હવાઇ યાત્રા દરમિયાન ન કરો આવા તોફાની કૃત્યો, નહીંતર પડશે મુશ્કેલી

Tripoto

ભારતીયો માટે હવાઇ યાત્રા હવે સરળ બની ગઇ છે. દર વર્ષે વિમાનમાં ઉડનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે. જો કે, પ્રીમિયમ યાત્રા કરવાનો અર્થ એ નથી કે યાત્રાનો શિષ્ટાચાર પણ આવડી જાય. આ સાંભળવામાં દુઃખદ લાગે પરંતુ વિનમ્રતા, શિષ્ટતા અને ધેર્ય કેટલાક એવા શબ્દ છે જે ભારતીય ઉડ્યનના સમાનાર્થી નથી. જો તમે પોતાને એવા યાત્રી રૂપે નથી ઓળખતા તો કૃપા કરીને ફરીથી તપાસી લો કે શું તમે આમાંથી કોઇ એવી પ્રવૃતિમાં ભાગ લીધો છે જે પરેશાનીને આમંત્રિત કરવાની ક્ષમતા રાખે છે.

1. એક નાનકડી કોલ્ડ ડ્રીંકની બોટલમાં શરાબ લઇ જવો

ડોમેસ્ટીક ઉડ્યનમાં હેન્ડ બેગેજમાં આલ્કોહોલની અનુમતિ નથી. તમે તમારા ચેક-ઇન બેગેજમાં 5 લીટર સુધી આલ્કોહોલ લઇ જઇ શકો છો પરંતુ નિશ્ચિત રીતે તેને પોતાની સાથે વિમાનની અંદર નહીં લઇ જઇ શકો. સ્પષ્ટ રીતે તમને ઉડ્યનમાં શરાબ પીવાની મનાઇ છે. ભલે તમે બોર્ડિંગ બબાદ શરાબ નથી પી રહ્યા પરંતુ વિચાર્યું હતું કે નશામાં ધૂત થઇને જવું અને ઉડ્યનમાં મદમસ્ત રહેવું એક સારો વિચાર છે, તો આ મોજ મસ્તીને પોતાના સુધી સીમિત રાખો અને અન્ય યાત્રીઓને પરેશાન ન કરો. કેમ? કારણ કે નાગરિક ઉડ્યન મંત્રાલય આને લેવલ એકના અપરાધ તરીકે માન્યતા આપે છે, અને તમે 3 મહિના સુધી વિમાન મુસાફરી પર પ્રતિબંધ લગાવી શકાય છે.

Photo of હવાઇ યાત્રા દરમિયાન ન કરો આવા તોફાની કૃત્યો, નહીંતર પડશે મુશ્કેલી by Paurav Joshi

2. એક સુંદર એર હોસ્ટેસને પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરવી

વિનમ્ર વાતચીત ક્યારેય પણ કોઇ સમસ્યા નથી અને ન તો કોઇ સુંદર વ્યક્તિના વખાણ કરવા કોઇ અપરાધ છે. પરંતુ સાવધાન રહો કારણ કે તમે તમારી ભાવનાઓને કેવી રીતે વ્યક્ત કરી શકો છો. જો એર હોસ્ટેસ તમારી ટિપ્પણીથી સહજ નથી તો સાવધાન થઇ જજો. અશ્લીલ ટિપ્પણી, શારીરિક હાવભાવ અને પોતાના મિત્રને એક એર હોસ્ટેસના શરીરના અંગોનું બિનજરૂરી વર્ણન કરવું, લેવલ 1 અપરાધ છે જે તમને આવતા 3 મહિના સુધી કોઇપણ એર હોસ્ટેસને જોવાથી દૂર રાખી શકે છે.

3. બીજા યાત્રીની સાથે દુર્વ્યવહાર

એ વાત સાચી છે કે તમારા માટે અલગ અલગ લોકો સાથે જગ્યા શેરિંગ કરવાનું સરળ નથી. તેમનો મત, ભોજન અને કપડાની પસંદગી તમને પરેશાન કરી શકે છે. જો તેઓ કરે છે, તો આ મતભેદોને ઉડ્ડયનમાં કેટલાક કલાકો માટે બીજા માટે સહન કરે, બરોબર તે જ રીતે બીજા તમને સહન કરતા રહ્યા છે. જ્યાં સુધી તમે પરિવહનના કોઇ અન્ય સાધનો પર પોતાની સાથે યાત્રા કરનારા લોકોના એક મોટા સમૂહની સાથે પોતાના વ્યક્તિગત સ્થાન વહેંચવા નથી માગતા, જ્યાં સુધી તેનો દુરુપયોગ ન કરે કે અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરો. મૌખિક ઉત્પીડન એક સ્તર 1નો અપરાધ છે.

Photo of હવાઇ યાત્રા દરમિયાન ન કરો આવા તોફાની કૃત્યો, નહીંતર પડશે મુશ્કેલી by Paurav Joshi

4. અન્ય યાત્રીઓને ટચ કરવું

જુદી જુદી સંસ્કૃતઓમાં એક ભૌતિક સ્પર્શના અલગ-અલગ અર્થ હોઇ શકે છે. લોકોની પરવાનગી વગર તેમને ટચ કરવાનો વિચાર સારો નથી. પછી ભલે તમે તેનો કોઇપણ પ્રકારનો અર્થ કાઢો. અને નિશ્ચિત રીતે જો તમે કોઇ વિમાનમાં કોઇને થપ્પડ મારી રહ્યા છો કે લાતો અને ફેંટો મારી રહ્યા છે, તો તમને છ મહિના સુધી વિમાનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો તમને આશ્ચર્ય ન થવું જોઇએ. શારીરિક રીતે અપમાનજનક વ્યવહાર એક સ્તર IIનો અપરાધ છે, છ મહિના સુધીનો પ્રતિબંધ દંડનીય છે.

Photo of હવાઇ યાત્રા દરમિયાન ન કરો આવા તોફાની કૃત્યો, નહીંતર પડશે મુશ્કેલી by Paurav Joshi

5. જાહેરાત કરી કે વિમાનમાં બોંબ છે

જ્યાં સુધી વિમાનમાં વાસ્તવિક બોંબ ન હોય તો તમે એવી કોઇ જાહેરાત ન કરી શકો જેનાથી ભય અને ભ્રમ પેદા થાય. યાત્રીઓના જીવને જોખમમાં નાંખનારી કોઇપણ કાર્યવાહી લેવલ IIIનો અપરાધ છે જેના કારણે વિમાનમાં ઉડવા પર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે.

6. શૌચાયલના દરવાજાના બદલે નિકાસ દ્વાર ખોલવા

સાંભળવામાં એ વિચિત્ર લાગી શકે છે પરંતુ આ ઘટના ઘણીવાર થઇ ચુકી છે કે એક માસુમ યાત્રીએ શૌચાલયની શોધમાં બહાર નીકળવાનો દરવાજો ખોલી નાંખ્યો. જો તમને વિમાનમાં ચીજો કેવી રીતે કામ કરે છે તે અંગે ખબર નથી તો અન્ય યાત્રીઓ કે ચાલકદળની મદદ માંગવાથી ગભરાતા નહીં. આ એકવાર માટે શર્મનાક હોઇ શકે છે. પરંતુ નિશ્ચિત રીતે તે જીવન માટે જોખમકારક નહીં હોય. સાથી યાત્રીઓના જીવનને જોખમમાં નાંખવું એ લેવલ III નો ગુનો છે. જે હંમેશા માટે તમને વિમાનની મુસાફરી પર પ્રતિબંધ મુકાવી શકે છે. કે તમને જેલમાં પણ નાંખી શકે છે.

7. વિમાનને શારીરિક રીતે નુકસાન પહોંચાડવું

જ્યારે તમે કંટાળી ગયા હોવ, ત્યારે સ્ક્રેપિંગ, સ્ક્રેચિંગ, થપ્પીંગ એ હાથની કુદરતી હિલચાલ છે. જો કે આ અનિચ્છનિય કાર્ય છે જે હાનિરહીત નથી. તમને એ ખબર નહીં હોય કે આનાથી વિમાનને કેટલું જોખમ હોઇ શકે છે. તૂટ-ફૂટની નાની નાની હરકતોને સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવે છે, પરંતુ તમે જાણીજોઇને કે અજાણતા વિમાનના કોઇ ભાગને નુકસાન પહોંચાડો છો તો તમને આજીવન વિમાન મુસાફરી કરવાથી પ્રતિબંધિત કરી શકાય છે, કારણ કે આ ત્રીજા સ્તરનો અપરાધ છે.

8. ચેક-ઇન લગેજમાં પાવર બેંક લઇ જવી

જો તમે વિમાનમાં પાવર બેંક લઇને જઇ રહ્યા છો તો તમને મુશ્કેલી પડી શકે છે. જો સામાન જતો રહ્યો છે તો પણ તમને પાવર બેંક તમારી બેગમાંથી કાઢવા માટે પાછા બોલાવી શકાય છે. આ પ્રક્રિયા એવી દરેક વસ્તુ માટે થાય છે જેની ચેક-ઇનમાં લઇ જવાની અનુમતિ નથી.

તો જો હવે તમે આ બધુ જાણો છો તો ખુશીથી, સંગીતનો આનંદ માણતા અને વિશાળ સૂટકેસ સાથે વિમાનમાં ઉડી શકો છો. કારણ કે આ બધુ દંડનીય નથી. પરંતુ નેકસ્ટ ટાઇમ જ્યારે કોઇ કહે કે તમારામાં યાત્રા શિષ્ટાચારની કમી છે તો ખોટુ ન લગાડતા.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો