ટ્રેન ટિકિટ બુક કરવાના આ 6 જુગાડ દરેક યાત્રીના ઘણાં કામમાં આવશે!

Tripoto

અંગ્રેજીમાં એક કહેવત સાંભળી હશે તમે, "Don't work hard, work smart." મેં મોટાભાગે જોયું છે કે ટ્રેન પર સારોએવો ખર્ચ કરવા છતાં પણ તેઓ સંતુષ્ટ નથી થતા. કદાચ તે નથી જાણતા કે હેક્સ એટલે કે જુગાડ નામની કોઇ ચીજ પણ હોય છે.

જો આ હેક્સનો ઉપયોગ કરો છો તો આશા રાખુ છું,  જ્યારે તમે તમારી ટ્રિપ પ્લાન કરશો તો આવનારી મુસાફરીમાં મુશ્કેલી નહીં પડે.

1. ફક્ત એક ક્લિકના અંતરે, સ્ટેશન પર જ છે હોટલ

ધારો કે તમારી ટ્રેન લેટ થઇ ગઇ છે. જે ટ્રેન રાતે 11 વાગે આવી રહી હતી હવે તેના આવવાનો સમય સવારે 4 વાગ્યાનો થઇ ગયો છે. તમે સ્ટેશન પર ઉભા રહીને રેલમંત્રી પર ગુસ્સો કરી શકો છો કે પોતાની આસપાસ કોઇ હોટલ શોધી શકો છો.

કોઇ બીજી સંસ્થા પર ભરોસો કરવા કરતાં સારુ એ છે કે રેલવેની જ ડોર્મિટરીમાં રોકાઇ જાઓ. દરેક સ્ટેશનની નજીકમાં જ ડોર્મિટરીમાં તમે રહી શકો છો જેના માટે થોડોક ઓછો ખર્ચ ચૂકવવો પડશે.

લિંક પર ક્લિક કરો અને પોતાની મનપસંદ જગ્યા સિલેક્ટ કરો, હોટલ બુક કરો.

2. તત્કાળ ટિકિટ બુક ન થવાની ઝંઝટ સમાપ્ત

Photo of ટ્રેન ટિકિટ બુક કરવાના આ 6 જુગાડ દરેક યાત્રીના ઘણાં કામમાં આવશે! 2/6 by Paurav Joshi
ક્રેડિટઃ આઇઆરસીટીસી

તત્કાળ ટિકિટ ઘણીવાર બુક કરવાની કોશિશ કરી હશે. પછી પૈસા કપાઇ જતા હશે, પરંતુ ટિકિટ બુક નહીં થતી હોય. પછી તમે બોલતા હશો, 'રેલવેવાળા તો કોઇ કામના નથી. IRCTCને બંધ કરી દેવું જોઇએ' પછી તમે આશા કરો છો કે સપ્તાહમાં પૈસા પાછા આવી જાય.

આનાથી સારુ તો IRCTCની વેબસાઇટ પર જ ઇ વૉલેટ પર પોતાનું ખાતુ ખોલી નાંખો. જેટલા પૈસામાં ટિકિટ બુક થઇ જવી જોઇએ, એટલા પૈસા નાંખો. હવે તત્કાળમાં જ્યારે ટિકિટ બુક કરશો તો પૈસા કપાવાનો ડર નહીં લાગે. આના માટે તમારે જરુર હશે તો પોતાના પાન કાર્ડની.

3. પોતાની હાઇજીન કિટ સાથે રાખો.

ટ્રેન અંગે બે વાત યાદ રાખો. ટ્રેન સરકારી સંપત્તિ છે, અને બીજું એ કે તમે ભારતમાં છો. અત્યારે ભારતીય રેલના સ્ટાન્ડર્ડ એટલા સારા નથી જેની આપણે આશા કરીએ છીએ, ખાસકરીને સ્વચ્છતાના મામલે.

Photo of ટ્રેન ટિકિટ બુક કરવાના આ 6 જુગાડ દરેક યાત્રીના ઘણાં કામમાં આવશે! 3/6 by Paurav Joshi
ક્રેડિટઃ ક્યૂરોલૉજી

એટલા માટે હું આશા રાખુછું કે પોતાની હાઇજીન કિટને સાથે લઇને ચાલો. એવું બને કે 2060 સુધી ટ્રેનની સ્થિતિ સુધરે અને હાઇજીનનો વિચાર પણ રેલવે રાખવા લાગશે, પરંતુ અત્યારો તો નહીં.

4. તમારુ મનપસંદ ખાવાનું, હવે તમારી સીટ પર

આજકાલ આપને લગભગ દરેક ટ્રેનમાં સારુ જ ખાવાનું મળે છે. કદાચ જ તમે ખાવાની ક્વોલિટીથી નાખુશ હશો. ખાવાનું ખરાબ તો નથી થતું પરંતુ તેમાં વધારે પસંદગીની શક્યતા પણ નથી રહેતી કે નૂડલ્સ ઓર્ડર કરો કે પછી પિઝાનો ઑર્ડર કરી લીધો.

આના માટે ઘણી બધી ફૂડ ડિલીવરી સર્વિસ ચાલે છે. આ વેબસાઇટ્સ પર ખાવાનું ઓર્ડર કરો. જો અહીં ઉપલબ્ધ છે તો બસ થઇ ગઇ તમારા ભોજનની વ્યવસ્થા.

બીજી વેબસાઇ્ટ્સ ઉપરાંત ભારતીય રેલવે પણ આવી સુવિધા આપવા લાગી છે. આ લિંક પર જઇને પણ પોતાના માટે ઓર્ડર કરી શકો છો. ફક્ત તમારો PNR નંબર જરુર સાથે રાખો.

ખાવાનું કેવીરીતે ઓર્ડર કરવાનું છે, આ લિંક પર જાઓ.

5. આ રહી ટ્રેનની બેસ્ટ બર્થ

ટ્રેનમાં ઢંગની બર્થ મળી જાય તો મુસાફરીમાં મજા પડી જાય. પરંતુ મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે ટ્રેનની બેસ્ટ બર્થ કઇ હોય છે. તો યાદ રાખો, ટ્રેનની બેસ્ટ બર્થ આધાર રાખે છે તમારી જરુરીયાતના આધારે.

Photo of ટ્રેન ટિકિટ બુક કરવાના આ 6 જુગાડ દરેક યાત્રીના ઘણાં કામમાં આવશે! 5/6 by Paurav Joshi
ક્રેડિટઃ અંશુલ

જો તમારે બારીની હવા જોઇએ તો તમારે લોઅર બર્થની પસદંગી કરવી જોઇએ. જો ફોન ચાર્જ કરવાનું જરુરી હોય તો મિડલ બર્થ પકડો. જો દુનિયા સાથે લેવાદેવા નથી રાખવા માંગતા તો ટ્રેનનો ઉપયોગ માત્ર સુવા માટે કરવા માંગો છો તો પકડો અપર બર્થ.

દરેક સીટના પોતાના ફાયદા નુકસાન હોય છે. જેમ કે શિયાળાની ઋતુમાં લોઅર બર્થ પસંદ કરવાથી ઠંડી હવાનું નુકસાન સહન કરવું પડે છે, વળી જો તમે મિડલ બર્થ લીધી છે તો કોઇપણ સમયે સુઇ નહીં શકો. જો લોઅર બર્થવાળાને ઊંઘ આવશે તો જ તમે સુઇ શકશો. વળી જો તમે વૃદ્ધ છો અને આર્થરાઇટિસની બીમારી છે તો અપર બર્થ સુધી પહોંચવુ વૈષ્ણોદેવી ચઢવા બરાબર છે.

6. મનોરંજનનો જુગાડ હવે તમારા હાથમાં

ટ્રેનની મુસાફરી ઘણીવાર લાંબી થઇ જાય છે. લોકો ઇચ્છે કે ન ઇચ્છે, દસ કલાક લેનારી ટ્રેન વીસ કલાક પણ લઇ શકે છે. આ સાથે જ ટ્રેનમાં તમામ પ્રકારના લોકો આવતા જતા રહે છે જેનાથી કોઇપણ પરેશાન થાય તે સ્વાભાવિક છે. જો તમને નથી ખબર કે ટ્રેનમાં લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે તો આ આર્ટિકલ જોઇને અંદાજો લગાવી લો.

Photo of ટ્રેન ટિકિટ બુક કરવાના આ 6 જુગાડ દરેક યાત્રીના ઘણાં કામમાં આવશે! 6/6 by Paurav Joshi
ક્રેડિટઃ મંગલમ ભારત

તો આવી મુસાફરીમાં તમારા મનોરંજનની વ્યવસ્થા કરી લો. ક્યાં સુધી ટ્રેનમાં આવતા-જતા લોકોની મજા લેશો. કોઇ પુસ્તક સાથે રાખો કે પછી મોબાઇલ પર ગીત સાંભળો. 20 કલાકની સફર 10 કલાકની થઇ જશે. જો મોબાઇલ અને પુસ્તક ઉપરાંત તમારા મનમાં કંઇક બીજુ છે તો કોમેન્ટ બોક્સમાં જરુર શેર કરો.

આ આર્ટિકલ વાંચીને કંઇક નવુ જાણ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને કોઇ સવાલ છે તો અમને કોમેન્ટ બૉક્સમાં પૂછો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો