પાર્વતી ખીણમાં લોકોના ગાયબ થવાનો હોશ ઉડાવી દેતો કિસ્સો!

Tripoto

ફરવું એ મારો શોખ છે, સમય મળે એટલે હું નીકળી પડું છું કોઈ પણ નવી જગ્યા એ. સાથે એક પેન અને ડાયરી પણ ખરા. શરૂઆત થઇ મારી ગયા વર્ષની કસોલ ટ્રીપથી. સવારે કેમરો લઈને નીકળો તો ઘણી જગ્યાએ "એક વિદેશી છોકરાના ખોવાયેલ છે" ના પોસ્ટર જોઈને મને અચરજ થયું. એ પોસ્ટર હતું બ્રુનો મશાલિકનું.

કોણ છે બ્રુનો અને શું છે એનો કિસ્સો?

Photo of પાર્વતી ખીણમાં લોકોના ગાયબ થવાનો હોશ ઉડાવી દેતો કિસ્સો! 1/1 by Jhelum Kaushal

પોલેન્ડનો 24 વર્ષનો બ્રુનો બીજા ઘણા મુસાફરોની જેમ કસોલ સોલો ટ્રીપ પર આવ્યો હતો. છેલ્લે એને મનાલીમાં 8 ઓગસ્ટ, 2015 ના દિવસે જોવામાં આવ્યો હતો. ફેસબુક મુજબ એ 9 ઓગસ્ટે પાર્વતી ઘાટી જોવા જવાનો હતો. અને ત્યારથી એ છોકરો માત્ર પોસ્ટરમાં જ જોવામાં આવ્યો હતો.

અને વાત અહીંયા નથી પુરી થતી. બ્રુનોની જેમ જ ઘણા અમેરિકી અને યુરોપિયન મુસાફરો અહીં પાર્વતી ખીણમાં જ ગાયબ થયેલા છે. જસ્ટિન શટલર કરીને એક મોટું નામ પણ છે જે 2016 માં અહીંથી ગાયબ થયો હતો.

સરકારે શું કર્યું?

જસ્ટિન અને તેની માતાએ ખીરગંગા અને પારવતી ખીણમાં હેલીકૉપટરથી ઘણા ચક્કરો લગાવ્યા પણ બધું જ વ્યર્થ!

આખરે આ મારા માટે શા માટે જરૂરી છે?

વાત એમ છે કે 2016 માં એ ગાયબ થયો એની પહેલા જ અમે મળ્યા હતા અને મિત્રો બન્યા હતા. 2017 માં એના ગાયબ થયા પછી એના મિત્રોને પણ હું મળ્યો હતો. જેની પાસે જીવન જીવવા માટે હેતુ હતો એ કઈ રીતે ગાયબ થઇ શકે! મેં એને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કર્યો હતો.

આ એનો ૨૦૧૬માં કસોલના મામા કેફેનો લાસ્ટ ફોટો છે. શટલર માટે એની માતાએ gofundme કેમપેઇન શરુ કર્યું હતું. તમે જસ્ટિનનું ઇન્સ્ટાગ્રામ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો જિંદાદિલ માણસ અને ટ્રાવેલર હતો.

બીજા થોડા કિસ્સાઓ

થોડા વર્ષો પહેલા જ ફ્રેન્ચ ટ્રેકર્સ ફ્રેન્સીસ કેમલિન અને વેલેન્ટીન જોર્જે - ૨૧ અને ૨૦ વર્ષના મુસાફરો ગાયબ થઇ ગયા હતા. અને સરકારે એમની તપાસ પણ બંધ કરી દીધેલી.

કોઈને ખ્યાલ નથી પણ છેલ્લા ઘણા સમયથી અહીંયા વિદેશીઓ ગાયબ થઇ રહ્યા છે. સરકાર અને પ્રશાશન પણ ચૂપ છે પણ ખ્યાલ નથી આવી રહ્યો કે શું થઇ રહ્યું છે. પ્રશાસન એકલા ન જવાની ચેતવણી આપે છે પણ ચરસીઓને શું ફેર પડે છે.

કોણ છે જવાબદાર?

એક વાત તો સમજવી જ જોઈએ કે જો જોશમાં ને જોશ માં હોશ ખોયા તો જાન જવાની સંભાવનાઓ વધી જ જાય છે. પહાડોને સર કરવા નીકળતા પહેલા એની રિસ્પેક્ટ કરતા શીખો.

બેવકૂફ નિર્ણયો તમારા અને તમારા પરિવાર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તમારા નિર્ણયો તમને ક્યાં પહોંચાડશે એ તમને નહિ સમજાય.

મૂર્ખ ન બનો, સમજદાર બનો, પ્રકૃતિનો આનંદ લો એની સામે ન થાઓ. ખોટી રીતે પ્રકૃતિ સામે બતઃ ભીડશો તો એના પરિણામ ખરાબ જ આવશે. પોતે જવાબદાર બનીને અન્ય લોકો માટે એક ઉદાહરણ બનો. થોડું વિચારો કે તમારું જીવન માત્ર તમારું નથી.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads