"ધરતીના સ્વર્ગ" કાશ્મીરમાં તૂટી ગયા બધા રેકોર્ડ! કાશ્મીર જઇ રહ્યા છે કરોડો પ્રવાસી

Tripoto
Photo of "ધરતીના સ્વર્ગ" કાશ્મીરમાં તૂટી ગયા બધા રેકોર્ડ! કાશ્મીર જઇ રહ્યા છે કરોડો પ્રવાસી by Paurav Joshi

કોરોના કાળમાં એક સ્થાન પર આટલા લાંબા સમય સુધી રહેવું મુશ્કેલ હતું. ખાસ કરીને પર્યટકો માટે આ મુશ્કેલ હતું. પરંતુ હવે આ મુશ્કેલ સમય જતો રહ્યો છે અને પર્યટક આખા ભારતમાં દરેક સુંદર જગ્યા પર જઇ રહ્યા છે. પરંતુ જો આપણે કાશ્મીરની વાત કરીએ તો દરેક વ્યક્તિ જાણે છે કે જો ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો તે કાશ્મીરમાં છે પરંતુ જુદાજુદા કારણોથી ઘણાં પ્રવાસીઓ કાશ્મીરની યાત્રા કરવામાં અસહજતા અનુભવતા હતા.

હવે તે દિવસો જતા રહ્યા છે અને હવે કાશ્મીર પર્યટનની નવી કહાની શરૂ થઇ ચુકી છે. કાશ્મીર પર્યટન માટે એક સુવર્ણ યુગ શરૂ થઇ ગયો છે.

Photo of "ધરતીના સ્વર્ગ" કાશ્મીરમાં તૂટી ગયા બધા રેકોર્ડ! કાશ્મીર જઇ રહ્યા છે કરોડો પ્રવાસી by Paurav Joshi

જમ્મૂ કાશ્મીર પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2022 સુધી કુલ 1.62 કરોડ પ્રવાસીઓએ જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો અને તેમાંથી આ વર્ષના પહેલા 9 મહિનામાં કુલ 22 લાખ પર્યટકોએ કાશ્મીર ખીણનો પ્રવાસ કર્યો. જેમાંથી લગભગ 3.65 લાખ પ્રવાસી અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન માટે કાશ્મીર ગયા હતા. 1947માં આઝાદી બાદ આ 75 વર્ષોમાં પર્યટકોની સૌથી વધુ સંખ્યા છે. જમ્મૂ-કાશ્મીર પર્યટન વિભાગનું કહેવું છે કે આર્ટિકલ 370 હટ્યા બાદ રેકોર્ડ સંખ્યામાં ટૂરિસ્ટ કાશ્મીર પહોંચી રહ્યા છે.

Photo of "ધરતીના સ્વર્ગ" કાશ્મીરમાં તૂટી ગયા બધા રેકોર્ડ! કાશ્મીર જઇ રહ્યા છે કરોડો પ્રવાસી by Paurav Joshi

જમ્મૂ-કાશ્મીરની ઇકોનોમી મોટાભાગે પર્યટન પર નિર્ભર છે એટલે જમ્મૂ-કાશ્મીરના બધા લોકો પર્યટકોની સંખ્યામાં આ વૃદ્ધિને જોઇને ઘણાં ખુશ છે અને તેના કારણે ઘણાંબધી રોજગારીની તકો વિકસિત થઇ રહી છે. ખુશખબરી હજુ સમાપ્ત નથી થઇ, અહીં આવનારા પર્યટક ફક્ત જમ્મૂ-કાશ્મીર ખીણ સુધી સિમિત નથી પરંતુ આ રાજ્યના રાજોરી, પુંછ જેવા વિસ્તારોમાં પણ ઘણાં પર્યટક જઇ રહ્યાં છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની શરૂઆત પણ લાવી છે ટૂરિસ્ટ્સનો આ ધસારો:

કાશ્મીર માટે આંતરરાષ્ટ્રીય ઉડ્યનની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી અને હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરથી શારશાહની સીધી ફ્લાઇટ માટે પહેલી આંતરરાષ્ટ્રીય ઉડ્યનની શરુઆત કરી છે. પર્યટકોની સંખ્યામાં આ વૃદ્ધિમાં આનું પણ યોગદાન રહ્યું છે.

Photo of "ધરતીના સ્વર્ગ" કાશ્મીરમાં તૂટી ગયા બધા રેકોર્ડ! કાશ્મીર જઇ રહ્યા છે કરોડો પ્રવાસી by Paurav Joshi

અમે પણ કેટલાક દિવસ પહેલા ધરતીના આ સ્વર્ગની મુસાફરી કરી હતી અને અમે જલદી અમારા લેખોમાં કાશ્મીર શ્રેણીની સાથે આવીશું. અને જો તમે આને મિસ નથી કરવા માંગતા તો કૃપા અમને અહીં Tripoto પર ફોલો કરો. સાથે જ અમારી Youtube ચેનલ WE and IHANA પર જવા માટે નીચે આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો.

Youtube Channel Link:

https://youtube.com/c/WEandIHANA

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો