ભારતની આ 10 ખૂબસુરત બસ મુસાફરી તમને ફ્લાઇટ્સ છોડવા મજબૂર કરી દેશે!

Tripoto

આજકાલ ફ્લાઇટ્સના ચાર્જિસ ઘણા ઓછા થઈ ગયા છે, તે હજારો કિમીનું અંતર માત્ર અમુક કલાકમાં પસાર કરતી હોવાથી વધુ સ્થળો જોઈ શકવાની શક્યતા રહે છે. પરિણામે હવે ભાગ્યે જ કોઈ લાંબા અંતર માટે બસનો ઉપયોગ કરે છે. પરંતુ, આમ કરવાથી આપણે સફરની મજા માણવાનું ચૂકી જતાં હોઈએ છીએ.

વળી, ભારતમાં તો અઢળક જાણી-અજાણી જગ્યાઓ હોય છે જે જોવાલાયક છે. આ જગ્યાએ તમે બસનો ઉપયોગ કરશો તો તમને પ્રવાસ કર્યાનો ખરો સંતોષ થશે.

1. મુંબઈથી ગોવા

ભારતની આર્થિક રાજધાનીથી ભારતનાં પાર્ટી કેપિટલ સુધીની વાહન યાત્રા એક અદભૂત અનુભવ છે. આશરે 10 થી 12 કલાકની આ મુસાફરી કરવા માટે બે વિકલ્પ છે. પ્રથમ મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઇવેથી શરુ થઈને કોલ્હાપુર, બેલગામ થઈને ગોવા પહોંચે છે. અને બીજો NH 66 પરથી પસાર થાય છે. ભલે તમે આ પૈકી કોઈ પણ રસ્તો પસંદ કરો, તેની કુદરતી સુંદરતા તમાર મન મોહી લેશે.

2. વિશાખાપટ્ટનમથી ચેન્નાઈ

NH16 પરની આ યાત્રા પ્રમાણમાં ઓછી જાણીતી છે અને કદાચ એટલે જ બહુ જ ખૂબસુરત છે. પ્રકૃતિના સાનિધ્યમાં આ મુસાફરી કરતાં કુલ 15 કલાક જેટલો સમય લાગે છે. પણ બારીની બહાર સુંદર દ્રશ્યો જોવામાં આ સમય બહુ જ ઝડપથી પસાર થઈ જાય છે.

Photo of ભારતની આ 10 ખૂબસુરત બસ મુસાફરી તમને ફ્લાઇટ્સ છોડવા મજબૂર કરી દેશે! 2/10 by Jhelum Kaushal
(c) Wikipedia

3. બેંગલોરથી ઊટી

દક્ષિણ તરફની આ શ્રેષ્ઠ યાત્રાઓમાંની એક છે. કોઈએ સાચું જ કહ્યું છે કે રસ્તાઓ મુસાફરી માટે બન્યા છે, મુકામ માટે નહિ. શરૂઆતમાં અનેક નેશનલ પાર્કના વિસ્તારમાંથી મરોડદાર રસ્તા પર પસાર થઈને 6 કલાક જેટલી સફર કર્યા બાદ બસ વાદળોના સમૂહ વચ્ચેથી પસાર થાય છે તે મુસાફરી સાચે જ અવર્ણનીય છે.

Photo of ભારતની આ 10 ખૂબસુરત બસ મુસાફરી તમને ફ્લાઇટ્સ છોડવા મજબૂર કરી દેશે! 3/10 by Jhelum Kaushal
(c) Wikimedia Commons

4. શ્રીનગરથી ઉધમપુર

ચોમેર હરિયાળી અને પ્રદૂષણ વગરનું વાતાવરણ આ રસ્તાને ખાસ બનાવે છે. અહીંની મુસાફરી એ એટલો સુંદર અનુભવ છે કે 7 કલાક બાદ જ્યારે આ યાત્રા પૂરી થાય છે ત્યારે દુઃખી થઈ જવાય છે. વળી, આ રસ્તામાં ખૂબ સ્વાદિષ્ટ ભોજન ધરાવતા ઢાબા પણ આવે છે, તેથી તેની પણ આગવી મજા છે.

Photo of ભારતની આ 10 ખૂબસુરત બસ મુસાફરી તમને ફ્લાઇટ્સ છોડવા મજબૂર કરી દેશે! 4/10 by Jhelum Kaushal
(c) Pixabay

5. દિલ્હીથી લેહ

નિઃશંકપણે આ ભારતની સૌથી લોકપ્રિય રોડટ્રીપ છે. દેશની રાજધાનીથી લઈને આ સફર વિશ્વના એક વિશેષ વિસ્તારમાં જાય છે જે ખરેખર અવિસ્મરણીય અનુભવ છે. અલબત્ત, અન્ય કરતાં આ વધુ સમય એટલે કે 29 કલાક લે છે પણ તેમ છતાં આ સફર કરવાલાયક છે.

6. જયપુરથી જેસલમેર

શું તમે ક્યારેય વિચાર્યું છે કે રણપ્રદેશની રોડટ્રીપ પણ અનહદ યાદગાર હોય શકે છે? આ રસ્તા પર બસની મુસાફરી તમને આ વાતની ખાતરી કરાવી દેશે. સાડા નવ કલાકની આ સફર દરમિયાન તમને રાજસ્થાનના અનોખા રંગ માણવા મળશે અને સ્વાદિષ્ટ ભાણું ખાવા મળશે!

7. મનાલીથી લેહ

જબ વી મેટનું યે ઈશ્ક હાયે ગીત કોને યાદ ન હોય? ગીતની શરૂઆતમાં જે બર્ફીલા પહાડો આવે છે ત્યાંથી મનાલી લેહ રોડટ્રીપની શરૂઆત થાય છે. કોઈ પણ બ્રેક ન લો તો આ મુસાફરી 14 કલાક જેટલી લાંબી છે જે ક્યાં પૂરી થઈ જાય છે તેનો ખ્યાલ જ નથી રહેતો.

8. ગુવાહાટીથી તવંગ

આ 14 કલાકની સફર પૂર્વોત્તરની શ્રેષ્ઠ વાહનયાત્રા ગણી શકાય. આસામની રાજધાનીથી અરુણાચલના હિલ સ્ટેશન તવંગ સુધી આ રસ્તો ખૂબ જ રમણીય છે. આખી સફરમાં તેમજ રસ્તામાં જ્યાં પણ બસ હોલ્ટ માટે ઊભી રહેશે, ત્યાં તમને ખૂબ જ નયનરમ્ય નજારાઓ જોવા મળશે.

9. શિમલાથી મનાલી

બિયાસ નદીની ધારે ચાલતો આ રસ્તો ઉત્તર ભારતનાં શ્રેષ્ઠ રસ્તાઓમાંનો એક છે. અહીં ખૂબ જ આહલાદક કુદરતી નજારાઓ જોવા મળે છે. અલબત્ત, આ માર્ગ હવે બહુ જ કોમન હોવાથી ઘણી વાર આ રસ્તા પર પુષ્કળ ટ્રાફિક હોવાની શક્યતા રહે છે.

10. ચેન્નાઈથી મુન્નાર

તમિલ નાડુના દરિયા કિનારે વસેલા ચેન્નાઈથી કેરળના ચાના બગીચાઓ વચ્ચે વસેલા મુન્નાર સુધી જવાની બસ યાત્રા સાવ અનોખો અનુભવ છે. આ 12 કલાકની મુસાફરી એટલી સુંદર છે કે તમે સાવ સાધારણ બસમાં યાત્રા કરશો તો પણ પ્રકૃતિનો નજારો માણવામાં જ ખોવાઈ જશો.

બસ ત્યારે, તમે આમાંની કોઈ મુસાફરી કરવાનું આયોજન કરો છો? જો કોઈ નવો રસ્તો જાણતા હોવ તો કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ