મને શું કામ મારા બોયફ્રેન્ડ સાથે ફરવુ ગમે છે, તેના 7 કારણો..!!

Tripoto
Photo of મને શું કામ મારા બોયફ્રેન્ડ સાથે ફરવુ ગમે છે, તેના 7 કારણો..!! 1/1 by Romance_with_India

પહેલીવાર જ્યારે તેણે મારો ફોટો જ્યારે ફ્રેન્ડસ્ટર પર નોટીસ કર્યો ત્યારે મને રિઅલાઈઝ થયું કે તે મને પસંદ કરે છે (હા મિત્રો, અમે 90's કીડ છીએ) કે જે મોનાલીસા ના પેઇન્ટિંગમાં મોનાલીસા ના બદલે મારો ચહેરાનો ફોટો હતો.

એક જ શહેરમાં મોટા થયા અને એલીમેન્ટરી થી હાઈસ્કુલ સુધી એક જ ક્લાસમાં ભણેલા (મારા મમ્મી અને તેના પપ્પા હાઈસ્કૂલમાં એક જ બેંચ માં બેસતા તે વાત કરવાની અહીં જરૂર નથી...) ત્યારે અમને ક્યાં ખબર હતી કે અમે બેસ્ટ ફ્રેન્ડ થી શરૂ કરીને પ્રેમીઓ સુધી ની લાંબી સફર કરીશું..?

વાત એટલી જ જુની છે જેટલા અમે છીએ, અહીં મારા મુખ્ય 7 કારણો છે કે મને મારા બોયફ્રેન્ડ સાથે મુસાફરી કરવાનું કેમ ગમે છે.

1. ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ ઓશીકું, ઇન્સ્ટન્ટ હૂંફાળું આલિંગન, ઇન્સ્ટન્ટ નર્સ સાથે ઇન્સ્ટન્ટ નૂડલ્સ. તમે જ જણાવો. હા તે કરી શકે છે. એ મસાજ કરી આપે છે, જ્યારે મને ચક્કર આવતા હોય કે માથું દુખતું હોય. ટ્રાવેલ દરમિયાન વિમાન અને હોટેલ પર તમારો સામાન રાખીને તમને હળવા અને આરામદાયક મુસાફરી કરવામાં સહાય કરે છે.

2. ઇટીંગ બડી. હા. તે સ્વાભાવિક છે અને ખબર નહિ કઈ રીતે પણ અમે બંને ટ્રાવેલ દરમિયાન ખૂબ ખાઈએ છીએ. તેને સાથે રાખવાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે, તે જે ખાવાનું પસંદ કરે છે તે જાણે છે. ગૂગલ કરી જમવાનુ શોધે છે અને ત્યાં વિવિધ પ્રકારના ભોજન ટ્રાય કરે છે. તેનો અર્થ એ છે કે મને ડેટ કરવાની તેની રીત છે, તમારી સાથે સમય પસાર કરો અને તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત તમારી સાથેની આ અવિશ્વસનીય સ્વીટનેસ નો સ્વાદ મેળવવા માટે કરો!

3. ઓટોમેટીક વ્લોગર ફોટોગ્રાફર. તે શ્રેષ્ઠ શોટ્સ લે છે, શ્રેષ્ઠ સ્થાનો શોધે છે અને સોશિયલ મીડિયા પોસ્ટિંગ્સ માટે શ્રેષ્ઠ આઉટપુટ બનાવે છે. તેના ગેજેટ્સ અપ ટૂ ડેટ હોય છે, ઉપરથી તેની પાસે પોઝ આપવા માટેના મહાન વિચારો પણ હોય છે. અંતે મને મારી જાત પર સવાલ થાય છે, "હું આટલી નસીબદાર કેમ થઈ હોઈશ ??

4. પ્રાર્થના વોરિયર. તે પ્રાર્થના કરે છે! જ્યારે પણ અશાંતિ આવે છે, ત્યારે તે પ્રાર્થના કરે છે. જ્યારે પણ અમે બસો અથવા વિમાનોમાં સવારી શરૂ કરીએ ત્યારે કેટલીક વાર હું તેને પ્રાર્થના કરતા સાંભળતી રહુ છુ.

5. કમ્પ્યુટર એન્જિનિયર. અમારે વધારાનો લગેજ સાથે લેવાની જરુર રહેતી હોય છે. પણ સારી વાત એ છે કે તેની પાસે બધી જ ઓરલાઈન એપ્સ અને ફોન નંબર હોય છે. પછી એ મોબાઇલમાં કરવાનું હોય કે કમ્પ્યુટરમાં, પણ તે કરી શકે છે.

6. એલાર્મ. તે વહેલો ઉઠે છે અને વહેલી તૈયારી કરે છે. મને લાગતુ હોય કે તે માત્ર ઉત્સાહિત છે. પરંતુ જ્યારે પણ મને મેક અપ કરવામાં અને નહાવા માટે સમય લાગેે, તે મને તે સમયની યાદ અપાવી દે. અમે બીજા બધા કરતા વહેલા તે સ્થળે પહોંચીયે. અર્લી બર્ડ કેચીસ વોર્મ.

7. યાદગીરી ખરીદવી. હું ફિલિપિનો છું અને ઘરે સહકર્મીઓ અથવા કુટુંબીઓ માટે કંઈક ખરીદવું તે અમારી સંસ્કૃતિનો ભાગ છે. તે કદાચ કીચેઈન, ખોરાક અથવા શર્ટ. મને તેમના માટે ખરીદી કરવાનું પસંદ નથી કારણ કે તે મને બોજ લાગે છે. હું નથી ઈચ્છતી તે તેમના માટે તેમના માટે કંઈક લઈ આવવાની એમને ટેવ પડી જાય. તેમ છતાં તે હંમેશાં મારી મમ્મી અથવા સંબંધીઓ માટે કંઈક ખરીદવાનુ યાદ અપાવે છે.

હું તેની સાથે કેવી મુસાફરી કરું છું, તેના વિશે પસંદ કરવા અથવા તેનાથી ન કરવા જેવી ઘણી વસ્તુઓ છે. પરંતુ જે હું ખરેખર આનંદ કરું છું તે તેની હાજરી છે. જ્યાં સુધી તે સાથે છે .. અમારા સાહસોમાં અમે જે પણ પડકારોનો સામનો કરીએ, અમે તે પાર કરી શકીશુ!

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads