Day 2
આજે અમે આપને લઇ જઇ રહ્યા છીએ ઋષિકેશના મેદાનોમાં જ્યાં સુંદર પહાડોમાં રમતી ગંગાની લહેરો મન મોહી લે છે, જ્યાંની હવા મનને શાંત કરી દે છે, જ્યાં ગંગા સ્વંય સાક્ષી બને છે વાતાવરણની પવિત્રતાની....આવો જઇએ ઋષિકેશની યાત્રા પર.
અમે અમારી ટેક્સી યાત્રા દ્ધારા શરુ કરી જે અમને હર કી પૌડીથી થોડાક અંતરે સ્થિત ભીમ ગોડા નમક સ્થાનથી મળી જશે, આ ટેક્સી તમને ઋષિકેશના પ્રસિદ્ધ લક્ષ્મણ ઝુલાની નજીક ઉતારશે. આ ટેક્સી દ્ધારા હરિદ્ધારથી ઋષિકેશ જવાનું ભાડું 60-70 રુપિયા છે. તમે બસ દ્ધારા જવા માંગો છો તો તમારે બસ સ્ટેન્ડ જવું પડશે. રેલવે દ્ધારા જશો તો પહાડોના મનોરમ દ્રશ્યનો આનંદ ઉઠાવી શકો છો. છેવટે અમે બધા પહોંચી ગયા અમારી મંઝિલ તરફ. એટલે કે " યોગ ભૂમિ ઋષિકેશ તરફ ।”
લક્ષ્મણ ઝુલાથી અમે અમારી ઋષિકેશની યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. લક્ષ્મણ ઝુલા અસલમાં એક પુલ છે જેને 1929માં બનાવાયો હતો. એવુ માનવામાં આવે છે કે શણની બનેલા દોરડાના પુલ દ્ધારા લક્ષમણે અહીંથી ગંગાને પાર કરી હતી એટલે તે પુલનું નામ લક્ષ્મણ ઝુલા પડી ગયું.
જો યોગ શિખવામાં તમારો રસ છે તો પછી અનેક યોગ અને ધ્યાન કેન્દ્ર તમને મળી જશે. તેમાં મુખ્ય છે: શિવનંદા આશ્રમ, ઓંકારનન્દા, ગંગા સદન, સાધના મંદિર, સંસ્કૃતિ યોગ પીઠ, યોગ નિકેતન, સ્વામી દયા નંદા આશ્રમ, વનમાળી ગીતા યોગાક્ષમ, વેદાંત આશ્રમ, વેદનિકેતન દયાનંદ, વાનપ્રસ્થ આશ્રમ, યોગ નિકેતન, પરમાર્થ નિકેતન વગેરે. તમે પરમાર્થ નિકેતનમાં રોકાઇ શકો છો. અહીં 1000 રુમ છે જે ઋષિકેશનો સૌથી મોટો આશ્રમ છે.
અમે બધા ત્રિવેણી ઘાટ તરફ ગયા. ત્યાંનું શાંતિ પ્રિય દ્શ્ય જોવા યોગ્ય હતું. માનો એટલું શાંતિ પ્રિય દ્રશ્ય અને માહોલ મેં ઘણાં દિવસો પછી અનુભવ્યુ હોય. પછી શું...મારા દોસ્તોને તો પાણી જોઇને કોણ જાણે કેટલી ખુશી મળતી હતી..તરત પાણીમાં ડુબકી લગાવવાનું શરુ કરી દેતા હતા. પરંતુ હરદ્ધારમાં જેમ હું તેજ વહેણમાં સ્નાન ન કરી શક્યો તેવી જ સ્થિતિ ત્રિવેણી ઘાટ પર જોવા મળી. મારા દોસ્તોએ આ વાત પર મને ઘણો ખિજવ્યો. જ્યાં સુધી મારા દોસ્તોએ ત્રિવેણી ઘાટ પર સ્નાન કર્યું ત્યાં સુધી મેં ઘાટ પર સુંદર દ્રશ્યોનો આનંદ લીધો. ઘણું સુંદર દ્રશ્ય હતું. ત્રિવેણી ઘાટના એક ખૂણે શિવજીની જટાથી નીકળતી ગંગાની મનોહર પ્રતિમા છે તો બીજી તરફ અર્જુનને ગીતા જ્ઞાન આપતા શ્રી કૃષ્ણની મનોહારી વિશાળ મૂર્તિ અને એક વિશાળ ગંગા માતાનું મંદિર છે. ઋષિકેશ જ્યાં એક તરફ આધ્યાત્મનું કેન્દ્ર છે તો બીજી બાજુ વ્હાઇટ રિવર રાફ્ટિંગના કેન્દ્ર તરીકે જાણીતું છે. અહીં રિવર રાફ્ટિંગ ઉપરાંત, કેમ્પિંગ, ટ્રેકિંગ, બોટિંગ, સ્કીઇંગ, ડાઇવિંગ, સ્નોર્કલિંગ, પેરાગ્લાઇડિંગ વગેરે સામેલ છે.
ઋષિકેશમાં રિવર રાફ્ટિંગની શરુઆત શહેરથી 18 કિલોમીટર દૂર- ટિહરી જિલ્લાના શિવપુરીથી શરુ થાય છે અને સમાપ્ત થાય છે ઋષિકેશના લક્ષ્મણ ઝુલામાં. અમને જણાવાયું કે સામાન્ય રીતે ગંગાની ઉંડાઇ 60 થી 80 ફૂટની છે. જો ડૂબ્યા તો ભગવાનનો જ સહારો. રાફ્ટિંગ માટે તરવાનુ આવડવું જોઇએ એ પહેલી શરત છે. અમને બધાને બરોબર તરતા આવડતુ નહોતું. આ ખેલ એ લોકોને ઘણો પસંદ આવે છે જેને જોખમ પસંદ છે. રોમાંચ ગમે છે. જેમ જેમ રાફ્ટ આગળ વધે છે રેપિડનો સામનો થાય છે. અમારી રાફ્ટે હાલકડોલક થવાનું શરુ કરી દીધું. પાણીનું રૌદ્ર સ્વરુપ રુંવાટા ઉભા કરી દેનારુ હતુ. અમારા ગાઇડે જણાવ્યું કે રોલર કોસ્ટર રેપિડમાં તો ક્યારેક ક્યારેક રાફ્ટ પણ પલટી જાય છે. મેં પૂછ્યુ- જો કોઇ રેપિડમાં પડી જાય તો તેણે શું કરવું જોઇએ? ગાઇડે જણાવ્યું કે -તેણે ગભરાવું ન જોઇએ અને ફ્લોટ કરવાની કોશિશ કરવી જોઇએ. તો આ પ્રકારે અમે બધાએ રિવર રાફ્ટિંગનો આનંદ લીધો. ડર તો ઘણો લાગ્યો...પણ કહેવાય છે ને” ડરની આગળ જીત છે “ તો અમને બધાને ઘણું સારુ લાગી રહ્યું હતું. જે એડવેન્ચર એક્સપીરિયંસ માટે અમે અહીં આવ્યા હતા તે પૂરો થયો.
રિવર રાફ્ટિંગના બુકિંગ માટે અનેક પેકેજ ઑનલાઇન વેબ સાઇટ્સ પર ઉપલબ્ધ છે પરંતુ સીધા ઋષિકેશ પહોંચીને ત્યાંના રાફ્ટિંગ એજન્ટ સાથે સંપર્ક કરવાથી તમને રાફ્ટિંગનું મૂલ્ય સસ્તુ પડશે. અમે બધાએ અહીં આવીને જ બુકિંગ કર્યું હતુ. ઋષિકેશમાં રાફ્ટિંગ માટે ફેબ્રુઆરી, જૂન અને પછી ઓક્ટોબરથી ડિસેમ્બર મધ્ય સુધીનો સમય આદર્શ માનવામાં આવે છે. ચોમાસામાં વૉટર સ્પોર્ટ્સ બંધ હોય છે, રાફ્ટિંગ ઉપરાંત તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઇ શકો છો. ગંગા નદીના કિનારે બનેલા આ સુંદર કેમ્પ તમારુ મન મોહી લેશે. તમે ઇચ્છો તો શિવપુરીમાં કેમ્પ કરો કે પછી નિલકંઠ મંદિરના રસ્તામાં બનેલા કેમ્પોમાં રોકાઓ. આ બધા કેમ્પ લોકલ લોકો દ્ધારા સંચાલિત કરવામાં આવે છે. તેમાંથી કેટલાક કેમ્પ છે હવેલ રિવર કૉટેજ એન્ડ રાફ્ટિંગ મસ્તી, ગંગા બીચ રિસોર્ટ વગેરે.
ઋષિકેશમાં ખાવાનું ખાવા માટે ચોટીવાલા રેસ્ટોરન્ટ ઘણી જ જાણીતી છે. લોકો અહીં દૂર-દૂરથી ખાવાનું ખાવા માટે આવે છે. રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ ચોટીવાળા મહારાજનું રુપ ધારણ કરીને આવનારાને આકર્ષિત કરે છે.
આ રેસ્ટોરન્ટ લક્ષ્મણ ઝુલાની નજીક છે. જો તમને સારુ ભોજન ખાવું છે તો મુખ્ય બજારમાં ત્રિવેણી ઘાટની પાસે વિશાળ ભોજનાલયમાં જરુર જાઓ. આ એક સાધારણ ભોજનાલય છે જેનું ખાવાનું સ્વાદિષ્ટ છે. ઋષિકેશમાં એક મીઠાઇની દુકાન છે- રાજસ્થાની મિષ્ટાન ભંડાર. અહીંથી મીઠાઇ લઇને જરુર જાઓ.
ઋષિકેશ જવાનો સૌથી સારો સમય: ગરમીમાં તાપમાન મહત્તમ સુધી પહોંચી જાય છે. ઋષિકેશ વર્ષમાં ગમે ત્યારે જઇ શકાય છે. ફક્ત મે મહિનામાં યાત્રા કરવાથી બચવું જોઇએ.
કેવીરીતે પહોંચશો?
ઋષિકેશ દિલ્હી, દેહરાદૂન અને હરિદ્ધાર જેવા આસપાસના શહેરોથી નિયમિત બસ સેવાઓ દ્ધારા સારી રીતે જોડાયેલું છે. પ્રવાસીઓ આ શહેરોથી પ્રાઇવેટ અને રાજય સંચાલિત બસોનો લાભ લઇ શકે છે.
ઋષિકેશ રેલવે સ્ટેશન દિલ્હી, મુંબઇ, જેવા ભારતના મહત્વપૂર્ણ શહેરોથી જોડાયેલું છે. 18 કિ.મી. દૂર આવેલું દહેરાદૂન જૉલી ગ્રાન્ટ એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે.