આપણે શહેરોમાં રહીએ છીએ. ટ્રાફિક, પ્રદુષણ, વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ છે. આપણને કોઈ વાર ડિલિવરી બોય અથવા ડ્રાઈવર વધુ સમય લગાવ્યા વગર પહોંચી જાય તો પણ આશ્ચર્ય થતું હોય છે. અને આવી રોજબરોજની વાતોમાં આપણે એ બધી ડરાવની વાર્તાઓ ભૂલી ગયા છીએ જે આપણને આપણા દાદા દાદી સંભળાવતા. તો ચાલો જાણીએ ભારતના ગામડાઓની આવી ડર લાગે તેવી વાર્તાઓ અને જતા રહીએ ફરીથી ભૂતકાળમાં!
1. લક્કડ સુંઘવા, ઉત્તર પ્રદેશ અને બિહાર
એક નાનકડો છોકરો એક ગામડાના ધૂળિયા રસ્તા પર જય રહ્યો હતો. ત્યાં એને એક માણસ એમ કહે છે કે એ એને અમુક રસિક વસ્તુઓ દેખાડશે પણ એની પહેલા એણે એક લાકડાનો ટુકડો સૂંઘવાનું કહે છે.એ સૂંઘીને છોકરો પોતાના હોશ ગુમાવી બેસે છે અને પેલો લક્કડ સુંઘવા જેવું કહે છે એવું કરવા લાગે છે. તે લક્કડ સુંઘવા પછી એ છોકરાને અજાણ્યા અંધેરમાં ક્યાંક લઇ જાય છે.
2. શીકોલ બુરી, પશ્ચિમ બંગાળ
એક મોટા ઝાડ નીચે સાડી પહેરેલી એક ભયાનક ખુલ્લા વાળવળી મહિલા પોતાના યુવાન પ્રેમીની રાહ જોઈ રહી છે. એ પોતાની સુંદરતાથી લોકોને લલચાવે છે અને પછી ફટ્ટ કરીને તળાવમાં ખેંચી લે છે, જ્યાં એ રહેતી હોય છે.
3. કાંગડીની લગ્નની વિધિઓ, હિમાચલ પ્રદેશ
પરંપરાગત કાંગડીના લગ્નોમાં વધુએ જાણ વળાવતા પહેલા આંગણામાં બેસીને પોતાની માતાનું દૂધ પીવું પડે છે અને વરે એના ઘરે પહોંચીને બધાની સામે નહાવું પડે છે.
4. મૃતકોની સુરંગ, નૈનિતાલ
નૈનિતાલમાં એક લગભગ ૨૦૦ વર્ષ જૂનું મકાન છે જ્યાં અમુક વર્ષો પહેલા ખોદકામ કરતી વખતે એક જેલ, ફાંસીનો માંચડો અને એક સુરંગ મળી આવી છે જેમાં મૃતકોના શબ ભરેલા છે. એવું માનવામાં આવે છે કે અંગ્રેજોના સમયમાં અહીંયા કેદીઓને ફાંસી આપીને સુરંગમાં શબ ફેંકી દેવામાં આવતા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ સુરંગ નંઈં સરોવરમાં ખુલે છે! આ સુરંગને ફાંસી ગાઢેરા એટલે કે મૃતકોની સુરંગ કહેવાય છે. જો હવે નૈનીતાલના સરોવરમાં બોટિંગ કરતા હો ત્યારે યાદ કરજો કે આ સરોવર પાછળ કેટલા રહસ્યો છુપાયેલા છે!
5. નિશીર ડાક, પશ્ચિમ બંગાળ
નિશીર ડાકનો મતલબ થાય છે "અંધારાનો બુલાવો". આ એક ખરાબ આત્મા નો સંકેત છે અંધારામાં તમારું નામ લઈને તમને બોલાવે છે અને તમે જવાબ આપો તો તમને અજાણી જગ્યાએ લઇ જાય છે. એટલે જ અંધારામાં જો તમને કોઈ બોલાવે તો તમારે તમને એ વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વખત ન બોલાવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ખરાબ આત્મા તમને બે વખત જ બોલાવી શકે છે એટલે જો તમે એને જવાબ નથી આપતા અને એ માણસ હશે તો એ તમને ત્રીજી વાર બોલાવી શકશે.
6. જીતિયા લોકગીત, નેપાળ અને પૂર્વ ભારત
જીતિયા એક ૩ દિવસનો તહેવાર છે જેમાં માતાઓ પોતાના બાળકો મતે ૩ દિવસનો નિર્જળા ઉપવાસ કરે છે. જે સ્ત્રીઓ નથી કરી શક્તિ એ મતે ઘણી વાર્તાઓ છે, જેમકે જે પાણી પી લે છે એ આવતા જન્મમાં પાણીનો કીડો બનશે, જે ફળ ખાઈ લે છે એ વાંદરું બની જશે અને માંસ ખાનાર સિંહણ! અને એમના છોકરાઓના અકાળ મૃત્યુના કિસ્સાઓ પણ છે.
7. બાળકના જન્મ પછી જ લગ્ન, તામિલનાડુ
નીલગીરી ક્ષેત્રના તોડા સમુદાયમાં એવી પ્રથા છે કે જો સ્ત્રી પોતાના થનાર પતિના બકાને જન્મ આપે તો જ લગ્ન સંપન્ન થાય છે! અન્ય વિધિઓ પતાવીને તે પોતાના પતિ સાથે થોડો સમય વિતાવે છે અને પછી પોતાના પિયર જતી રહે છે, જો તે ગર્ભધારણ કરે તો જ લગ્ન કરવમાં આવે છે નહીં તો સ્ત્રીના ઘરના લોકો વિવહ ને સ્થગિત કરી દે છે!
8. વિષકન્યાનું તેજ પહાડો પર તમારું માર્ગદર્શન કરશે, ઉત્તરાખંડ
એક ખોવાઈ ગયેલા પહાડી યાત્રીનું માર્ગદર્શન એક પ્રકાશ તેજ કરે છે જે માનવામાં આવે છે કે વિષકન્યાનું છે. એ સમાન નથી રહેતી પરંતુ પહાડની ઉંચાઈ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. આ કાલ્પનિક છોકરી વિષ પીવે છે અને જે એની પાસે જાય છે એ મૃત્યુ પામે છે.
9. બોન માંચીના પગલાં, ઉત્તર સિક્કિમ
જુના કિસ્સાઓ પ્રમાણે બોન માંચી એ ચાર પાંચ ફૂટ લાંબા વાળ વાળું પ્રાણી હોય છે, જે બે પગે ચાલે છે અને ગાયબ થઇ શકે છે. સ્થાનિક લોકો એમાં વિશ્વાસ કરે છે અને કહે છે કે એમને તેની સિટીઓનો અવાજ પણ સાંભળ્યો છે.
10. રાજસ્થાનના સુધાબાઇમાં ખરાબ આત્માઓને દૂર ભોગવવી
પુષ્કર પાસે એક કુંડમાં દર વર્ષે એક ભૂતોનો મેળો યોજવામાં આવે છે. જે લોકો પર ખરાબ આત્માનો પ્રભાવ છે એવું માનવામાં આવે છે એ લોકો મંગળા ચતુર્થી પર આ કુંડમાં ડૂબકી લગાવે છે અને એમને ભૂતોથી છુટકારો મળી જાય છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.