ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા

Tripoto
Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

ભારતમાં માણસો દ્વારા બનાવેલી એવી ઘણી ચીજો છે જે વખાણવાલાયક છે. તેમાંથી સૌથી અનોખો આવિષ્કાર છે ટનલોનું સુંદર નેટવર્ક જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સહાયતા કરે છે. શું તમે જાણો છો ભારતની 10 સૌથી લાંબી ટનલો કઇ છે? જો તમે નથી જાણતા તો અમે આપની થોડીક મદદ કરી દઇએ.

1. અટલ ટનલ, હિમાચલ પ્રદેશ

રોહતાંગ ટનલનું નામ બદલીને હવે અટલ ટનલ કરી દેવામાં આવ્યું છે. આ સુરંગનું નિર્માણ 2010માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ટનલને બનીને તૈયાર થયા બાદ મનાલીથી લાહોલ જવાનો સમયમાં ઘટાડો આવ્યો છે. કિલોમીટર જોઇએ તો તે પણ 46 કિ.મી. ઓછા થઇ ગયા છે. ઓક્ટોબર 3, 2020માં બનીને તૈયાર થયેલી આ ટનલનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ટનલમાં સુરક્ષા માટે બધા પ્રકારની આધુનિક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટનલના ખૂણેખૂણામાં સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.

લંબાઇ: 5.5 માઇલ

ક્યાં: લેહ-મનાલી હાઇવ

2. પીર પંજાલ રેલવે ટનલ, કાશ્મીર

ક્રેડિટઃ ન્યૂઝ ઘાના

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

હિમાલયને કાપીને બનાવવામાં આવેલી આ ટનલ ભારતની સૌથી લાંબી ટનલ છે. પીર પંજાલ રેલવે ટનલ કે ટી 80ને પહેલીવાર 2013માં ખોલવામાં આવી હતી. ત્યારથી લઇને આજસુધી આ ટનલ ટ્રેનોના સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ ટનલમાં એકસાથે એક જ ટ્રેન પસાર થઇ શકે છે. આ સુરંગને જોઇને તમે દંગ રહી જશો. આ ટનલની સુંદર ડિઝાઇન તમારી રેલવે યાત્રાને યાદગાર બનાવી દેશે. આ ટનલની ઉંચાઇ લગભગ 7 મીટર છે અને તેને પાર કરવામાં કુલ 9 મિનિટનો સમય લાગે છે. જમ્મૂથી બારામૂલા જતી મોટાભાગની ટ્રેનો આ સુરંગમાંથી પસાર થાય છે.

લંબાઇ: 11.22 કિ.મી.

ક્યાં: ફૉરેસ્ટ બ્લોક 185102, પીર પંજાલ

3. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી રોડ ટનલ, જમ્મૂ કાશ્મીર

ક્રેડિટઃ વન ઇન્ડિયા હિન્દી

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

પટનીટોપ ટનલ અને ડોક્ટર શ્યામા પ્રસાદ ટનલ નામથી જાણીતી આ ટનલને 2017માં જાહેર જનતા માટે ખોલવામાં આવી હતી. આ ટનલની ખાસિયત એ છે કે તેમાં બે ટ્યૂબ છે જે એકબીજાને સમાંતર બનાવાઇ છે. પહેલી ટ્યૂબ વાહનવ્યવહાર માટે છે જે 13 મીટર પહોળી છે. જ્યારે બીજી ટ્યૂબ ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવાઇ છે. લગભગ 4,000 ફૂટની ઉંચાઇ પર બનેલી આ ટનલ જમ્મૂના લોકો માટે ઘણી ફાયદાકારક છે. આ ટનલ બન્યા બાદ જમ્મૂ અને તેનું પાટનગર શ્રીનગરનું અંતર માત્ર 95 કિ.મી. જ રહી ગયું છે.

લંબાઇ: 9.34 કિ.મી.

ક્યાં: નેશનલ હાઇવે 44, જમ્મૂ કાશ્મીર

4. ત્રિવેન્દ્રમ પોર્ટ રેલવે ટનલ, કેરળ

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

ત્રિવેન્દ્રમ પોર્ટ રેલવે ટનલ ભારતની બીજી સૌથી લાંબી રેલવે ટનલ હશે. હાલ આ ટનલનું કામ પ્રગતિ પર છે. આ ટનલને બનાવવા પાછળ મુખ્ય કારણ પોર્ટને રેલવે નેટવર્ક સાથે જોડવાનું હતું. વિઝિંજમ ઇન્ટરનેશનલ મલ્ટીપરપઝ ડિપવોટર સીપોર્ટને રેલવે સેવા સાથે જોડવા માટે આ ટનલ ઘણું જ મહત્વપૂર્ણ કામ કરશે. માનવામાં તો એવું પણ આવી રહ્યું છે કે આ સુરંગ 11 કિ.મી. લાંબી રેલવે લાઇન પર બનાવાશે. જો બધુ જ સમૂસુતરુ પાર પાડ્યું તો 2022 સુધી આ ટનલ બનીને તૈયાર થઇ જવાની આશા છે.

લંબાઇ: 9.02 કિ.મી.

ક્યાં: બલરામપુર સ્ટેશન, કન્યાકુમારી તિરુઅનંતપુરમ રેલવે લાઇન, કેરળ

5. બનિહાલ કાઝીગુંડ ટનલ, જમ્મૂ કાશ્મીર

1800 મીટરની ઉંચાઇ પર બનેલી આ ટનલમાં કુલ બે ટ્યૂબ છે. જે પરસ્પર જોડાયેલી છે. ટનલમાં દરેક થોડાક અંતરે આ બન્ને યૂટ્યૂબના રસ્તામાં જોડવામાં આવી છે. આ બન્ને ટ્યૂબને ભેગા કરીએ તો કુલ પૂરી સુરંગની પહોળાઇ 14 મીટર છે. આ ટનલનું નિર્માણ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું.

હાલ સ્થિતિ એ છે કે આને ટ્રાયલ તરીકે ખોલવામાં આવી છે. જો બધુ બરાબર રહ્યું તો આ ટનલને સપ્ટેમ્બર 2021 સુધી સંપૂર્ણ રીતે ખોલી નાંખવામાં આવશે. આ ટનલ બન્યા બાદ બનિહાલથી કાઝીગુંડનું અંતર લગભગ 16 કિલોમીટર ઘટી જશે.

લંબાઇ: 8.5 કિ.મી.

ક્યાં: પીર પંજાલ, જમ્મૂ કાશ્મીર

6. સંગલદન રેલવે ટનલ, જમ્મૂ કાશ્મીર

ક્રેડિટઃ મી સ્ટે

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

2010માં બનીને તૈયાર થયેલી આ ટનલ પણ જમ્મૂ કાશ્મીરના લોકો માટે ઘણું જ મહત્વપૂર્ણ છે. આ ટનલને 2017માં વાહનવ્યવહાર માટે ખોલવામાં આવી હતી. જમ્મૂ અને બારામૂલા રેલવે લાઇન પર પડતી આ ટનલ કટરા અને બનિહાલ રેલવે સ્ટેશનો માટે પણ વાહનવ્યવહારની દ્રષ્ટિએ જરૂરી માનવામાં આવે છે.

લંબાઇ: 8 કિ.મી.

ક્યાં: જમ્મૂ-બારામૂલા રેલવે લાઇન

7. રાપુર રેલવે ટનલ, આંધ્ર પ્રદેશ

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

રાપુર ભારતની પહેલી અને સૌથી લાંબી રેલવે ટનલ છે. 2019માં બનીને તૈયાર થયેલી આ ટનલ બાદ આંધ્ર પ્રદેશની વાહનવ્યવહાર વ્યવસ્થામાં ઘણો સુધારો આવ્યો છે. ઘોડાની નાળના આકારમાં બનેલી આ સુરંગ ઓબુલાવરિપલ્લી અને વેંકટચલમની વચ્ચે છે. આ ટનલના કારણે આ બન્ને જગ્યાની વચ્ચે થતી મુસાફરીના સમયમાં અંદાજે 9 કલાકનો ઘટાડો આવ્યો છે.

લંબાઇ: 6.65 કિ.મી.

ક્યાં: વિજયવાડા, આંધ્ર પ્રદેશ

8. કરબુડે રેલવે ટનલ, મહારાષ્ટ્ર

ક્રેડિટઃ ઇન્ડિયા રેલ ઇન્ફો

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

મહારાષ્ટ્રના આકર્ષક વેસ્ટર્ન ઘાટ પર બનેલી આ રેલ ટનલથી યાત્રા કરનારા દરેક વ્યક્તિ ખુશ થઇ જાય છે. કરબુડ રેલવે ટનલનું નિર્માણ એ સમયે કરવામાં આવ્યું હતું જ્યારે કોંકણ રેલવેએ મુંબઇ અને મેંગલોરને પરસ્પર જોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી લઇને આજ સુધી કરબુડે ટનલ કોંકણ રેલવે લાઇન પાર કરતી સૌથી લાંબી ટનલ છે. આ સુરંગ ઉક્ષી અને ભોકેની વચ્ચે છે. હરિયાળીની વચ્ચેથી થઇને પસાર થતી આ ટનલ સાચે જ તમારી મુસાફરીને યાદગાર બનાવી દેશે.

લંબાઇ: 6.5 કિ.મી.

ક્યાં: વેસ્ટર્ન ઘાટની નજીક, રત્નાગિરી

9. નતુવાડી રેલવે ટનલ, મહારાષ્ટ્ર

ક્રેડિટઃ ઇન્ડિયા ટાઇમ્સ

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

1997માં વાહનવ્યહાર વ્યવસ્થામાં સરળતા લાવવાના દ્રષ્ટિકોણથી ચાલુ કરવામાં આવી. નાતુવાડી રેલ ટનલ કોંકણ રેલવે લાઇન પાર કરતી બીજી સૌથી મોટી લાંબી સુરંગ છે. મોટાભાગે ટી-6 નામથી પણ ઓળખાતી આ ટનલ પણ મહારાષ્ટ્રના વેસ્ટર્ન ઘાટથી પસાર થાય છે. વેસ્ટર્ન ઘાટના દુર્ગન વિસ્તારો હોવા છતાં આ ટનલ મુંબઇ અને મેંગ્લોરની વચ્ચે લાગતા સમયમાં ઘટાડો લાવવાનું કામ કરી રહી છે.

લંબાઇ: 4.39 કિ.મી.

ક્યાં: કરાંજડી અને દીવાન ખવાતી રેલવે સ્ટેશન

10. ટિક રેલવે ટનલ, મહારાષ્ટ્ર

ક્રેડિટઃ મી સ્ટે

Photo of ભારતની 10 સૌથી લાંબી ટનલ જે આપે છે રોમાંચક ટ્રિપની સાથે ભરપૂર મજા by Paurav Joshi

સહ્યાદ્રી પર્વતમાળાના પહાડી વિસ્તારમાં બનેલી ટાઇક રેલવે ટનલ પણ કોંકણ રેલવે લાઇનો મહત્વપૂર્ણ હિસ્સો છે. 1997માં બનીને તૈયાર થયેલી આ ટનલ પણ મહારાષ્ટ્રના રેલવે નેટવર્કમાં મોટો ફાળો આપે છે. ટિક રેલવે ટનલને ટી-39ના નામથી પણ ઓળખવામાં આવે છે.

લંબાઇ: 4.08 કિ.મી.

ક્યાં: રત્નાગિરી અને નિવાસર રેલવે સ્ટેશનો વચ્ચે

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads