કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2 

Tripoto

કાશ્મીર હમેશા ભારતીય પ્રવાસીઓનું માનીતું સ્થળ રહ્યું છે. 2021માં જ્યારે હજુ પણ વિદેશ પ્રવાસ પર રોક લગાવવામાં આવેલી છે ત્યારે કાશ્મીર જાન્યુઆરી 2021 માં ભારતનું મોસ્ટ વિઝિટેડ સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. મોટા ભાગે કાશ્મીર ફેમિલી ટ્રીપ તરીકે જ જોવામાં આવે છે પરંતુ કાશ્મીરમાં મિત્રો અને સોલો ટ્રાવેલર્સ માટે પણ ઘણું જ છે. મે 2020 માં લોકડાઉનના માત્ર 15 દિવસ પહેલા જ કાશ્મીરની મુલાકાત લીધેલી. જો તમે થોડું ઓફ બીટ ફરવા માંગો છો તો તમને મારો આ પ્રવાસ મદદરૂપ થશે.

આ લેખ આ પ્રવાસનો બીજો ભાગ છે.

દિવસ 5

બાલા અને તપનને બપોરની ફ્લાઇટ હતી એટલે અમે સવારે શ્રીનગરમાં લટાર મારી અને દાલ સરોવરમાં બોટિંગ પણ કર્યું. જેવા એ બંને દિલ્લી જવા માટે રવાના થયા હું નિશાંત બાઘ પાસે ગુપ્ત ગંગામાં આવેલ ઝોસ્ટેલ તરફ રવાના થયો. રાજ્ય માંથી કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત થયા પછી જ્યારે પહેલી વાર પ્રવાસીઓ માટે કાશ્મીર ખુલ્લુ મુકાયું એના 1 જ મહિનામાં હું અહી આવ્યો હોવાથી અહી ઘણા પ્રવાસીઓ ન હતા. મુંબઈના મૃણાલી અને શ્રુતિ મારી સાથે ડોમમાં હતા. મારે મારા કોઈ જ પ્લાન્સ ન હતા એટલે હું લાલ ચોકમાં એમની સાથે શોપિંગ કરવા નીકળ્યો. 20 રૂ માં દાલ ગેટ અને ત્યાંથી 10 રૂમાં લાલ ચોકની ટેક્સી મળી રહે છે.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  1/8 by Jhelum Kaushal

જામિયા મસ્જિદ થઈને અમે શોપિંગ કર્યું. છોકરીઓએ જેકેટ લીધા જ્યારે મે તો પહાલગામથી જ જેકેટ લઈ લીધું હતું. અમે 8 આજુબાજુ હોસ્ટેલ પાછા ફર્યા. ત્યાં અમને ઝારખંડ થી સ્મિતા અને દિલ્લીથી સ્મૃતિ એમ 2 બીજા સોલો ટ્રાવેલર મળ્યા, અને આ ઝોસ્ટેલનો મેનેજર આસિફ જે પોતાની શાયરી અને પુસ્તકોથી છોકરીઓમાં પ્રખ્યાત હતો એ તો ખરો જ. થોડું રમીને અમે આરામ કર્યો.

દિવસ 6

મૃણાલી અને શ્રુતિ પહેલગામ જવાન હતા અને હું અનંતનાગમાં 8 મી સદીનું માર્તંડ સુર્ય મંદિર જોવા જવાનો હતો. એટલે મે અનંતનાગની ટેક્સી પકડી. ઇન્ટરનેટ પરની માહિતી પરથી હું જે જગ્યા એ પહોંચ્યો ત્યાં મંદિરના અવશેષો ન હતા એટલે એક સ્થાનીય સ્ત્રી એ મને જણાવ્યું કે ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાશે.

વરસાદ આવવામાં જ હતો અને મને અમુક યુવાનોએ સમય પસાર કરવામાં અને ઉભા રહેવામાં મદદ કરી. એક યુવક તો બસ આવવા સુધી 45 મિનિટ મારી સાથે ઊભો રહ્યો. કાશ્મીરીઓ સમય પસાર કરવામાં ખૂબ જ માહેર અને વાતોડિયા હોય છે.

મને ગૂગલ મૅપ એ ફરીથી એક બીજા માર્તંડ મંદિર સુધી પહોંચાડી દીધો. અંતે સ્થાનીય લોકોની મદદ થી હું ખરા માર્તંડ સુર્ય મંદિર પહોંચ્યો જે બિલકુલ ખેરબાલનિ નજીકમાં છે. આ છે એકઝેકટ લોકેશન. અહી સુધી પહોંચવામાં મુશ્કેલી પડી અને વરસાદ પણ શરુ થઈ ગયો હતો પરંતુ એ વ્યર્થ ન હતું. આ ખંડેર બનાવી દેવામાં આવેલા મદિરમાં મે આશરો લીધો અને ઘણા ફોટો પડ્યા અને પછી હું અનંતનાગ જવા પાછો નીકળ્યો.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  2/8 by Jhelum Kaushal

કાશ્મીરમાં પ્રવાસીઓ દ્વારા બોલાતા જગ્યાના નામ અને સ્થાનિયો દ્વારા બોલતા નામ અલગ છે. અનંતનાગ એ અહીંયા લોકો માટે ઇસ્લામાબાદ છે અને માર્તંડ ખેરબાલથી વધુ જાણીતું છે. અહિયાં શબ્દોનું ઉચ્ચારણ પણ અલગ રીતે થાય છે.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  3/8 by Jhelum Kaushal

શ્રીનગર પહોંચતા જ ખૂબ જ વરસાદ શરુ થઈ ગયેલો. મારે ઝોસ્ટેલ પહોંચતા 6 કિમી ચાલવું પડેલું અને પછી મને એક શેરિંગ રિક્ષા મળી શકેલી! ત્યાં હજુ સ્મિતા અને સ્મૃતિ પાછા નહોતા આવેલા. પાછા આવતા જ એમણે કહ્યું કે અહિયાં દિલ્લી કરતાં ટેક્સી મેળવવી એ છોકરીઓ માટે ખૂબ જ સરળ છે.

દિવસ 7

મે સ્મૃતિ અને સ્મિત સાથે બારામુલ્લામાં બૌદ્ધ સ્થળોની મુલાકાત લીધી. અમે અહીંયા એકો પાર્કમાં સ્વાદિષ્ટ ભોજન પણ કર્યું.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  4/8 by Jhelum Kaushal

ત્યાંથી અમે પટ્ટનમાં 8 મી સદીના બુધ શહેરના અવશેષો જોવા પરિહાસપોરા ગયા. બારામુલ્લાથી શ્રીનગરની શેરિંગ ટેક્સી અને પછી હાઇવે થી એક સ્થાનિયની મદદથી અમે ત્યાં પહોંચ્યા.

પરિહાસ પોરા નો મતલબ છે હાસ્ય ની નગરી. એને પથ્થરોની નગરી પણ કહેવાય છે. પહેલા અહિયાં ઝેલમ નદી પણ વહેતી હતી જે હવે નથી. આ એક ઘણું જ સુંદર સનસેટ પોઈન્ટ પણ છે. અહિયાં બૌદ્ધ ધર્મનાં અવશેષો જોવા જેવા છે.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  5/8 by Jhelum Kaushal
Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  6/8 by Jhelum Kaushal

અહિયાં પણ સ્થાનિક છોકરાઓએ અમને શ્રીનગર સુધીની લિફ્ટ આપી એ પણ સ્મૃતિના કારણે. એ છોકરાઓ ક્યાંક બીજે જઈ રહ્યા હતા પણ એ લોકો અમને શ્રીનગર સુધી છોડી ગયા. રાતે અમે આસિફ જોડે થોડી ચર્ચા કરી અને સૂઈ ગયા.

દિવસ 8

સ્મૃતિને દિલ્લી નીકળવાનું હોવાથી અમે લાલ ચોકમાં ખરીદી કરી. ગુલશન બૂક સ્ટોરમાં પણ ગયા જે કાશ્મીરનો સૌથી મોટો પબ્લિશર છે. સ્મિતાએ 14 મી સદીના ફેમિનિસ્ટ લાલદે ની બૂક ખરીદી. મે 19 મી સદીના રસુલ મીરની બૂક રિન્દ પોષ માલ લીધી.

સ્મૃતિ ગઈ પછી હું ને સ્મિત ખાનક એ મૌલ નામની 14 મી સદીની મસ્જિદ પહોંચ્યા જ્યાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. એટલે એણે બહારથી અને મે અંદરથી ફોટોઝ પાડયા.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  7/8 by Jhelum Kaushal
Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 2  8/8 by Jhelum Kaushal

અમે મુઘલ દરબારમાં 6 ડિશનું વજવાન ખાધું. લંચ પછી સ્મિતા અને હું અલગ અલગ જગ્યા એ જવા નીકળ્યા.

હું બસ પકડીને હઝરત બાલ મસ્જિદ પહોંચ્યો. એ દાલ સરોવર ફરતેની કાશ્મીરની સૌથી સુંદર મસ્જિદ છે. હું અહિયાં ચાલતા ફર્યો અને ત્યાંથી શાલીમાર/મુઘલ ગાર્ડન પહોંચ્યો જે વધારે તો વસંત ઋતુમાં જોવા જેવા હોય છે. પરંતુ શિયાળામાં પણ એની સુંદરતા ઓછી નથી.

કાશ્મીરમાં મારી છેલ્લી સાંજ મે ચાલીને વિતાવી. મે જેની સાથે રિક્ષા શેર કરેલી એ ભાઈ મને મળ્યા અને મને તેમના ઘરે આમંત્રિત કર્યો પરંતુ મારે ખરીદી કરવાની હતી. હોસ્ટેલ પાછા આવીને આસિફ પાસેથી હું પર્ફેક્ટ કહવા બનાવતા શીખ્યો. મૃણાલી અને શ્રુતિ પણ પહેલગામથી આવી ગયા હતા. અમે વાતો કરી અને સૂતા.

દિવસ 9

આ મારો અહિયાં છેલ્લો દિવસ હતો. જોગાનુજોગ સ્મિતા અને મારી એક જ ફ્લાઇટ હતી. અમે ફ્લાઇટ પહેલા થોડી ખરીદી કરી, કાશ્મીરી બ્રેડ ખાધી અને મૃણાલીના ઉત્સાહને કારણે સેલ્ફી લીધી.

હું મારો પ્રવાસ લંબાવી શકત પરંતુ કોરોનાના સમાચાર બધે જ હતા. અને 2G થી મારુ ઓફિસ વર્ક થઈ શકે તેમ ન હતું. અને અમે ત્યાંથી નીકળી ગયા એના એક જ અઠવાડિયામાં લોકડાઉન લાગી ગયું!

એક રીતે હું આ અદભૂત પ્રવાસમાં સંકટમાં મૂકાતા પહેલા જ નીકળી ગયો એ પણ સારું જ થયું. હું આજે પણ મૃણાલી અને આસિફ જોડે સંપર્કમાં છું અને અમે ઘણી વાર વાતો પણ કરીએ છીએ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads