ગુમનામીમાં ખોવાઈ ગયેલો કાશ્મીરનો એક ખુબ જ જુનો રોડ: મુઘલ રોડ

Tripoto
Photo of ગુમનામીમાં ખોવાઈ ગયેલો કાશ્મીરનો એક ખુબ જ જુનો રોડ: મુઘલ રોડ 1/3 by Romance_with_India

કહેવાય છે ને કે મંઝિલ કરતાં સફર વધુ સુંદર હોય છે. સફરની આ સુંદરતાનો અંદાજો મેળવવો હોય તો જમ્મુ -કાશ્મીર તમારા માટે યોગ્ય સ્થળ છે. જમ્મુ -કાશ્મીરમાં એક ખૂબ જ જૂનો રસ્તો છે જે સુંદર દૃશ્યોથી ભરેલો છે. ખુબ ઓછા લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તમને અહીં બિલકુલ ભીડ જોવા નહીં મળે. જમ્મુ -કાશ્મીરના આ સુંદર રસ્તાનું નામ મુઘલ રોડ છે. મુઘલ રોડને નમક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા સમય પહેલા આ જગ્યાનો ઉપયોગ કાશ્મીરથી પાકિસ્તાન જવા માટે થતો હતો પરંતુ હવે તે કાશ્મીરની સુંદરતા બતાવવા માટે જાણીતો છે. એડવેંચર પ્રેમીઓ અને દરેક ઘુમક્કડે એકવાર તો મુઘલ રોડની મુલાકાત લેવી જ જોઇએ.

Photo of ગુમનામીમાં ખોવાઈ ગયેલો કાશ્મીરનો એક ખુબ જ જુનો રોડ: મુઘલ રોડ 2/3 by Romance_with_India

મુઘલ રોડ કાશ્મીરના બે જિલ્લાને જોડે છે. મુઘલ રોડ પૂંછના બેફલિઆજથી શોપિયા જિલ્લા સુધી છે. જો કે મુઘલ રોડનું કુલ અંતર તો 300 કિમી છે પરંતુ હવે પૂંછથી શોપિયાં જિલ્લા સુધીનો માર્ગ જ મુગલ રોડ તરીકે ઓળખાય છે. પૂંછથી શોપિયાં સુધીના મુઘલ રોડનું કુલ અંતર 84 કિમી છે. મુઘલ રોડની યાત્રા દરમિયાન બહેરામગલ્લા, ચાંદીમાર, પોશાના, ચત્તાપાની, પીર કી ગલી અને આલિયાબાદ જેવા સ્થળો મળશે.

મુઘલ રોડ

આ રસ્તાને મુઘલ રોડ કેમ કહેવામાં આવે છે? આ તે જ રસ્તો છે જેના દ્વારા મુઘલ બાદશાહ અકબર પ્રથમ વખત કાશ્મીર ગયા હતા. આ પછી મુઘલ બાદશાહ જહાંગીર પણ આ માર્ગે કાશ્મીર પહોંચ્યા. પછી આ જ માર્ગ પરથી પરત ફરતી વખતે, રાજૌરી નજીક તેમનું મૃત્યુ થયું હતુ. તેમના પછી શાહજહાં અને ઔરંગઝેબે પણ આ જ માર્ગે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. ઘણા મુઘલ બાદશાહો આ માર્ગ પરથી પસાર થયા છે, તેથી તેનું નામ મુઘલ રોડ પડ્યું.

ભારતની આઝાદી પછી કાશ્મીરની અર્થવ્યવસ્થા સુધારવા માટે 1950 માં મુઘલ માર્ગ સુધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ કારણોસર ત્યારે આ થઈ શક્યું ન હતું પરંતુ તેનું કામ 1979 માં શરૂ થયું જ્યારે શેખ અબ્દુલ્લા જમ્મુ -કાશ્મીરના મુખ્યમંત્રી હતા. મુઘલ રોડ પર જોવા ઓછા વાહનો અને ઓછા લોકો જોવા મળશે પરંતુ સુંદરતા એવી છે કે હૃદય ખુશ થઈ જાય.

મુઘલ રોડની યાત્રા શા માટે?

આવો સવાલ ઘુમક્કડોના મનમાં ક્યારેય ન આવી શકે. કારણ કે સ્ટોલર્સ હોય જ એવા જેને નવા અને જૂના તમામ સ્થળોએ જવાની ઈચ્છા હોય અને તેને પૂરી કરવાની ક્ષમતા પણ હોય. તેમ છતાં અમે તમને મુઘલ રોડ જવાના કેટલાક કારણો જણાવીએ છીએ. મુઘલ રોડ કાશ્મીરના દૂરના અને ખાસ્સા આંતરિક ભાગોમાંથી પસાર થાય છે. આવામાં તમે એ કાશ્મીર જોઈ શકશો જેના વિશે માત્ર થોડા લોકો જ જાણે છે.

અસલી કશ્મીર તમને મુઘલ રોડની સફર દરમિયાન જોવા મળશે. આ સફરમા કાશ્મીરની સુંદરતા જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. તમે કાશ્મીરને આવું ભાગ્યે જ જોયું હશે. તેમજ તમે ભીડ અને ટ્રાફિક જામથી બચશો. આ માર્ગ પર ઓછા વાહનો જોવા મળશે જે તમારા માટે સારું છે. આ સિવાય પણ ઘણા કારણો છે જે તમે મુઘલ રોડની સફર દરમિયાન જ સમજાશે.

મુઘલ રોડ રુટ

મુગલ રોડ પર મુસાફરી કરવા માટે તમારે જમ્મુથી શ્રીનગર જવું પડશે. જમ્મુથી મુગલ રોડના બાફલિયાજ શહેર સુધી રસ્તામાં સંદરબની, નૌશેરા અને રાજૌરી મળશે. બફ્લિયાજ શહેર પૂંછ જિલ્લામાં આવે છે અને અહીંથી જ મુઘલ રોડ શરૂ થાય છે. મુઘલ રોડ પર આવતાં જ તમને કાશ્મીરની સુંદરતાની ઝલક મળશે. થોડી વાર પછી તમે ચંડીમઢ પહોંચી જશો.

ચંદીમઢ પછી રસ્તો થોડો ખરાબ થવા લાગે છે અને મુસાફરી મુશ્કેલ બનવા લાગે છે. મુઘલ રોડ સૌથી મુશ્કેલ અને ખતરનાક રસ્તાઓમાંનો એક છે, તેથી અહીં સાવચેત રહેવાની જરૂર છે. તમે પહાડી રસ્તાઓમાં ખોવાઈ જશો. થોડા સમય પછી તમે સારા રોડ પર પહોંચી જશો. એ પછી તમે પીર ની ગલીથી પસાર થશો. આ સ્થાનનું નામ સ્થાનિક સંત બાબા શેખ કરીમના નામ પરથી રાખવામાં આવ્યું છે. પીર કી ગલી સમુદ્ર સપાટીથી 3,490 મીટર ઊંચાઈ પર સ્થિત છે. અહીંથી તમને કાશ્મીરનો સુંદર નજારો જોવા મળશે.

પીર કે ગલી પછી તમે શોપિયાં પહોંચશો. પૂંછથી શોપિયાં સુધીનો માર્ગ મુઘલ રોડ તરીકે ઓળખાય છે. આ પછી તમે પંપોર થઈને શ્રીનગર પહોંચી શકો છો. મુઘલ રોડ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનું અંતર ઘટાડે છે. મુઘલ રોડ પર પહાડોના સુંદર દૃશ્યો સિવાય ઘણા સફરજનના બગીચા પણ જોવા મળશે. જો તમે કાશ્મીર જાઓ તો ભુલ્યા વગર અહીંના સફરજનનો સ્વાદ લો. તમે એક દિવસમાં સરળતાથી મુઘલ રોડની યાત્રા કરી શકો છો. ટ્રસ્ટ મી, આ ટ્રીપ તમારા માટે સૌથી સુંદર યાત્રાઓમાંથી એક હશે.

શું આ સલામત છે?

જમ્મુ -કાશ્મીરની યાત્રા કરનારાઓના મનમાં આ સવાલ તો હોય જ છે. કાશ્મીર મુસાફરી માટે સલામત સ્થળ છે. જો તમે આતંકવાદને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન પૂછી રહ્યા છો તો હા, મુઘલ રોડ પર મુસાફરી એકદમ સલામત છે અને દરેક વ્યક્તિએ ત્યાં જવુ જ જોઈએ. એક પહાડી ટ્રીપમાં જે મુશ્કેલીઓ આવે છે, તેનો સામનો તમારે અહિં પણ કરવો પડશે. તમને આટલુ સુકુન ભાગ્યે જ ક્યાંક બીજે જોવા મળે.

કેવી રીતે જવુ?

મુઘલ રોડનો રસ્તો બહુ સારો પણ નથી અને બહુ ખરાબ પણ નથી. તમે મુગલ રોડ પર પોતાની કાર, બસ, ટેક્સી અને કેબ દ્વારા મુસાફરી કરી શકો છો.

પ્રાઈવેટ ટેક્સી: તમે ખાનગી ટેક્સી લઈને મુઘલ રોડની યાત્રા કરી શકો છો. સામાન્ય રીતે પ્રાઈવેટ ટેક્સીનું ભાડું 2૦૦૦ રૂપિયા હોય છે જે ક્યારેક વધુ ઓછું થયા રાખે છે. આ સિવાય તમે શેર કેબ પણ લઈ શકો છો, જેનું ભાડું ઓછું થશે.

બસ દ્વારા: તમે બસ દ્વારા પણ મુઘલ રોડ જઈ શકો છો. આ માટે તમારે યાત્રામાં બે જગ્યાએથી બસ બદલવી પડશે. સૌથી પહેલા જમ્મુથી રાજૌરી માટે બસ લો. આ પછી રાજૌરીથી શ્રીનગર માટે.

ક્યારે જવું?

Photo of ગુમનામીમાં ખોવાઈ ગયેલો કાશ્મીરનો એક ખુબ જ જુનો રોડ: મુઘલ રોડ 3/3 by Romance_with_India

મુઘલ રોડ કાશ્મીરના આંતરિક ભાગોમાંથી પસાર થાય છે જ્યાં શિયાળામાં ભારે બરફવર્ષા થાય છે. તેથી શિયાળામાં રસ્તો સંપૂર્ણપણે બંધ હોય છે. ઉનાળો મુઘલ રોડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. તમે એપ્રિલથી જૂન સુધી કોઈપણ સમયે મુઘલ રોડ માટે પ્લાનિંગ કરી શકો છો. આ સમય દરમિયાન તમને ચારે બાજુ સુંદરતા જોવા મળશે.

ક્યાં રહેવું?

મુઘલ રોડની ટ્રીપમા જો તમે રોકાવા પણ માંગતા હો તો ત્યાં કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે રહી શકો છો. મુઘલ રોડના રસ્તા પર આવતા નગરોમા તમને કેટલીક હોટેલો મળી રહેશે. આ સિવાય રસ્તામાં સુંદરબની, રાજૌરી, શોપિયાંમાં એટીએમ મળી જશે. લગભગ તમામ નગરોમાં પેટ્રોલ પંપ અને મિકેનિક્સ પણ મળશે જે તમારી યાત્રાને સરળ બનાવશે. જ્યારે પણ તમને તક મળે ત્યારે મુઘલ રોડની યાત્રા જરુર કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads