"गर फिरदौस बर रूए ज़मीं अस्त,
हमीं अस्त ओ हमीं अस्त ओ हमीं अस्त।" - अमीर खुसरो
જો ધરતી ઉપર ક્યાંય સ્વર્ગ છે, તો તે માત્ર અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે... કાશ્મીરમાં..!!!
કાશ્મીરની મોહક ઘાટી જે શિયાળામાં સફેદ ધૂળ અને બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી હોય છે, વસંત-ગ્રીષ્મકાળમાં પોતાના ચમકદાર લીલા, ભુરા અને ખૂબસૂરત રંગો સાથે ચોક્કસ ભારત ની સૌથી ખૂબસૂરત જગ્યાઓમાંથી એક છે. જોકે કોઈપણ ને કાશ્મીર રેલવે વિશે વધારે ખ્યાલ નથી, કે જે તેની સુંદરતાનો વાસ્તવિક સ્વરૂપમાં સુંદર અનુભવ આપે છે. જે હંમેશા માટે આપણી યાદોમાં વસી જાય છે.
કાશ્મીર ઘાટી ની વચ્ચે થી પસાર થતી બનીહાલ-બારામુલ્લા રેલ્વે લાઇન સ્વર્ગની સાચી છવીનો અનુભવ કરવા માટે અને નજીકથી ઘાટી અને અહીંના રહેવાસીઓને સમજવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ 119 કિમી લાંબો બ્રોડ ગેજ રેલમાર્ગ જમ્મુ -બારામુલ્લા રેલમાર્ગ નો એક ભાગ છે, જેને 2022 સુધીમા સંપૂર્ણ રીતે ઉપયોગમાં લાવવાનો પ્લાન છે. અત્યારે ઉધમપુર અને બનીહાલની વચ્ચે ના ભાગ પર રેલમાર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એકવાર કામ પૂરું થયા પછી માર્ગ રાજ્યની રાજધાની, શ્રીનગરને, ભારતના પ્રમુખ શહેરો જેવા કે નવી દિલ્હી થી, રેલવે નેટવર્ક દ્વારા જોડી દેવામા આવશે.
બનીહાલ કાશ્મીર ઘાટી ની સીમા પર વસેલું છે. અને હિમાલયની પીર પંજલ રેન્જ ના દક્ષિણી છેડાની સામે પડે છે. ચમકદાર લાલ રેલગાડીઓ સ્ટેશન ની બહાર નીકળીને થોડી જ ક્ષણોમાં ભારતની સૌથી લાંબી રેલવે સુરંગ (122 કિમી લાંબી) માંથી પસાર થાય છે અને પીર પંજલ રેંજ ને પાર કરી કાજીગુંડ પહોંચે છે. આ એ જગ્યા છે જ્યાં તમારી આંખો વિશાળ કાશ્મીરી મેદાનોને જોઈ શકે છે, જ્યાં બકરવાલ પોતાના ઘેટા ને ચારતા જોવા મળે છે.
જેલમ અને તેની સહાયક નદીઓ સાથે દોડતી આ ટ્રેન અનંતનાગ અને શ્રીનગર જેવા કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનો સુધી પહોંચવામાં લાંબો સમય લેતી નથી. બાનિહલ અને શ્રીનગર વચ્ચેનું અંતર 78 કિ.મી. છે, અને તે અંતર આવરી લેવામાં ટ્રેન લગભગ 1.5 કલાકનો સમય લે છે. બારામુલ્લા સુધી રુટની સમગ્ર લંબાઈ લગભગ 2 કલાકમાં આવરી લેવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ વાત, બાનિહલથી શ્રીનગરની ટિકિટ ફક્ત 20 રુપીયા છે, અને ભારતના અન્ય ભાગોથી આવતી ટ્રેનોથી વિરુદ્ધ, ટ્રેનો સંપૂર્ણ આરામદાયક અને ચેર કારની બેઠકોથી સજ્જ છે, અને મોટી કાચની વિંડોઝ એક સરસ દૃશ્ય આપે છે. ટ્રેનમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ પણ છે. આ ટ્રેનો બનીહાલ અને બારામુલ્લાથી સૂર્યોદયથી મધ્યરાત્રિ સુધી દર કલાકે કલાકે દોડે છે.
તો હવે પછી જ્યારે તમે કાશ્મીરમાં હોવ, ત્યારે તમારે ભારતીય રેલ્વેના આ સૌથી ઉત્તરીય છેડાનો પ્રવાસ કરવો જ જોઇએ.
કેવી રીતે જવુ.?
તમે જમ્મુથી બનિહલની બસ અથવા ટેક્સી લઈ જઇ શકો છો. અને જમ્મુ-બારામુલ્લા રેલ્વે માર્ગના તમામ ભાગો પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રીનગર અથવા બારામુલ્લા પહોંચી શકો છો. જો તમે શ્રીનગરથી આવી રહ્યા છો, તો શ્રીનગર રેલ્વે સ્ટેશન દલ ગેટથી 11 કિમી દૂર છે, અને બડગામ રેલ્વે સ્ટેશન શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આશરે 8 કિ.મી. દૂર છે.
ક્યા ફરવુ.?
શ્રીનગરથી તમે ઘાટીમા દક્ષિણ તરફ, અનંતનાગ તરફ જઈ શકો છો, જે પહેલગામ, વેરીનાગ અને કોકરનાગ જેવા સ્થાનોની નજીક છે. અથવા ઉત્તરમા બારામુલા તરફ જઈ શકો છે જે વુલર તળાવ, ગુલમર્ગ અને યુસમર્ગ પહોંચે છે. બારામુલ્લા-બનિહાલ રેલ્વે લાઇન પર ઘાટીમાંથી કેટલાક શ્રેષ્ઠ દ્રશ્યો જોવા મળે છે:
1. વેરિનાગ
કાઝીગુંડ અથવા હિલેર શાહાબાદથી ટ્રેનમાંથી ઉતરો અને એક સ્થાનિક પરિવહન લો જે તમને વેરીનાગ પર લઈ જશે, જે જેલમ નદીનો પ્રારંભિક તબક્કો છે, જેનો મહાન ઇતિહાસ હિન્દુ પૌરાણિક કથાઓ અને મુઘલ વાર્તાઓમાં પથરાયેલો છે.
2. પહેલગામ
અનંતનાગ પર જાઓ, અને એક કલાકમાં તમે કાશ્મીરના સૌથી સુંદર સ્થાનોમાંથી એક, પહેલગામમાં હશો. પહેલગામથી, તમે અરુ ખીણની મુલાકાત લઈ શકો છો (તે સ્થળ જ્યાં વીરા ને, ફિલ્મ હાઇવેમાં પર્વતોમાં ઘર મળે છે); કોલાહોઇ માઉન્ટ સુધીની ટ્રેક; મુરસાર તારસર ટ્રેક અથવા ચંદ્રનાથ માટે જઈ શકો છે, જે અમરનાથ યાત્રાનો આધાર બિંદુ છે.
3. વુલર તળાવ
રેલવે લાઇન પર સોપોર થઈને વુલર તળાવ પહોંચી શકાય છે. તે એશિયામાં સૌથી મોટા તાજા પાણીના તળાવો માથી એક છે. દલ તળાવના ટોળાથી દૂર, આ સ્થાન નિશંકપણે તમારી અંદરના બર્ડ વોચર ને ખુશ કરી દેશે.
4. મજહોમ
જો તમે પરંપરાગત હસ્તકલા અથવા ઊન શોધી રહ્યા છો, તો પછી સીધા જ મજહોમમાં પહોંચો. તે ખીણમાં હસ્તકલાનું કેન્દ્ર છે, અને અહીંથી તમે ગુલમર્ગના બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે સફરજન, ક્લેડ્સ, ચેસ્ટનટ અને ચેરી ફાર્મની આજુબાજુ બનેલી દુકાનોમાંથી પશ્મિના શાલ ખરીદી શકો છો.
5. ગુલમર્ગ
તમે મજહોમ અથવા બારામુલ્લા સ્ટેશનથી ગુલમર્ગ જઈ શકો છો. ગુલમર્ગના બરફીલા પર્વતો સુધી પહોંચવા માટે, તમે રેલ્વે સ્ટેશનથી ટેક્સી લઈ શકો છો.
આ સિવાય, ઘણું બધું છે જેનો તમે ઘાટીમાં આનંદ લઈ શકો છો, તમે પ્રવાસ દરમિયાન ઘાટીમાં ક્યાંય પણ ઉતરી ને થોડો સમય સૂર્યમાં વિતાવી શકો છો અને તમારી મુસાફરી માટે આગળની ટ્રેન લઈ શકો છો. આના થી સારુ બીજુ કાઇ હોઈ શકે ?