ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ!

Tripoto

શુક્રવારની રાત. આઇએસબીટી કાશ્મીરી રોડ. મારા વૉલેટમાં ફક્ત ₹1000

બસ ટિકિટ, ₹313 અડધી રાતે ટૉયલેટ સ્ટોપ પર મેગી મસાલા ₹10.

વળાંકદાર રસ્તાઓ પરથી થઇને હિમાલયની છત્રછાયામાં પહોંચવા માટે આટલું જ તો થાય છે.

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 1/7 by Paurav Joshi
ક્રેડિટઃ અખિલ વર્મા

તમે ભારતમાં ફક્ત ₹1000માં છેવટે કેટલે દૂર જઇ શકો છો?

વ્યવહારીક રીતે બજેટ યાત્રાવાળા આ દેશમાં તમારી સસ્તી યાત્રા એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા અનુભવી છો.

આટલી સસ્તી સફર કેમ?

ઘણીવાર સોદાબાજી એટલી મજેદાર નથી હોતી પરંતુ અનુભવથી તે સારી રીતે કરી શકાય છે.

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 2/7 by Paurav Joshi
ક્રેડિટઃ અખિલ વર્મા

ઘણીવાર એવી જગ્યાઓ પણ મળે છે જ્યાં મોટા મોટા બોર્ડ નથી લાગેલા હોતા પણ ખાવાનું સરસ મળી જાય છે. યાત્રામાં આવા અનુભવ થતા રહે છે. બજેટ યાત્રાથી તમને સારો અનુભવ મળે છે.

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 3/7 by Paurav Joshi

તો, ₹500 પ્રતિ દિનની યાત્રા કેવી હોય છે?

સવાર-સવારમાં બસે મને પઠાણકોટ ઉતારી દીધો. ધર્મશાલા માટે એક કલાક પછી બસ હોવાથી મેં એક શેયર્ડ ટેક્સી કરી લીધી જે પાલમપુર તરફ જઇ રહી હતી.

"શું તમે વાસ્તવમાં એકલા યાત્રા કરી રહ્યા છો?" હું સવાલનો જવાબ આપવા ગોળ ફર્યો. પાલમપુર જતી વખતે ટેક્સીમાં અન્ય ત્રણ મહિલાઓ હતી. ગગ્ગલની પાસે ઉતરવાની જગ્યા ન આવી ત્યાં સુધી અમે હિમાચલ અને કાંગડા ખીણ અંગે વાતચીત કરી. લોકો મને પાલમપુર જવા માટે કહેતા રહ્યા પરંતુ હું ઉતરી ગયો. ₹40 ભુભાડું થયું.

સવારે 9 વાગ્યાની આસપાસ હું મેક્લોડગંજ પહોંચી ગયો. અહીં પહોંચવા માટે બે બસોનો ખર્ચ થયો ₹95. હું ₹50 લઇને પોતાની પસંદગીના કેફે સુધી ગયો અને ટોફૂ થુકપા લીધુ જેના માટે મેં સપ્તાહો સુધી રાહ જોઇ હતી.

હું ધરમકોટ (2 કિ.મી.) સુધી ચાલ્યો અને જ્યારે મને મારા બજેટમાં એક ગેસ્ટહાઉસ મળ્યું ત્યાં સુધીમાં બપોર થઇ ચુકી હતી. ₹150માં એક રૂમ લીધો જેમાં કોમન શૌચાલય અને બાથરૂમ હતો. મેં ફટાફટ સ્નાન કરી લીધું અને પહાડોમાં આંટો મારવા નીકળી પડ્યો.

બપોરે 40 રૂપિયામાં બે પરાઠા ખાધા જે મેં ધરમકોટના કોઇ કેફેમાંથી નીકળતા પહેલા પેક કરાવી લીધા હતા. હું એક પિકનિક સ્પોટ પર ગયો. જ્યાં જવાનો રસ્તો સાંકડો હતો. બપોરે 3 વાગ્યે હું પાછો ફર્યો. તે રસ્તો સાંકડો હતો પરંતુ તે સીક્રેટ ઝરણા તરફ જતો હતો.

સૂર્યાસ્તનો સમય ધરમકોટના એક કેફેમાં વિતાવ્યો, જ્યાં મેં ₹10માં આદુવાળી ચા પીધી. સાંજે 7 વાગે ડીનર, સ્ટીમ રાઇસની સાથે વેજસૂપ જેની કિંમત થઇ ₹60. રાતના ભોજન બાદ અચાનક કેફેમાં લાઇવ જીમ-સેશનનું આયોજન થયું તે પણ બિલકુલ ફ્રી.

પેરેડાઇઝ માઉન્ટેન વિલેજમાં દિવસ પસાર કર્યો, જેમાં ભોજન અને રહેવાની સુવિધા સહિત ₹445 થયા.

તો પછી ₹500માં દિવસ પસાર કરવાનો અનુભવ કેવો હોય છે? કંઇક આવો હોય છે

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 4/7 by Paurav Joshi
ક્રેડિટઃ અખિલ વર્મા

ઓછા બજેટમાં યાત્રા કરતી વખતે ધ્યાન રાખવા લાયક કેટલીક વાતો:

ટ્રેન અને બસો

સ્લીપર અને સેકન્ડ સીટર્સ અને તથા સરકાર દ્વારા સંચાલિત બસો (નોન એસી, હાર્ડ સીટ)માં કદાચ જ તમને ₹500થી વધુ ખર્ચ થાય.

શેયર્ડ ટેક્સી અને વાન દેશભરમાં ચાલે છે, જે હજારો શહેરો અને ગામોને એકબીજા સાથે જોડે છે. જ્યાં સુધી જરૂરી ન હોય પ્રાઇવેટ ટેક્સી બુક ન કરો.

ઓવરનાઇટર્સ

તમારી પાસે બે મોટી ટિકિટ આઇટમ, રહેવાની વ્યવસ્થા અને પરિવહન હોય છે. એવી રીતે યોજના બનાવો કે તમારે એક જ દિવસે બન્ને ચીજોની ચુકવણી ન કરવી પડે.

ઉદાહરણ તરીકે, શહેરથી બહારની વીકેન્ડ યાત્રા માટે જાઓ તો શુક્રવારે રાતે બસમાં બેસો, શનિવારે હોટલના રૂમમાં અને રવિવારે ચેક-આઉટ કરી લો. લગેજ રૂમમાં સામાન મુકી આખો દિવસ ફરો. રાતે બસમાં બેસીને પાછા આવી જાઓ. આ રીતે તમે એક દિવસના હોટલ ખર્ચમાં બે દિવસની યાત્રા કરી શકશો.

ખાઉધરા ન બનો

સસ્તુ જમવાનુ શોધો- સામાન્ય રીતે પરંપરાગત ભોજનાયલો કે સ્ટ્રીટ ફૂડથી ખાવાનું લો. પેરાગ્લાઇડિંગ ટૂરના બદલે હાઇકિંગ પર જાઓ. ₹150ની કોફીની જગ્યાએ ₹5ની ચા પી લો. આવા જ વિચારોથી ખર્ચ કરો.

આરામ-આરામથી ફરો

બસો, ટ્રેનો અને અન્ય પરિવહનનો ખર્ચ તમારા ખર્ચને વધારી શકે છે. જો તમે આરામથી ફરવા માંગો છો તો તમે ઓછા પૈસામાં ફરી શકો છો.

વધારે દિવસ સુધી રોકાવું હોય તો પોતાની યાદીના સ્થાનોને યોગ્ય રીતે જોઇ લો. જો તમને એક સારૂ ગેસ્ટ હાઉસ જોઇતુ હોય તો ઓછી કિંમતે વાતચીત કરી શકો છો. અને લાંબા સમય સુધી રહી શકો છો.

જો તમે લાંબા સમય સુધી બેકપેક કરવાની યોજના બનાવી રહ્યા છો તો એક જ સ્થાન પર ઓછામાં ઓછા પાંચ દિવસનું બજેટ રાખો. તમારે આસપાસની સસ્તી, ઓફ-બીટ જગ્યાઓને બરોબર જોવાની તક મળી જશે. તમારો ખર્ચ લાંબા સમય સુધી ચાલશે અને વધુ અનુભવ પણ લઇ શકશો.

સમજીને ખાઓ

એક સમયના ખાવા પર ₹50થી વધુ ખર્ચ કરવાનો પ્રયાસ કરો. એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરો કે ભોજન સરળતાથી પચી જાય અને પૌષ્ટિક હોય. ઘણાં યાત્રીઓ પોતાના ખાવા-પીવાના સામાન કે પછી ખાવાનું બનાવવાની વ્યવસ્થા પોતાની સાથે રાખતા હોય છે.

જ્યાં સસ્તા વિકલ્પ મળે

થોડુક રિસર્ચ કરવાથી ખબર પડશે તમારે શહેરના પૉશ એરિયાથી દૂર ન જવું જોઇએ ખાસ કરીને એવી જગ્યાથી જ્યાં હોટલ તમારી બજેટની પહોંચથી દૂર હોય. જો તમે પોતાને એવી જગ્યાએ જુઓ છો જ્યાં કિંમતો વધારે છે, તો સ્થાનિક વ્યક્તિને પૂછો કે સસ્તા ગેસ્ટહાઉસ ક્યાં છે.

રોકાવા માટે ₹30થી વધુ ખર્ચ ન કરવો. સૌથી સસ્તો સોદો કરવા માટે બધી બાજુ પૂછો. જો તમને કોઇ મુશ્કેલી ન હોય તો મોસમ, સ્થિતિ, સ્થાન અને કાયદાને જોતા ટેન્ટ (તંબૂ) લગાવીને પણ આરામ ફરમાવી શકો છો.

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 6/7 by Paurav Joshi
ક્રેડિટઃ મેકે સેવેજ

અને મારુ માનવુ છે કે યાત્રા કરવી વાસ્તવમાં એક વિલાસિતાનું કામ છે. કદાચ વધારે આનંદપ્રમોદનું, પરંતુ તેમાં કોઇ વધુ ખર્ચ પણ નથી થતો.

Photo of ફરવા માટે વધારે પૈસાની જરૂર નથી, ₹500 પ્રતિ દિનના ખર્ચમાં કર્યો દેશભરનો પ્રવાસ! 7/7 by Paurav Joshi
ક્રેડિટઃ મેકે સેવેજ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads