ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરા હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આમ તો મથુરા આખુ વર્ષ શ્રદ્ધાળુઓ અને પર્યટકોથી ભરેલું રહે છે પરંતુ હોળી અને જન્માષ્ટમીના તહેવાર પર આ જગ્યાની રોનક જ કંઇક અલગ હોય છે. મથુરાનું વૃદાંવન, બરસાણા અને આગ્રા જેવા શહેરોથી નજીક હોવું આ જગ્યાને વધુ ખાસ બનાવે છે. તો ચાલો જણાવું છું કેવીરીતે ઓછા ખર્ચે ફરીએ મથુરા
મથુરા


મથુરાની યાત્રામાં શું જુઓ, ક્યાં જાઓ?
શ્રી કૃષ્ણ જન્મભુમિ મંદિર

મથુરાનું કૃષ્ણ જન્મભૂમિ મંદિર. એવું મનાય છે કે મંદિરની અંદર બનેલી કારાવાસ જેવી સંરચનામાં જ કૃષ્ણ લલાનો જન્મ થયો હતો. આ મંદિર જોવામાં ઘણું ભવ્ય છે હિંદુ વાસ્તુકળાનો એક નાયાબ નમૂનો છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા એક પાતળી ગલીમાંથી પસાર થવું પડે છે જ્યાં બધા યાત્રીઓનું ચેકિંગ થાય છે.
ટિકિટ- આ મંદિરમાં પ્રવેશ ફ્રી છે, એટલે કે તમને કોઇપણ પ્રકારની ટિકિટ લેવાની જરુર નથી.
આ મંદિર સવારે 5 વાગ્યાથી દર્શન માટે ખુલી જાય છે અને રાતે 9.30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જો કે બપોરે 12 વાગ્યાથી લઇને સાંજે 4 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહે છે. આખુ મંદિર પરિસર ફરવા માટે તમારે 1-2 કલાક તો કાઢવા પડશે.
કેવીરીતે પહોંચશો?
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરા શહેરની વચ્ચો-વચ સ્થિત છે. આ મથુરા જંકશન રેલવ સ્ટેશનથી ફક્ત 4 કિ.મી. દૂર છે. અહીં કાર, બસ કે રિક્શા દ્ધારા સરળતાથી પહોંચી શકાય છે.
શ્રી દ્ધારકાધીશ મંદિર, ગોકુળ

મથુરામાં બનેલ અનેક મંદિરોમાં દ્ધારકાધીશ મંદિરની પોતાની ખાસિયત છે. આ મંદિરમાં થનારી આરતીના દર્શન કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. આ મંદિરમાં તમે રાધા-કૃષ્ણની મનમોહક પ્રતિમાઓને નિહાળવા સાથે જ મંદિરની સુંદર કોતરણી અને શિલ્પકલાનો આનંદ લઇ શકાય છે.
ટિકિટ- મથુરામાં રહેલી મોટાભાગની જગ્યાઓની જેમ આપને આ મંદિરમાં પ્રવેશ માટે કોઇપણ પ્રકારનો ખર્ચ નથી કરવાનો રહેતો.
મંદિર સવારે 6.30 વાગે ખુલીને સવારે 10.30 વાગે બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ 4 વાગે ખુલીને સાંજે 7 વાગે સંઘ્યા આરતી પછી ફરી બંધ કરી દેવામાં આવે છે.
કેવીરીતે પહોંચશો?
દ્ધારકાધીશ મંદિર, શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર ફક્ત 2 કિ.મી. દૂર જ છે. તમે ઇચ્છો તો પગપાળા જ આ અંતર નક્કી કરી શકો છો કે રિક્ષા લઇને 40-50 રુપિયામાં મંદિર પહોંચી શકો છો.
વિશ્રામ ઘાટ


દ્ધારકાધીશ મંદિરથી ફક્ત 230 મીટરના અંતરે ભીડ-ભાડથી દૂર થોડોક સમય પસાર કરવા માટે વિશ્રામ ઘાટ પહોંચી જાઓ. આ ઘાટમાં ઉતર તરફ 12 અને દક્ષિણ બાજુ 12 ઘાટ છે. વિશ્રામ ઘાટ પર જમુના મહારાણીનું પ્રસિદ્ધ મંદિર પણ બન્યું છે અને અહીંથી આરતી પણ કરી શકાય છે.
ટિકિટ- નિશુલ્ક પ્રવેશ
કેવીરીતે પહોંચશો?
જો તમે મથુરાના કેન્દ્રમાં જ છે, તો વિશ્રામ ઘાટ પહોંચવા માટે તમારે ખાસ મહેનત નહીં કરવી પડે. આ ઘાટ દ્ધારકાધીશ મંદિરથી ફક્ત 230 મીટરના અંતરે છે, એટલે તમે અહીં પગપાળા જ પહોંચી શકાય છે.
નિધિવન

જો મથુરા જાઓ અને શ્રી કૃષ્ણની રાસલીલાની ગાથા અને તેની ઝલક જોયા વગર જતા રહીએ તો આ સફર અધુરી જ રહી જશે. તો કૃષ્ણ યુગના દર્શન માટે પહોંચો નિધિવન. માનવામાં આવે છે કે આ અદભુત વનમાં શ્રી કૃષ્ણ આજે પણ અડધી રાતે રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરે છે. અહીં જોડીમાં રહેલી તુલસીના છોડ અંગે એવુ કહેવાય છે કે આ રાતના સમયે ગોપીઓનું રુપ લે છે અને સવારે ફરી છોડમાં બદલાઇ જાય છે. પરંતુ નિધિવનમાં રાતના સમયે પ્રવેશની અનુમતિ નથી કારણ કે અહીં રહેલા લોકોનું કહેવું છે કે જો કોઇ રાસલીલા જોઇ લઇએ તો તેની આંખોની રોશની જતી રહે છે કે માનસિક સંતુલન.
ટિકિટ- નિધિવનમાં પ્રવેશ માટે કોઇપણ પ્રકારનો ચાર્જ નથી વસૂલાતો.
નિધિવનની મુસાફરી તમે સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યાની વચ્ચે ક્યારેય કરી શકો છો.
કેવીરીતે પહોંચો?
મથુરાથી નિધિવનનું અંતર અંદાજે 12 કિ.મી.નું છે, જેને તમે 30-45 મિનિટમાં નક્કી કરી શકો છો. આના માટે તમે વૃદાંવન જતી બસથી લઇને ઑટોરિક્શા કે ટેક્સી, કોઇપણ સાધનનો ઉપયોગ કરી શકો છો.
ગોવર્ધન પર્વત



ભગવાન કૃષ્ણની અનોખી લીલાઓની કહાનીઓ અમે બધાએ સાંભળી અને વાંચી છે અને તેમાંથી જ એકને સાક્ષાત જોવા મળે છે. ગોવર્ધન પર્વત તરીકે. અહીંયા શ્રદ્ધાળુ આ પહાડની 7 કોસ લાંબી પરિક્રમા કરે છે જે અંદાજે 21 કિ.મી. લાંબી છે. આ રસ્તામાં બીજા મહત્વપૂર્ણ સ્થળ જેવા કે આન્યોર, રાધાકુંડ, કુસુમ સરોવર, માનસી ગંગા, ગોવિંદ કુંડ, પૂંછરીનો લોટો, દાનઘાટી મંદિરમાં પડે છે.
ટિકિટ- કોઇ ચાર્જ નહીં
કેવીરીતે પહોંચો?
ગોવર્ધન પર્વત, નિધિવનથી 33.7 કિ.મી. દૂર છે જેને નકકી કરવામાં 1-1.5 કલાકનો સમય લાગે છે. જો તમે મથુરાથી ગોવર્ધન પર્વતનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને અંદાજે 22 કિ.મી.ની સફર કાપવી પડશે.
મથુરા જવાનો યોગ્ય સમય
મથુરા યાત્રાનો સૌથી યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર-નવેમ્બરની વચ્ચે હોય છે. આ દરમિયાન આપને આકરી ગરમી કે સખત ઠંડી નહીં વેઠવી પડે.
મથુરામાં ક્યાં રહો?
મથુરામાં રહેવા માટે તમારે 800 રુપિયાથી લઇને 1200 રુપિયા પ્રતિ દિનની વચ્ચે સરળતાથી રુમ મળી જાય છે. જો કે તમે પહેલેથી બુક કરી લો તો ઉપલબ્ધતા નિશ્ચિત કરી શકાય છે.
મથુરા યાત્રાની કેટલીક જરુરી વાતો
- મથુરામાં મોટાભાગની જગ્યાઓ પર જવા માટે કોઇ ટિકિટ નથી લાગતી અને મહત્વપૂર્ણ જગ્યાની આસપાસ જ છે. તમે સરળતાથી પગપાળા જ શહેરની સફર કરી શકો છો.
- શહેરમાં ફરવા માટે પગપાળા ઉપરાંત ઓટોરિક્શા સૌથી સરળ રીત છે. પરંતુ તમે આનું ભાડું પહેલેથી જ શોધી લો, જેથી તમને ચૂનો ન લાગે.
- અહીં રહેલા મોટાભાગના મંદિર દિવસના સમયે બંધ રહે છે તો પોતાની યાત્રા આ હિસાબે નક્કી કરો.
- ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતી વખતે બંદરોની ઘણી ટોળીઓ તમને મળશે. એવામાં સામાનને લઇને સાવધાન રહો.