બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં!

Tripoto
Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 1/6 by Paurav Joshi

જંગલોની વચ્ચે આવેલા ફાર્મ હાઉસ રહેવા માટેની સૌથી બેસ્ટ જગ્યા ગણાય છે. લીલાછમ વૃક્ષો, એકાંતની વચ્ચે સાદગી તમને આકર્ષિત કરે છે. જો તમે પણ કોરોના અને લોકડાઉન સમાપ્ત થયા પછી કોઇ જગ્યા પર સમય પસાર કરવાનું વિચારી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે ઘણો ઉપયોગ થશે.

એનચાંટેજ ફોરેસ્ટ ફાર્મઃ કોના માટે ખાસ છે આ ફાર્મ સ્ટે

પ્રેમીઓ અને એવા મુસાફરો માટે જે ઝીંદગીની ભાગદોડથી કંટાળીને એકાંત શોધી રહ્યા છે. પોતાના પરિવારજનો માટે આ નાનકડા આશિયાનાની આસપાસ ફરો. થોડુંક એડવેન્ચર અને થોડી મસ્તી પણ કરો.

પ્રૉપર્ટી અંગે

ગંગટોકથી ફક્ત અડધા કલાકના અંતરે રાકા સ્થિત પારબિંગમાં છુપાયેલું છે આ સ્વર્ગ. ત્યાંથી 10-15 મિનિટનો નાનકડો ઢાળ ઉતરીને તમે પહોંચશો તો દર્શન થશે આ કોટેજના. એક મહેમાનની જેમ તમારુ સ્વાગત કરે છે તમારા હોસ્ટ દીપ અને પ્રિયા.

Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 2/6 by Paurav Joshi

પહેલી નજરમાં જ્યારે પણ કોઇ વૉલનટ કોટેજ અને જંગલમાં વસેલા આ ફાર્મને જુએ છે તો આંખો ખુશીથી ઝુમી ઉઠે છે. આ કોટેજનું વૉલનટ નામ અહીં વસેલા એક ઝાડ પરથી પડ્યું છે. શેરડી (કેન) ફર્નિચર અને તેની ઉપર સજેલી પીળા રંગની લાઇટો આનું સૌંદર્ય ચરમ પર લઇ જાય છે. પાસે જ વહેતા ઝરણાનો વહેતો મધુર અવાજ સંગીતની જેમ કાનોમાં સંભળાય છે.

Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 3/6 by Paurav Joshi

અહીં લોકોના આરામની પુરી વ્યવસ્થા છે. આ સિવાય અહીં ટેન્ટ પણ છે. પરંતુ તમારે બુકિંગ એડવાન્સમાં કરાવી લેવું પડશે કારણ કે કોટેજ પર હંમેશા લોકોની ભીડ રહે છે. અહીં ટીવી નથી પરંતુ વાઇ-ફાઇ જરુર છે.

Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 4/6 by Paurav Joshi

આ ફાર્મમાં ગાય, બકરીઓ અને નાની મરઘીઓ છે. સાદા જીવનનો ખરો અર્થ અહીં સમજાય છે. એક ગઝેબો પણ છે. એક નાનકડી કેબિન પણ છે જ્યાં ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લાઇક્સ વધારી શકાય છે.

સ્વાદ

પોતાના ફાર્મથી પસંદ કરેલી તાજી શાકભાજી તમને પીરસવામાં આવે છે. પ્રિયા જ બધુ ખાવાનું બનાવે છે. જેનું રસોડું પણ જોવાલાયક છે. નેપાલી થાળી હોય કે પછી હોય સિક્કિમનો સ્વાદ, તમારે મિસ ન કરવો જોઇએ. આ બન્ને અહીં ચોખા અને નાશપતીનો શરાબ પણ બનાવે છે, જેનો સ્વાદ અદ્ભુત હોય છે. દૂધની બનાવટો પણ અહીં મળે છે.

Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 5/6 by Paurav Joshi

ભાડું

ભાડાની રેન્જ લગભગ ₹3,800 થી ₹5,000 સુધી રહે છે. જેમાં સવારનો નાસ્તો સામેલ હોય છે. ચાની સાથે ઇંડા, બ્રેડ અને ટોસ્ટનો નાસ્તો તમને ફ્રેશ કરી દેશે.

અહીંયા તમે ગામની મુલાકાત, પંખી દર્શન, હાઇકિંગ કે પછી જંગલોમાં ફરવા જઇ શકો છો.

જવાનો યોગ્ય સમય

એપ્રિલથી જૂન મહિનો સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. ઝરણા નીચે ન્હાવાની તક બિલકુલ મિસ ન કરતાં.

આસપાસમાં જોવાલાયક જગ્યાઓ

Photo of બારીમાંથી જ ઊંચા પર્વતો અને વાદળોથી ઘેરાયેલા જંગલોના દર્શન થાય છે આ ફાર્મ સ્ટેમાં! 6/6 by Paurav Joshi

• ઝરણા સુધી હાઇકિંગ અને સ્વિમિંગ

• ગામડાઓ સુધી સૈર સપાટા અને રખડપટ્ટી

• કુદરતી ફાર્મિંગમાં ફરો અને નવા અનુભવ કરો

• શિયાળામાં આગની સામે બાર્બેક્યૂ ડિનર

આસપાસ શું છે જોવાલાયક

પેરાગ્લાઇડિંગ

તમે અહીં પેરાગ્લાઇડિંગ કરી શકો છો. બાલમિન દારા નામની જગ્યાથી લોકો પેરાગ્લાઇડિંગની ખુબ મજા ઉઠાવે છે. એડવેન્ચર માટે જગ્યા સારી છે.

રાંકા મઠ

રાંકા ગામમાં આવેલો આ મઠ સિક્કિમના સૌથી નવા મઠોમાંનો એક છે. અહીં પૂજાના સમયે આવજો, મનને શાંતિ મળશે.

ગંગટોક

રાજધાની છે. અહીં મોમોસ ખાવાલાયક હોય છે. નાથૂલા પાસ, સોંગમો સરોવર અને રુમતેક મઠ પણ નજીકના આકર્ષણ કેન્દ્ર છે.

કેવીરીતે પહોંચશો

સિક્કિમની સૌથી નજીક કોઇ મેટ્રો શહેર છે તો તે કોલકાતા છે.

હવાઇ માર્ગઃ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા/સિલિગુડીનું છે. ત્યાંથી તમે પારબિંગ સુધીની કેબ લઇ શકો છો.

રોડ માર્ગઃ ગંગટોક સુધી બસમાં જઇ શકાય છે. અહીથી બીજી બસ પકડી તમે પારબિંગ ગામ સુધી જઇ શકો છો. દ્રશ્યો સુંદર જોવા મળશે.

રેલવે માર્ગઃ સૌથી નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી છે. ત્યાંથી ફાર્મ સુધી પહોંચવામાં 5 કલાક થશે.

આ સાથે જ તમે ફાર્મને કહીને પોતાના માટે કેબ મંગાવી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો