તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન

Tripoto
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 1/20 by Paurav Joshi

હિમાચલના સુંદર મેદાનો અને ખીણો હંમેશાથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ઊંચા પહાડો, ખળ ખળ વહેતી નદીઓ, સુંદર ઝરણા અને ત્યાંની હવાઓ મનને મોહી લે છે. એવી જ એક જગ્યા છે "તત્તાપાની" જે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. તત્તાપાનીનો શાબ્દિક અર્થ છે ગરમ પાણી. શિમલાથી 50 કિ.મી. દૂર સ્થિત તત્તાપાની પોતાના ગરમ પાણીના ઝરણા માટે ઓળખાય છે. સાથે જ આ સ્થાન પોતાની એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પણ ફેમસ છે. કહેવાય છે કે કેટલાક વર્ષ પહેલા સુધી અહીંના લોકલ લોકો ઉપરાંત, આ જગ્યા અંગે કોઇ નહોતું જાણતું. આ ટ્રિપ બજેટમાં થનારી એડવેન્ચર ટ્રિપ છે. તમે અહીં પોતાના બજેટમાં એડવેન્ચરની મજા લઇ શકો છો.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 2/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 3/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 4/20 by Paurav Joshi

ઔષધિ ગુણવાળુ પાણી

તત્તાપાણી ધર્મશાલાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે. સતલજ નદીના કિનારે વહેતુ ઝરણું આ ક્ષેત્રમાં પર્યટકો માટે મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે. માન્યતા છે કે આ પાણીમાં ઘણાં ઔષધિય ગુણ જોવા મળે છે. અહીં વસંત જળને ક્યૂરેટિવ શક્તિઓ કહેવાય છે. જે સાંધાને દર્દ, થાક, તણાવથી રાહત અને ખરાબ રક્ત પરિસંચરણ જેવી બીમારીઓથી રાહત આપે છે અને ત્વચા સંબંધી રોગોને ઘટાડે છે.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 5/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 6/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 7/20 by Paurav Joshi

એડવેન્ચર એક્ટિવિટીઝ

એડવેન્ચર ડ્રાઇવ

શિમલાથી તત્તાપાનીના ડ્રાઇવ વચ્ચે લગભગ 50 કિલોમીટરનું અંતર છે. તેમાં તમે એડવેન્ચર ડ્રાઇવની પૂરી મજા લઇ શકો છો. આ આખા રસ્તે યાત્રા દરમિયાન પહાડોના આકર્ષક નજારા જોવા મળે છે તેની હરિયાળી તમારા મનને ખુશ કરી દેશે. આ ઉપરાંત, રસ્તામાં ધાર્મિક સ્થળ પણ આવે છે. જેના દર્શન તમે કરી શકો છો. દેશભરમાં બાઇકર ગ્રુપ્સ અહીં ડ્રાઇવ માટે આવે છે. આ સાથે જ લોકો સતલજ નદીના કિનારે સાઇકલિંગની મજા પણ માણી શકે છે.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 8/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 9/20 by Paurav Joshi

ટ્રેકિંગ

જો તમને ટ્રેકિંગનો શોખ છે તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. લાંબા લાંબા દેવદારના ઝાડ અને તેમની વચ્ચે કલાકો પગપાળા ચાલવાનું કંઇક અલગ જ શાંતિ આપે છે. સાથે જ રસ્તામાં તમને ઘણાં વોટરફૉલ પણ જોવા મળે છે. ટ્રેકિંગ તત્તાપાની ચર્ચિત એક્ટિવિટીમાંની એક છે.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 10/20 by Paurav Joshi

રિવર રાફ્ટિગનો રોમાંચ

તત્તાપાનીમાં દેશભરના લોકો રિવર રાફ્ટિંગ કરવા માટે આવે છે. આ અહીંની સૌથી લોકપ્રિય એક્ટિવિટી છે. સતલજ નદીમાં લોટીથી શરુ કરીને ચાબા સુધી રિવર રાફ્ટિંગ થાય છે. અહીં વાદળી રંગના ચમચમાતા પાણીમાં રાફ્ટિંગ કરવાનો રોમાંચ જ કંઇક અલગ છે. આ ઉપરાંત, તત્તાપાનીમાં બોટિગ કરવાનો આનંદ પણ લઇ શકાય છે.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 11/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 12/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 13/20 by Paurav Joshi

તત્તાપાની આવવાનો યોગ્ય સમય

આમ તો તમે વર્ષના કોઇ પણ સમયે અહીં આવી શકો છો પરંતુ મેથી જૂન સુધી આવવું જોઇએ. આ સમયે તમે અહીં એડવેન્ચરની મજા લઇ શકશો.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 14/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 15/20 by Paurav Joshi

ક્યાં રોકાશો

આમ તો આ જગ્યા વધારે મોંઘી નથી. તમે અહીં પોતાના બજેટના હિસાબે હોટલ, ગેસ્ટ હાઉસ કે લકઝરી રિસોર્ટ લઇ શકો છો. જ્યાંથી તમે કુદરતી સુંદર નજારાની મજા લઇ શકો છો.

કેવી રીતે પહોંચશો

હવાઇ માર્ગે

તત્તાપાની જવા માટે તમારે શિમલા એરપોર્ટ પર જવું પડશે. અહીં લગભઘ બધી જગ્યાએથી વિમાન મળી જશે. અહીંથી તમે ટેક્સી કે ખાનગી સાધન દ્ધારા તત્તાપાની પહોંચી શકો છો. જો એરપોર્ટથી 70 કિ.મી. દૂર છે.

ટ્રેન દ્ધારા

અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા રેલવે સ્ટેશન છે. અહીંથી તત્તાપાની 55 કિ.મી.ના અંતરે છે. જ્યાં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગશે.

રોડ માર્ગે

અહીં રોડ માર્ગ દ્ધારા તમે કોઇપણ શહેર સુધી પહોંચી શકો છો.

Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 16/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 17/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 18/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 19/20 by Paurav Joshi
Photo of તત્તાપાનીઃ એડવેન્ચર ટ્રિપની લેવા માંગો છો મજા તો હિમાચલની આ ઑફબીટ જગ્યા છે બેસ્ટ ઑપ્શન 20/20 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads