ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ

Tripoto
Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 1/9 by Paurav Joshi

વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલું છે આ શહેર. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું છે. વડોદરાનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કાળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓની વસતી સૌથી વધુ જોવા મળે છે.

પ્રારંભિક વેપાર વસાહતીઓએ ઇસ.812માં પ્રવેશ કર્યો હતો. વડોદરામાં હિન્દુ રાજા શાસન કરતો હતો. ચાલુક્ય રાજવંશએ ગુપ્ત સામ્રાજ્ય પાસે થી તીવ્ર યુદ્ધ દ્વારા કબજો લીધો હતો. તે પછી, સોલંકી રાજપૂતોએ તેને હસ્તક લીધું હતું. તેના પછી મુસ્લિમ શાસન ભારતભરમાં ફેલાયું હતું અને પછી દિલ્હીના સુલતાનની સત્તા હતી . ત્યાં સુધી તેઓ સરળતાથી મુઘલ સમ્રાટ દ્વારા ઉથલાવી દેવાયા હતા. આ સમય દરમિયાન, મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી.

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 2/9 by Paurav Joshi

ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો, જ્યારે મરાઠા જનરલ પિલાજી રાવ ગાયકવાડે 1726 માં મુઘલો પાસેથી સોંગધ પર વિજય મેળવ્યો. મુઘલ શાસન વર્ષ 1732માં સમાપ્ત થયું, જ્યારે મરાઠા જનરલ પિલાજી રાવ ગીકાવાડ દક્ષિણ ગુજરાતમાં મરાઠા ઝુંબેશો વધુ તીવ્ર બનાવી. પિલાજીરાવ ગાયકવાડના પુત્ર અને સહાયક – દમાજીરાવે મુઘલ સૈન્યને હરાવ્યુ અને વર્ષ 1734માં બરોડા રાજ્ય પર વિજય મેળવ્યો. ધીમે ધીમે, ગાયકવાડના અનુગામીઓએ ગુજરાતના વધુ વિસ્તારો પર તેમની પકડની તીવ્રતા વધારી, જેણે તેમને પ્રદેશમાં સૌથી શક્તિશાળી શાસક બનાવ્યા. વર્ષ 1947માં ભારતની સ્વતંત્રતા સુધી ગાયક્વાડનું રાજ્ય શાસન હતું.

વર્ષ 1875માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1939 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો. આમેય આ જ સમય ગાયકવાડી સામ્રાજ્યનો સુવર્ણકાળ ગણાય છે. વડોદરા સમૃધ્ધ અને સુશોભિત બન્યું સયાજીરાવ ગાયકવાડના સમયમાં જ. બ્રિટીશકાળ સમાપ્ત થઇ ગયાં પછી પણ ગાયકવાડી જાહોજલાલી ઓછી નથી થઇ.

તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ – ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

લક્ષ્મી વિલાસ પૅલેસ

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 3/9 by Paurav Joshi

ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસ બનાવ્યો હતો.. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્સા મંટ હતા. તે ૧૯ મી સદીના સ્થા્પત્યાના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્થાછન હતું. જે બરોડા પર શાસન કરતું હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્કૃ તિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવાલો અને બારીઓ બેલ્જી યમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્થાપત્યનો એક અદ્દભુત નમૂનો છે.

નઝરબાગ પૅલેસ

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 4/9 by Paurav Joshi

નઝરબાગ પૅલેસ વડોદરાના શાહી પરિવારનું જુનું નિવાસ સ્થા્ન છે. જેનું નિર્માણ મલ્હાગર રાવ ગાયકવાડે ૧૯મી સદીમાં કર્યું હતું. આજે તે શાહી પરિવારના વારસદારોનું નિવાસ સ્થાયન છે.

મકરપુરા પૅલેસ

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 5/9 by Paurav Joshi

મકરપુરા પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૮૭૦ માં મહારાજા ખંડેરાવ દ્વારા કરવામાં આવ્યુંા હતું અને તેનો જીર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરેલ હતો. આ મહેલમાં ઇટાલીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

પ્રતાપ વિલાસ પૅલેસ

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 6/9 by Paurav Joshi

ઇ.સ. ૧૯૧૪ માં આદરણિય જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પૅલેસનું બાંધકામ કરાવ્યું હતું. જે યુરોપીય સ્થાતપત્યોપ તથા ભારતીય કોતરણી કામનું સુંદર નમૂનો છે. અહીંના પ્રવેશદ્વારા બે વાઘોના શિલ્પ‍ સાથે શણગારવામાં આવ્યો છે. દરબાર હોલ મોઝેક ફલોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્કેની દ્વારા સજાવવામાં આવેલ છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે તેમાં બગીચો અને ગોલ્ફ, કોર્સ પણ સામેલ છે

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય

વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 7/9 by Paurav Joshi

મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.

સયાજી બાગ (કમાટી બાગ)

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 8/9 by Paurav Joshi

સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન) આકર્ષણ છે.

સુર સાગર

Photo of ગાયકવાડી શાન, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી વડોદરાના ભવ્ય ઇતિહાસમાં આવો લટાર મારીએ 9/9 by Paurav Joshi

સુરસાગર વડોદરા શહેર ના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણી થી ભરપુર રહે છે. ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદી માં બન્યું હતું. જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads