મુંબઇની એ 7 લકઝરી રેસ્ટોરન્ટ જેના ભોજનનો ટેસ્ટ કરવા આવે છે તમારા ફેવરિટ બૉલીવુડ સેલિબ્રિટીઝ

Tripoto
Photo of મુંબઇની એ 7 લકઝરી રેસ્ટોરન્ટ જેના ભોજનનો ટેસ્ટ કરવા આવે છે તમારા ફેવરિટ બૉલીવુડ સેલિબ્રિટીઝ 1/1 by Paurav Joshi

શું તમે ક્યારેય વિચાર્યું છે તમારા ફેવરિટ ફિલ્મ સ્ટાર્સ મીલ એન્જોય કરવા ક્યાં જાય છે? મુંબઇમાં એવા ઘણાં રેસ્ટોરન્ટ છે જ્યાં બૉલીવુડ સેલિબ્રિટીની આવન-જાવન રહેતી હોય છે. જ્યાં તમને કદાચ આ સેલિબ્રિટીનો ભેટો પણ થઇ જાય. તમારી સહાયતા માટે અમે આવી ટોપ 7 લકઝરી રેસ્ટોરન્ટની યાદી તૈયાર કરી છે.

1. પિંક વસાબી, જુહૂ

આ રેસ્ટોરન્ટ ફિલ્મ સ્ટાર્સની પસંદ બની રહ્યું છે. આને એશિયન થીમ પર બનાવાયું છે. રેસ્ટોરન્ટમાં ગુલાબ અને પિંક કલરની ચીજો સજાવટ માટે રાખવામાં આવી છે. અહીંના ભોજનની ક્વોલિટી પણ એકદમ ટોપ છે. હકીકતમાં આ એક બુટિક રેસ્ટોરન્ટ છે જેની સુંદરતા પર તમે મોહી જશો. બોલીવુડનો કોઇને કોઇ કલાકાર તો તમને દર બીજા દિવસે અહીં જોવા ચોક્કસ મળશે જ.

સરનામું: ઇડન સ્ક્વેર બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, 10 રોડ એનએસ મણિકિકર રોડ, સાઇનાથ નગર, જેવીપીડી સ્કીમ, જુહૂ, મુંબઇ

ખર્ચ: 1,600 રુપિયા (બે લોકો માટે)

2. કિચન ગાર્ડન બાય સુજૈટ

બૉલીવુડ સિતારાના જીવનમાં સારા ડાયેટનું ઘણું મહત્વ છે. સ્ટાર્સ મોટાભાગે બહાર જમતા હોવાથી હેલ્ધી ખાવા માટે રેસ્ટોરન્ટ પણ એવી જ શોધતા હોય છે. મુંબઇનું કિચન ગાર્ડન એવી જગ્યા છે જ્યાં તેમને પૌષ્ઠિક આહાર મળે છે. આ રેસ્ટોરન્ટનું લાજવાબ ખાવાનું દરેક સેલિબ્રિટીને પસંદ આવે છે. મલાઇકા અરોરા, ઇશાન ખટ્ટર, સાન્યા મલ્હોત્રા, આદિત્ય રૉય કપૂર જેવા સ્ટાર્સને મોટાભાગે આ રેસ્ટોરન્ટમાં ખાવાનુ એન્જોય કરતા જોઇ શકાય છે. જો તમે પણ પૌષ્ટિક ખાવાનું એન્જોય કરવા માંગો છો તો આ રેસ્ટોરન્ટમાં જરુર જજો.

સરનામું: શૉપ 8 અને 9, ગેસ્પર એન્ક્લેવ, સેન્ટ જૉન સ્ટ્રીટ, પાલી માલા રોડ, બાંદ્રા વેસ્ટ

ખર્ચ: 1,000 રુપિયા (બે લોકો માટે)

3. હક્કસન, બાંદ્રા

હક્કસન માત્ર બાન્દ્રાનું જ નહીં પરંતુ આખા મુંબઇનું સૌથી સારુ કેંટોનીઝ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટની લોકપ્રિયતાનો અંદાજો અહીંની ભીડ જોઇને લગાવી શકાય છે. ફિલ્મી દુનિયાના કલાકારોથી માંડિને ટીવી જગતના કલાકારો સુધી બધાને હક્કસન ઘણું જ પસંદ આવે છે. કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, ફરહાન અખ્તરથી લઇને શિબાની દાંડેકર અને કરણ જોહર સુધી બધાને હક્કસન ખુબ પસંદ છે.

સરનામું: બીજો માળ, ક્રિસ્ટલ બિલ્ડિંગ, વોટરફિલ્ડ રોડ, બાંદ્રા વેસ્ટ, મુંબઇ

ખર્ચ: 2,600 રુપિયા (બે વ્યક્તિનાં)

4. બેરુટ, જુહૂ

બેરુટની એક નહીં પરંતુ અનેક બ્રાન્ચ છે. અહીંનું મેડિટેરિયન ક્વિઝીન એક્ટર્સને ઘણું જ પસંદ આવે છે. અહીંની સુંદરતા અને મહેમાનગતિ ખાસ છે. અહીં તમને સંપૂર્ણ રીતે રાજસી માહોલ જોવા મળશે. અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, વરુણ ધવન જેવા કલાકારો માટે બેરુટ સૌથી ફેવરિટ રેસ્ટોરન્ટ રહ્યું છે. તમે પણ આને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.

સરનામું: 14, સિલ્વર બીચ, જુહૂ પોસ્ટ ઓફિસની સામે, એબી નાયર રોડ, જુહૂ, મુંબઇ

ખર્ચ: 3,000 રુપિયા (બે વ્યક્તિનાં)

5. ઑલિવ બાર એન્ડ કિચન, ખાર

આ જગ્યા દરરોજ સમાચારોમાં ચમકતી રહે છે. સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને મલાઇકા અરોરા એ કલાકારો છે જેમને આ રેસ્ટોરન્ટ ઘણું પસંદ છે. અનેક સેલેબ્રિટી પોતાના દોસ્તો અને પરિવારની સાથે અહીં લંચ કરવા આવતા રહે છે. અહીના જમવાની સાથે સાથે તેની સજાવટ મન મોહી લે છે. તમે અહીં ગ્રીક, મેડિટેરિયન, યૂરોપીય અને ઇટાલિયન ક્વિઝીનની મજા લઇ શકો છો.

સરનામું: 14, નરગિસ દત્ત રોડ, યૂનિયન પાર્ક, ખાર વેસ્ટ, મુંબઇ

ખર્ચ: 3,500 રુપિયા (બે વ્યક્તિનાં)

6. બાસ્ટિયન, વર્લી

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમે સારી રીતે જાણતા હશો કે બાસ્ટિયન બૉલીવુડ કલાકોરનું સૌથી પસંદગીનું રેસ્ટોરન્ટ છે. થોડાક દિવસો પહેલા રણવીર સિંહ પોતાની માતાનો જન્મદિવસ મનાવવા અહીં પહોંચ્યા હતા તો આલિયા ભટ્ટ તેના મિત્રોની સાથે બાસ્ટિયનમાં એન્જોય કરતી જોવા મળી હતી. અહીંની સજાવટ અને શાનદાર ભોજન આ જગ્યાને ખાસ બનાવે છે. તેની એક બ્રાન્ચ બાન્દ્રામાં પણ છે. અહીં કલાકારોનો જમાવડો જોવા મળે છે.

સરનામું: વડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, પાંડુરંગ બઢકર માર્ગ, કામગાર નગર નંબર 1, વરલી, મુંબઇ

ખર્ચ: 3,000 રુપિયા (બે વ્યક્તિનાં)

7. યાઉતચા, બીકેસી

પોતાના લાજવાબ એશિયન ક્વિઝીન માટે મુંબઇની આ ફેમસ રેસ્ટોરન્ટની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. યાઉતચાની સજાવટથી લઇને અહીંના જમવાના સુધીનું બધુ જ બેસ્ટ ક્વોલિટીનું છે. યાઉતચાની ડિમ લાઇટમાં ડિનર કરવાનું સુખ આપને આ રેસ્ટોરન્ટમાં લઇ જઇ શકે છે. કેવળ આટલુ જ નહીં યાઉતચા એશ્ચર્યા રાય બચ્ચન, શ્રદ્ધા કપૂર અને સંજય દત્ત જેવા મોટા સ્ટારનું પસંદગીનું રેસ્ટોરન્ટ છે. યાઉતચાનું સ્વાદિષ્ટ ભોજન તમને ખુશ કરી દેશે.

સરનામું: રહેજા ટાવર, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાન્દ્રા ઇસ્ટ, મુંબઇ

ખર્ચ: 2,800 રુપિયા (બે વ્યક્તિનાં)

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો