લાંબા માટીના રસ્તાઓ જેના ખાડાઓમાં રાતે વરસેલ વરસાદનું પાણી બરફ બનીને થીજી ગયું છે. બંને તરફની ટેકરીઓ જાણે ચાંદીની જેમ બરફને કારણે ચમકી રહી છે. અને આ બધાની વચ્ચે અનેક વૃક્ષો કઈક અલગ જ રંગ આપે છે માહોલ ને. તીરછા નળિયા વાળા નાના નાના ઘરો જેથી છત પર બરફ ન જામે, જ્યાં પણ કેમેરા ઘૂમવો ત્યાં સુંદરતા જ જોવા મળે!
હીપ્પી સંસ્કૃતિ વાળું તોષ તમારું સ્વાગત કઈક આવા અનુભવ સાથે જ કરે છે. અને તમે પોતે આનો અનુભવ કરો તો મજા કઈક અલગ જ છે. જ્યાં ચા ની ટપરી પર ચા અને મેગી નો સ્વાદ પહેલા માણવો કે ફોટો પહેલા લેવો એ નથી સુજતું, આજે હું આ જ તોષ વિષે તમને જણાવીશ.
તોષમાં શું શું કરવું?
૧. તોષમાં જ ફરવા માટે
તોષ પોતે જ ફરવા માટે જોરદાર છે. તમને હીપ્પી સંસ્કૃતિ પહેલી વાર જોવા મળશે. ઘણી ઊચાઇ પર હોવાથી અહિયાં વાહનો માટે રસ્તા નથી. એટલે તમારે દરેક જગ્યા એ ચાલીને જ જવું પડશે પરંતુ દરેક જગ્યા એક બીજાથી નજીક હોવાથી ખાસ તકલીફ નહીં પડે.
૨. પાર્ટી
અહિયાં બેક પેકર્સની ઘણી બધી પાર્ટી થતી હોય છે. ફરવાના શોખીનોનો અડ્ડો છે તોષ.
૩. ટ્રેકિંગ કરવા માટે નીકળી પડો
ટ્રેકિંગ કરવા માટે આ સ્વર્ગ છે પરંતુ તોષ આ માટે એકલા નથી જાણીતું , તોષ સાથે ખીરગંગા, કસોલ પણ જોડાઈ જાય છે. તોષ, ખીરગંગા, કસોલ, મણિકરણ, મલાના, અને સાથે ભંગ, અહિયાં ભોળાનાથની અસીમ કૃપા છે. અહીથી કોઈ પણ ભક્ત ખાલી હાથ નથી જતાં.
૪. જમદગ્નિ ઋષિ મંદિર
વર્ષમાં માત્ર જાન્યુઆરી, ફેબ્રુઆરી માં થોડાં દિવસો માટે આ મંદિર ખૂલે છે. આ મંદિરની આંગણમાંથી હિમાલય જોઈ શકાય છે. જોરથી અવાજ કરો તો એકદમ સરસ પડઘાઓ પડે છે. જાણે આખો હિમાલય પર્વત આ મંદિરની રક્ષા કરવા બેઠો છે. આ મદિર જોવા માટે જરૂરથી સમય નિકાળજો.
ફરવાનો યોગ્ય સમય
સમુદ્ર સપાટીથી તોષ ૭૯૦૦ ફૂટ ઊચાઇ પર છે. ઠંડી એટલી બધી હોય છે કે બધાનું કામ નહિ અહીં આવવાનું. માત્ર પાક્કા શોખીનો જ અહી સહનશીલતા થી રહી શકે છે. ઠંડીનો કોઈ દર ન હોય અને હ્રદયમાં હામ હોય તો આખું વર્ષ અહી આવી શકો છો.
રોકાણ માટે
તોષનું નામ જેમ તેમ કરીને આગળ વધી રહ્યું હોવાથી હોટેલ્સ અને ગેસ્ટ હાઉસ પણ અહિયાં હવે વધી રહ્યા છે. એટલે રહેવાની કોઈ સમય નહિ થાય. પિન્ક ફ્લોયડ, અશ્વિન કેફે, અને હોટેલ હિલટોપ જેવા અમુક નામો ખ્યાતનામ છે. અને આની સિવાય થોડાં હોમેસ્ટે પણ છે.
ભોજન માટે
ભારતીય, ઇટાલિયન, અને યુરોપિયન ખાણું અહી મળી રહે છે. ઘણા કેફેમાં પીઝા અને સેન્ડવિચ મળી રહે છે. બધા જ પ્રકારનું ખાવાનું તો અહિયાં ન મી શકે પરંતુ જગ્યા સુંદર હોવાથી મેગી અને ચા માં પણ આનંદ આવે છે.
તોષ કઈ રીતે પહોંચવું
વાહનમાર્ગ- દિલ્લીના આઈ એસ બી ટી કાશ્મીરી ગેટથી મનાલી માટે બસ કરી લો, અને ભુંતર ઉતારી જાઓ. ભુંતર થી હિમાલય રોડવેઝ ની ઘણી બસ મળી રહેશે. બરશેની થી ૫ કિમીનો નાનકડો ટ્રેક છે તોષ સુધીનો. ઈચ્છા હોય તો ચાલીને જતાં રહો અથવા ટેક્સી તમને ૧૦૦ રૂપિયામાં પહોંચાડી દેશે.
રેલમાર્ગ– જોગીન્દર નગર રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જેના માટે તમને કઠુઆથી ટોય ટ્રેન મળી રહેશે.
વિમાનમાર્ગ– સૌથી નજીકનું એરપોર્ટ ચંડીગઢ છે, જ્યાંથી તોષ માટે તમને આરામથી ટેક્સી મળી રહેશે.
.