દુબઈની 6 લકઝરી હોટેલ જુમેઇરાહમાં એક રાત – એક અવર્ણીનીય અનુભુવ

Tripoto

દુબઈ – યુએઇ

સુણાદ્ર બીચ, સુંદર લકઝરી હોટેલ્સ, શોપિંગ મોલ્સ, થીમ પાર્કસ, અને દુનિયાના પ્રીમિયમ સ્થળો સાથે દુબઈ એ અદભૂત, સ્ટાયલીશ અને લકઝરી જગ્યાનું અનુપણ ઉદાહરણ છે. અને તેમાં પણ જો તમે જુમેઇરાહ હોટેલ્સ ને ઉમેરો તો તો તમને સૌથી યાદગાર વેકેશનનો અનુભવ થશે.

જુમેઇરાહ હોટેલ્સની બાબતમાં શું છે ખાસ?

બુર્જ અલ આરબ જુમેઇરાહ થી લઈને જુમેઇરાહ જાબીલ સરાય સુધીની દરેક હોટેલ માત્ર આઇકોનિક સ્ટ્રક્ચર જ નહિ પરંતુ લક્ઝરીનું અદભૂત ઉદાહરણ છે.

જુમેઇરાહ ફ્લેવર્સ પેકેજમાં તો તમને કોમ્પલીમેન્ટરી બ્રેકફાસ્ટ અને ડિનર અને અન્ય ઘણી જ સવલતો સાથે ઉત્તમ સેવાનો લાભ પણ મળી રહેશે. ભાગ લેનારા રેસ્ટોરન્ટ્સમાં 20% ડિસ્કાઉન્ટ ઉપરાંત વાઇલ્ડ વાદી વોટર પાર્કમાં 30 ઉપરાંતની રાઇડ્સમાં અનલિમિટેડ એક્સૈસ પણ મળે છે! કીડ ક્લબ, ઇન્ટરનેટ અને બીચ તો ખરા જ!

હું તમને એકઝેટ ઓફર વિષે માહિતી આપું.

જુમેઇરાહની દુબઈમાં 10 હોટેલ્સ છે. બુર્જ અલ આરબ જુમેઇરાહ, જુમેઇરાહ બીચ હોટેલ, જુમેઇરાહ ક્રીક સાઇડ હોટેલ, જુમેઇરાહ જાબીલ સરાય, જુમેઇરાહ એમીરાત ટાવર, જુમેઇરાહ લિવિંગ વર્લ્ડ ટ્રેડ સેંટર, અને મદિનત જુમેઇરાહમાં જુમેઇરાહ અલ કસર, જુમેઇરાહ દાલ અલ માસિફ, જુમેઇરાહ મીના અસલમ, અને જુમેઇરાહ અલ નસિમ. મદિનત જુમેઇરાહ એ એક પરંપરાગત આરબ શહેરની જેમ બનાવાયેલ સૌથી મોટો રિસોર્ટ છે.

બુર્જ અલ આરબ જુમેઇરાહ

Photo of Burj Al Arab - شارع جميرا، - Jumeirah 3 - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Burj Al Arab - شارع جميرا، - Jumeirah 3 - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

બુર્જ અલ આરબ માત્ર એક લકઝરી હોટેલ નથી પરંતુ એક આઇકોનિક ઇમારત છે જે તમારા મનમાં લક્ઝરીની વ્યાખ્યા બદલી નાખશે. અહી જેવો અનુભવ તમને બીજી જુમેઇરાહ હોટેલ સિવાય કયાય પણ નહિ થાય. સઢ જેવા આકારણી આ 321 મિટર ઊચી હોટેલ એ વિશ્વની સૌથી ઊચી હોટેલ્સમાંથી એક છે અને દુબઈના આકાશમાંથી બહુ જ આરામથી જોઈ શકાય છે. શૉફર સાથેની કોમ્પલીમેન્ટ્રી રોલ્સ રોઇસ, પ્રાઇવેટ બીચ અને હેલિકોપ્ટર પેડ વગેરે જેવી લાજવાબ સવલતો આ હોટેલ આપે છે. દુનિયાની સૌથી લકઝરી હોટેલ માટે આજે જ બૂકિંગ કરો.

રેસ્ટોરન્ટ અને બાર: દુનિયાભરમાં પ્રખ્યાત નાથાન આઉટ લો, અને અન્ય 9 ખાણીપીણીની જગ્યાઓ અહિયાં આવેલી છે.

સવલતો: 3 આઉટડોર, 2 ઇનડોર સ્વિમિંગ પૂલ, સીંદબાદ કીડ ક્લબ, તાલીસ ફિટનેસ ક્લબ

જુમેઇરાહ બીચ હોટેલ

Photo of Jumeirah Beach Hotel - Jumeirah Street - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Jumeirah Beach Hotel - Jumeirah Street - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

સમુદ્રની લહેર આકારણી આ આઇકોનિક હોટેલ ફેમિલી માટે ઘણી જ સવલતો આપે છે અને એ પણ અજોડ લકઝરી સાથે. 1997 માં ખુલેલી આ હોટેલમાં 26 માળ, 599 રૂમ્સ અને 19 વિલા છે.

રેસ્ટોરન્ટ અને બાર: એશિયન, જર્મન, બ્રિટિશ અને ઇટાલિયન વગેરે વાનગીઓ માટે 21 બાર, રેસ્ટોરન્ટ અને કાફે આ હોટેલમાં છે.

સવલતો: બોટિંગ, ફિશિંગ, ગોલ્ફ, વિન્ડ સર્ફિંગ વગેરે

જુમેઇરાહ ક્રીક સાઇડ

Photo of Jumeirah Creekside Hotel - Rebat Street - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Jumeirah Creekside Hotel - Rebat Street - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

આ એક ઇન્ટિમેટ અને 5 સ્ટાર લકઝરી હોટેલ છે જે શહેરના હાર્દમાં આવેલી છે. મિડલ ઈસ્ટની સાંસ્કૃતિક કલાકારીની વસ્તુઓ સાથે એક પરંપરાગત લક્ઝરીનો અનુભવ આ હોટેલ પૂરો પાડે છે. દુબઈના ઐતિહાસિક શહેર અલ ફહીદી નજીક આવેલી હોવાથી તેનું મહત્વ ઔર વધી જાય છે. બિઝનેસ માટે કે પછી આરામ માટે તમે જે કયાંથી દુબઈમાં હો તમે અહિયાં રહી શકો છો.

રેસ્ટોરન્ટ અને બાર: 2 રેસ્ટોરન્ટ, 2 બાર, 1 કાફે અને એક લાઉન્જ

સવલતો: સ્પા, ફિટનેસ સેંટર, સ્કવોશ અને ટેનિસ કોર્ટ, અને 3 આઉટડોર પૂલ

હોટેલ જુમેઇરાહ ઝબીલ સરાય

Photo of Jumeirah Zabeel Saray - Crescent Road - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Jumeirah Zabeel Saray - Crescent Road - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

ઓટોમાન કલાકારીથી પ્રોત્સાહિત આ હોટેલ એ દુબઈના એક માનવસર્જિત ટાપુ પામ જુમેઇરાહ પર આવેલી છે. હેન્ડ પેંટની દીવાલો અને ટર્કીશ કળા સાથે આ હોટેલ એક ઐતિહાસિક અનુભવ આપે છે. 59 મીટરના ઇન્ફિનિટિ પૂલમાં તમે ક્યારેય પણ ન કર્યું હોય એટલા આનંદ સાથે સ્વિમિંગ માત્ર અહિયાં જ કરી શકિશો. અને સંધ્યા સમયે પ્રાઇવેટ બીચ પર લટાર મારીને ઢળતા સૂરજનો લુત્ફ ઉઠાવવા માટે આજે જ કરો બૂક!

રેસ્ટોરન્ટ અને બાર: 6 રેસ્ટોરન્ટ, 3 બાર અને લાઉન્જ ઉપરાંત લાઈવ મ્યુઝિક સાથે ભોજન

સવલતો: આઉટડોર ઇન્ફિનિટિ પૂલ, જાકૂઝિ, બાળકોનું સ્વિમિંગ પૂલ, ઓટોમાન સ્પા, ફિટનેસ સ્ટુડિયો અને સીંદબાદ કીડ ક્લબ.

જુમેઇરાહ એમીરાત ટાવર

Photo of Jumeirah Emirates Towers Hotel - Sheikh Zayed Road - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Jumeirah Emirates Towers Hotel - Sheikh Zayed Road - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

જુમેઇરાહ એમીરાત ટાવરના બે સમાંતર બિલ્ડિંગ એ દુબઈની ઓળખ બની ચૂક્યા છે. મહેમાનો માટે સતત સવલતો પૂરી પાડવાના હેતુ સાથે આ હોટેલ એક અદભૂત આર્કિટેક્ચર ઉદાહરણ પણ પૂરું પાડે છે. એક અજોડ વર્ક પ્લેસ સાથે સાથે એક અવર્ણનિય સેવા પૂરી પાડવાનો જાણે આ હોટેલનો ઉદ્દેશ છે! સતત 9 વર્ષ સુધી આ હોટેલને બેસ્ટ બિઝનેસ હોટેલ ઇન મિડલ ઈસ્ટનો ખિતાબ મળેલો છે!

રેસ્ટોરન્ટ અને બાર: એવાર્ડ વિનીંગ રેસ્ટોરન્ટ જેવા કે રિબ રૂમ, હકસન, અને અલ નફૂરઆહ સાથે 13 ડાઇનિંગ સ્થળો અહિયાં છે.

સવલતો: બીચનો અનલિમિટેડ એક્સૈસ, અને તલસી સ્પા અને ફિટનેસ

મદિનત જુમેઇરાહ રિસોર્ટ

Photo of Madinat Jumeirah - Dubai - United Arab Emirates by Jhelum Kaushal
Photo of Madinat Jumeirah - Dubai - United Arab Emirates by Jhelum Kaushal

પ્રાઇવેટ બીચ સાથેના મદિનત જુમેઇરાહ રિસોર્ટમાં જુમેઇરાહ અલ કસર, જુમેઇરાહ દાલ અલ માસિફ, જુમેઇરાહ મીના અસલમ, અને જુમેઇરાહ અલ નસિમ એમ ચાર હોટેલ આવેલી છે.

29 પરંપરાગત ઘર અને 7 મલકિયા વિલા અહિયાં આવેલ છે. 40 હેકટરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં 20 બોલરૂમ, કોન્ફરન્સ હોલ, બેનક્વેટ, એન્ટરર્ટેંમેંટ સેંટર અને અન્ય ઘણી જ મોજમજાની સવલતો છે. અને આ બધી જ સગવડોનો લાભ લઈ શકાય છે 3 કિમી લાંબા વોટર વે દ્વારા અને મસ્ટ બગીચાઓની વચ્ચેથી!

રેસ્ટોરન્ટ અને બાર: 50 રેસ્ટોરન્ટ અને બાર! અને મોટા ભાગના તો 2 કિમી લાંબા પ્રાઇવેટ બીચ પર છે!

સવલતો: શોપિંગ અને થિએટર શો, 5 ટેનિસ કોર્ટ, સ્પા, અને 26 પ્રાઇવેટ ટ્રીટમેન્ટ રૂમ અને સીંદબાદ કીડ ક્લબનો એક્સૈસ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads