ફ્રીમાં મુસાફરી કરવાના 6 જુગાડ!

Tripoto
Photo of ફ્રીમાં મુસાફરી કરવાના 6 જુગાડ! 1/5 by Jhelum Kaushal

અમે અહીંયા લાવ્યા છીએ કેટલાક ફુલપ્રુફ જુગાડ જે તમને મફતમાં મુસાફરી કરવા મદદ કરશે.

1 ફ્રી સ્ટે અને ફૂડના બદલામાં વોલન્ટિયરિંગ

આજકાલ વોલન્ટિયરિંગ ટ્રાવેલિંગ ઘણું જ વધી રહ્યું છે. એના બદલામાં ફ્રી સ્ટે અને ફૂડની વ્યવસ્થા મળી રહે છે. આ રીતે તમને મુસાફરી તો કરવા મળે જ છે સાથે સતાહૈ જાનવરોને, લોકોને, ગામડાઓમાં તમને સેવા કરવાનો આનંદ પણ મળે છે.

2 ટેમ્પરરી ટ્રેનર

નવી જગ્યાએ જો કેટલાક મહિનાઓ ગાળવાનો તમારો ઉદ્દેશ હોય તો મ્યુઝીક, કુકીંગ, સ્વિમિંગ વગેરે ક્રાફ્ટિંગ શીખીને ટ્રેનર તરીકે કામ મેળવી શકાય છે. ટ્રાવેલર્સ સાથે કોંટેક્ટમાં રહીને એમની પાસે અનુભવો જાણીને એમની સલાહ પણ લઇ શકાય છે.

3 તમારી પ્રવાસ કથાઓ અને ફોટોઝની મદદ લો

Photo of ફ્રીમાં મુસાફરી કરવાના 6 જુગાડ! 4/5 by Jhelum Kaushal

તમે Tripoto ઉપર તમારું કન્ટેન્ટ નાખી શકો છો અને એના બદલામાં તમને Tripoto ટીમ તરફથી અમુક ક્રેડિટ આપવામાં આવશે જેનો ઉપયોગ તમે ટ્રાવેલ બુકીંગ માટે કરી શકો છો!

4 બીજા યાત્રીઓ સાથે તમારું ઘર શેર કરો

આ પ્રકારનો જુગાડ આજકાલ બહુ જ પ્રખ્યાત થઇ રહ્યો છે. માની લો કે તમારે ગોવા ફરવું છે અને સામે વળી વ્યક્તિને તમારા શહેરની મુલાકાત લેવી છે તો એમની સાથે તમારું ઘર એક્સચેન્જ કરો! હોમ એક્સચેન્જ અને હોમ બેઝ હોલીડે જેવા પ્લેટફોર્મ હાઉસ સ્વેપિંગની સુવિધા આપે છે! આનાથી તમારો રહેવાનો અને ખાવાનો ખર્ચ થશે 0 !

5 ક્રાઉડફંડિંગ!

ફંડ માય ટ્રાવેલ અથવા ગો ફંડ મી જેવી વેબસાઇટની મદદથી ટ્રાવેલર્સ ફરવા માટે પૈસા ભેગા કરી શકે છે! તમે ડ્રિમ ટ્રાવેલ પ્રોજેક્ટ અહીંયા દેખાડીને લોકોના પૈસાની મદદથી ફરી શકો છો!

6 પોતાની ટ્રીપ અને ટ્રેક ઓર્ગેનાઈઝ કરો

Photo of ફ્રીમાં મુસાફરી કરવાના 6 જુગાડ! 5/5 by Jhelum Kaushal

સોશ્યિલ મીડિયા અથવા અન્ય સંસાધનોની મદદથી તમે પોતે જ ટ્રીપ ઓર્ગેનાઈઝ કરો અને લોકોને પાર્ટિસિપેટ કરાવીને તમારો પોતાનો ખર્ચ એમાંથી કાઢી લો! હા આમ અન્ય ટ્રાવેલર્સની જરૂરિયાતો અને કમ્ફર્ટનું ધ્યાન જરુરુ રાખો. દરેક ટ્રીપમાંથી એટલી તો કમાણી થશે જ કે તમારી ટ્રીપ ફ્રી થઇ જાય!

અમને અન્ય જુગાડ પણ જણાવો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ