એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું?

Tripoto

એક દિવસ સવારે હું ઊંઘમાંથી જાગી ત્યારે અમે ગુજરાત જતા હતા અને હું હતી ગાડીની પાછળની સીટમાં! જો મારા જેવા પેરેન્ટ્સ તમારે પણ હોય તો હા આ શક્ય છે!

Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 1/9 by Jhelum Kaushal

અમારું પહેલું સ્ટોપ હતું અમદાવાદ. C G રોડની ભીડભાડથી લઈને સાબરમતી આશ્રમની શાંતિ સુધી આ શહેરમાં બધું જ છે! હું જે અન્ય શહેરોમાં ગઈ છું એની સરખામણીએ અમદાવાદ સ્ત્રીઓ માટે ખુબ જ સુરક્ષિત છે. તમે કોઈ પણ જાતની ચિંતા વગર અહીંયા મોડી રાત સુધી પણ ફરી શકો છો. અમદાવાદ એ કોઈ પણ મેટ્રો સિટી કરતા કમ નથી. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની અઢળક યાદગીરીઓ અને વસ્તુઓ સાચવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન અહીંયા ચોક્કસ આવવું જોઈએ. શહેરની બહાર 9 કિમીના અંતરે આવેલ નળ સરોવર પર અઢળક વિદેશી પક્ષીઓનો સમૂહ જોવા મળે છે.

Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 2/9 by Jhelum Kaushal
Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 3/9 by Jhelum Kaushal
Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 4/9 by Jhelum Kaushal

બીજા દિવસે અમે જામનગર જવા નીકળ્યા અને મારા પિતા એર ફોર્સમાં હોવાથી અમે જામનગરના એર ફોર્સ સ્ટેશનમાં રોકાયા જે ભારતના સૌથી મોટા એર ફોર્સ સ્ટેશનમાંનું એક છે.

ત્યાંથી અમે અદભુત અને અવિસ્મરણીય કહી શકાય એવા દ્વારકા મંદિરે ગયા જે ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે. દરિયાકિનારે આવેલું આ મંદિર ખરા અર્થમાં "મેજેસ્ટીક" છે. દ્વારકા માળની એ ચાર ધામનો ભાગ છે અને હિન્દુઓની આસ્થાઓનું કેન્દ્ર છે.

Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 5/9 by Jhelum Kaushal
Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 6/9 by Jhelum Kaushal

ત્યાંથી અમારું નેક્સટ ડેસ્ટિનેશન હતું સોમનાથ મંદિર. તમે અહીંયા સૂર્યોદય મન્દીરના એક ભાગમાં અને સૂર્યાસ્ત મંદિરના બીજા ભાગમાં જોઈ શકો છો! અહીંનું અધભૂત ધાર્મિક વાતાવરણ તમને અઢળક શાંતિ અપાવે છે. સોમનાથ મંદિરના એક સ્થળે એક જગ્યા છે જ્યાંથી તમે સીધી મુસાફરી કરો તો તમે દક્ષિણ ધ્રુવ પહોંચી શકો છો! સૌથું મુખ્ય જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિરમાં થતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ મિસ કરવા જેવો નથી.

Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 7/9 by Jhelum Kaushal

અમારું આખરી સ્ટોપ હતું દીવ. અહીંયા વોટર સ્પોર્ટ્સ કરવાની મજા જ અલગ છે. પેરાસિલિંગનો મારો આ ખરેખર તો ત્રીજો અનુભવ હતો પણ મેં સમુદ્ર ઉપર આનો પહેલી વાર અનુભવ કર્યો! સ્ટ્રીટ શોપિંગ અને બીચ પર મજા કરવા સિવાય દીવની કુદરતી સુંદરતા અને કિલ્લાઓ જોવાનો પણ આનંદ અમે ઉઠાવ્યો અને સાથે નોન વેજ ફૂડ પ્રેમીઓ માટે પણ અહીંયા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે. દીવમાં "હોકા" નામના અમુક વૃક્ષો થયા છે જે માત્ર દીવમાં, ઝામ્બિયામાં અને કેન્યામાં જ જોવા મળે છે. ઐતિહાસિક કિલ્લાઓ, લાઈટહાઉસ અને ચર્ચ પણ અહીંના મુખ્ય આકર્ષણો છે.

Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 8/9 by Jhelum Kaushal
Photo of એક અઠવાડિયામાં ગુજરાત કેવી રીતે ફરવું? 9/9 by Jhelum Kaushal

આ ઉપરાંત ગુજરાતમાં કુદરતી સુંદરતા ધરાવતા સ્થળો, ઐતિહાસિક મંદિરો અને અદભુત આર્કિટેક્ચર તથા અભ્યારણ્યો અને જંગલો જોવાલાયક છે. નેક્સટ ટ્રીપ કરો ગુજરાતની!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ