જ્યારે કોલેજમાં હતા ત્યારે સમય હતો પણ પૈસા ન હતા અને અત્યારે નોકરીમાં છીએ તો પૈસા છે પણ રજાઓ નથી. જીવન જાણે ૯ થી ૬ ની નોકરી જ થઈ ગયું છે. પરંતુ આવી તકલીફો છતાં એક વરસમાં ૧૨ જગ્યાઓ ફરી આવે તેના માટે કહેવું જ પડે, કે “વો રાજપૂત!”
એક વરસમાં કૃતાર્થ વાશી અને તેમની પાર્ટનરે બહુ ઓછા ખર્ચે અને ઓછી રજાઓમાં ૧૨ જગ્યાઓ ફરી! તમે પણ જો ઇચહઓ તો આ રીતે ટ્રીપ પ્લાન કરી શકો છો. બસ આ કપલની ટિપ્સ ધ્યાનમાં રાખો.
૧. સૌથી પહેલા સાચા સમયે સાચી જગ્યા
ક્યાં સમયે કઈ જગ્યાએ ફરવા જવું છે એ સૌથી મહત્વનું છે. એવું ના થાય કે જાન્યુઆરીની ઠંડીમાં ધોધમાં નહાવા જવાનો પ્લાન કરો અને માર્ચ એપ્રિલ ની ગરમીમાં કચ્છ માટે નીકળી પડો.
આ કપલના મત મુજબ તો અડધું કામ માત્ર સારા પ્લાનિંગથી જ સમાપ્ત થઈ જાય છે. જગ્યા પસંદ કરવા કરતાં અઘરું કાર્ય છે સમય પસંદ કરવો. આમણે પોતે જ એક વખત ભર ચોમાસામાં લવાસા જવાનું નક્કી કર્યું હતું જેમાં જોવાના અડધા સ્થળો તો બંધ હોવાથી પૂરો સમય હોટેલમાં જ પડ્યા રહેવું પડેલું. એટલે સૌથી પહેલા જગ્યા પસંદ કરો અને પછી ત્યાં જવાનો સારો સમય તપાસો.
૨. પૈસા જરૂરી છે બકા!
જો તમારા પિતાજીનું નામ મુકેશ અંબાણી હોય તો જતાં રહો નેક્સ્ટ પોઈન્ટ પર, બાકી આપણી જેવા દરેક માટે કોઈ ને કોઈ વસ્તુ માટે જેમકે ટેક્સી, ગિફ્ટ, ફરવા માટે રોકડ રકમ સાથે હોવી જરૂરી છે. માત્ર અકાઉંટમાં પૈસા હોવાથી પણ નહીં ચાલે.
તો એવું શું કરવું કે જેમાં વધારે ખર્ચ પણ ન થાય અને ફરવાનો આનંદ પણ સારી રીતે લઈ શકાય? માત્ર આ ૨ વસ્તુની કાળજી રાખો. રહેવાની જગ્યા અને આવવા જવાની વ્યવસ્થા બહુ પહેલેથી જ બૂક કરી લેવી.
૨ મહિના પહેલેથી રહેવા અને જવાની ટિકિટ કરવી લેવી, ફ્લાઇટ ની બદલે ૩ ટાયર એસી ટ્રેનમાં જવું, વગેરેનો બિલકુલ મતલબ એવો નથી કે તમે ગરીબ છો. પ્લાનિંગ કરવામાં કશું જ ખોટું નથી.
૩. ચાલાક બનો
અમારો એકમાત્ર નિયમ છે કે એવી હોટેલ બૂક કરો જ્યાંથી તમારી યાત્રા સરળ બને. વધારે જગ્યાઓ ફરવાની હોય તો લો બજેટ હોટેલ બૂક કરો જેમકે અમે મુન્નારમાં એવું જ કર્યું કેમકે અમારો બધો જ સમય નીલ કુરિનજી ફરવામાં જ જવાનો હતો. અને જો ઘણી બધી જગ્યાઓએ ફરવા જવાનું હોય તો શાહી હોટેલ પસંદ કરો જેમકે અમે ઉદયપુરમાં તાજ હોટેલની મહેમાનગતિ માણી!
મતલબ સીધા શબ્દોમાં – યાત્રાની સુવિધા મુજબ હોટેલ પસંદ કરો.
૪. ઓફિસ ની રાજાઓ અને તમારો પ્રવાસ
પ્લાનિંગ બરાબર કરશો તો રજાઓ પણ ઓછી જ વપરાશે, જેમકે ૨૦૧૮ માં અમે એવા કેટલાય પ્રવાસ કર્યા જે લોંગ વીકએન્ડ સાબિત થયા.
ક્યાં ગયા, ક્યારે ગયા અને ક્યાં રોકાયા એનું પૂરું લિસ્ટ
૧. ભંડારદરા, મહારાષ્ટ્ર, જૂન ૨૦૧૮, ૨ દિવસની વીકએન્ડ ટ્રીપ
એક લોકલ કંપનીએ અમારો પ્રવાસ પ્લાન કરેલો, ચોમાસાની તરત પછીની ઠંડી, કાળી રાતો અને હજારો ચમકીલા “જૂગનું”, અમે આ પ્રવાસ ક્યારેય નહીં ભૂલી.
આ વખતે અમે હજુ બની રહેલા સર્વિસ એપાર્ટમેન્ટમાં રહેવાનું નક્કી કરેલું. અને આ એપાર્ટમેન્ટ લવાસા સરોવરની બિલકુલ સામે જ હતો. એટલે થોડાં વધુ પૈસા આપીને એની મજા લીધી.
૩. બેકર ઝરણાંમાં રેપલિંગ, ઓગસ્ટ ૨૦૧૮માં એક દિવસની ટ્રીપ
ભર ચોમાસામાં અમે આ એક દિવસનો ટ્રેક કરેલો.
૪. ૫. મહાબળેશ્વર અને લોનાવાલા, ઓગસ્ટ ૨૦૧૮, ૪ દિવસની ટ્રીપ, સ્વતંત્રતા દિવસ + લોંગ વીકએન્ડ +એક દિવસની રજા
જેમ પહેલા કહ્યું એમ જ, જો વધારે ફરવું હોય તો સસ્તી હોટેલ અને ઓછું ફરવું હોય તો મોંઘી હોટેલ.
૬. પેબ અને વિકટગઢ કિલ્લાનું ટ્રેકિંગ, સેપ્ટેમ્બર ૨૦૧૮, એક દિવસની ટ્રીપ
આ એક ખૂબ જ સુંદર ટ્રેક છે જેની પર બહુ લોકોની નજર ગઈ નથી. દૂર દૂર સુધી ગાઢ હરિયાળી, પહાડોની ઠંડી હવા, અને ખૂબ જ સુંદર નજારાઓ, શું વાત કરું આ ટ્રેકની!
૭. નીલકુરિનજી, મુન્નર, સેપ્ટેમ્બર ૨૦૧૮, ૩ દિવસની ટ્રીપ, ગણેશ ચતુર્થી + એક દિવસની રાજા
જો તમે ૧૨ વર્ષમાં એક વખત થતાં ઉત્સવને જોવા માંગતા હો તો તમારે ક્યાંક તો બાંધછોડ કરવી જ પડે છે. અમે ફ્લાઇટ થી સીધા કોઇમ્બતુર પહોંચ્યા અને ત્યાં ૩ દિવસ માટેની ટેક્સી બૂક કરી લીધી.
રહેવા માટે એક રૂમ બૂક કરેલો જે અમારા દરેક લોકેશન થી નજીક હતો.
ટીપ – મુન્નાર જોવું અને સ્વર્ગ જોવું બંને એક જ વાત છે.
૮. સતારા, ફૂલો ની ઘાંટી, ઓક્ટોબર ૨૦૧૮, ૨ દિવસની ટ્રીપ
સતારા જતાં પહેલા અમે અમારા મિત્રો પાસે પૂનામાં રોકાયેલા, એટલે માત્ર આવવા જવાનો જ ખર્ચ, રહેવાનો ખર્ચ શૂન્ય.
૯.ઉદયપુર, ઓક્ટોબર ૨૦૧૮, ૪ દિવસની ટ્રીપ, દશેરા + ૨ દિવસની રજા
અમે આ પ્રવાસનું આયોજન કરતી વખતે જ નક્કી કરી લીધેલું ક ઉદયપુરના પ્રસિદ્ધ તાજ લેક મહેલમાં રોકાશું.
પાણીથી ઘેરાયેલા આ મહેલમાં અમે શાનદાર રીતે રહ્યા. અમારું સ્વાગત પણ શાનદાર થયું હતું. આ ૨ દિવસ અમે ક્યારેય નહિ ભૂલી શકીએ.
૧૦. કચ્છ નું રણ , ગુજરાત, નવેમ્બર ૨૦૧૮, ૩ દિવસની ટ્રીપ, વીકએન્ડ + ૧ દિવસની રજા
કચ્છમાં નવેમ્બર માં રણ ઉત્સવ થાય છે જેમાં ઘણા ટેન્ટ લગાવવામાં આવે છે. પરંતુ અહીનો આનંદ તમે ક્યારેય નહીં ભૂલી શકો.
એકદમ જોરદાર સાંસ્કૃતિક ઉત્સવ, સ્વાદિષ્ટ ભોજન, અને દૂર સુધી ફેલાયેલુ સફેદ રણ, તમારું રણ ઉત્સવનું પેકેજ ખૂબ જ શાનદાર રહેશે એની ખાત્રી!
૧૧. ગણેશગુલે, રત્નાગિરિ, જાન્યુઆરી ૨૦૧૯, ૩ દિવસની ટ્રીપ, વીકએન્ડ + ૧ દિવસની રજા
અમને આના વિષે કોઈ મિત્રએ કહેલું. ઓછા ખર્ચે પ્રાઇવેટ બીચ રિસોર્ટનો લ્હાવો થોડો જતો કરાય! એટલે અમે પણ અહિયાં આવી જ ગયા.
શહેરની ભીડથી દૂર એક શાંત કિનારો અમારા વીકએન્ડ માટે ખૂબ જ લાજવાબ હતો.
૧૨. વેલાસનો કાચબા ઉત્સવ, રત્નાગિરિ, માર્ચ ૨૦૧૯, ૨ દિવસની ટ્રીપ
અહિયાં અમે ગામડાનું જીવન જીવ્યા. નાનકડા કાચબાઓનો ઉત્સવ, એમાંથી અમુક તો હજુ ઈંડામાંથી બહાર જ આવેલા.
અહીં સૌથી ખાસ હતું કોંકણી ભોજન. ફણસનું શાક અને અન્ય સરળ અને દેશી ખાણી પીણી. આ ટ્રીપ મિસ કરવા જેવી નથી.
અમુક ખાસ બાબતો
અમે એક વર્ષમાં ૧૨ પ્રવાસો કર્યા અને એમ અમને માત્ર ૬ રજાની જ જરુંર પડી. દરેક વખતે અમે બજેટનું નહોતું વિચારેલું, કેટલીક વાર અમે અનુભવોને પણ મહત્વ આપ્યું.
અને મહત્વની વાર, સફરનો મતલબ એમ નથી કે જિપ્સી બનીને રખડપટ્ટી કરવી. સફર દરમિયાન આપણે કેટલાય અનુભવોમાંથી પસાર થઈએ છીએ, જે આપણને એક સારા માણસ પણ બનાવે છે. અને લોકોને મળવાને, તેમને સમજવાને કારણે આપણે એક સારા માણસ પણ બની છીએ.
આ નવા વર્ષ માટે પણ અમે ઘણા પ્લાન્સ બનાવેલ છે. તમારી પણ કોઈ યોજના હોય તો અમને જણાવો અને ફરતા રહો.
.