વર્ષોથી ઋષિકેશ બધા જ પ્રકારના પર્યટકો માટે એક પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે. યોગથી લઇને મંદિરો સુધી, કેફેથી લઇને એડવેન્ચર સ્પોર્ટ્સ એમ બધુ જ તમને ઋષિકેશમાં જોવા મળશે. યોગ અને મેડિટેસન કરનારાઓ માટે ઋષિકેશથી વધુ સારી જગ્યા કદાચ જ બીજી કોઇ હોઇ શકે.
આમ તો તમે ઘણીવાર ઋષિકેશ ગયા હશો પરંતુ અહીંના ઓફબીટ સ્થાનો વિશે તમને ખબર નહીં હોય. આવો આજે આવી જ અજાણી જગ્યાઓ વિશે વાત કરીએ.
ઝિલમિલ ગુફા
ઝિલમિલ ગુફા ઋષિકેશથી લગભગ 20 કિ.મી. દૂર મણિકૂટ પર્વત પર આવેલી છે. પ્રસિદ્ધ નીલકંઠ મંદિરથી લગભગ 3 કિ.મી. દૂર અને નીલકંઠ મંદિરથી લગભગ 1 કલાકની સરળ પગપાળા યાત્રા દ્વારા તમે અહીં પહોંચી શકો છો.
આ ગુફા ભગવાન શિવના પરમ ભક્ત બાબા ગોરખનાથને સમર્પિત છે. આ ગુફા ઘણી પ્રાચીન અને પ્રાચીન રહસ્યોથી ભરી પડી છે. પુરાણોમાં વર્ણન છે કે બાબા ગોરખનાથે આ ગુફામાં હવન સ્થાપિત કરી હજારો વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી હતી. આ સ્થાન પર ભગવાન શિવ અને બાબા ગોરખનાથે ઘણાં સમય સુધી એક સાથે યોગની ચર્ચા કરી હતી. ગુફાના મુખ્ય દ્વારમાં બાબા ગોરખનાથની એક મૂર્તિ આવેલી છે, જેની સામે એક હવન કુંડ છે. ગુફામાં પ્રવેશ કરવા માટે એક નાનકડી સીડી છે. ડાબી બાજુ તમે નાગની સાથે ભગવાન શિવની મૂર્તિ મળશે. થોડાક આગળ વધશો તો બાબા ગોરખનાથની એક બીજી મૂર્તિ મળશે, જ્યાં તે ભગવાન શિવનું ધ્યાન કરતા બેઠા છે.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
હૉટ વૉટર સ્પ્રિંગ
ઋષિકેશ સ્થિત રઘુનાથ મંદિરની પાસે સુંદર અને જુનું હૉટર વૉટર સ્પ્રિંગ છે. ઋષિકેશમાં ત્રિવેણી ઘાટ પર રઘુનાથ મંદિરના બગલમાં સ્થિત ઋષિકુંડને "ઋષિના તળાવ" તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રામે પોતાના વનવાસ દરમિયાન અહીં સ્નાન કર્યું હતું. આ કુંડનો ઉપયોગ ઘણા મહાન સાધુ-સંતો દ્વારા પવિત્ર સ્નાન માટે કરવામાં આવતો હતો જ્યારે નજીકમાં ગંગા નદી વહેતી હતી.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
કુંજાપુરી મંદિર ટ્રેકિંગ
આ ટ્રેકનું નામ પહાડોના શિખર પર સ્થિત પ્રસિદ્ધ માતા કુંજાપુરી દેવી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે આ ટ્રેકનો ઉચ્ચત્તમ પોઇન્ટ અને અંતિમ સ્થાન પણ છે. દેવી દુર્ગાને સમર્પિત આ ભારત અને નેપાળના 52 શક્તિપીઠોમાંનું એક છે.
જો તમે ઋષિકેશની આસપાસ એક દિવસ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કુંજાપુરી ટ્રેક પર જજો. આ ટ્રેક ચોખમ્બા, સ્વર્ગારોહિણી, બંદરપંચ અને ગંગોત્રી શિખરો સહિત બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરોનું આશ્ચર્યજનક દ્રશ્ય પ્રદાન કરે છે. સવારનો ટ્રેક હોવાના કારણે ટ્રેક ઉપરથી સૂર્યોદયના મનોહર દ્રશ્યો માટે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ટેહરી જિલ્લામાં સમુદ્રની સપાટીએથી 1645 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. કુંજાપુરી મંદિર સુધી પહોંચવા માટે તમે ઋષિકેશમાં તપોવનથી શરૂ થતા ટ્રેકમાં જઇ શકો છો. કે પછી કેબ કે પોતાના વાહનનો ઉપયોગ કરીને અહીં સુધી પહોંચી શકાય છે. ટ્રેક સવારે 5 વાગે શરૂ થાય છે. જેને પૂરો કરવામાં લગભગ 8 કલાકનો સમય લાગી શકે છે.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
બીટલ્સ આશ્રમ
પ્રકૃતિની અસીમ સુંદરતાથી સમૃદ્ધ શાંતિનું સ્થાન, બીટલ્સ આશ્રમને દુનિયાની યોગ રાજધાની તરીકે ઓળખવામાં આવતી હતી. બીટલ્સ આશ્રમ ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશમાં ગંગા નદીના કિનારા પર આવેલો છે. જે સ્થાનિક લોકોમાં ચોરાસી કુટિયાના નામથી પ્રસિદ્ધ છે.
મહર્ષિ યોગીએ પોતાના ધ્યાન સિદ્ધાંતોથી આ સ્થાનને સમૃદ્ધ કર્યું. વર્ષ 1960-70 દરમિયાન મહર્ષિ યોગી પોતાના છાત્રોને યોગ અને ધ્યાનનું પ્રશિક્ષણ આપતા હતા. તેમના પારલૌકિક ધ્યાને લોકોના જીવનમાં શાંતિ અને શાંતિ પ્રાપ્ત કરવામાં સહાયતા કરી. આ આશ્રમના શાંત સ્થાને હંમેશા બધા વિદ્યાર્થી અને અનુયાયીઓ માટે સકારાત્મક વાઇબ્સને ધ્યાન કેન્દ્રીત કરવા અને શોધવામાં મદદ કરી હતી.
આ સ્થાનને વર્ષ 1968 દરમિયાન ઇષ્ટતમ ઓળખ મળી જ્યારે પ્રસિદ્ધ અંગ્રેજી રૉક બેન્ડ "ધ બીટલ્સે" અહીં સમય પસાર કર્યો અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરીને આકર્ષક સંગીતની રચના માટે એક સકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું, છેવટે તે ઘણાં આકર્ષક ગીત અને સંગીત બનાવવામાં સફળ રહ્યાં. આ ઘટનાએ દુનિયાનું ધ્યાન આ જગ્યા તરફ ખેંચ્યું. બીટલ્સ આશ્રમમાં વાતાવરણની સમતા લોકોમાં સકારાત્મકતા અને જોશનો સંચાર કરે છે. મહત્વનું છે કે વર્તમાનમાં આ આશ્રમ વન વિભાગની દેખરેખમાં દર્શન માટે ખુલ્લો છે.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
નીક ગઢ વૉટરફૉલ
લક્ષ્મણ ઝુલાથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલો આ પ્રાકૃતિક વૉટરફૉલ ખરેખર જોવાલાયક છે. આ એક જંગલના માધ્યમથી સાંકડી વળાંકદાર રસ્તાથી પસાર થઇ લગભગ 200 મીટરના અંતરે ઝરણાનું એક નાનકડો હિસ્સો જોવા મળે છે. અહીંના ચોખ્ખા ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં તમે કલાકો સુધી એન્જોય કરી શકો છો.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો