ચકરાતા: અહીં મંઝિલ જ નહીં, રસ્તો પણ ખૂબ સુંદર છે!

Tripoto
Photo of ચકરાતા: અહીં મંઝિલ જ નહીં, રસ્તો પણ ખૂબ સુંદર છે! 1/1 by Romance_with_India

જ્યારે પણ હું પહાડો પર જાઉં છું, ત્યારે દર વખતે કંઈક અલગ જ પામુ છે. હું ક્યારેય એવુ કહી શકતો નથી કે પહાડોમાં ક્યારેય પણ જાવ દરેક વખતે એક સરખુ હશે.  હવામાનની જેમ પહાડોનુ પણ એવુ ખાતુ છે, ક્યારેક તડકો તો ક્યારેક છાયડો. લોકો હંમેશા મને પૂછે છે કે પહાડો પર ક્યાં જવું, તેઓ તે સ્થળ વિશે પૂછતા હોય છે. હું એ લોકો ને કહી શકતો નથી કે તમે જાણતા નથી કે પહાડોમાં મંઝિલ કરતાં સફર વધુ સુંદર હોય છે. ચકરાતાની યાત્રા આવી જ સુંદરતા અને ઘણા રંગો બતાવે છે. અહીં દેવદારનુ સુંદર જંગલ છે, વળાંકોવાળા રસ્તાઓ અને આ સુંદર માર્ગોની ચારે બાજુ લીલોતરીથી ઢંકાયેલા પહાડો .

Credit : Nipun Sohanlal

Photo of Chakrata, Uttarakhand, India by Romance_with_India

હવામાન ખૂબ જ સુખદ હતું અને તે જ સુખદ હવામાનમાં અમે ચકરાતા તરફ પ્રયાણ કર્યું. ચકરાતા દહેરાદૂનથી 90 કિ.મી.  દૂર છે અને અમે બાઇક દ્વારા આ અંતર કાપવા જઇ રહ્યા હતા. હું બીજી વાર રોડ ટ્રીપ પર જતો હતો પણ અહીં જવાની ઉત્તેજના ખૂબ જ વધારે હતી. મને ચકરાતા વિશે વધારે ખબર નહોતી પણ હું જાણતો હતો કે જો અહીં કોઈ હિલ સ્ટેશન હશે તો તે સુંદર જ હશે. સવારનુ  સોહામણું વાતાવરણ તેની ચરમસીમા પર હતુ અને તે જ દિશામાં અમે આગળ જઇ રહ્યા હતા. દહેરાદૂન છોડ્યા પછી પણ તે થોડો સમય આમ જ રહે છે.

દહેરાદૂનથી પહાડો સુધી પહોંચવામાં લાંબી સમય લાગે છે. જ્યારે આપણે આ રસ્તો પાર કરી લઈએ છીએ અને પછી જ્યાં પહોંચીએ છીએ તે સ્થળ સૌથી સુંદર છે. થોડો આગળ વધ્યા ત્યાં સેલુકાઈ આવ્યુ. અમે દહેરાદૂન શહેરની બહાર હતા, પરંતુ તેનો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હજી બાકી હતો. ઉત્તરાખંડમાં ત્રણ મોટા ઇન્ડસ્ટ્રીયલ એરીયા છે, દહેરાદૂન, હરિદ્વાર અને રૂદ્રપુર. અમે આવા જ એક સ્થળેથી પસાર થઈ રહ્યા હતા જેણે વિકાસ ઉભો કર્યો, અહીં તે હોટલ પણ હતી જ્યાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન હતા.

મેદાન પછી ખુબસુરતી

Photo of Vikasnagar, Uttarakhand, India by Romance_with_India

દહેરાદૂનથી 40 કિ.મી. દૂર વિકાસનગર છે. વિકાસનગર પણ દહેરાદૂન જેવું વિકસિત શહેર છે. મોટી દુકાનો, ઘણા બધા ક્રોસ રોડ્સ, હોટલો અને રોડ પર થતુ ટ્રાફિક એ કહેવા માટે પૂરતા હતા કે આ એક મોટું શહેર છે. વિકાસનગરની બહાર જતા આવ્યુ કાલસી. કાલસીમાં અમે એ દ્રશ્ય જોયું જેના કારણે અમારે રોકાવું પડ્યું. ખેડૂત ખેતર ખેડતા હતા, ગ્રામીણ ભારતનું આ દૃશ્ય ખૂબ સુંદર હતું. કાલસી એ છેલ્લો મેદાની વિસ્તાર હતો, હવે આપણે પહાડોના ખોળામાં આવી ગયા હતા.

જગ્યાની સાથે સાથે હવામાન પણ પોતાનો રસ્તો બદલી રહ્યુ હતુ, ક્યારેક તડકો પડતો હોય તો ક્યારેક ઘનઘોર વાદળો. પહાડો આવતાની સાથે માત્ર હવામાન જ બદલાતું નથી, અહીં આવતા લોકો પણ બદલાઈ જાય છે. આ લીલા પહાડો જોઈને આપણે ખુશ થાઈએ છીએ, આ સુંદરતાને ખુલ્લી આંખોથી જોવી એ એક સુંદર અહેસાસ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, સુંદરતા તેની ચરમસિમા પર હોય છે. દરેક વ્યક્તિ સુંદરતાના આ ફ્રેમમાં આવવા માંગે છે. ઉત્તરાખંડમાં ગડવાલ અને કુમાઉન નામના બે વિભાગ છે. ગડવાલ મા જ એક સંસ્કૃતિ આવે છે, જૌન્સર. જૌન્સર વિશે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ જૌનસારી સંસ્કૃતિને સૌથી ધનિક સંસ્કૃતિ માનવામાં આવે છે, અહીંના લોકો આજે પણ તેમની પરંપરાઓને ભૂલ્યા નથી. અમે એ જ સુંદર દુનિયામાં જઈ રહ્યા હતા.

લીલોતરી થી ઢંકાયેલા પહાડો

અમે જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ પહાડો લીલોતરીથી ભરેલા હતા. એવું લાગતું હતું કે બુગ્યલોની લીલોતરી ઉભા પર્વતમાં ફેરવાઈ ગઈ છે. પહાડોની નીચે એક નાની નદી વહેતી હતી, જેને પહાડોમાં ગદેરો કહેવામાં આવે છે. ત્યાં ત્યાં વળાંકોવાળા રસ્તા વધારે વળાંકવાળા અને સુંદર પણ થતા જતા હતા. રસ્તામાં કેટલાક નાના ગામો મળી આવ્યા, આ સમયે બધે ખેતી થઈ રહી હતી. એવું લાગતું હતું કે જૌન્સરમાં ખુબ ખેતી થાય છે, ખાસ કરીને જ્યારે ટામેટાં રસ્તાના કાંઠે જોવા મળતા હોય.

અમે સાહીયા અને હય્યાને પાર કરી ચુક્યા હતા. હજી ચકરાતા બહુ દૂર હતુ, પરંતુ અમારી પાસે હતી તો આ સુંદરતા, જે અમે લાંબા સમય પછી જોઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે પરિચિતતા શહેરોમાં નહીં પણ પહાડોમાં હતી. પરંતુ પહાડોમાં જીવવું એટલે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો. તમારી કાર સાથે પર્વતોમાં થોડા કલાકો ગાળ્યા પછી, તે સ્થાન સુંદર તો લાગે છે, પરંતુ સરળ નથી. પહાડોમાં 'દૂરથી ડુંગર રળિયામણાં' જેવું છે, અહીં સુંદરતા તો છે પણ અહીંના લોકો માટે નહીં.

નજર હટી, દુર્ઘટના ઘટી

રસ્તામાં એક મોટી ભીડ હતી. અમે આગળ વધ્યા ત્યારે એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઊભી હતી, કેટલાક લોકો દોરડા ખેંચી રહ્યા હતા. અમે થોડે દૂર ગયા પછી પણ અટકી ગયા, જ્યારે ત્યાં ઉભેલા લોકોએ જણાવ્યું કે રાત્રે એક કાર ખાડામાં પડી ગઈ હતી અને હવે તેને નીકાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહાડોની પણ એક સચ્ચાઈ છે, થોડી પણ બેદરકારી સીધા પાતાળમાં મોકલી દે છે. તે ખતરનાક દ્રશ્ય થોડા સમય માટે જોયું અને આગળ વધ્યા. અમે ફરીથી પર્વતોના વળાંકોવાળા રસ્તાઓમા ખોવાવા માંડ્યા. મને વળી વળીને જોવાનું ગમે છે, કંઈક બાકી રહી ગયુ હોય તો જોવાઈ જાય.

અમે જેમ જેમ દૂર જઇ રહ્યા હતા તેમ દૂર દેખાતા રસ્તાઓ એવા લાગતા હતા જાણે કે ખેતરોની પાતળી પગદંડી. રસ્તામાં કેટલાક જોખમી પહાડો પણ છે, જ્યાં વરસાદની રુતુમાં ભુસ્ખલન થાય છે અને રસ્તાઓ બંધ થઈ જાય છે. હવે અમે ચકરાતાથી થોડાક કિલોમીટર દૂર હતા, અમે ફરી એક જગ્યાએ રોકાઈ ગયા અને રસ્તાના કિનારે પહાડી કિલમોડી તોડીને ખાધી અને નજીકના રિસોર્ટ તરફ જોવાનું શરૂ કર્યું. આનાથી સુંદર સ્થાન ક્યા હશે? ચારે બાજુ પહાડો, નજીક મા જ ચકરાતા અને આસપાસ થતી ખેતી. ટમેટાંના છોડ અહીં જોઇ શકાય છે. અમે આ સુંદર રસ્તાઓ પરથી દોડીને ચકરાતા હિલ સ્ટેશન પહોંચી ગયા.

અમે થોડા જ કલાકોમાં દહેરાદૂનથી ચકરાતા પહોંચી ગયા હતા. અહીં પહોંચવાનો માર્ગ પણ ખૂબ જ સુંદર હતો. હવામાં એક જાદુ હતો જે શહેરના અવાજને અમારાથી અલગ કરી રહ્યો હતો. ચકરાતા હિલ સ્ટેશન પર પહોંચતા અમે જોયું કે રસ્તાઓ સંપૂર્ણ ખાલી હતા અને સામે કેટલીક દુકાનો હતી. કેટલાક સેનાના માણસો સામે દેખાતા હતા, જેમણે જાહેર કર્યું હતું કે આ આર્મીનો વિસ્તાર છે. ચકરાતા ના આજના સમયમાં જતા પહેલા તેના ઇતિહાસમાં જવું જોઈએ. ઇતિહાસ જાણ્યા વિના ટ્રિપ અધૂરી રહે છે. ચકરાતા સમુદ્ર સપાટીથી 7,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. ઉનાળામાં બ્રિટિશ સૈન્ય આ સ્થાનને તેમનો બેસ બનાવતા હતા. ત્યારબાદ ચકરાતાની સ્થાપના કર્નલ હ્યુમ અને તેના કેટલાક સાથીદારો દ્વારા કરવામાં આવી હતી. પાછળથી ભારત સ્વતંત્ર થયું અને આ સ્થાન ભારતીય સૈન્યનો બેસ કેમ્પ બન્યો. સૈન્યના સૈનિકો અહીં તાલીમ લે છે, કદાચ એટલે જ કોઈ વિદેશી નાગરિકને આ સુંદર જગ્યાએ આવવાની મંજૂરી નથી. ચાલો આજ મા આવી જઈએ.

ટાઈગર ફોલ સુધીની સફર

ચકરાતાની સુંદરતા મારામાં કઈક વિચાર ભરી રહી હતી. ચકરાતા હિલ સ્ટેશન કોઈ ગીચ જગ્યા નથી, જો તમે ખૂબ જ શાંત અને સુંદર સ્થળ શોધી રહ્યા છો, તો મને લાગે છે કે તમારે ચોક્કસપણે ચકરાતા જવું જોઈએ. અમારે અહીં કેટલાક શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લેવાની હતી પરંતુ સમસ્યા એ હતી કે બધી જગ્યાઓ એક બીજાથી ઘણી દૂર હતી. દેવવન, ટાઇગર ફોલ, કનાસર અને લાખામંડળ મા થી કોઈ એક પસંદ કરવાનું હતું. જેમાંથી અમે ટાઇગર ફોલની પસંદગી કરી. ટાઇગર ફોલ, ચકરાતા થી 30 કિ.મી. ના અંતરે હતો. હવામાન સ્પષ્ટ હતું, માર્ગમાં થોડી ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદના લીધે, હવામાન અને પહાડો બંને સુંદર દેખાવા લાગ્યા હતા.

અમે ફરી એક વાર પ્રવાસ પર હતા. આ સમયે મુસાફરી ચકરાતા હિલ સ્ટેશનથી ટાઇગર ફોલ સુધીની હતી. આ યાત્રા પણ સુંદર નજારોથી ભરેલી હતી. ઊંચા પહાડો અને તેની પર તરતા સફેદ વાદળો, આ નજારો જોઈને તો કોઈપણ ની ખુશીનો પાર ન રહે. રસ્તામાં એ મુંડેર પણ આવે છે જ્યાં તમને થોડો સમય રોકાઇને આ સ્થાનનો અનુભવ કરવો હોય. પહાડોમા ઘુમાવદાર રસ્તાઓ પર ખુબ વળાંક આવે છે. દરેક વળાંક પર, હું મારા જીવનનું કંઈક જોઉં છું. હું આ દ્રશ્યોને સમાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાર ચાલતી હતી પણ હું તે રનવે પર મારા માટે થોડી જગ્યા શોધી રહ્યો હતો. એમ પણ કોઈ પણ પ્રવાસ ક્યારેય પુરો થતો નથી, કંઈક તો ચૂકાય જ જાય છે. આ ચુકી જવુ એ પણ પ્રવાસની સુંદરતા જ છે.

સુંદર નજારાઓથી ભરેલી આ વેલી

લીલાછમ પહાડોની વચ્ચે કેટલાક એવા ઘરો હતા જે જોવામા ખૂબ સુંદર દેખાતા હતા. શહેરમાં રહેતા દરેક વ્યક્તિ, આ મકાનો જોઈને વિચારે છે કે કાશ મારુ ઘર પણ આ પહાડોની વચ્ચે હોત. જો શહેરના લોકોને અહીંની સમસ્યાઓ વિશે જાણ હોત, તો તે ક્યારેય આવુ ન કહેત. પહાડોમાં એક કહેવત છે, પહાડોનું પાણી અહીંના લોકો માટે કામ નથી આવતુ. તેવી જ રીતે,પહાડોની સુંદરતા પણ અહીંના લોકો માટે નથી. પરંતુ આપણે તો અહીં કેટલાક દિવસોની સુંદરતા જોઈએ છીએ અને તે જ સુંદરતા લઈને પાછા જઇએ છીએ. અમે ઘણા કિલોમીટર ચાલ્યા ગયા હતા, સૂર્ય હજી બહાર જ હતો, પરંતુ તડકા મા ગરમીનો સહેજ પણ અહેસાસ નહોતો. અમે નીચે હતા અને દુર દુર સુધી બસ પહાડો જ પહાડો. 

અમે રસ્તામાં ઘણી જગ્યાએ રોકાયા હતા અને તે તેની સુંદરતાને કારણે. સુંદરતાની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ મારા મતે, જ્યાં તમારા પગ બંધ થાય છે તે જ સુંદરતા છે. ત્યાં બેસી રહેવું પણ ગમે છે, અને આડા પડવું પણ. અમે તે બન્ને કરી રહ્યા હતા. અહીંની હરિયાળી જોઈને કોઈ પણ મોહિત થઈ શકે છે. પહાડો આકાશ સાથે વાત કરતા હતા. ઘોડા આગળ વધ્યાં તો એક ખૂબ મોટું બોર્ડ દેખાયુ. જેના પર લખ્યું હતું, વેલકમ ટુ ટાઇગર ફોલ.

હવે હવામાન પણ ફેરવાઈ ગયું હતું. કેટલાક સમય પહેલા, જ્યાં ખૂબ જ તીવ્ર સૂર્યપ્રકાશ હતો, હવે ત્યા ચારેબાજુ અંધકાર છવાઈ ગયો હતો. થોડા સમય પછી અમે એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાંથી ટાઇગર ફોલનું અંતર માત્ર 2-3-. કિ.મી. હતુ. અહીંથી જવાના બે રસ્તાઓ હતા, એક પોતાની કાર દ્વારા અને બીજો પગપાળા. હું પગપાળા જવાની ઇચ્છા કરતો હતો પણ મારા સાથીદારો મને કાર દ્વારા જવાનું કહેતા હતા. અમે કાર દ્વારા આગળ વધ્યા. જેવા થોડું આગળ વધ્યા તો અચાનક વરસાદ પડવા માંડ્યો, વરસાદ એટલો જોરદાર હતો કે અમારે છુપાવવા માટે એક જગ્યા શોધવી પડી. એક નાનું લાકડાનું મકાન સામે આવ્યું, અમે ત્યાં અટક્યા. દરવાજો ખુલ્લો હતો, અંદર એક વૃદ્ધ માણસ હતો જે બોરીઓમાં શાકભાજી ભરી રહ્યો હતો. આ વ્યક્તિએ જણાવ્યું કે તે ખેડૂત છે, આ બટાટા અને ટામેટાં વિકાસનગરના બજારમાં મોકલે છે. જ્યાં સુધી વરસાદ પડે ત્યાં સુધી અમે તેની વાતો સાંભળતા રહ્યા અને તે અમારી. જ્યારે અમે જવાનું શરૂ કર્યું, તો અમને કેટલાક બટાકા પણ આપ્યા, અમારી પાસે જગ્યા ન હતી પરંતુ અમે બટાટા લઈ લીધા.

આકાશમાંથી પડતુ પાણી 

આ ઢોળાવ વાળો રસ્તો ખુબ જ સાંકડો અને ખાડાવાળો હતો, કારને ધીરે ધીરે ચલાવવાની ફરજ પડી. થોડી વારમાં અમે તે સ્થળે પહોંચી ગયા જ્યાં ઘણાં વાહનો ઉભા હતા. અમે પણ ત્યાં ગાડી રાખી અને ટાઇગર ફોલ જોવા ગયા. રસ્તામાં કેટલાક મકાનો અને ખેતરો હતા. આ ડાંગરનાં ખેતરો પહાડોની વચ્ચે ખૂબ સુંદર દેખાતા હતા. આગળ વધ્યા તો એ જગ્યા પર આવ્યા જે જોવા માટે અમે 30 કિમી નીચે આવ્યા હતા. ટાઇગર ફોલ. ખૂબ ઊંચાઇથી કોતરમાં પડી રહેલુ પાણી અવાજ કરી રહ્યુ હતુ. પાણીનો આ અવાજ ભયાનક હતો, અને તેને જોવા નજર ખૂબ જ ઊંચે કરવી પડતી હતી. કેટલાક લોકો અહીં નહાતા હતા અને કેટલાક લોકો આ ધોધ જોઈ રહ્યા હતા. અમે પણ અહીં થોડો સમય રોકાઈને પાછા ફર્યા. મને વોટરફોલ થી વધારે સુંદર એ વહેતું પાણી લાગતું હતું જે શાંતિથી વહી રહ્યું હતું.

વરસાદ ફરી શરૂ થયો હતો અને અમે તેનાથી બચવા માટે અહીં થોડો સમય રોકાઈ ગયા હતા. જ્યારે વરસાદ અટકી ગયો, અમે ચકરાતા પાછા જવા લાગ્યા. પહાડોથી પાછા ફરવું એ ખૂબ મુશ્કેલ કાર્ય છે, પરંતુ હું મન મા ને મનમાં વચન આપું છું કે હું ફરીથી આવીશ. રસ્તામાં જે ધાબાવાળા ખેતરો જોવા મળતા હતાં તે આ પ્રવાસના સૌથી સુંદર દૃશ્ય હતા. પહાડોથી ઘેરાયેલા વાદળોથી પણ સુંદર. પરત ફરતી વખતે સાંજ પડી રહી હતી, પરંતુ પહાડોની સાંજ તો સુર્યાસ્ત થતા જ થાય છે, ખબર નહી ક્યારે સુર્યાસ્ત થઈ ચુક્યો હતો. માર્ગમાં જ્યારે પહાડોની આસપાસ વાદળો જોઈ રહ્યો હતો ત્યારે હું મને ખૂબ નસીબદાર સમજી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આ જ યથાર્થ છે જે હું જોઈ રહ્યો છું.

ચકરાતા થી રિટર્ન

અમે ચકરાતા પહોંચવાના જ હતા અને ત્યારે મેં જે જોયું તેની ઉપર વિશ્વાસ ન કરી શક્યો. ધુમ્મસ જ ધુમ્મસ હતું, એવું લાગતું જ નહોતું કે આ બધું જુલાઈમાં થઈ રહ્યું છે. આપણે શિયાળામાં ધુમ્મસ જેવું જોઈએ છીએ તે અહીં જુલાઈ મહિનામાં હતી. થોડા કલાકો પહેલા, હું આ માર્ગ પરથી પસાર થયો ત્યારે ધુમ્મસની નિશાની નહોતી દેખાતી. તે બધું વિચિત્ર હતું પણ તે જોઈને આનંદ થયો. એ જ ઝાકળને પાર કરીને અમે ચક્રતા પહોંચ્યા. હવે અમારે દહેરાદૂન જવા રવાના થવાનું હતું પરંતુ ફરી એક વાર વરસાદ એ અમને રોક્યા. થોડા સમય પછી વરસાદ અટકી ગયો અને અમે દહેરાદૂન તરફ પ્રયાણ કર્યું. અમે દહેરાદૂન પાસે જઈ રહ્યા હતા ત્યારે વધુને વધુ વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે તે થપ્પડ જેવો લાગ્યો હતો. જ્યારે અમે પાછા દહેરાદૂન પહોંચ્યા, ત્યારે અમે સંપૂર્ણપણે ભીના થઈ ગયા પણ આનંદ હતો કે આ ટૂંકી મુસાફરીએ ઘણાં વળાંક લીધાં અને પ્રવાસ સુંદર બન્યો.

હું ચકરાતા ને સંપૂર્ણ જોઈ શક્યો નહીં. ઘણું ચૂકાઈ ગયું છે, તે હંમેશાં મારી સાથે થાય છે. બધી જગ્યાઓ જોયા પછી, અમુક સ્થાનો બાકી રહી જ જાય છે, આગલી વાર માટે રહેવી જોઈએને. ચકરાતામાં આવવાનો અર્થ બે-ત્રણ દિવસનો સમય લેવાનો છે. આગલી વખતે હું અહીં આવવાનો છું, હું દરેક સ્થાનને ખૂબ સારી રીતે જોઈશ. અહીંના આકાશએ ઘણું બતાવ્યું હતું, આ બધું મારી સાથે પહેલીવાર થયું.  પહાડો અને જંગલોની વચ્ચે આવી બીજી ઘણી યાત્રાઓ પર જવાની ઇચ્છા છે.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads