પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર

Tripoto
Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

પશ્ચિમ બંગાળમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં દર મહિને લાખો પ્રવાસીઓ ફરવા જાય છે. દેશની પ્રથમ રાજધાની હોવાના કારણે અહીં એવી ઘણી જગ્યાઓ બનાવવામાં આવી હતી, જે આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

જો આપણે કોલકાતા કે બંગાળ ફરવાનો પ્લાન બનાવીએ તો પ્રશ્ન એ થાય કે આપણે ક્યાં જવું જોઈએ? આ રાજ્ય એટલું મોટું છે કે તેને જોવા માટે આખો મહિનો કાઢવામાં આવે તો પણ અવશ્ય ઓછું પડે. પરંતુ હવે તમારે વધારે વિચાર કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને પશ્ચિમ બંગાળની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

કોલકાતા

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

કોલકાતાની મુલાકાત લીધા વિના પશ્ચિમ બંગાળનો પ્રવાસ અધૂરો છે. આ જગ્યા એવી છે કે તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. જો તમારે ભારતની સંસ્કૃતિ અને પરંપરાને સમજવી હોય તો કોલકાતાથી સારી બીજી કોઈ જગ્યા નથી.

તમે તમારો પહેલો દિવસ કોલકાતામાં વિતાવી શકો છો. અહીં જોવા માટે ઘણું બધું છે, પરંતુ જો તમે કોલકાતામાં ફરવા માટે સુંદર જગ્યાઓ શોધી રહ્યા છો, તો તમે નીચે જણાવેલ જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો.

રવીન્દ્ર સરોવર

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

કોલકાતાની આ જગ્યા રવીન્દ્ર સરોવર તળાવના નામથી પણ પ્રખ્યાત છે. તમે પ્રથમ દિવસે આ જગ્યાએને એક્સપ્લોર કરી શકો છો. લગભગ 75 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. આ જગ્યા સ્વર્ગથી જરાય ઓછી નથી. અહીં તમે તળાવની આસપાસની હરિયાળી વચ્ચે રંગબેરંગી પક્ષીઓને જોઈ શકો છો. પરંતુ બોટિંગ માટે તમારે લગભગ 50 રૂપિયાની ટિકિટ લેવી પડી શકે છે.

બોટનિકલ ગાર્ડન

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

જો તમે સુંદર સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો, તો આ સ્થળ બીજા દિવસ માટે શ્રેષ્ઠ બની શકે છે. 273 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ, શિબપુર, હાવડામાં સ્થિત બોટનિકલ ગાર્ડન કોલકાતાના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. જેને આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ ઈન્ડિયન બોટનિકલ ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. 1787માં કર્નલ કીડ દ્વારા સ્થપાયેલ બોટનિકલ ગાર્ડન તે સમયે કંપનીના ગાર્ડન તરીકે જાણીતું હતું. બોટનિકલ ગાર્ડન પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વિસ્તારની મુલાકાત લેવા અને બગીચાઓમાં પ્રકૃતિની ગોદમાં થોડોક શાંતિપૂર્ણ સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ છે.

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

બોટનિકલ ગાર્ડનમાં 12,000 જીવંત બારમાસી છોડ તેમજ વિશ્વભરમાંથી એકત્ર કરાયેલા હજારો છોડ છે. બગીચાનું મુખ્ય આકર્ષણ વિશાળ વડનું વૃક્ષ છે, જે ગ્રેટ બનયાન ટ્રી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત અદભૂત ઓર્કિડ અને બહુરંગી ફૂલો પણ બગીચામાં આકર્ષણનું કેન્દ્ર છે. તમે તમારા પાર્ટનરની સાથે અહીં આરામની પળો વિતાવી શકો છો. અહીં તમે સવારે 10 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે ફરવા જઈ શકો છો. આ ગાર્ડનની ટિકિટની કિંમત લગભગ 10 રૂપિયા છે.

બિરલા મંદિર

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

લગભગ 130 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું બિરલા મંદિર, કોલકાતાના પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે. બિરલા મંદિરનું નિર્માણ વર્ષ 1970માં શરૂ થયા બાદ 26 વર્ષ પછી 21 ફેબ્રુઆરી 1996ના રોજ પૂર્ણ થયું હતું. મંદિરમાં મુખ્ય દેવતા રાધા-કૃષ્ણ સાથે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને દેવી દુર્ગાના દસ અવતારોની મૂર્તિઓ છે.

માર્બલ પેલેસ

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

ત્રીજા દિવસે તમે માર્બલ પેલેસની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળ માત્ર પ્રસિદ્ધ જ નથી પરંતુ ઐતિહાસિક પણ છે. 1835 માં રાજા રાજેન્દ્ર મુલિક દ્વારા બનાવવામાં આવેલ માર્બલ પેલેસ હવેલી કોલકાતાના સૌથી પ્રખ્યાત પ્રાચીન આકર્ષણોમાંનું એક છે. માર્બલ પેલેસ હવેલીનું સ્થાપત્ય અદ્ભુત અને અકલ્પનીય છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે.આ સ્થાપત્ય શૈલીને કારણે માર્બલ પેલેસને સર્વશ્રેષ્ઠ સંરક્ષિત સ્થળ તરીકે ગણવામાં આવે છે. મહેલના મુખ્ય આકર્ષણોમાં, એક સંગ્રહાલય પણ છે જેમાં વિવિધ પ્રકારનું પ્રાચીન ફર્નિચર અને જૂના ચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત માર્બલ પેલેસ હવેલીમાં વિવિધ દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે જે માર્બલ પેલેસ ઝૂ તરીકે પણ ઓળખાય છે. માર્બલ પેલેસ હવેલી કોલકાતામાં પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જે દર વર્ષે હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે.

દાર્જિલિંગ

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

દાર્જિલિંગને પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે. આ પશ્ચિમ બંગાળનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે, તેની સુંદરતાને કારણે દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ સ્થળ કોલકાતાથી લગભગ 700 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

મિરિક

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

તમે તમારો પહેલો દિવસ મિરિકમાં વિતાવી શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે, જે ભારત અને નેપાળ બોર્ડર પર આવેલી છે. અહીં મિરિક લેક, ચાના બગીચા, નારંગીના બગીચા તમારો દિવસ સુધારી દેશે. દાર્જિલિંગથી મિરિક જતો રસ્તો ચાના બગીચામાંથી પસાર થાય છે, જેને જોઈને તમારો મૂડ બની જશે.

જોરપોખરી

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

તમે દાર્જિલિંગથી લગભગ 19 કિમી દૂર આવેલા ઝોરપોખરી નગરની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો. અહીંની હરિયાળી ખીણો અને ઠંડી હવા જોઈને તમે ખૂબ જ ખુશ થશો. તમને માનસિક શાંતિ મળશે અને તમારા મિત્ર અથવા જીવનસાથી સાથે શાંતિની પળો પસાર કરી શકશો. તમે એક દિવસથી વધુ ન રોકાઓ અને બીજા દિવસે અહીં જવાનો પ્લાન બનાવવો વધુ સારું રહેશે.

ચટકપુર

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

આ જગ્યા દાર્જિલિંગની સૌથી નજીકના એરપોર્ટ બાગડોગરાથી માત્ર 80 કિમી દૂર છે. આ અંતર કાપવા માટે તમે ટેક્સીની મદદ લઈ શકો છો. ત્રીજો દિવસ અહીં વિતાવવો ઘણો સારો સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દાર્જિલિંગની નજીક આવેલું આ એક નાનું ગામ છે, જે ઉત્તરમાં કંચનજંગા પર્વતમાળાઓથી ઘેરાયેલું છે.

ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું

બંગાળ દેશના તમામ ભાગો સાથે સારી રેલ કનેક્ટિવિટી સાથે જોડાયેલું છે. અહીંના મુખ્ય રેલ્વે સ્ટેશન હાવડા અને સિયાલદા છે. બંને રેલ જંક્શન કોલકાતામાં આવેલા છે.

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

વિમાન દ્વારા કેવી રીતે પહોંચવું

બંગાળ પાસે બે એરપોર્ટ છે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોલકાતામાં સ્થિત છે અને બાગડોગરા શહેરમાં સ્થિત બાગડોગરા એરપોર્ટ છે. અહીંથી દેશ અને દુનિયાના મોટા શહેરો માટે નિયમિત ફ્લાઈટ્સ ચાલે છે.

Photo of પશ્ચિમ બંગાળ ફરવાનો 3 દિવસનો છે પ્લાન, તો કરો આ જગ્યાઓને એક્સપ્લોર by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads