જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ કહેવત પ્રમાણે તો એશિયાના સૌ ભગવાન ભારતમાં જ વસે છે કારણકે એશિયાનું સૌથી સાફ ગામ ભારતમાં આવેલું છે! મેઘાલયના ખાસી હિલ્સમાં આવેલા આ ગામ માવલિનોન્ગને ભાર્ગવનના બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. 2003 માં આ ગામને એશિયાના અને 2005 માં ભારતના સૌથી સ્વચ્છ ગામ તરીકે નવાજવામાં આવ્યું હતું.
![Photo of Mawlynnong, Meghalaya, India by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620905473_1552025620_28222497442_bf4a5c9a06_k.jpg.webp)
આ ગામમાં 600 લોકો જ રહે છે અને બાળકોથી મંદીને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ સ્વચ્છતાનું પાલન કરે છે. આ ગામ 100 % સાક્ષરતા અને સ્ત્રી સશક્તિકરણ માટે પણ જાણીતું છે.
સ્વચ્છતા:
આ ગામમાં સ્વચ્છતા એ લોકોની જીવનપ્રણાલીમાં વણાઈ ગયેલી બાબત છે. ગામમાં શૌચાલય, બામ્બુની કચરા પેટીઓ એમ બધું જ છે અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. અને જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા એમની પર દંડ ફટકારવામાં આવે છે. આ ગામમાં ખાતર પણ આ એકઠા થયેલા કચરામાંથી જ બનાવવામાં આવે છે. લોકો પોતાના ઘર સાથે બહારની ગલી અને રસ્તાઓ પણ સાફ કરે છે.
રહેવાવાળા લોકો:
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620905606_1552025645_15676180672_f4e1b7322a_b.jpg.webp)
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620905607_1552025663_garden_3853777_1280.jpg.webp)
અહીંયા ખાસી જાતિના લોકો રહે છે. આ કબીલાની સંસ્કૃતિ અલગ છે. અહીંયા બાળકને માતાનું નામ આપવામાં આવે છે અને ઘરની સંપત્તિ સૌથી નાની દીકરીના નામે કરવામાં આવે છે.
વૃક્ષોના મુળીયાના બનેલા પુલ:
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620905908_1552025710_14873696171_3979825ea7_o_1.jpg.webp)
માવલિનોન્ગમાં આવેલા મુળીયાના બનેલા પુલને યુનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કાર્ય છે. આ પુલને વિશાળ વૃક્ષોના મુળીયાઓને વાળીને બનાવવમાં આવ્યા છે.
માવલિનોન્ગમાં જોવાલાયક સ્થળો
બાંગ્લાદેશનો નજારો
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620910405_1552025900_4547384825_7e1acf1c95_o.jpg.webp)
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620910405_1552025879_10328057563_8d7041693c_k.jpg.webp)
તમે 85 ફૂટ ઉંચા બામ્બુના બનેલા ટાવર પર ચઢીને બાંગ્લાદેશ જોઈ શકો છો. એ સુંદર નજારો જોઈને તમારી આંખો પહોળી થઇ જશે. આ ગામ બાંગ્લાદેશ બોર્ડર નજીક હોવાથી તેની જમીન અહીંથી જોઈ શકાય છે.
માવલિનોન્ગ ઝરણું
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620910520_1552025929_34735090226_d681cd7fc0_k.jpg.webp)
ગામડનની શાંતિને તોડતું આ ઝરણાનું સંગીત ઘણું જ મધુર છે. પીકનીક માટે આ જગ્યા બેસ્ટ છે.
માવલિનોન્ગનું સુંદર ચર્ચ
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620910623_1552025965_15877184292_fa68869481_k.jpg.webp)
100 વર્ષ જુના આ ચર્ચની સુંદરતા ત્યાંના લાલ અને નારંગી રંગ ફૂલો વધારે છે.
સ્થાનિક પકવાન
![Photo of ભારતમાં આવેલા એશિયાના સૌથી સાફ ગામની સફર by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1620910673_1552026587_jadoh_meghalaya.jpg.webp)
અહીંયા પ્રાકૃતિક રીતે ઉગાવવામાં આવેલા શાકભાજીમાંથી ભોજન બને છે. જાદો એટલે કે માંસ અને ભાતનું ખાણું, તુન્ગરિમ્બાઈ એટલે સોયાબીન, વાંસ અને સ્થાનિક મસાલાનું ખાણું વગેરે ખુબ જ સરસ હોય છે.
કેવી રીતે પહોંચવું?
ચેરાપુંજી અને શિલોન્ગ આસપાસથી અહીંયા મતે બસ મળી રહે છે. શિલોન્ગ અહીંથી 78 કિમી દૂર છે જે સૌથી નજીકનું એરપોર્ટ છે. અને ગામથી 172 કિમી દૂર ગુવાહાટી એ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
માવલિનોન્ગ જવાનો સૌથી સારો સમય
આમ તો આખું વર્ષ સારો સમય જ છે પરંતુ ચોમાસામાં આ ગામની સુંદરતા વધુ ખીલે છે. ગામ હરિયાલીભર્યું થઇ જાય છે અને દ્રશ્ય ખુબ જ સુંદર હોય છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.