વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ

Tripoto

બહુ કર્યું કોરોના...કોરોના....હવે ક્યાંક ફરવા જવું છે. આવા સંવાદ હવે લગભગ દરેક ઘરમાંથી સંભળાવા લાગ્યા છે. કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે હવે ફરી શકાય છે. સ્કૂલ-કોલેજની પરિક્ષાઓમાં હવે ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો હોવાથી જો તમે ગુજરાતની બહાર કોઇ પોપ્યુલર ડેસ્ટિનેશન્સ પર 4 કે 5 દિવસ માટે ન જઇ શકો તો ગુજરાતમાં જ તમારા ઘરની નજીક એક દિવસની પિકનિકનું કે એક રાતનું પેકેજ બનાવી શકો છો. અગાઉ અમે તમને અમદાવાદની નજીકના સ્થળો વિશે જણાવ્યું હતું આજે વડોદરાની નજીક આવેલા ઇકોફ્રેન્ડલી અને કુદરતના ખોળામાં આવેલા રિસોર્ટ વિશે જણાવીશું. તો તૈયાર થઇ જાવ લીલા રંગમાં રંગાઇ જવા....

ધ કેમ્પ ડિલ્લી રિસોર્ટ (The Camp Dilly Resort)

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 1/10 by Paurav Joshi

શહેરના પ્રદુષણથી દૂર અને વડોદરાથી ફક્ત 35 જ્યારે અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલો છે આ શાનદાર ઇકોફ્રેન્ડલી રિસોર્ટ. આ એક એડવેન્ચર રિસોર્ટ છે જેમાં રહેવાની પણ સુવિધા છે. આ રિસોર્ટમાં એન્ટ્રી કરતાની સાથે જ તમને એવું લાગશે કે જાણે તમે કુદરતની નજીક આવી ગયા. શહેરની ભાગદોડથી દૂર અહીં તમને મળશે મનની શાંતિ. અહીં તમે અનેક જાતની એક્ટિવિટીઝ અને એડવેન્ચર કરી શકો છો.

નીચેની એક્ટિવિટીઝ કરી શકો છો

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 2/10 by Paurav Joshi

પ્લાન્ક બ્રિજ, બર્મા બ્રિજ, સ્વિંગ પ્લાન્ક્સ, કમાન્ડો નેટ વોક, પેરલલ બાર્સ, સ્પેસ વોક, બર્મા લૂપ, નેટ ક્રિકેટ, ફોમ ડાન્સ, સ્વિમિંગ, ઝીપ લાઇન, પેઇન્ટ બોલ, બંજી ટ્રામ્પોલાઇન, આર્ચરી, રાઇફલ શૂટીંગ, રેપલીંગ, રૉક ક્લાઇબિંગ, વોલીબોલ, એડવેન્ચર એક્ટિવિટીઝ, વેટ ઝોન એક્ટિવિટીઝ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, ઇન્ડોર ગેમ્સ, બોર્ડ ગેમ્સ, સ્વિમિંગ પુલ

કેવી છે સુવિધા

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 3/10 by Paurav Joshi

કેમ્પ ડિલ્લી રિસોર્ટમાં ચારેબાજુ આંબા અને ચીકૂના ઝાડ છે. મિત્રો અને કુટુંબીજનો માટે આ રહેવા અને ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીં એડવેન્ચર, ફન અને લર્નિગ કરી શકાય છે. આ રિસોર્ટમાં 13 કોટેજ, 3 સ્વીટ ટેન્ટ્સ અને 200 ગેસ્ટની ક્ષમતા સાથેનો બેન્કવેટ હોલ છે. આ હોલનું એક કલાકનું ભાડું રૂ.1000 છે. કેમ્પ ડિલ્લીમાં તમે કિટી પાર્ટી, બર્થ-ડે સેલિબ્રેશન, પર્સનલ મીટ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, કોન્ફરન્સ અને લગ્ન પ્રસંગોનું આયોજન પણ કરી શકો છો. અહીં કોર્પોરેટ પ્રોગ્રામ્સ, ટ્રેનિંગ મોડ્યુલ્સ અને એડવેન્ચર પ્રોગ્રામ્સ પણ થાય છે.

પેકેજીસ

વન ડે પિકનિક પેકેજ 700થી 1250 રૂપિયા સુધીના છે. જેમાં પેકેજ અનુસાર બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડિનરનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે http://www.campdilly.com/packages પર સંપર્ક કરી શકો છો.

ક્યાં આવેલો છે આ રિસોર્ટ

સિસવા, વડેલી-સિસવા રોડ, ભાદરણ નજીક, તાલુકો-બોરસદ, જિલ્લો-આણંદ

રિપેરિઅન રિસોર્ટ (Riparian- The river side camp)

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 4/10 by Paurav Joshi

વડોદરા નજીક નદી કિનારે આવેલો વધુ એક રમણીય રિસોર્ટ એટલે રિપેરિઅન રિસોર્ટ. સુવિધાજનક રહેણાંકની સાથે એડવેન્ચર પ્રવૃતિઓ માટે બેસ્ટ છે આ જગ્યા. મહિસાગર નદીના કિનારે લક્ઝુરિયસ રૂમ્સ અને કોટેજીસ ધરાવતા આ રિસોર્ટમાં 10 જેટલા ટેન્ટ અને 20 રૂમ કે કોટેજ છે. વિકેન્ડમાં એક દિવસના રોકાણથી તમારો બધો જ થાક ઉતરી જશે અને મનને શાંતિ મળે છે.

ક્યાં છે રિસોર્ટ

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 5/10 by Paurav Joshi

આ રિસોર્ટ રસુલપુરની નજીક લચ્છનપુરામાં આવેલો છે. રિસોર્ટનું અંતર વડોદરાથી 35 કિ.મી., આણંદની 35 કિ.મી., અમદાવાદથી 100 કિ.મી. અને સુરતથી 145 કિ.મી. છે.

નીચેની એક્ટિવિટીઝ કરી શકો છો

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 6/10 by Paurav Joshi

ઝીપ લાઇન, હાઇ રોપ, લો રોપ, ગ્રાઉન્ડ એડવેન્ચર, રેપલિંગ, વેલી ક્રોસિંગ, રિવર ક્રોસિંગ, રિવર રાફ્ટીંગ, રિવર સાઇડ કેમ્પિંગ, બર્ડ વોચિંગ, બર્મા લૂપ, સ્પેસ વોક, સ્કાય વોક, બર્મા બ્રિજ, વુડન પ્લાન્ક બ્રિજ, ટાયર ટમ્બલ બ્રિજ, ગ્લેડિએટર રિંગ, સ્વિમિંગ લોગ્સ, ટાયર વોલ, કમાન્ડો નેટ, સ્વિમિંગ પુલ, રાઇફલ શૂટિંગ, ક્લિફ શૂટિંગ, આર્ચરી, કાયાકિંગ

પેકેજીસ

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 7/10 by Paurav Joshi

વન ડે પિકનિક પેકેજ 700થી 1200 રૂપિયા સુધીના છે. જેમાં પેકેજ અનુસાર બ્રેકફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડિનરનો સમાવેશ થાય છે. અહીં ડે પેકેજ, ગોલ્ડ પેકેજ, સિલ્વર પેકેજ, બ્રોન્ઝ પેકેજ, ઓવરનાઇટ પેકેજ, એડવેન્ચર એક્ટિવિટી પેકેજ, સ્કૂલ સ્ટૂડન્ટ પેકેજ, ડોર્મિટરી પેકેજ ઉપલબ્ધ છે.

ઓરસંગ કેમ્પ રિસોર્ટ (Orsang Camp Resort)

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 8/10 by Paurav Joshi

જો રજાઓમાં તમે વન-ડે પિકનિકનું આયોજન કરી રહ્યા છો તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં જઇને તમે એક આખો દિવસ એન્જોય કરી શકો છો.આ જગ્યા છે ઓરસંગ કેમ્પ સાઇટ

ક્યાં છે ઓરસંગ કેમ્પ સાઇટ

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 9/10 by Paurav Joshi

અમદાવાદથી 164 કિમી દૂર અને વડોદરાથી 57 કિમી દૂર ડભોઇ તાલુકામાં ચાણોદ નજીક ઓરસંગ ગામડીમાં આ કેમ્પસાઇટ છે. આ વડોદરા જિલ્લામાં આવેલી 125 એકરમાં ફેલાયેલી સૌથી મોટી કેમ્પસાઇટ છે. અહીં સૌથી લાંબી ઝિપ લાઇન છે. રહેવા માટે અહીં રૂમ, કોટેજીસ, ડોર્મેટરીઝ ઉપલબ્ધ છે.

એક્ટિવિટીઝ

Photo of વન-ડે પિકનિક કરવી હોય કે પછી હોય વન નાઇટ સ્ટે, વડોદરા નજીકના આ રિસોર્ટ્સ કરાવશે શાંતિનો અનુભવ 10/10 by Paurav Joshi

ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન

સ્કાય વોક, રોપ વોક, ઝીગ ઝેગ

કોમ્પ્લિમેન્ટરી નેટ, બર્મા બ્રિજ, મંકી બ્રિજ

સ્વિમિંગ પુલ, મીસ્ટ પોન્ડ, મિનિ ડી.જે

ફ્લાઇંગ ફોક્સ, ફ્લાય ઇન એર

મીની ટાયર એક્ટિવિટીઝ

સ્વિંગ બ્રિજ

ટાયર વોક-વોક ઇન એર ટાયર

જંગલ ટ્રેકિંગ

પેકેજીસ

1200 રૂપિયાનું પેકેજ (પ્રતિ વ્યક્તિ)

બ્રેકફાસ્ટ, લંચ, ચા-કોફી સાથે 17 જેટલી એડવેન્ચર એક્ટિવિટીઝ ફ્રી (એક વખત)

ચેક-ઇન ટાઇમઃ સવારે 10 વાગે

ચક-આઉટ ટાઇમઃ સાંજે 5.30 વાગે

નોંધઃ કોરોના સંક્રમણ ચાલતુ હોવાથી અહીં દર્શાવેલા રિસોર્ટના સમય અને ભાવમાં ફેરફાર હોઇ શકે છે. કોઇપણ જાતનો પ્લાન નક્કી કરતાં પહેલા જે-તે રિસોર્ટની વેબસાઇટ પર જઇને કે ફોનથી માહિતી મેળવી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.