સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર

Tripoto
8th Mar 2021
Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

ક મહિનો થયો એ યાદગાર પ્રવાસને છતાંય સ્મૃતિપટ પર આલેખાયેલું એ કોલકાત્તા શહેર આજેય અકબંધ છે.૮ માર્ચ,૨૦૨૧ અને નારી દિવસે હું અને મારા માતા પિતા મમ્મીની ટેબલટેનિસ ટુર્નામેન્ટ માટે કોલકાત્તા જવા સવારે ૬:૩૦ વાગ્યે રવાના થયા..કેવો જોગાનુજોગ કહેવાય..મારા આદર્શ નારી મારા મમ્મી રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા હતા અને એ પણ નારી દિવસે જ!! અમારી ફ્લાઇટ ૯:૧૫ એ ટેકઓફ થઇ ત્યારે મારો પહેલી વખત ફ્લાઇટમાં સફર કરવાનો અનુભવ ઘણો જ રોમાંચક હતો.જેમ જેમ ફ્લાઇટ ઉપર ચડતી ગઈ એમ ઝરમરિયાવાળા દેખાતા એ નગરો,સાપસીડીના સાપ જેવી દેખાતી ટ્રેન અને કેરમની કુકરી જેવા દેખાતા એ વાહનો,સિનેમાના સ્વર્ગમાં દેખાય એવા રૂ જેવા સફેદ વાદળો જોઈ મન "ઉડ ચલી મેં બાદલો કે પાર" કહીને જુમી ઉઠતું હતું..અમે લગભગ ૧૧:૩૦ આસપાસ કોલકાત્તા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ડમડમ એરપોર્ટ પહોંચ્યા..અમારી હોટેલ અને મમ્મીનું ટેબલ ટેનિસ રમવાનું સ્થળ એરપોર્ટથી લગભગ કિલોમીટર દૂર ચિનારપાર્ક સ્થિત હોટેલ હોલીડે ઈન હતું.થોડા આરામ બાદ પહેલા દિવસે કોઈ મેચ ના હોવાથી અમે પહોંચ્યા કાલીઘાટ મંદિર..કોલકાત્તાના ફરવાલાયક સ્થળોનું આગળ એકસાથે વર્ણન કરું ત્યારે અવશ્ય કાલીઘાટ મંદિર વિષે જણાવીશ.

બીજા દિવસથી શરુ થઇ મમ્મીની TT મેચ.મમ્મીની સર્વિસ ત્યાં કોઈ જ ઉપાડી શકતું નહોતું ત્યારે નાનાજીની કહેલી વાત યાદ કરતા કરતા હું ફ્લેશબેકમાં જતી રહી જયારે આજથી લગભગ ૩૦ વર્ષ પહેલા પણ મમ્મીની સર્વિસ કોઈ ઉપાડી ના શકતું.જયારે સ્ત્રીને ઘણી જ રોકટોક કરવામાં આવતી એ જમાનામાં મારા મમ્મી મુંબઈ ટેબલટેનિસ રમવા ગયેલા..૨૦ વર્ષ પહેલાનાં એ કોલેજમાં અભ્યાસ કરતા મમ્મીને આજે હું જોઈ તો નથી શકતી પણ ૨૦ વર્ષ પછી આજે એમને TT રમતા જોવ છું ત્યારે એ ટીનએજ માતાની હજુય જાંખી કરી લઉં છું..મમ્મીની ગેમ ત્રણ દિવસ ચાલી,એમાં અંતિમ રાઉન્ડમાં નિષ્ફળ થયા બાદ અમે નીકળ્યા કોલકાત્તા સાઇટસીન માટે..આવો તમને પણ જણાવું કોલકત્તાના ફરવાલાયક સ્થળોની માહિતી અને એના અનુભવો..

૧. કાલીઘાટ:

શરુ કરીયે કોલકત્તા વાસીઓનાં ઇષ્ટદેવી માતા કાલીથી.જુના કોલકાત્તા સ્થિત કાલીઘાટમાં બિરાજમાન માતા કાલીનું મંદિર હાઝરારોડથી લગભગ બે કિલોમીટર દૂર છે..કાલીપૂજાના દિવસે આ મંદિરની રોનક કંઇક અલગ જ હોય છે..ત્યાં માતાજીના દર્શન કર્યા બાદ અને અમે અદભુત કલાત્મક રીતે સજાવેલા માતા કાલીના ચહેરા લીધા.

૨.વિક્ટોરિયા મેમોરિયલ:

સફેદ માર્બલથી બાંધવામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલ ૧૯૦૬ થી શરુ કરવામાં આવેલઅને આ બાંધકામ ૧૯૨૧માં પૂરું થયેલું.બ્રિટનની રાણી વિક્ટરિયાની યાદમાં બાંધવામાં આવેલું આ મેમૉરિઅમ આજે મ્યુઝિયમ છે અને બહોળી સંખ્યાના મુસાફરોનું આકષર્ણ છે.આ મેમૉરિઅલનું મોઘલ અને બ્રિટન શૈલીનું બાંધકામ પ્રવાસીઓનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં લગભગ ૨૫ જેટલી અવનવી માહિતી ધરાવતી ગેલેરી સાથે રાષ્ટ્રીય લીડરના સ્ટેચ્યુ,રોયલ ગેલેરી,કોલકાત્તા ગેલેરી અને ગાર્ડન પણ છે.વિકટોરીયા મેમોરીયલમાં સમયના અભાવને કારણે અમે ખુબ ઓછો સમય ફરી શક્યા હતા પણ આ મ્યુઝયમનો ઢાંચો મનમોહી લેનાર હતો..

Price:

-Rs. 30 for Indians,

-Rs. 100 for citizens of the SAARC countries,

-Rs. 500 for nationals of all other countries.

Timing:

-From 10 am to 6 pm (Tuesday- Friday)and,

-From 10 am - 8 pm (Saturday, Sunday).

Photo of Kolkata, West Bengal, India by Dhvani Rajyaguru

3. દક્ષિણેશ્વર:

દક્ષિણ પશ્ચિમ બંગાળમાં હુગલીનદીના કિનારે સ્થિત દક્ષિણેશ્વર મંદિર યાત્રા, સ્નાના, કલ્પતરુ દિવસ અને કાલી પૂજા જેવા તહેવારો માટે એક પ્રિય સ્થાન છે. વધુમાં, મંદિરની શરૂઆત ઓગણીસમી સદીમાં રાણી રશ્મોની દ્વારા કરવામાં આવી હતી.બહુ ઓછા લોકો જાણે છે કે મંદિર સંકુલનો કુલ વિસ્તાર આશરે 54.4 વીઘા છે અને કહેવાય છે કે આ એ જ મંદિર છે જ્યાં સ્વામી વિવેકાનંદને ગુરુ રામકૃષ્ણ પરમહંસ એ માતા કાલીના દર્શન કરાવેલા.અહીં માતા કાલીના દર્શન કરી અમે નીકળ્યા દક્ષિણેશ્વરની સામેના કાંઠે સ્થિત બેલુરમઠ જવા..

Timing: -From 6:00 am to 12:30pm,

From 3:00 pm to 9:00 pm.

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

4.બેલુરમઠ:

કોલકાત્તાની વાત થતી હોય અને યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદનું સ્મરણ ના થાય એ શક્ય નથી ..કોલકાત્તા સ્વામી વિવેકાનંદજીનું જન્મસ્થળ તો છે જ સાથે સ્વામીજીનું જીવન બદલનાર અને નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનાવનાર એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનું પણ સ્થાન છે કોલકાત્તા.હુગલી નદીના પશ્ચિમકાંઠે આવેલું એતિહાસિક બેલુરમઠ વિશ્વભરના શાંતિ-સાધકોને આવકાર આપે છે, ભલે તેઓ કોઈ પણ ધર્મમાં રસ ધરાવે છે કે નહીં. રામકૃષ્ણ મિશનના મુખ્ય મથક તરીકે, લોકપ્રિય તીર્થસ્થળમાં શ્રી રામકૃષ્ણ, શ્રી શારદા દેવી અને સ્વામી વિવેકાનંદને સમર્પિત પ્રાર્થના હોલ અને મંદિરોનો સમાવેશ થાય છે. જેમાં બેલુરમઠ એ શ્રી રામકૃષ્ણનું વિશ્રામસ્થળ હોવાથી, મઠની અંદર એક સ્મારક આવેલું છે અને તેના ઓરડામાં મુલાકાતીઓ માટે સ્વામીનો સામાન રાખવામાં આવેલ છે.ઉત્તમ આર્કિટેક્ચર અને આધ્યાત્મિક વાતાવરણ બેલુરમઠને કોલકાતામાં જોવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

૫.હાવરાબ્રીજ:

વિશ્વનો ચોથો સૌથી વ્યસ્ત કેન્ટિલેવર બ્રિજ - જ્યારે તમે કોલકાતામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થાનો વિશે પૂછશો ત્યારે હાવરાબ્રિજ કદાચ તમને પહેલો સૂચન છે. હુગલી નદી પર બાંધવામાં આવેલું પ્રખ્યાત સીમાચિહ્ન, કોલકાતાના પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે અને કોલકાતાના પશ્ચિમ કાંઠે હાવરાની પૂર્વી કાંઠે જોડાય છે.એવું માનવામાં આવતું કે એક સમયે આ બ્રિજની ચાવી અંગ્રેજો પાસે હતી અને મોટી શિપ પસાર થાય ત્યારે બ્રિજ ખુલી જતો. આ સ્થાપત્યરૂપે તેજસ્વી પુલનું નિર્માણ 1939 માં શરૂ કરવામાં આવ્યું હતું અને 1965 માં નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનું સન્માન કરવા માટે આ પુલનું નામ રવિન્દ્ર સેતુ રાખવામાં આવ્યું હતું.અમારી આ ત્રીજી વખતની કોલકત્તાની મુસાફરી હોવા છતાં હાવરાબ્રીજ જોયા વિના રહેવાયું નહિ.કારણકે આ બ્રિજ ઉપરથી પસાર થવું કે દૂરથી જ બ્રીજની કરવી એ લાહ્વો છે.

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

૬.ઈકો પાર્ક:

480 એકરમાં ફેલાયેલ ન્યુ ટાઉન ઇકો પાર્ક, કોલકાતામાં જોવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. તે એક મનોરંજક ક્ષેત્ર છે જેમાં પરિવાર સાથે આનંદ માટે પૂરતી બાહ્ય પ્રવૃત્તિઓ છે. આવી કેટલીક પ્રવૃત્તિઓમાં શામેલ છે: આઇસ સ્કેટિંગ- બરફ ન મેળવતા શહેરમાં બરફના સ્તર પર સ્કેટિંગનો આનંદ માણી શકાય છે.સાથે જો સાત અજાયબી ના જોઈ હોય તો અહીંયા એ લાહ્વો પણ મળી રહેશે..અમારી માટે લીલોતરીથી ભરપૂર ઈકોપાર્કની મુસાફરી થકવી દેનારી પણ આનંદદાયક હતી.

Timing :2.30 pm - 8.30 pm (Tuesday- Saturday). -sun and holiday :12 pm- 8.30 pm.

-Mondays (Closed).

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

૭.ગંગાસાગર:

"અન્ય તીરથ બાર બાર, ગંગાસાગર એકબાર", આપણે ઘણી વાર અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકીએ - પરંતુ એક વખત ગંગાસાગરની મુલાકાત જીવનકાળ માટે અવશ્ય યોગ્ય છે.કોલકાતાથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સાગર સાથે નદીનું સંગમ સ્થાન એટલે ગંગાસાગર. જે કોલકાતાની દક્ષિણે લગભગ 100 કિ.મી. (54 નોટિકલ માઇલ) દક્ષિણમાં બંગાળની ખાડીના ખંડીય શેલ્ફ પર આવેલું છે. આ ટાપુ 224.3 કિ.મી. વિસ્તાર સાથે વિશાળ છે. ગંગાસાગર એક મોહક પર્યટન સ્થળ છે, જે યાત્રાળુઓ અને સાહસિક પ્રેમીઓ બંનેને આકર્ષિત કરે છે.અહીં કપિલમુનિનું મંદિર પણ જોવાલાયક અદભુત સ્થળ છે..આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા આવેલા ગંગાસાગર જઇ આવેલા હોવાથી આ વખતે અમે ગંગાસાગર જવાનું માંડી વાળ્યું..

૮.બિરલા પ્લેનેટોરિયમ:

વિજ્ઞાનપ્રિય પ્રવાસીઓનું ધ્યાનાકર્ષણ બિરલા પ્લેનેટોરિયમ એ એશિયાનું સૌથી મોટું પ્લેનેટોરિયમ છે અને વિશ્વનો બીજો સૌથી મોટો. બિરલા પ્લેનેટોરિયમ એ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 2 જુલાઈ, 1963 ના રોજ સ્થાપિત કરાયેલ એક ઉત્કૃષ્ટ રચના છે. તે સ્થાનિક રીતે તારમંડલ તરીકે અને કોલકાતામાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં પ્રખ્યાત છે.આ સ્થાનની બીજી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રયોગશાળા અને પેઇન્ટિંગ્સ અને ખગોળશાસ્ત્રના મોડેલોના સંગ્રહ સાથે ખગોળશાસ્ત્ર ગેલેરી પણ છે.પરંતુ સમયના અભાવે અમે માત્ર બહારથી જ જોઈ શકેલા આ પ્લેનેટોરિયમને.

open from:12:00 AM to 6:30 PM

entry fee : 40 rupees per head

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

9.સાયન્સ સીટી:

સાયન્સ સિટી એ મનોરંજન સાથે શિક્ષણનું એક સંપૂર્ણ મિશ્રણ છે. સાયન્સ સીટી વિશ્વનું શ્રેષ્ઠ અને મોટા સાયન્સ સિટીમાં એક છે અને લોકોને માહિતી સાથે મનોરંજક પ્રદાન કરે છે. તે 1 જુલાઈ 1997 થી ચાલે છે અને તે મુખ્ય આકર્ષણ તરીકે બહાર આવ્યું છે. અહીં જળચર પ્રાણીઓ માટે રચાયેલ એક અલગ ક્ષેત્ર પણ છે. આ ક્ષેત્રમાં જળચર વિશ્વની વિવિધ માછલીઓ અને જંતુઓનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. આ માછલીઘરમાં ઘણી અનન્ય અને દુર્લભ માછલીઓ જોઇ શકાય છે. સાયન્સ સિટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં કેટલાક ઓપ્ટિકલ ભ્રમણોનો સમાવેશ છે જે જોવા માટે ખૂબ જ રસપ્રદ છે.અહીં બધા મુલાકાતીઓમાં ટાઈમ મશીન એક સામાન્ય પ્રિય છે.તે એકને બાહ્ય અવકાશમાં મુસાફરી કરવાની તક આપે છે જ્યાંથી તમે સમય પર પાછા મુસાફરી કરી શકો છો અને કૃત્રિમ જુરાસિક પાર્કનો ભાગ બનીને ડાયનાસોરની ઉંમરમાં પ્રવેશ કરી શકો છો.

timing : 9:00 AM to 9:00 PM

ticket :50 rupees per head

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

10.ક્યુએસ્ટ મોલ અને ગરિયાહાટ:

કોલકાત્તા પરત ફરવાના આગળના દિવસે અમે પહોંચેલા ક્યુએસ્ટ મોલ,જે કોલકત્તાના સર્વશ્રેષ્ઠ મોલમાં એક છે.જ્યાંથી શોપિંગ પછી અમે હોટેલ પરત ફર્યા..અહીંયાથી વસ્તુ લેવી ના લેવી ગૌણ છે પણ મોલની સુંદરતા એ ખરેખર અભિભૂત કરનારી છે..અને ગરીયાહાટ જે કોલકાત્તાની જૂની માર્કેટમાં છે એ પણ શોપિંગ માટે શ્રેષ્ઠ જગ્યા છે અને ગરિયાહાટની વિશેષતા એ છે કે ત્યાંથી સસ્તી અને કોલકાત્તાની દરેક પ્રસિદ્ધ વસ્તુઓ પણ મળી રહે છે.

Photo of સ્મૃતિપટ પર અકબંધ કોલકાત્તા શહેર by Dhvani Rajyaguru

આમ ફરતા-ફરતા અને TT રમતા-રમતા અમારી મુસાફરી 14.03.2021 એ પુરી થઇ..એક વિશેષ નોંધ એ કે કોલકાત્તા જઇયે ત્યારે અચૂક અંડરગ્રાઉન્ડ મેટ્રો અને ટ્રામનો આનંદ માણવો..કોરોના મહામારી હોવાથી આ લ્હાવો અમારાથી ચૂકાઈ ગયો.. પણ તમે જયારે પણ જાઓ ત્યારે અચૂક આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને અમારી જેમ કોલકાત્તા ફર્યા પછી ચોક્કસપણે બોલાય જશે "આમી તોમાર ખોબ ભાલો કોલકાત્તા.."

Further Reads