આ ભાઈએ તેમના કુતરા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની આખી બિઝનેસ ક્લાસ કેબીન બુક કરાવી!

Tripoto

પ્રાણીઓ માટે સવિશેષ પ્રેમ ધરાવતા અનેક લોકો આપણી આસપાસ જોવા મળે છે. આ લોકો તેમના પાલતુ પ્રાણીઓ માટે ગમે તે કરી છૂટવા તૈયાર રહેતા હોય છે. આવો જ એક પ્રાણી-પ્રેમનો અપ્રતિમ કિસ્સો તાજેતરમાં મુંબઈમાં જોવા મળ્યો હતો.

15 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મુંબઈથી ચેન્નાઇ જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-671 ના બિઝનેસ ક્લાસની કેબિનમાં માત્ર બે જ મુસાફરોએ પ્રવાસ કર્યો. એક કૂતરો અને તેના માલિક. હા, જે બિઝનેસ ક્લાસમાં ફરવાનું કોઈ પણ માધ્યમ વર્ગીય માણસનું સપનું હોય, તે એક કુતરાના નસીબમાં સાચું પડ્યું છે!

Photo of આ ભાઈએ તેમના કુતરા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની આખી બિઝનેસ ક્લાસ કેબીન બુક કરાવી! 1/4 by Jhelum Kaushal

અલબત્ત, પોતાના પાલતુ પ્રાણીને હવાઈ યાત્રા કરાવવા માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરાવવામાં આવે તે આ પ્રથમ કિસ્સો નથી. પરંતુ આ ઘટના ખાસ એટલે છે કે તે મુંબઈના માણસે તેના કુતરા માટે સંપૂર્ણ કેબીન બુક કરી હતી. મુંબઈથી ચેન્નાઇ જતી એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસનું ભાડું આશરે ૨૦,૦૦૦ રૂ જેટલું હોય છે, પણ આ ભાઈએ પુરા ૨,૪૦,૦૦૦ રૂ ખર્ચીને તેમને અને તેમના કૂતરાને પ્રાઇવસી સાથે ૨ કલાકની લકઝરી મુસાફરી કરે તેવું ખાસ આયોજન કર્યું હતું.

Air India A320 વિમાનમાં J ક્લાસ કેબિનમાં કુલ ૧૨ સીટ્સ છે. પોતાના કૂતરાનું 'કમ્ફર્ટ' જળવાઈ રહે અને બંનેને કોઈ ‘ડિસ્ટર્બ’ ન કરે તે હેતુથી આ તમામ ૧૨ સીટ્સ બુક કરવામાં આવી હતી.

Photo of આ ભાઈએ તેમના કુતરા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની આખી બિઝનેસ ક્લાસ કેબીન બુક કરાવી! 2/4 by Jhelum Kaushal
Photo of આ ભાઈએ તેમના કુતરા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની આખી બિઝનેસ ક્લાસ કેબીન બુક કરાવી! 3/4 by Jhelum Kaushal

સામાન્ય રીતે એર ઇન્ડિયામાં કુતરા, બિલાડી કે અન્ય નાના પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરવાની જોગવાઈ છે જ. ભારતમાં પ્રાણીઓને હવાઈ મુસાફરીની સવલત આપતી હોય તેવી એકમાત્ર એરલાઇન એર ઈન્ડિયા છે. તેમની ઈન ફ્લાઇટ પોલિસી પ્રમાણે પ્રાણીના સ્વાસ્થ્ય અને વેક્સિનેશન સર્ટિફિકેટ ચકાસીને તેને ફ્લાઈટમાં મુસાફરી કરવાનો પરવાનો આપવામાં આવે છે. પ્રાણીના કદના આધારે તેના માટે કેબીન અથવા કાર્ગો હોલ્ડની ફાળવણી થાય છે. જો બિઝનેસ ક્લાસમાં મુસાફરીની વાત હોય તો પેટ્સ હંમેશા છેલ્લી રોમાં બેસાડવામાં આવે છે.

Photo of આ ભાઈએ તેમના કુતરા માટે એર ઇન્ડિયાની ફ્લાઈટની આખી બિઝનેસ ક્લાસ કેબીન બુક કરાવી! 4/4 by Jhelum Kaushal

વર્ષ ૨૦૨૦ માં કોવિડ-19 લોકડાઉનને કારણે ઘણા પેટ ઓનર્સ તેમના પેટ્સથી છૂટા પડી ગયા હતા. આવા સંજોગોમાં એર ઈન્ડિયા દ્વારા જૂનથી સપ્ટેમ્બર 2020 દરમિયાન 2000 પેટ્સનું ડોમેસ્ટિક ફ્લાઇટમાં સ્થળાંતર થયું હતું. પરંતુ માત્ર એક કુતરા માટે આખી બિઝનેસ ક્લાસ કેબિન બૂક કરવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ નોંધાયો હતો.

તમે તમારા પેટ માટે શું કરી શકો છો? અમને જણાવો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ