ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી

Tripoto

દક્ષિણ ભારત એક લોભામણી જગ્યા છે. લીલાછમ પશ્ચિમી ઘાટ અને તેમના માધ્યમથી ઘણી લાંબી પગપાળા યાત્રાના નિશાન, ભવ્ય સમુદ્રી કિનારા, આકર્ષક અવશેષો, સ્વાદિષ્ટ વ્યંજનો અને બીજુ ઘણું બધુ. અહીં મારી દક્ષિણ ભારતની યાત્રાનો એક વિસ્તૃત કાર્યક્રમ આપ્યો છે અને તેને કરવા માટે તમારા માટે પણ સૂચનો છે.

Day 1 – ચેન્નઇમાં આગમન અને પછી પોંડિચેરીની સફર

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 1/12 by Paurav Joshi

એ કહેવાની જરુર નથી કે મેં દિલ્હીથી ચેન્નઇની ટ્રેનની 30 કલાકની મુસાફરી કરી કારણ કે મારી પાસે વિમાનની ટિકિટના પૈસા નહોતા. ચેન્નઇમાં પણ ન રોકાઇને એક નાનકડા ફ્રેન્ચ શહેર એવા પોંડિચેરી સુધીની મુસાફરી કરી.

ચેન્નઇથી સરકારી બસમાં 150 રુપિયા ખર્ચીને હું 3 કલાકની મુસાફરી કરીને પોંડિ ગઇ. આ ઇસ્ટ કોસ્ટ રોડના માધ્યમથી એક સુંદર સવારી હતી. મને લોકોને નિહાળવાનો શોખ હોવાથી સમય પલકવારમાં ક્યાં પસાર થઇ ગયો તેની ખબર જ ન પડી. પોન્ડી પહોંચવામાં જ સાંજ પડી ગઇ હતી. દિલ્હીથી પોન્ડીની લાંબી યાત્રાએ મને થકવી નાંખી હતી.

હું એક સ્કૂલના દોસ્તની સાથે રહેતી હતી પરંતુ જો તમારે બજેટ યાત્રા કરવા માંગતા હોવ તો તમને સરળતાથી 600-800 રુપિયામાં રુમ મળી જશે. આ ઉપરાંત, તમે ઓરબિંદો આશ્રમમાં ફક્ત 150 રુપિયામાં રુમ મળી જશે પરંતુ તેના માટે તમારે એડવાન્સ બુકિંગ કરવું પડશે.

Day 2 - પોંડિચેરીની શોધખોળ

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 2/12 by Paurav Joshi

પોંડિચેરીમાં ફરવા માટે સ્કૂટર બેસ્ટ વસ્તુ છે. હું પણ સ્કૂટર ભાડેથી લઇને ઓરોવિલે તરફ જવા નીકળી. આ એક કોસ્મોપોલિટન વિલેજ તરીકે ઓળખાય છે કારણ કે અહીં દુનિયાના જુદા જુદા ભાગમાંથી પ્રવાસીઓ આવે છે. અહીંની લીલોતરી અને બુટીક કેફે તમારુ એન્ટ્રન્સ પર સ્વાગત કરે છે. અહીં આવીને તમને એવું લાગશે કે જાણે તમે કોઇ અલગ દુનિયામાં આવી ગયા હોવ.

હું માત્રીમંદિરમાં ધ્યાન સેશનમાં એક કલાક હાજર રહી અને આસપાસ ફરી. મારો મિત્ર ત્યાં લંચ માટે મારી રાહ જોઇ રહ્યો હતો. લંચ કર્યા પછી અમે આ સફેદ શહેરમાં ફર્યા. દિવાલોના રંગ એકદમ જીવંત લાગતા હતા. સાંજે ડિનર અમે વિલા શાંતમાં કર્યું.

Day 3 – પોંડિચોરીમાં ફરીને ઉટી તરફ રવાના

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 3/12 by Paurav Joshi

સવારમાં ઓરબિંદો આશ્રમની મુલાકાત કરીને પછી પેરેડાઇઝ બીચ પર ગઇ. સાંજે ઉટી જવા માટે રેડબસમાં 800 રુપિયામાં બુકિંગ કરાવ્યું.

Day 4 – ઉટીમાં આગમન

સવારે ઉટી પહોંચીને રીક્ષામાં હોટલ ગઇ. બુકિંગ ડોટ કોમ પરથી પ્રતિ રાત 900 રુપિયાના દરે હોટલ બુક કરી. હોટલમાં સામાન મુકી ફ્રેશ થઇને એજ રીક્ષામાં ઉટી ફરવા નીકળી. સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી રીક્ષામાં ઉટીની જુદી જુદી જગ્યાઓ ફરવાના 700 રુપિયા ચૂકવ્યા. ઉટીમાં હું ચાના બગીચા, રોઝ ગાર્ડન, ટી મ્યૂઝિયમ, બોલીવુડનું શુટિંગ જ્યાં થયું હતું તેવી કેટલીક જગ્યાઓ પર ફરી.

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 4/12 by Paurav Joshi

Day 5 – કૂન્નુરની ટ્રીપ અને મૈસૂર તરફ રવાના

બ્રેક ફાસ્ટ કર્યા પછી હોટલમાંથી ચેક આઉટ કરીને એજ રીક્ષામાં કૂન્નુર ગઇ. જ્યાં કેટલાક ચાના સુંદર બગીચા જોયા. રસ્તામાં અમે ઉટીથી કૂન્નુર જતી નિલગીરી રેલવે જોઇ. આ રેલવેને યૂનિસ્કો તરફથી હેરિટેજ રેલવેનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 5/12 by Paurav Joshi

મોડેથી ઉટી પાછા ફરીને મૈસૂરની બસ પકડી. ઉટીથી મૈસૂરનું અંતર 3 કલાકનું હતું. મૈસૂરમાં મેં મારુ બુકિંગ ઝોસ્ટેલમાં કરાવ્યું હતું જેમાં રહેવાનો અનુભવ ખરેખર અદ્ભુત હતો.

Day 6 – મૈસૂરમાં આખો દિવસ

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 6/12 by Paurav Joshi

મૈસૂરનો શાનદાર પેલેસ જોઇને હું મૈસૂર ઝૂમાં ગઇ. આ ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય છે. લંચ માટે હું મિત્રએ સૂચવેલી જગ્યા પ્રખ્યાત બિરીયાની હાઉસ હનુમમ્થુમાં ગઇ. અહીંનું ફૂડ મને ખુબ ગમ્યું. સાંજે હું ચામુંડા હિલ્સમાં ગઇ, મંદિરમાં દર્શન કર્યા અને ટોચ પરથી શહેરનો નજારો જોયો. ત્યારબાદ હું ઝોસ્ટેલમાં પાછી ફરી કારણ કે અહીં લાઇવ સંગીત સંઘ્યા ચાલતી હતી. આખી દુનિયામાંથી આવેલા લોકો અહીં આનંદ કરી રહ્યા હતા.

Day 7 – કૂર્ગ જતાં રસ્તામાં કુશલનગરમાં રોકાણ

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 7/12 by Paurav Joshi

વહેલી સવારે બસમાં કૂર્ગ જવા નીકળી. હકીકતમાં હું રસ્તામાં કુશલનગર ઉતરી ગઇ કારણ કે તે ભારતના સૌથી મોટા મઠોમાનું એક છે. (આ અંગે મને પહેલા ખબર નહોતી) પછી હું કુશલનગરથી કૂર્ગ ગઇ જ્યાં ફરી રહેવા માટે એક ઝોસ્ટેલ બુક કરી.

Day 8 - દુબારે હાથી અભ્યારણ્ય ફરીને બેંગ્લોર તરફ રવાના થઇ અને પછી હમ્પી માટે ટ્રેનમાં સવાર થઇ. બીજા દિવસે હું અભય ફોલ્સ જોવા ગઇ અને પછી હું દુબારેમાં હાથી અભ્યારણ્ય ગઇ. કોઇપણ વ્યક્તિ બેંગ્લોરથી હમ્પી માટે બસ લઇ શકે છે પરંતુ હું છેલ્લા ઘણાં દિવસોથી બસમાં ઘણી યાત્રા કરી રહી હતી તેથી હું આરામ કરવા માંગતી હતી, સારી ઊંઘ લેવા માંગતી હતી અને પ્રાચીન શહેરમાં પહોંચતા પહેલા ફ્રેશ થવા માંગતી હતી.

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 8/12 by Paurav Joshi

Day 9 – હમ્પીના ખંડેરોની સુંદરતામાં ડૂબી

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 9/12 by Paurav Joshi

તુંગભદ્રા નદીને કિનારે આવેલા હમ્પીમાં વિરુપાક્ષ મંદિર અત્યંત સુંદર છે. હું ચામડાની નાવ (કોરકલ) માં બેસીને સનાપુર પણ ગઇ જે તુંગભદ્રા નદીની બીજી તરફ આવેલું છે. સનાપુરમાં મોટી સંખ્યામાં વિદેશીઓ (ખાસ કરીને ઇઝરાયેલી) આવે છે. જેમણે અહીં મોટી સંખ્યામાં કેફે અને રેસ્ટોરન્ટ્સ ખોલ્યા છે.

Day 10 – હમ્પીથી બેંગ્લોર

જ્યારે હું હમ્પીથી બેંગ્લોર પાછી ફરી તો મારા દોસ્તોની સાથે એક દિવસ માટે રોકાવાનો નિર્ણય કર્યો અને થોડીક પીળી બિયર પણ પી લીધી. દેશમાં બેંગ્લોરમાં સૌથી સારી બ્રુઅરીઝ મળે છે. (મજાક નથી કરતી)

Day 11 – ગોકર્ણ માટે રવાના કારણ કે આ બીચ ટાઇમ છે

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 10/12 by Paurav Joshi

ચાના બગીચા અને ખંડેરોને ફંફોળ્યા પછી હવે દરિયાકિનારે ફરીથી જવાનો સમય આવી ગયો હતો અને ગોકર્ણ તેના માટે બેસ્ટ હતું. 'હિપ્પી પેરેડાઇઝ'ના નામથી જાણીતી આ જગ્યા એક દશક પહેલા ગોવા જેવી ગણાતી હતી.

ગોકર્ણમાં હું ફરી ઝોસ્ટેલમાં રોકાઇ જે દરિયાકિનારાની નજીક હતી અને અહીં કેટલીક પ્રવૃતિ કરવાના વિકલ્પ ખુલ્લા હતા. ત્યાં હું 3 રાત માટે હતી તો આનાથી વધારે સારો વિકલ્પ બીજો ન હતો.

Day 12 & 13 – ગોકર્ણમાં મનભરીને રખડી

એ બે દિવસ માટે હું મોટાભાગનો સમય સમુદ્રકિનારે ફરી કે ક્યારેક દરિયાકિનારે આંટો મારતા સ્વાદિષ્ટ સમુદ્રી ભોજનનો આનંદ લીધો, કેટલાક મજેદાર લોકોને મળી અને તેમની સાથે પાર્ટી કરી.

Day 14 – મારી ટ્રિપના છેલ્લા દિવસે હૈદરાબાદની મુલાકાત

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 11/12 by Paurav Joshi

બસમાં ગોકર્ણથી હૈદરાબાદ સુધીની આ એક ઘણી લાંબી યાત્રા હતી (લગભગ 14 કલાક લાગ્યા) અને હું અંતિમ સ્થળ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. તે વખતે મારા પર તડકાનો રંગ ચઢ્યો હતો અને મારા મોટાભાગના કપડા રેતવાળા હતા (ઇમાનદારીથી કહૂં તો ઘરે પાછા ફરવા માટે તરસી રહી હતી.) પરંતુ નવી ચીજોને જોવા માટેના ઉત્સાહે મને હલાવી

Day 15 – હૈદરાબાદમાં મોજ!

Photo of ફક્ત 10 હજાર રુપિયામાં 16 દિવસની દક્ષિણ ભારત યાત્રા આ રીતે કરી 12/12 by Paurav Joshi

નવાબોનું શહેર ગણાતું હૈદરાબાદ ખરેખર અત્યંત સુંદર છે. જોકે અહીં ઘણી ભીડભાડ દેખાતી હતી (અને મને ટ્રાફીકની ભીડમાં ફસાવાનો ભયાનક અનુભવ હતો) મેં હૈદરાબાદમાં પોતાના સમયનો આનંદ લીધો.

હું ગોલકોંડાના કિલ્લાની સાથે-સાથે ચારમીનાર (શહેરના સૌથી લોકપ્રિય સ્થાનોમાંના બે) પણ જોવા ગઇ. અને નિશ્ચિત રીતે પેરેડાઇઝ બિરીયાનીનો આનંદ માણ્યો. જે ભારતમાં સૌથી સારી બિરીયાની માટે જાણીતું છે.

Day 16 – દિલ્હી માટે બોર્ડિંગ ટ્રેન- ઘરે પાછા ફરવાની યાત્રા

કહેવાય છે કે દરેક યાત્રાનો એક અંત હોય છે. મારા માટે પણ દક્ષિણ ભારતની મારી યાત્રાને સમાપ્ત કરીને, ટ્રેનમાં સવાર થઇને અને ઘરે પાછા ફરવાનો સમય હતો. જલદી પાછા ફરવાની આશા, કંઇક વધુ રોમાંચક કરવા માટે!

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો