"એક વખત તમે પહાડોમાં રહો પછી તમે ત્યાંના જ બની જાઓ છો." રસ્કિન બોન્ડની વાત 100 % સાચી છે.
અને પર્વતોમાં રહેવા માટે બજેટ હોમ સ્ટેથી સારો વિકલ્પ શું હોઈ શકે?
1. વેકેશન કેબીન, કોસાની
લગભગ 30 વર્ષ જૂની આ કેબીન ચાના બગીચાઓથી ઘેરાયેલી અને કોસીનમાં પર્યટકોની ભીડભાડથી દૂર છે. કેબિનમાંથી સૂર્યોદય સમ્યે બર્ફીલા પહાડોની ચમકતી બરફ જોવાનો આનંદ જ કંઈક અલગ છે.
તમને અહીંયા ત્રિષુ અને પંચચાલી પર્વતમાળાના ખુબ જ સુંદર દ્રશ્યો જોવા મળશે.
કિંમત - એક રાતના 3500 /-
2. હિમાલયન આર્ક હોમસ્ટે, મુન્સીયારી
મુનસ્યારીના સર્મોલીમાં 2004 માં સારામોલી જયંતિ પંચાયત દ્વારા ગામના લોકોની રોજગારી અર્થે આ હોમ સ્ટે પ્રોજેક્ટ શરુ કરાયો હતો. અહીંયા પહાડી જીવનનો અનુભવ કરવા માટે 25 હોમ સ્ટે છે જ્યાં તમને હૈક, ટ્રેક અને અન્ય આઉટડોર પ્રવૃતિઓ કરવા મળે છે.
કિંમત - એક રાતના 1800 /-
3. કાફલા હિલ, ચૌકોરી
ચૌકોરી એના નામ પ્રમાણે પહાડોથી બનેલા એક કુદરતી બાઉલ જેવું છે. નંદા દેવી, નંદા કોટ , પંચોલી, વગેરે રેન્જના દ્રશ્યો સાથે જો એક આરામપ્રિય હોમ સ્ટેની તપાસમાં તમે હો તો આ જગ્યા શ્રેષ્ઠ છે. કુદરત પ્રેમીઓ માટે આ 3 bhk જગ્યા એકદમ યોગ્ય છે.
કિંમત - એક રાતના 1650 /-
4. લોગીન KY કંટ્રીસાઇડ હોમ સ્ટે, ભીમતાલ
ભીમતાલ એ નૈનીતાલનો એક શાંત વિકલ્પ છે. ભીમતાલથી માત્ર 5 કિમી ના અંતરે આવેલ આ હોમ સ્ટે સાફ છે, કમ્ફર્ટેબલ છે અને એક મોટું bnb છે. WFH જયારે સામાન્ય થઇ ચૂક્યું છે ત્યારે સ્કેન્ડિનેવીઅયન પ્રણાલીમાં બનેલા આ લાકડાડના કોટેજ એ વર્ક ફ્રોમ માઉન્ટેન માટે નૈનીતાલથી પણ શાંત જગ્યા છે. ઉપરાંત તમે અહીંથી આરામથી નૈનિતાલ, નાકુચિતાલ અને સત્તાલ ફરી પણ શકો છો.
કિંમત - એક રાતના 3000 /-
5. રોડોડેડ્રોન ફોરેસ્ટ મડ હટ, ચોપતા
કેદારનાથ હરણ સેન્ચ્યુરીની નજીક લગભગ 9000 ફૂટની ઉંચાઈ પર લાકડા અને પથ્થરથી બનાવાયેલી આ હાટમાં પ્લાસ્ટર ગાયના છાણથી અને માટીથી કરવામાં આવ્યું છે જે તમને ઠંડીથી બચાવી રાખે છે. અહીંયા સોલાર લાઈટની પણ વ્યવસ્થા છે. નેટવર્ક અને વીજળીની સમસ્યાના કારણે આ જગ્યા WFH માટે તો અનુકૂળ નથી પરંતુ જીવનનો એક સુંદર અનુભવ કરવા માટે અને આરામ માટે એકદમ શ્રેષ્ઠ છે. તમે અહીંથી તુંગનાથ અને ચંદ્રશિલા ટેકરીઓ જોઈ શકો છો.
કિંમત - એક રાતના 1827 /-
6. ઝીરોસ્ટે, કાનાતલ
ઓર્ચાડ, સેડર, પાઈન, દેવદાર, ઓક અને અન્ય વૃક્ષોથી ઘેરયેળ એક ઈકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસ તરીકે આ સ્ટે ચાલે છે. હિમાલયન જીવનનો અનુભવ કરવા અને સિટી લાઇફથી દૂર જવા માટે આ જગ્યા બેસ્ટ છે. તમે અહીંયા ઈન હાઉસ કિચનમાં ઘરનું જમવાનું પણ ખાઈ શકો છો.
કિંમત - એક રાતના 2850 /-
7. દોઈ હોમસ્ટે, નાથુંએખાન
આ વણખેડાયેલું હિલ સ્ટેશન હજુ પણ પ્રવાસીઓના લિસ્ટમાં ઉપર આવ્યું નથી. પરંતુ એની સુંદરતા હવે ઘણા જ લોકોને આકર્ષી રહી છે. "દોઈ" નો કુમાઓ મતલબ થાય છે "ભટકવું". પીચ રમ, પ્લમ રમ, એપલ રમ, એપ્રિકોટ રમ એમ 4 BHK વળી આ પ્રોપર્ટીમાંથી ત્રિશુલ, નન્દાઘુટી, ચૌખંભા, અને નીલકંઠ પહાડીઓ જોઈ શકાય છે. બધા જ પ્રકારના પ્રવાસીઓ માટે આ જગ્યા ખુબ જ સરસ છે. પ્રકૃતિ પ્રેમી, પહાડપ્રેમી અને ટ્રેકિંગ કરવા માટે ઉત્સાહી લોકો માટે આ જગ્યા એકદમ સારી છે. તમને અહીંયા પહાડી ભોજન પણ કરવા મળશે.
8. હિમાલયન એન્કર, રાનીખેત
નામ પ્રમાણે જ હિમાલયન એન્કર એ નેવી ઓફિસર દ્વારા બનાવવામાં આવેલ એક ટુરિસ્ટ ફ્રેન્ડલી સ્ટે છે. રાનીખેતથી થોડા દૂર લગભગ 10 મિનિટના અંતરે અલમોર હાઇવે પર મજખાલીમાં આ જગ્યા આવેલી છે. અહીંથી નંદાદેવી પીક અને અન્ય બર્ફીલી પહાડીઓ જોઈ શકાય છે. મોડર્ન વ્યવસ્થા સાથે અને ભીડભાડથી દૂર શાંતિથી રહેવા માટે આ જગ્યા બેસ્ટ છે. લગભગ દરેક રૂમમાંથી તમને અલગ અલગ પહાડીઓ જોવા મળે છે.
કિંમત - એક રાતના 5000 /-
.