કચરો આપો અને ભોજન જમો! છતીસગઢનું આ કેફે છે પ્રદૂષણ અને ભૂખ મિટાવવાનો સરસ ઉપાય

Tripoto

છતીસગઢના અંબિકાપૂરે એક સારી પહેલ કરી છે. પોતાના ગાર્બેજ કેફે સાથે અંબિકાપુર પૂરા વિશ્વમાં ખ્યાતિ મેળવી રહ્યું છે.

આ કેફે આવ્યું છે ભૂખ અને પ્રદૂષણ બંનેને મિટાવવાના ઉપાય સાથે!

Photo of Chhattisgarh, India by Jhelum Kaushal

આ કેફે સ્થાનીય પ્રશાસનની અદભૂત પહેલ છે જે કચરો, પ્લાસ્ટિક અને અન્ય રીતે થનાર પ્રદૂષણને દૂર કરવા ઉપયોગી થઈ શકે છે. અહીની નગરપાલિકા કચરો એકઠો કરવાના બદલામાં ખાવાનું પૂરું પાડે છે. જે 1 કિલો પ્લાસ્ટિક લઈને આવે છે એને પૂરું અને જે 500 ગ્રામ પ્લાસ્ટિક લઈને આવે છે એને હાફ ભોજન પૂરું પાડવામાં આવે છે.

આ સ્કીમ એ લોકો માટે કારગર છે જે આખા શહેરમાં પોલીથીન, પ્લાસ્ટીક અને અન્ય કચરો વીણતા હોય છે જેણે રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આણે 2014 માં શરુ થયેલા સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડવામાં આવ્યું છે.

Photo of કચરો આપો અને ભોજન જમો! છતીસગઢનું આ કેફે છે પ્રદૂષણ અને ભૂખ મિટાવવાનો સરસ ઉપાય by Jhelum Kaushal

અંબિકાપુર છેલ્લા થોડા વર્ષોમાં દેશના સૌથી એકો ફ્રેન્ડલી શહેરોમાં નજર સામે આવ્યું છે. અહીનો 8 લાખ પ્લાસ્ટિક બેગથી બનેલો રોડ પહેલેથી જ ગૌરવનું પ્રતિક છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ સાથેના આવા પગલાઓને કારણે જ અંબિકાપુર આજે ઈન્દોર પછી બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે.

ગાર્બેજ કેફેની આ સ્કીમને 5 લાખનું બજેટ આપવામાં આવ્યું છે. જેમાં લોકો પ્લાસ્ટિક એકઠું કરે છે અને એમણે ભોજન પૂરું પાડવામાં આવે છે. આ અથાગ પ્રયત્નોએ અંબિકાપુર જેવા નાનકડા શહેરને એક અલગ ઓળખ અને એક ઓફ બીટ સ્ટેશનનો દરજ્જો આપ્યો છે.

અંબિકાપૂરની નગર પાલિકાના રસ્તે ચાલીને આપણે પણ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાની પ્રેરણા લેવી જોઈએ.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads