જ્યારે પણ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં બસ, ઓટો, રિક્ષા, મેટ્રો વગેરેના ચિત્રો ઉભરી આવે છે. પરંતુ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં જાહેર પરિવહન ખૂબ જ રસપ્રદ છે. ક્યાંક ઘોડાગાડી ફેમસ છે, તો ક્યાંક રસ્તા પર દોડતી બેમ્બૂ તો ક્યાંક ઘણી જ ઉંચાઈએ દોડતી ઉલટી ટ્રેન. ચાલો આજે તમને દુનિયાના આવા જ અજીબોગરીબ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે જણાવીએ.
કંબોડિયા - બેમ્બૂ ટ્રેન
કંબોડિયામાં દોડતી આ વિશેષ ટ્રેન નાની મોટર અને બેમ્બૂ પ્લેટફોર્મની મદદથી ચાલે છે. તેના તળિયે વ્હીલ્સ પણ છે. તેમાં એકસાથે 8-10 લોકો મુસાફરી કરી શકે છે.
થાઈલેન્ડ - ટુકટુક
જુદાજુદા ચમકદાર રંગોમાં રંગાયેલી, આ રિક્ષાઓ બેટરી પર ચાલે છે. તેનો ઉપયોગ માત્ર ટૂંકા અંતર માટે થાય છે. આ થ્રી વ્હીલર સામેથી ઓટો રિક્ષા જેવું લાગે છે.
ક્યુબા - ચાર પૈડાવાળી ઘોડાગાડી
ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં લોકપ્રિય, ઘોડાગાડીઓ ક્યુબામાં શહેરો અને ટ્રેન સ્ટેશનોની આસપાસ પણ દોડે છે.
ફ્લોરિડા- મેટ્રોમૂવર
આ ખાસ મેટ્રોમૂવર અમેરિકાના ફ્લોરિડામાં લોકોને ફ્રી રાઈડ આપે છે. અમેરિકન એરલાઇન્સ એરિના, બેસાઇડ માર્કેટ પ્લેસ, મિયામી-ડેડ કોલેજ અને મિયામી-ડેડ કાઉન્ટી સ્કૂલ બોર્ડ તેના કેટલાક ટોચના સ્થળો છે. મેટ્રોમૂવર સિસ્ટમ આખા અઠવાડિયા દરમિયાન સવારે 5 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સેવાઓ પૂરી પાડે છે.
મ્યાનમાર - પિક-અપ ટ્રક
જાપાનીઓ દ્વારા બનાવવામાં આવેલી આ નાની ટ્રકમાં બેસવા માટે 3 લાઇન છે. આ સિવાય લોકો તેની ઉપર બેસીને પાછળ ઉભા રહીને પણ સવારી કરી શકે છે.
ફિનલેન્ડ - વાઇકિંગ લાઇન
ઉત્તર બાલ્ટિક સમુદ્ર પર ચાલતી આ વાઇકિંગ લાઇન લોકોને માત્ર મુસાફરી જ નથી કરાવતી પરંતુ તેમનું મનોરંજન પણ કરે છે.
નેપાળ- સાયકલ રિક્ષા
નેપાળમાં આ ખાસ પ્રકારની રિક્ષાઓ જાહેર પરિવહન તરીકે ચાલે છે. આ રિક્ષાઓ સામાન્ય રીતે કાઠમંડુના જૂના વિસ્તારોમાં જોવા મળે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ બ્રાઈટ મલ્ટી કલરના છે. તેમનું ભાડું પણ ઘણું ઓછું હોય છે.
દુબઈ- અબ્રા
આ વોટર ટેક્સીઓ શહેરોના પરંપરાગત સ્થળોએ છેલ્લા 40 વર્ષથી ચાલી રહી છે. બુર દુબઈ અને દેઈરા વચ્ચે ચાલતી આ વોટર ટેક્સી દરરોજ હજારો લોકોને લઈ જાય છે.
અલાસ્કા-સી પ્લેન
અલાસ્કામાં, આ વાહનોનો ઉપયોગ વિવિધ સમુદાયો અને દૂરના વિસ્તારોની મુલાકાત લેવા માટે થાય છે. એન્કોરેજ, રાંચો, પીટર્સબર્ગ અને સિટકા સહિત અનેક શહેરો માટે સેવા ઉપલબ્ધ છે.
ફિલિપાઇન્સ- હબલ-હબલ
ફિલિપાઈન્સમાં ચાલતી આ ખાસ પ્રકારની મોટરસાઈકલ એકસાથે 11 લોકો મુસાફરી કરી શકે છે. તે મુખ્યત્વે ફિલિપાઈન્સના દક્ષિણ પ્રાંતોમાં કાર્યરત છે. જેમાં મિંડાનાઓ ટાપુ મુખ્ય છે.
પેરુ - મોટો ટેક્સી
જોવામાં તૂટેલા-ફૂટેલા દેખાતા આ વાહન પેરુવિયન જીવનનો મુખ્ય ભાગ છે. ખાસ રીતે ડિઝાઇન કરાયેલા આ વાહન 1980 થી શહેરના બહારના વિસ્તારોના રસ્તાઓ પર દોડી રહ્યું છે. તેનું ભાડું પણ ઘણું ઓછું છે.
સ્વિટ્ઝર્લૅન્ડ - ફ્યુનિક્યુલર
રેલવે ટ્રેક પર દુનિયામાં સૌથી ઝડપી ચાલતુ આ ફ્યૂનિક્યૂલર 110 ટકા ગ્રેડિયેન્ટની સાથે વર્ષ 2017 માં શરૂ થયું હતું. તે શ્વાઇઝ શહેરમાં ખીણના તળિયેથી સ્ટ્યુસ ગામ સુધી ચાલે છે.
પોર્ટુગલ - ટોબોગન
બે લોકોને લઈ જતું આ વાહન બે લોકો ચલાવે છે. આમાં, તળિયે ફીટ કરાયેલા રબરના બૂટનો બ્રેક તરીકે ઉપયોગ થાય છે. તે 1850 થી અહીં ચાલી રહ્યું છે. 2.4 કિમીની મુસાફરી કરતું ટોબોગન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
ગુટે માલા - બસ
હોંડુરસ, અલ સાલ્વાડોર, નિકારાગુઆ અને પનામા જેવા મોટાભાગના મધ્ય અમેરિકન દેશોમાં ચાલતી આ રંગીન બસ કેમિયોનેટા નામથી જાણીતું છે. આ અહીંના નગરો, ગામડાઓ અને શહેરો વચ્ચે પરિવહનનું સૌથી લોકપ્રિય સાધન છે જેનું અને ભાડું પણ ખૂબ સસ્તું છે. કેટલાક લોકો તેને ચિકન બસ પણ કહે છે.
પાકિસ્તાન - ઘોડાગાડી
તે પાકિસ્તાનના નગરો અને શહેરોના જૂના વિસ્તારોમાં ખૂબ જૂના સમયથી કાર્યરત છે. આજના સમયમાં આધુનિક વાહનોની વધતી સંખ્યાને કારણે હવે તે ભાગ્યે જ જોવા મળે છે.
જર્મની- હેંગિંગ ટ્રેન
જર્મનીમાં દોડતી આ ટ્રેન દુનિયાની પહેલી એવી ટ્રેન છે જે પાટા ઉપર નહીં પણ નીચે દોડે છે. તે 31 માર્ચ 1901થી કાર્યરત છે. તેમાં મુસાફરી કરવી ખૂબ જ રોમાંચક છે કારણ કે લોકો તેમાં ઊંધી મુસાફરી કરે છે.
શું ટ્રેન ખરેખર ઊંધી ચાલે છે
પરંતુ શું તમે ખરેખર વિચારો છો કે લોકો તેમાં લટકીને મુસાફરી કરે છે. ના, એવું નથી, આમાં લોકો સીધા બેસી જાય છે. આ ટ્રેન દરરોજ 13.3 કિલોમીટરનું અંતર કાપે છે અને રૂટમાં કુલ 20 સ્ટેશનોને આવરી લે છે. આ ઈલેક્ટ્રિક ટ્રેન જમીનથી 39 મીટરની ઉંચાઈ પર ચાલે છે.
આફ્રિકા - મોકોરો
આફ્રિકાના બોત્સ્વાનામાં ચાલતા મોકોરોમાં બે થી ત્રણ લોકો મુસાફરી કરે છે. આ સાથે એક વ્યક્તિ પણ આ બોટને ઉભી રાખીને ચલાવે છે. તેની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે પાણી સાથે જોડાયેલું છે, જેના કારણે લોકો તેમાં મુસાફરી કરતી વખતે પોતાને પાણીમાં બેઠેલા અનુભવે છે.
ક્યુબા - કોકો ટેક્સી
ક્યુબામાં ચાલતી આ કોકો ટેક્સી અહીંના હવાના અને વારાદેરોમાં ચાલે છે. આ વાહનને કોકો ટેક્સી કહેવામાં આવે છે કારણ કે તે અડધા નાળિયેર જેવું લાગે છે.
સાન ફ્રાન્સિસ્કો - કેબલ કાર
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ચાલતી આ બસ જેવી કાર 1873થી ચાલી રહી છે. બસ જેટલી મોટી આ કારમાં લોકો તેના થાંભલા પકડીને ઊભા રહી શકે છે અને તેમાં બેસી પણ શકે છે.
વિયેતનામ - સાયક્લો
આ ત્રણ પૈડાવાળી સાયકલમાં એક સમયે માત્ર એક જ યાત્રી મુસાફરી કરી શકે છે. માત્ર એક જ વ્યક્તિ તેને ચલાવે છે. આમાં ડ્રાઈવર તેની પાછળ બેસીને તેને સાઈકલની જેમ ચલાવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો