જ્યારે પણ આપણે વેકેશનનું આયોજન કરીએ છીએ, ત્યારે આપણે આપણા કંટાળાજનક જીવનથી દૂર થોડીક આરામની ક્ષણો વિતાવવાનું વિચારતા હોઇએ છીએ. પરંતુ આપણામાંથી ઘણા એવા પણ છે જે પોતાની રજાઓ વૈભવી રીતે પસાર કરવા માંગે છે. જરા કલ્પના કરો કે તમારી રજાઓ ઘોંઘાટથી દૂર પ્રકૃતિની ગોદમાં બેસીને વિતાવવી અને તે પણ એવી જગ્યાએ કે જે સ્વર્ગથી કમ નથી અને જ્યાં જવા માટે કાર કે બાઇક નહીં પણ ચૅટર પ્લેન મોકલવામાં આવે. જી હાં, સામાન્ય રીતે કોઇપણ હોટલ તેમના મહેમાનોને લેવા માટે કાર મોકલે છે, ત્યારે ભારતમાં આ એકમાત્ર હોટેલ છે જે તેના મહેમાનો માટે ખાનગી ચાર્ટર પ્લેન મોકલે છે. મજાની વાત એ છે કે, મહારાષ્ટ્રમાં સ્થિત પન્હેલી એરોવિલેજ રિસોર્ટ આ સેવાઓ પ્રદાન કરે છે. આ આખી મુસાફરીમાં લગભગ 20-45 મિનિટનો સમય લાગે છે. અને વિમાન મુંબઈ, પૂણે અને ગોવા જેવા મોટા શહેરોને પાર કરશે. તો ચાલો જાણીએ આ રિસોર્ટ વિશે.
એરો વિલેજ, પાન્હેલી
સહ્યાદ્રી પર્વતમાળાઓમાં આવેલો આ રિસોર્ટ તમામ વૈભવી સુવિધાઓ પ્રદાન કરે છે. સમુદ્રની સપાટીથી 1200 ફૂટની ઉંચાઈ પર, સહ્યાદ્રી પર્વતમાળાઓની અંદર એકાંત ગામમાં સ્થિત છે. આ રિસોર્ટમાં તમને લક્ઝુરિયસ રૂમ અને અન્ય સુવિધાઓ મળશે.આ રિસોર્ટની સૌથી આકર્ષક બાબત એ છે કે આ ભારતનો પહેલો રિસોર્ટ છે જે તેના મહેમાનો માટે ખાનગી ચાર્ટર પ્લેન મોકલે છે.તમે પ્લેનની મુસાફરીનો આનંદ પણ માણી શકો છો. તમે તમારી કારમાંથી જોઈ શકતા ન હોય તેવા તમામ સ્થળો તમે પ્લેનમાંથી જોઈ શકશો. આ ફ્લાઈટની મુસાફરીનો સમય લગભગ 20 મિનિટનો છે, જે મુંબઈ, પૂણે અને ગોવા જેવા શહેરોને પાર કરે છે.
રિસોર્ટ રૂમ
જો કે આ આખો રિસોર્ટ કુદરતના ખોળામાં બનેલો છે. તેમ છતાં પ્રવાસીઓની પસંદગી માટે અલગ-અલગ નજારો ધરાવતા રૂમો ઉપલબ્ધ છે, જેનો ટેરિફ પણ અલગ-અલગ છે. તમે તમારી પસંદગીના વ્યુ સાથે રૂમ પસંદ કરી શકો છો. તમામ રૂમ હોટેલમાં આંતરિક રચના લાકડાના ભાગોથી બનેલી છે. ફોર્ટ વ્યૂ રૂમ દરરોજ સવારે રાયગઢ કિલ્લાના અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે. ગોલ્ફ વિલાથી સુંદર ગોલ્ફ કોર્સને જોઇ શકાય છે. રૂમની કિંમત 11,000 રૂપિયાથી શરૂ થાય છે અને સમગ્ર વિલાની કિંમત 45,000 રૂપિયાથી શરૂ થાય છે. આ ઇકો-ફ્રેન્ડલી રિસોર્ટમાં જંગલ સફારી, ઇન્ડોર સ્ટેડિયમ, વોટરફોલ્સ, જિમ, ગોલ્ફિંગ એરેના, ખાનગી સિનેમા હોલ અને ખાનગી પૂલ પણ છે.
ટેરિફ
પેરેડાઇઝ પાઈન: INR 12000 (1 રાત્રિ માટે)
પૂલસાઇડ રૂમ: INR 15000 (1 રાત્રિ માટે)
ફોર્ટવ્યૂ: INR 21000 (1 રાત્રિ માટે)
ગોલ્ફ વિલા લક્ઝરી રૂમ: INR 22000 (1 રાત્રિ માટે)
રિસોર્ટનું ભોજન
કુદરતની વચ્ચે આવેલા આ રિસોર્ટમાં તમને દરેક પ્રકારની વાનગીઓ મળશે.અહીં વપરાતા શાકભાજી અને ફળો તાજા અને સારી ગુણવત્તાના હોય છે. અહીંનું ભોજન ટ્રેન્ડ શેફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેથી તમે ચિંતા કર્યા વિના તમારી રજાનો આનંદ માણી શકો છો.
રિસોર્ટ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ
આ રિસોર્ટમાં આનંદ માણવા માટે જંગલ સફારી, ટ્રેક ટુ વોટરફોલ્સ, ગોલ્ફ એરેના, ઇન્ડોર સ્ટેડિયમ, જીમ, રમતગમતની પ્રવૃત્તિઓ, ખાનગી સિનેમા હોલ, ખાનગી પૂલ અને ઓર્ગેનિક પ્રવાસ છે.
રિસોર્ટથી નજીકના આકર્ષણો
રિસોર્ટની આસપાસ ઘણી જગ્યાઓ છે જેની તમે મુલાકાત લઈ શકો છો.આ સ્થળોની મુલાકાત લઈને તમે વધુ રોમાંચનો આનંદ લઈ શકો છો.
1. શ્રીવર્ધન અને દિવેઆગર સફેદ રેતીનો દરિયાકિનારો
2. ભારતનું નંબર 3 વ્હાઇટ વોટર રાફ્ટિંગ હોટસ્પોટ
3. કોલાડગંધારપાલે બૌદ્ધ ગુફાઓ
4. મહાડ અને ગરમ પાણીના ઝરણાં
5. છત્રપતિ શિવાજી મહારાજનો રાયગઢ કિલ્લો
ક્યાં: 40/1, પાન્હેલી એરપોર્ટ રોડ, પાન્હેલી ગામ તાલા તાલુકા, રાયગઢ 402111
આ રિસોર્ટ પ્રકૃતિ અને લક્ઝરીના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે કુદરતના સુખદ નજારા સાથે શાહી જીવનની ભવ્યતા માણવા માંગતા હોવ તો તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો