રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો?

Tripoto

26 જાન્યુઆરી, 1950 ના રોજ આપણા દેશમાં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું તેથી જ આપણે દર વર્ષે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે. તે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને લશ્કરી પરાક્રમની વિશાળ છબી પણ દર્શાવે છે. ગણતંત્ર દિવસ પર લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈને દરેક ભારતીય ગર્વ અનુભવે છે.

શું તમે જાણો છો કે દર વર્ષે લગભગ 2 લાખ લોકો નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પરેડ જોવા આવે છે?

Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal

ચાલો, રિપબ્લિક ડે પરેડ વિશે આવી જ કઈક રસપ્રદ માહિતી મેળવીએ.

1. આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે 26મી જાન્યુઆરીએ પરેડનું આયોજન નવી દિલ્હી સ્થિત રાજપથ પર કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે 1950 થી 1954 સુધી કર્તવ્યપથ પરેડનું આયોજન કેન્દ્ર નહોતું? આ વર્ષો દરમિયાન, 26મી જાન્યુઆરીની પરેડ અનુક્રમે ઈરવિન સ્ટેડિયમ (હવે નેશનલ સ્ટેડિયમ), કિંગ્સવે, લાલ કિલ્લો અને રામલીલા મેદાન ખાતે યોજાઈ હતી.

વર્ષ 1955 થી કર્તવ્યપથ 26મી જાન્યુઆરીની પરેડનું કાયમી સ્થળ બની ગયું હતું. તે સમયે કર્તવ્યપથ 'કિંગ્સવે' નામથી જાણીતું હતું જે પછીથી તેના શાબ્દિક અનુવાદ ‘રાજપથ’ તરીકે જાણીતો માર્ગ હતો. વર્ષ 2022માં જ ગુલામીના પ્રતિક સમાન નામને બદલીને તેનું નામ કર્તવ્યપથ કરવામાં આવ્યું હતું.

2. દર વર્ષે, 26મી જાન્યુઆરીની પરેડ માટે કોઈ પણ રાષ્ટ્રના વડા પ્રધાન/રાષ્ટ્રપતિ/અથવા શાસકને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. પ્રથમ પરેડ 26મી જાન્યુઆરી 1950ના રોજ યોજાઈ હતી, જેમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણોને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે, 1955માં જ્યારે કર્તવ્યપથ પર પ્રથમ પરેડ યોજાઈ હતી, ત્યારે પાકિસ્તાનના ગવર્નર-જનરલ મલિક ગુલામ મોહમ્મદને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

3. 26મી જાન્યુઆરીએ પરેડ ઈવેન્ટની શરૂઆત રાષ્ટ્રપતિના આગમન સાથે થાય છે. સૌથી પહેલા રાષ્ટ્રપતિના ઘોડેસવાર અંગરક્ષકો રાષ્ટ્રધ્વજને સલામી આપે છે અને આ દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફાયરિંગ 21 તોપથી નથી થતું? તેના બદલે, ભારતીય સેનાની 7- તોપો, જે "25- પોંડર્સ" તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ 3 રાઉન્ડમાં ફાયરિંગ માટે કરવામાં આવે છે.

રસપ્રદ હકીકત એ છે કે બંદૂકની સલામીનો સમય રાષ્ટ્રગીત વગાડવામાં આવતા સમય સાથે સંબંધિત છે. પ્રથમ ગોળીબાર રાષ્ટ્રગીતની શરૂઆતમાં થાય છે અને છેલ્લી ગોળીબાર 52 સેકન્ડ પછી થાય છે. આ તોપો 1941માં બનાવવામાં આવી હતી અને સેનાના તમામ ઔપચારિક કાર્યક્રમોમાં સામેલ હોય છે.

Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal
Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal
Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal
Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal
Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal

4. પરેડના તમામ ભાગ લેનારાઓ મધરાતે 2 AM સુધીમાં તૈયાર થઈ જાય છે અને 3 AM સુધીમાં કર્તવ્યપથ પર પહોંચે છે. પરંતુ પરેડની તૈયારીઓ પાછલા વર્ષના જુલાઈમાં શરૂ થાય છે, જ્યારે તમામ સહભાગીઓને તેમની સહભાગિતા વિશે ઔપચારિક રીતે જાણ કરવામાં આવે છે. ઓગસ્ટ સુધી, તેઓ તેમના સંબંધિત રેજિમેન્ટ કેન્દ્રોમાં પરેડની પ્રેક્ટિસ કરે છે અને ડિસેમ્બર સુધીમાં દિલ્હી પહોંચી જાય છે. 26મી જાન્યુઆરીએ ઔપચારિક રીતે પ્રદર્શન કરતા પહેલા સહભાગીઓએ 600 કલાક સુધી પ્રેક્ટિસ કરી છે.

5. ભારતની સૈન્ય શક્તિ દર્શાવતી તમામ ટેન્કો, આર્મર્ડ વાહનો અને આધુનિક સાધનો માટે ઈન્ડિયા ગેટના પરિસરની નજીક એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક તોપની તપાસ પ્રક્રિયા અને વ્હાઇટવોશનું કામ મોટા ભાગે 10 તબક્કામાં કરવામાં આવે છે પરંતુ આ વખતે કદાચ અલગ હશે.

6. 26મી જાન્યુઆરીની પરેડના રિહર્સલ માટે, દરેક જૂથ 12 કિલોમીટરનું અંતર કાપે છે પરંતુ 26મી જાન્યુઆરીના દિવસે તેઓ માત્ર 9 કિલોમીટરનું જ અંતર કાપે છે. ન્યાયાધીશો પરેડના સમગ્ર માર્ગમાં બેઠેલા હોય છે, જેઓ 200 પેરામીટર્સના આધારે દરેક સહભાગી જૂથનો ન્યાય કરે છે અને આ ચુકાદાના આધારે, "શ્રેષ્ઠ માર્ચિંગ જૂથ" બહુમાન એનાયત કરવામાં આવે છે.

7. 26મી જાન્યુઆરીની પરેડ ઈવેન્ટ પર કરવામાં આવતી દરેક પ્રવૃત્તિ શરૂઆતથી અંત સુધી પૂર્વ-આયોજિત છે. તેથી સૌથી નાની ભૂલ અને થોડી મિનિટોમાં વિલંબ પણ આયોજકોને ભારે પડી શકે છે.

8. પરેડનીમાં ભાગ લેનારા દરેક સૈન્યના જવાનોએ તપાસના 4 સ્તરોમાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત, તેમના હાથ જીવંત ગોળીઓથી ભરેલા નથી તેની ખાતરી કરવા માટે તેમના હાથની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

9. પરેડમાં સામેલ ટેબ્લો લગભગ 5 કિમી/કલાકની ઝડપે આગળ વધે છે, જેથી નિરાંતભેર લોકો તેને સારી રીતે જોઈ શકે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટેબ્લોના ડ્રાઈવરો તેને નાની બારીમાંથી ચલાવે છે. 26 જાન્યુઆરી 2022ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને નવ મંત્રાલયો અને વિભાગોને તેમની ઝાંખીઓ પ્રદર્શિત કરવા માટે પસંદ કરવામાં આવે છે.

Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal
Photo of રિપબ્લિક ડે પરેડ વિશે આ માહિતી જાણો છો? by Jhelum Kaushal

10. ઇવેન્ટનો સૌથી આકર્ષક ભાગ "ફ્લાયપાસ્ટ" છે. "ફ્લાયપાસ્ટ" માટેની જવાબદારી પશ્ચિમી એરફોર્સ કમાન્ડની છે, જેમાં લગભગ 41 એરક્રાફ્ટની ભાગીદારી સામેલ છે. પરેડમાં સામેલ એરક્રાફ્ટ્સ એરફોર્સના અલગ-અલગ કેન્દ્રોથી ટેકઓફ કરે છે અને નિયત સમયે કર્તવ્યપથ પર પહોંચે છે.

11. 2022 સુધી “Abide with me” નામનું ખ્રિસ્તી ગીત દરેક ગણતંત્ર દિવસ પરેડ કાર્યક્રમમાં વગાડવામાં આવતું હતું કારણ કે તે મહાત્મા ગાંધીનું પ્રિય ગીત હતું. પરંતુ 2022 બાદ ‘એ મેરે વતન કે લોગો’ વગાડવાની શરૂઆત કરવામાં આવી.

12. સ્વદેશી બનાવટની INSAS રાઇફલ્સ સાથે પરેડ માર્ચમાં ભાગ લેનાર સૈન્યના જવાનો, જ્યારે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના જવાનો ઇઝરાયેલમાં બનેલી Tavor રાઇફલ્સ સાથે કૂચ કરે છે. આ વખતે કદાચ અલગ છે.

13. RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, વર્ષ 2010થી લઈને અત્યાર સુધી દર વર્ષે આ પરેડ પાછળ સરેરાશ 300 કરોડનો ખર્ચ થાય છે.

માહિતી સંદર્ભ: JagranJosh

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ