હું એવુ માનુ છું કે ફક્ત ભારત જ વિવિધતાઓથી ભરેલો દેશ છે એવું નથી. ભારત અને પ્રશાંત મહાસાગરની વચ્ચે ઘણાં એશિયાઇ દેશો છે જ્યાંની સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતા તે જગ્યાને સમૃદ્ધ બનાવે છે. આ દેશોમાં ઇન્ડિયા, ચીન અને વેસ્ટર્ન દેશોનું મિશ્રિત રુપ જોવા મળે છે. અહીં એકબાજુ સમુદ્ર કિનારાની ભરમાર છે તો બીજી બાજુ મંદિર જ મંદિર છે. આ બધાની સાથે અહીં મળનારા સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાનું આ જગ્યાને ઉત્તમ ટુરિસ્ટ પ્લેસ બનાવે છે. આ દેશોની મોટાભાગની જગ્યાઓ પર તમે ફ્લાઇટથી જઇ શકો છો. બીજા દેશોની તુલનામાં અહીં વિઝાની પરેશાની પણ નથી કારણ કે અહીં ઘણાં દેશોના ફ્રી વિઝા મળે છે. વરસાદ પછી આ જગ્યા ઘણી જ સુંદર થઇ જાય છે. આવા જ કેટલાક દેશો અંગે નીચે જણાવાયું છે. જે અંગે જાણ્યા પછી તમે કોઇ એક જગ્યાએ તો જઇ જ શકો છો.
1. ઉબુદ, બાલી
બાલી મુખ્યત્વે એક હિંદુ દેશ છે. આ ટાપુ આસપાસના ટાપુથી અલગ અને સુંદર છે. બાલીની સુંદરતાને જોવા માટે ટુરિસ્ટ આવતા જ રહે છે. અહીંના કુટા અને સેમિનિઅક લાંબા સમયથી પર્યટકોને આકર્ષિત કરતા રહે છે. સેન્ટ્રલ બાલી સૌથી શાંત અને સુંદર માનવામાં આવે છે. જ્યાં સુધી એલિઝાબેથ ગિલ્બર્ટે પતાની પુસ્તક ઇટ, પ્રે, લવમાં આ શબ્દનો પ્રસાર કર્યો. ઉબુદ ઉંચાઇમાં હોવાના કારણે ગરમીમાં બાલીની બાકીની જગ્યાઓની તુલનામાં ઘણો જ ઠંડો રહે છે. પ્રાચીન મંદિરો, શાહી મહેલો અને મ્યૂઝિયમની સાથે બાલીની સંસ્કૃતિને લીલાછમ પહાડો, ચોખાની છતો અને કોફીના ખેતરોની અદ્ભુત તસવીર જોઇ શકાય છે.
ઉબુદમાં શું-શું કરશો?
ઉબુદમાં પોતાના દોસ્તો અને ફેમિલીની સાથે બાલીની સફારી પર જાઓ, મરીન પાર્ક, સેતિયા ડર્મા હાઉસ અને સુંદર ટીગેનગર વોટરફૉલને જોવા જાઓ. ઉબુદ વાંદરા વન એક વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે જ્યાં લાંબી પુંછવાળા બંદર તમને જોવા મળી જશે. આ ઉપરાંત, અહીંનુ ગોવા ગજા મંદિર આ આઇલેન્ડની સૌથી ફેમસ જગ્યાઓમાંની એક છે. કેમ્પુહાનના લીલાછમ જંગલમાં પગપાળા ફરવા નીકળી શકો છો જે તમને અહીંના કોલાહલથી થોડાક દૂર લઇ જશે. ઉબુદ આર્ટ માર્કેટમાં તમે રેશમના સ્કાર્ફ, વણેલી બેગ, બાસ્કેટ અને હાથેથી તૈયાર કરેલો સામાન તૈયાર કરી શકો છો.
2. સિએમ રીપ, કંબોડિયા
સિએમ રીપ, અંગકોર મંદિરોનું પ્રવેશ દ્ધાર છે. મોટાભાગના ટૂરિસ્ટ અહીં મંદિર જોવા જ આવે છે. પરંતુ અહીં તેમના સિવાય શહેરમાં અને આસપાસ ઘણું જ જોવાલાયક છે જે તમે તમારા દોસ્તો અને ફેમિલીની સાથે જોઇ શકો છો. આ શહેરે પોતાના કંબોડિયાની જેમ જ વિકસિત કર્યું છે જેમાં હિપ હોટલ ઘણી જ ફેમસ છે. અહીં વર્લ્ડ ક્લાસ ડિનર, શાનદાર સ્પા અને ખરીદી માટે બધુ જ છે. ગરમીઓમાં અહીંનું તાપમાન થોડુક વધારે હોય છે, પરંતુ થોડા થોડા સમયે વરસાદ પડતો રહે છે જેનાથી ગરમીમાં થોડીક રાહત પણ મળે છે. વરસાદ દરમિયાન અહીંના મંદિરો અને તેની આસપાસનું વાતાવરણ ખુશનુમા થઇ જાય છે. આ ઉપરાંત, અહીંની હરિયાળી આ જગ્યાને વધુ જીવંત બનાવે છે.
સિએમ રીપમાં શું-શું કરશો?
દુનિયાના સૌથી મોટા ધાર્મિક સ્થળને જોવા જાઓ. અંગકોર વાટથી સૂરજને ઉગતા જુઓ. આ ઉપરાંત, અહીંના કેટલાક મંદિર તો પ્રોહમ અને બેંતેય સેરીને જોવા જઇ શકો છો. અહીં સૌથી તાજા પાણીનું સરોવર છે. પાણી પર જ લોકોના ઘર બનેલા છે. આ સ્ટિલ્ટ ઘરોમાં રહેનારા લોકોના ઘરોની ઝલક જોઇ શકાય છે. ખમેર અને વેસ્ટર્ન કલ્ચરની મિક્સ ઝલક જોવા માટે રાતે પબ સ્ટ્રીટ્સમાં જાઓ. બાઇકને રેન્ટ પર લઇને પીટા ટ્રેક સુધી જઇ શકો છો. ખમેર આર્ટ, કલ્ચર અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે અંગકોરના નાઇટ માર્કેટમાં જાઓ. પોતાના દિવસના અંતને શ્રેષ્ઠ બનાવવા માટે મસાજ લઇ શકો છો.
3. લંગકાવી, મલેશિયા
લેંગકૉવી ટાપુ અનેક કારણોથી ફેમસ છે. અહીંના આસપાસના કુદરતી દ્રશ્યો જોવાલાયક છે, અહીંના મોટા પાર્ક, પ્રાચીન સમુદ્ર કિનારો અને ઐતિહાસિક આકર્ષણ સામેલ છે. એપ્રિલથી ઓગસ્ટ મહિનામાં અહીં ખુબ વરસાદ થાય છે. જેનાથી અહીંનું તાપમાન ઘટી જાય છે. એટલા માટે વરસાદ પછી અહીં આવવુ જોઇએ. આ સમયે ટૂરિસ્ટ અહીં ઓછા આવે છે એટલે આ સમયે આવવું સૌથી સારુ છે. આઇલેન્ડ ચોખ્ખો-ચણાંક જોવા મળે છે અને બધુ જ ઘણી સરળતાથી મળી જાય છે. અહીં રોકાવાનું પણ મોંઘુ નથી. મિડ-રેન્જ અને બજેટ હોટલ પોતાના સામાન્ય દરો પર લગભગ 50 ટકા ડિસ્કાઉન્ટ પણ આપે છે.
લંગકાવીમાં શું કરો?
લંગકાવી કારથી માઉન્ટ મેટ સિનસેંગના ટૉપ સુધી જઇ શકે છે. અહીંના વર્ષાવનો, વૉટરફૉલ્સને જોઇને તમારે ચહેરો ખિલી ઉઠશે. આ જગ્યા તમને ખુશ કરી દેશે. લંગકાવી સ્કાય બ્રિજ આ જગ્યાની સૌથી ફેમસ જગ્યાઓમાંની એક છે. અહીં તમે 410 ફૂટ પગપાળા ચાલીને વર્ષાવનોના શાનદાર દ્રશ્યોને જોઇ શકો છો. અહીં ઇગલ સ્કાયર છે, જ્યાં ઇગલની 12 મીટર ઊંચી મૂર્તિ છે. અંડરવૉટર વર્લ્ડ લંગકાવી સમુદ્રી જીવોની 500થી વધુ પ્રજાતિઓનું ઘર છે.
4. ફુકેત, થાઇલેન્ડ
ફુકેત અંગે એક સામાન્ય ધારણા એવી છે કે આ જગ્યા ઘણી મોંઘી છે, પરંતુ એવું નથી. અહીં બધા પ્રકારના બજેટ માટે જોવા લાયક જગ્યા અને હોટલ તમને મળી જશે. અહીંની મોંઘવારીથી બચવા માટે તમારે ફક્ત યોગ્ય સીઝનને પસંદ કરવાની છે. મેથી ઑક્ટોબર સુધીનો સમય ફુકેત માટે બેસ્ટ ટાઇમ છે. આ સમયે તમને હોટલ સસ્તી મળી જશે, સમુદ્ર કિનારે વધુ ભીડ નથી હોતી. પરંતુ આ સમય વરસાદ અને સુસવાટા મારતી હવાઓ ચાલે છે. જો તમે ક્યારેક ક્યારેક વરસાદ અને હવાઓની સાથે રહી શકો છો તો તમને ફુકેતથી પ્રેમ થઇ જશે. ફુકેતમાં તમે સમુદ્ર કિનારે ફરવા ઉપરાંત ઘણું બધુ કરી શકો છો. ત્યારે તમને ફુકેતના ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક મળશે.
ફુકેતમાં શું કરશો?
ફુકેતમાં સૌથી નજીકનો ટાપુ છે, ફાંગ નગા બે અને ફી કી. આ બન્નેને તમે એક દિવસમાં ક્રૂઝથી કવર કરી શકો છો. અહીં તમે વાટ ચાગલોના મંદિરને જુઓ. ઓલ્ડ ફુકેતના નગરની ચારેબાજુ તમે ચીન-પોર્ટુગલની સુંદરતાની ઝલક જોઇ શકશો. વિશાળ બુદ્ધને જોવા જાઓ, આ ફુકેતમાં એક ફેમસ લેન્ડમાર્ક છે. રાતમાં ઘુવડની જેમ નીકળીને અહીંના નાઇટ માર્કેટને જોઇ શકો છો. અહીં નાઇટ માર્કેટની ભરમાર છે. રાતમાં આ બજારોમાં લોકલ લેવલે બનેલા સામાન, કપડા અને બેગ જેવી ચીજોને અહીંથી ખરીદી શકાય છે.
5. હોઇ ઇન, વિયેતનામ
તેમાં કોઇ આશ્ચર્ય નથી કે હોઇ ઇન વિયેતનામની સૌથી સુંદર જગ્યા છે. સમુદ્ર કિનારા, આર્કેડની ખરીદારી, બોટ ટ્રિપ, હોઇ ઇનમાં આ બધુ જોવાનું વાસ્તવમાં ઘણું જ શાનદાર છે. પરંતુ તેના માટે તમારે પોતાની દરરોજના જીવનને છોડવું પડશે. જો તમે આવુ કરો છો તો અહીંના કોઇ સમુદ્ર કિનારે તમે રેતી પર બેસીને સમુદ્રને નિહાળી રહ્યા હશો. જો તમે સમુદ્ર કિનારે પાર્ટીની શોધમાં છો તો હોઇ ઇન આના માટે બેસ્ટ જગ્યા છે.
હોઇ એન
હોઇ એન શું કરો?
જુનના મહિનામાં અહીં હાફ ટેટ ઉત્સવ ઉજવાય છે, જેનો અનુભવ તમે લઇ શકો છો. આ ઉત્સવમાં સ્થાનિક લોકો ગામમાં દેવતાઓને ખુશ કરવા માટે ડ્રેગન બોટની રેસ કરાવે છે. અહીં તમે ચામ આઇલેન્ડ માટે એક નાવ યાત્રા પર જાઓ. હોઇ એનને સૌથી સુંદર જગ્યાઓ માટે તો ઓળખવામાં આવે જ છે આ ઉપરાંત, સ્વાદિષ્ટ ભોજન માટે પણ ફેમસ છે. અહીંનું વિયેતનામી ફૂડ દેશની મોટાભાગની જગ્યાઓ કરતાં સારુ છે. ગામમાં જઇને ડાંગરના ખેતરોએ ફરવા જઇ શકો છો. વિયેતનામના સૌથી મોટા શહેરોમાંનુ એક હોઇ એનથી દનાંગ સુધી એક દિવસની ટ્રિપ જરુર કરવી જોઇએ.
6. સિંગાપુર
સિંગાપુર વીકેન્ડ માટે એક સુંદર જગ્યા છે. પછી તે દોસ્તોની સાથે જવાની વાત હોય કે પછી ફેમિલીની સાથે. આ શહેર દરેક ઉંમરના લોકોને સારો અનુભવ આપે છે. અહીં બાળકો માટે ઘણાં પાર્ક છે અને યૂનિવર્સલ સ્ટુડિયોમાં પણ એન્જોય કરી શકો છો. યુવાનો માટે તો આ શહેર હાથ ફેલાવીને ઉભુ રહે છે. સિંગાપુર, દુનિયાનું સૌથી વધુ વિઝિટ કરવામાં આવતુ શહેર છે. સિંગાપુર એવું શહેર છે જ્યાં જવા માટે તમારે વિચારવું નહીં પડે. અહીં જ્યારે પણ જશો તે ફરવાનો બેસ્ટા ટાઇમ જ હશે.
સિંગાપુરમાં શું કરશો?
સિંગાપુરના યૂનિવર્સલ સ્ટુડિયોમાં રોલર કોસ્ટર રાઇડ્સ, શાનદાર ફટાકડાની મજા લો. દુનિયાના પહેલા વન્યજીવ નાઇટ પાર્કમાં નાઇટ સફારીમાં વાઘ, સિંહ અને અન્ય પ્રાણીઓને નજીકથી જુઓ. 100 હેક્ટરમાં ફેલાયેલો ‘ગાર્ડન બાય દ બે’ એક ગાર્ડન છે. જેમાં ક્લાઉડ ફૉરેસ્ટ અને ફ્લાવર ડોમ છે. સિંગાપુરના 5માં એવન્યૂ, ઑર્ચડ રોડ પર કોઇપણ વસ્તુની ખરીદી કરો.
7. બોર્નિયો, મલેશિયા
જો તમે લાંબી બોટ ટ્રિપ, જીવાતભક્ષી છોડ, વરસાદી વનની વચ્ચે અને જંગલી પ્રાણીઓની સાથે અનુભવ કરવાની લાલસા છે. તો બોર્નિયોનું જુરાસિક વર્લ્ડ તમારી આ ઇચ્છાને પૂર્ણ કરશે. બોર્નિયોને એક્સપ્લોર કરવાનો સૌથી બેસ્ટ ટાઇમ ગરમીઓનો છે. જ્યારે તમે સમુદ્રી બીચ પર જંગલી અને સમુદ્રી કાચબાઓને એક સાથે જોઇ શકે છે. બોર્નિયો પણ સંસ્કૃતિઓ, ભાષાઓ અને સદીઓ જુની પરંપરાઓનું એક આશ્ચર્યજનક મિશ્રણ છે.
બોર્નિયોમાં શું કરશો?
અહીં જંગલોને નજીકથી જોવા માટે માઉન્ટ કિનાબાલુ પર ચઢો. અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરવા માટે સબા અને સરવાકના અંતરિયાળ ગામો તરફ જાઓ. સિપાદાન આઇલેન્ડમાં પાણીની નીચે સ્વર્ગને જરુર જુઓ. આ દુનિયાના સૌથી સારા ડાઇવ સાઇટ્સમાંનું એક છે. ગામો અને અંતરિયાળ શહેરોમાં, ડાંગરના ખેતરો, વર્ષા વનો, રબર અને કૉફીના બગીચાઓમાં પસાર થતી ઉત્તર બોર્નિયો સ્ટીમ રેલમાં મુસાફરી જરુર કરો. કિનબુલુ પાર્કથી નીચેના જંગલનું શાનદાર દ્રશ્ય જોઇ શકાય છે. જો તમે લેમનક નદીમાં નાવથી જાઓ છે તો નદીમાં લગભગ દરેક વળાંકની પાછળ ટકેલા પ્રાચીન લોંગ હાઉસ તમને જોવા મળશે.
આમ તો આખી દુનિયા ફરવા માટે બની છે પરંતુ સૌથી પહેલા પોતાના બજેટવાળી જગ્યાઓને જરુર જોઇ લેવી જોઇએ. ખાસ કરીને જો તે સુંદર હોય તો. દક્ષિણ પૂર્વ એશિયા અમે ભારતીયો માટે સસ્તા પણ છે અને નજીક પણ છે. એટલા માટે યૂરોપ અને અમેરિકા જેવા મોંઘા દેશોમાં ફરવા કરતાં, આ દેશોને જોવા જોઇએ. અહીં આપને જાત જાતની કૉફી બીન્સ, ઝાડથી ઢંકાયેલા મંદિર અને અહીંની સંસ્કૃતિને જોઇ શકો છો.