શેરિંગ ટેક્સી કે કેબ બુક કરી જઇ શકો છો.

ટેક્સી

જો તમે શેર ટેક્સીથી જવા ઇચ્છો છો તો તમારે અનંતનાગથી અચાબલ માટે ટેક્સી લેવી પડશે જે લગભગ 10 કિ.મી. છે અને આના તમારે 20 રુપિયા થશે. અચબલથી તમારે બીજી ટેક્સી લેવી પડશે જે ચિતિરગુલ લઇ જશે. અચાબલથી ચિતિરગુલનું અંતર 15 કિ.મી. અને ટેક્સીનું ભાડું 30 રુપિયા હશે. ચિતિરગુલમાં તમારે ફરી એક ટેક્સી લેવી પડશે. જે તમને 10 કિ.મી. પછી ચતપલ છોડી દેશે અને ભાડું 15 રુપિયા હશે.

કેબ

જો તમે વાંરવાર ટેક્સી નથી બદલવા માંગતા તો સૌથી સરળ છે કેબ બુક કરી લો. આ તમને મોંઘુ જરુર પડશે પરંતુ આરામદાયક હશે. અનંતનાગથી ચતપલના રોડની હાલત ઘણી જ ખરાબ છે એટલે 35 કિ.મી.નું અંતર કાપવામાં ઘણો સમય લાગે છે.

ક્યાં રોકાશો?

Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 3/6 by Paurav Joshi

ચતપલ જવાનો સૌથી સારો સમય ગરમીનો છે કારણ કે ત્યારે અહીં ચારેબાજુ બરફ જામેલો હોય છે. જેના કારણે અહીં પહોંચવાનું સરળ થઇ જાય છે. ચતપલમાં રોકાવા માટે વધારે વિકલ્પો નથી. અહીં થોડાક કોટેજ છે જે જમ્મૂ અને કાશ્મીર ટૂરિઝમ ચલાવે છે. અહીં ઘણાં ઓછા લોકો આવે છે એટલે તમને તે સરળતાથી મળી જશે. જો કોટેજ ખાલી નથી તો તમે ચતપલ ગામમાં લોકોને પૂછી શકો છો. અહીંના લોકો એટલા પ્રેમાળ છે કે તે તમારુ સ્વાગત જરુર કરશે.

શું કરો?

કાશ્મીરના આ સુંદર સ્થળે કોઇ ટૂરિસ્ટ સ્પૉટ નથી પરંતુ કરવા માટે ઘણું છે. તમે જેટલા પગપાળા જશો આ જગ્યા તમને વધુ સુંદર લાગશે.

1- ગામ જુઓ

Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 4/6 by Paurav Joshi
ક્રેડિટઃ સ્ટીમિટ

ચતપલ કાશ્મીરનું ઓછુ જાણીતું ગામ છે. અહીં આખુ વર્ષ ઠંડી પડે છે. તમે અહીં આવો તો આ ગામનો જુઓ. તમને ગામ અંગે થોડુક સમજવાની તક મળશે. તેમની દરરોજની ઝિંદગીને જાણી શકો છો, લોકો સાથે વાત કરી શકો છો. તેઓ તમને આ ગામ અંગે, તેની મુશ્કેલીઓ અંગે જરુર જણાવશે. ખરેખર, તમને આ ગામ અજાણ્યું નહીં પોતાનું લાગવા માંડશે.

2- નદી કિનારે જાઓ

Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 5/6 by Paurav Joshi
ક્રેડિટઃ ઇન્ડિયા ટુડે

કહેવાય છે કે જે જગ્યા પર નદી હોય છે ત્યાં જોવા લાયક ઘણું બધુ હોય છે. ચતપલમાં પહેલેથી જ જોવાલાયક ઘણું બધુ છે. ચારેબાજુ ફેલાયેલી હરિયાળી અને પહાડ તમારુ મન મોહી લે છે. જ્યારે તમે ગામના પાદરેથી વહેતી નદીના કિનારે જશો તો તમને આ જગ્યા જ નહીં દુનિયા પણ ઘણી જ સુંદર લાગશે. નદી વધારે પહોળી નથી હોતી, થોડાક જ પગલામાં તમે નદી પાર કરી શકો છો પરંતુ આવી ભૂલ બિલકુલ ન કરતા. પાણીનું વહેણ ઘણું તેજ છે એટલા માટે તેનાથી દૂર રહેવું જ સમજદારી હશે.

3- ટ્રેક કરો

Photo of કાશ્મીરનું એ છુપાયેલું અને સુંદર રત્ન જેના વિશે કાશ્મીરીઓને પણ ખબર નથી 6/6 by Paurav Joshi
ક્રેડિટઃ આઉટડૂર્સી

જ્યાં પહાડ હોય અને ત્યાં ટ્રેકિંગ ન થાય તેવું બને જ નહીં. તમે આસપાસની પહાડીઓમાં જાઓ અને સુંદર નજારાને જુઓ. શું ખબર તમને એવું કંઇક મળી જાય? જે આ જગ્યા અંગે અત્યાર સુધી કોઇને નથી ખબર. તેમ છતાં એ વાતનું ધ્યાન રાખો કે આ જગ્યા તમારા માટે અજાણી છે તો કોઇ જગ્યાએ એકલા ન જતા.

4- આસપાસના ગામ

ચતપલ ચારે બાજુ પહાડોથી ઘેરાયેલુ છે જે આ જગ્યાને ઘણી જ સુંદર બનાવે છે. તમે અહીં આસપાસના ગામોમાં પગપાળા ફરી શક છો. નજીકમાં એક ગામ છે થિમરન. ચતપલથી થિમરન જશો તો રસ્તામાં એક બ્રિજ મળશે તેને પાર કર્યા બાદ તમે આ ગામમાં પહોંચશો. આ ગામ ચતપલથી ઘણું મોટું છે અને પહાડની ઊંચી જગ્યાએ વસેલું છે. જે જગ્યાથી અહીં સુધી પહોંચવા માટે ટ્રેક કરવો પડશે.

ચતપલની આસપાસ

ચતપલની આસપાસ જોવાલાયક ઘણું છે. તમે જ્યારે અનંતનાગથી ચતપલ તરફ આવો છો તો રસ્તામાં તમને માર્તંડ મંદિર જોવા મળશે. જેને સૂર્ય મંદિર પણ કહેવામાં આવે છે. તમારે આ મંદિર જરુર જવું જોઇએ. આ ઉપરાંત અચાબલમાં મુગલ કાળનો ગાર્ડન છે જેને તમારે જરુર જોવો જોઇએ. અચાબલથી ચતપલનું અંતર ફક્ત 23 કિ.મી. છે.

આ જગ્યા ઉપરાંત નજીકમાં કોકેરનાગ છે જે ચતપલથી 39 કિ.મી. દૂર છે. અહીં તમે થોડાક કલાક રહી શકો છો. તો પાસમાં જ દક્ષુમ વેલી અને વેરિનાગ છે. જરુરી નથી કે તમે આ બધી જગ્યાઓને એક સમયમાં જુઓ. કેટલીક જગ્યાઓ ફરવા દરમિયાન છોડી દેવી જોઇએ જેથી તમે તે જગ્યાએ ફરી આવી શકો. ચતપલ આવી જ જગ્યા છે જ્યાં તમને વારંવાર આવવાનું મન થશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો