જાણો કઈ રીતે બંધનોને તોડીને આ 21 વર્ષની છોકરી બની પહાડોમાં HRTC બસ ડ્રાઈવર!

Tripoto

હવે પછી તમે જયારે હિમાચલના પહાડોમાં ફરી રહ્યા હો ત્યારે એવા ચાન્સીસ છે કે તમને HRTC ના હમીરપુર ડેપોની બસ ચલાવતી પહેલી લેડી ડ્રાઈવર મળી જાય!

નાનકડા હમીરપુર ગામની આ 21 વર્ષની છોકરી વુમન એમ્પાવરમેન્ટના ક્ષેત્રે અલગ જ મુકામ હાસિલ કરી ચુકી છે.

Nancy training to be badass - (c) Hindi News 18

Photo of Himachal Pradesh, India by Jhelum Kaushal

કેવી રીતે નેન્સીએ ગાડરિયા પ્રવાહની વિરુદ્ધમાં કશું કર્યું?

જયારે હેવી વિહિકલને નેન્સીએ ખુબ જ આત્મવિશ્વાસ પૂર્વક પહાડોમાં ચલાવી દેખાડ્યા ત્યારે લોકો દંગ થઇ ગયા હતા. નેનસે બે મહિના સુધી HRTC એટલે કે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનમાં તાલીમ લીધી છે અને 17 લોકોના ક્લાસમાં તેણી એકમાત્ર સ્ત્રી વિદ્યાર્થી રહી ચુકી છે.

નવયુવાન યુવતીઓ માટે અલગ જ રાહ દેખાડતી નેન્સી

બી કોમ ડિગ્રી ધરાવતી નેન્સીનું સપનું છે કે એ ભારતીય સેનામાં આર્મી ટ્રક ચલાવવા માટે જોડાય. "મેન ડોમિનેટેડ" ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કરીને તેણી નવયુવાન યુવતીઓને એક નવો જ રસ્તો દેખાડી રહી છે.

(c) Himbus

Photo of જાણો કઈ રીતે બંધનોને તોડીને આ 21 વર્ષની છોકરી બની પહાડોમાં HRTC બસ ડ્રાઈવર! by Jhelum Kaushal

તેને એવું પૂછવામાં આવ્યું કે શા માટે તેણે આ કાર્ય કરવાનું પસંદ કર્યું તો એને કહ્યું કે એ એવા ફિલ્ડમાં કામ કરવા માંગે છે જેમાં સ્ત્રીઓ પાછળ ન રહી જાય. એના ઇન્સ્ટ્રક્ટર અજય કુમાર કહે છે કે," ટ્રેઇનિંગ દરમિયાન એણે માત્ર બસ ચલાવતા જ નહીં પરંતુ એના પાર્ટ્સ અંગે પણ ઘણો અભ્યાસ કર્યો છે." HRTC ના RM ના મતે નેન્સી એમના મતે એક ગર્વ સમાન છે.

નેન્સી એ શિમલા ડેપોની પહેલી સ્ત્રી ડ્રાઈવર સીમા ઠાકુરના પગલે ચાલી છે. પહેલા સીમાને માત્ર રાજ્યમાં જ બસ ચલાવવાની પરવાનગી મળેલી પરંતુ એની કાર્યક્ષમતાને જોઈને એને શિમલા - ચંદીગઢનો આંતરરાજ્ય રૂટ આપવામાં આવેલો.

પહાડોમાં પણ સ્ત્રીઓ કોઈથી પાછળ નથી રહેવાની એનું સાચું ઉદાહરણ સીમા અને નેન્સી છે. આ એવી સ્ત્રીઓ છે જેમની પ્રેરતી કરતી વાતોની અત્યારે આપણા સમાજને જરૂર છે. આ સ્ત્રીઓ માત્ર આજની સ્ત્રીઓ મતે જ ઉદાહરણરૂપ સાબિત નથી થઇ રહી પરંતુ ભવિષ્યની સ્ત્રીઓ મતે પણ એક આદર્શ સાબિત થશે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads