એક વોટ્સએપ સ્ટેટસએ મને પહાડોમાં પહોંચાડી દીધો!

Tripoto
Photo of એક વોટ્સએપ સ્ટેટસએ મને પહાડોમાં પહોંચાડી દીધો! 1/2 by Jhelum Kaushal

રાતનું અંધારું અને રસ્તો જાણીતો, હું નીકળી પડેલો એક નવી સફર પર. એ રાત વિષે વિચારું છું તો હમેશા થાય છે કે સારું થયું હું પાછો ન ફરી ગયો. હું મારા દરેક પ્રવાસો વિષે વિચારું તો મે ક્યારેય પ્લાનિંગ કર્યું જ નથી. મન થયું તો નીકળી ગયો ફરવા. હું એ વખતે હિમાલયના પહાડોમાં પહોંચ્યો એનું કારણ હતું એક વોટ્સએપ સ્ટેટસ!

Photo of એક વોટ્સએપ સ્ટેટસએ મને પહાડોમાં પહોંચાડી દીધો! 2/2 by Jhelum Kaushal

દિલ્લીમાં એક સાંજે મે મારા એક મિત્રનું સ્ટેટસ જોયું, એ ત્યારે જોષીમઠ, ઉત્તરાખંડ હતો. મે એને કોલ કર્યો તો એને કહ્યું કે ફૂલોની ખીણ જોવા જઈ રહ્યો છે. ભૂખ્યાને ભોજન મળી જાય એવો સંતોષ મને થયો હતો. મારે પણ ઘણા દિવસોથી ક્યાંક જવું હતું પણ જગ્યા નહોતી મળી રહી. મે આ સ્ટેટસ પરથી જ મન મનાવી લીધું કે મારે ત્યાં પહાડોમાં જ જવું છે. મિત્ર સાથે કન્ફર્મ કરીને રૂમ આવીને એક બેગ લઈને હું નીકળી પડ્યો.

ન્યુ દિલ્લી મેદાનથી પહાડ સુધી

હું ઓગસ્ટમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. વરસાદને કારણે ત્યાં રસ્તા બંધ થઈ જાય છે. મને ઘણા લોકોએ ના પણ પાડી. મારા મનમાં માત્ર 2 જ વિચાર હતા એક પાછા આવવાનો અને બીજો ત્યાંનાં પહાડોનો. ત્યાંની સુંદરતા વિષે વિચારીને હું isbt કાશ્મીરી ગેટ પહોંચી ગયો અને બસ પકડી. મને હું મારી જ કોઈ જગ્યાએ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કદાચ એટલે કે આ વખતે સફર હરિદ્વારથી પણ આગળની હતી.

મરી સીટ પાછળ મારી જેવડા જ થોડા છોકરા બેઠા હતા. એ લોકો તુંગનાથની વાત કરતાં હતા અને હું સાંભળતો હતો, મને મરો તુંગનાથનો પ્રવાસ યાદ આવી ગયો. એમની વાતોમાં સૌથી ખરાબ હતું નશો કરવાની વાત. એ લોકો ત્યાં પહોંચીને નશો કરવા માંગતા હતા. ફરવું સારી વાત છે પણ આવી સરસ જગ્યાઓએ ધુમાડા ઉડાવવા એ ખોટી વાત છે. થોડી વારમાં જ હું સૂઈ ગયો, જ્યારે આંખ ખૂલી ત્યારે હરિદ્વાર આવી ગયું હતું.

તાજગી ભરી સવાર

બસમાંથી ઉતરતા જ સદનસીબે મને બદ્રીનાથ જતી બસ મળી ગઈ. હજી તો હું એક મુસાફરી પતાવીને ઉતર્યો હતો અને તરત બીજી સફર પર નીકળી પડ્યો. લગભગ 12 કલાકની મુસાફરી હતી આ. ધીરે ધીરે ઉજાસ પણ થઈ રહ્યો હતો. દિલ્લીથી હવથી છૂટવા અને અહીની તાજી હવા લેવા માટે જ મોટા ભાગના લોકો અહી આવે છે. અને આખો દિવસ તો સૂરજ સાથે મુલાકાત થવાની જ હતી.

થોડા જ સમયમાં બસ પહાડો વચ્ચે હતી. મને આમ તો મુસાફરીમાં ઊંઘ નથી આવતી, પણ આ વખતે ખૂબ જ ઊંઘ આવી રહી હતી. અને વચ્ચે વચ્ચે ઊંઘ ઊડી જાય ત્યારે માત્રને માત્ર પહાડોને જોઈને ગુસ્સો આવી રહ્યો હતો! જે પહાડો ગયા વર્ષે સુંદર લાગી રહ્યા હતા એ અત્યારે બંજર થઈ ગયા હતા. આગળ જતાં જ સુંદર દ્રશ્યો આવવા લાગ્યા. થોડી જ વારમાં અલકનંદા અને ભાગીરથીનું સંગમ સ્થાન દેવ પ્રયાગ આવવાનું હતું. અને આ સંગમમાંથી જ ગંગા નીકળે છે.

વહેતી નદી અને પહાડો

હું વરસાદની આ ઋતુમાં જોવા માગતો હતો કે ભાગીરથી અને અલકનંદા આ ઋતુમાં પણ અલગ અલગ રંગની વહે છે કે પછી મેલા રંગની. આ વિચારતા વિચારતા જ આખ લાગી ગઈ અને પછી રુદ્રપ્રયાગ આવી ગયું. ઉત્તરખંડ પહોંચી ચૂક્યા હોવા છતાં અહિયાં તડકો અને ગરમી જતી પરંતુ ચમોલી પહોંચતા જ વાતાવરણ પલટાયું. વરસાદ શરૂ થયો અને વરસાદમાં અહિયાં મુસાફરી જોખમ ભરી છે પણ પહાડો ખૂબ સુંદર લાગે છે. વરસાદને કારણે નદીમાં પાણી અને આજુબાજુમાં હરિયાળી ખૂબ જ હતા.

મને ક્યારેક નથી સમજાતું કે પહાડોમાં સૌથી સુંદર શું છે? હરિયાળી કે બરફ. જે રૂપમાં જુઓ પહાડ સુંદર જ લાગે છે. પહેલા હરિયાળી હતી અને પહાડ સુંદર લાગતાં હતા તો હવે બરફ હતો આંજે છતાં પહાડ સુંદર જ લાગતાં હતા! ખૂબ જ સુંદર પહાડો, ગામડાઓ અને સીધા ચઢાણ પર થતી ખેતી પણ જોઈ. નાના નાના ઘરો પણ આવ્યા. જાણે ભગવાને બધી જ શાંતિ અહિયાં જ આપી દીધી હોય એવું લાગતું હતું.

હું દસ કલાકની મુસાફરીમાં જેટલો કંટાળ્યો હતો એ બધું જ અહિયાં પહોંચીને સુંદરતા જોઈને ઊડી ગયું. ના તો થાક હતો ના તો કંટાળો, હતી બસ કશુંક નવું જોવાની ઈચ્છા. સફર હવે લંબાઈ જાય તો પણ વાંધો ન હતો. રસ્તામાં આમ પણ ભૂસ્ખલન પણ થઈ રહ્યું હતું, પથ્થરો પડવાના સમાચારો પણ મળી રહ્યા હતા. અમારી બસ ઘણા સમય પછી આગળ નીકળી શકી. પહાડોમાંથી જેના નામ ન હોય એવા અઢળક ધોધ નીકળી રહ્યા હતા. એને જોઈને કોઈ પરેશાન વ્યક્તિ પણ ખુશ થઈ જાય એવો માહોલ હતો. જિંદગીમાં સુકૂન ક્યાંય છે તો એ માત્ર સુંદર મુસાફરીમાં જ છે. હું પહાડોમાં મારા પડાવ સુધી પહોંચી ગયો હતો. હું એવા જ વોટ્સએપ સ્ટેટસ જોવા માગું છું જે મને નવી સફરે લઈ જાય.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ