પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા દીકરો ફરી આવ્યો 75 દેશ!

Tripoto

1963 ની વાત છે. 24 વર્ષના અરુણ નારાયણને પોતાના પિતાની જૂની વસ્તુઓ ફંફોલ્ટ ઈટાલીના પૉંપેલી શહેરની તસવીર મળી. એમની ઈચ્છા હતી કે એ એક વાર ઈટાલી જરુર જશે પણ હવે એમની એ ઈચ્છા પૂરી થઈ શકે તેમ ન હતી. મૃત્યુ પછી તો કેમ જઈ શકાય! એટલે અરુણે નક્કી કર્યું તેમનું સપનું પૂરું કરવાનું. પિતાના મૃત્યુ પછી મુંબઇમાં પોતાની પી એચ ડી ની નોકરી છોડીને એણે માં પાસે નાસિક આવવું પડ્યું. એમણે સહારાની જરુર હતી અને અરુણ પર જવાબદારી પણ આવી પડી.

Photo of પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા દીકરો ફરી આવ્યો 75 દેશ! 1/4 by Jhelum Kaushal

અરુણ પર જવાબદારીઓ આવી ચડવાથી એ નાસિક આવી ગયા હતા. બીજી વાર અમેરિકાની કોલેજમાં ભણવાનો પ્લાન પણ કેન્સલ કરવો પડ્યો. ભારતમાં જ અરુણ તેમની પત્નીને મળ્યા. એમને મનોવિજ્ઞાનમાં સ્નાતકના કારણે સ્કૉલરશિપ સાથે 7 વર્ષ પછી અમેરિકા ભણાવની તક મકલી પણ હેલ્થ ના કારણે એમના વિઝા રિજેક્ટ થઈ ગયા!

ત્રીજી વખતે નસીબે એમનો સાથ આપ્યો. ફોર્ડ ફાઉંડેશનની સ્કૉલરશિપ સાથે 1973 માં અરુણ ઇંગ્લૈંડ જતાં રહ્યા. ત્યાં અર્બન સ્ટડિનું ભણ્યા. એમના પત્ની મંજરી અને 2 સંતાનો ભારત જ રહ્યા હતા. એમની દીકરી સુપ્રિયા પિલગાઓકર મરાઠી અને હિન્દી સિનેમામાં જાણીતી છે. ને દીકરો સુમિત રિલાયંસના મુકેશ અંબાણીનું પ્રાઇવેટ પ્લેન ઉડાડે છે.

Photo of પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા દીકરો ફરી આવ્યો 75 દેશ! 2/4 by Jhelum Kaushal

અરુણ ઇંગ્લૈંડ ગયા ત્યાંથી એમણે પૂરું યુરોપ જોઈ લીધું હતું. કેટલાયે મિત્રો બનાવ્યા હતા. અને નવું નવું જાણવાની એમની જિજીવિષાને એમણે જીવતી રાખી હતી. આટલું ફરવાથી જ એમણે સમજાયું કે દુનિયાના દરેક લોકોની વિચારસરણી સરખી જ હોય છે, અરુણ યુરોપ, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ, અને આફ્રિકા ફરી ચૂક્યા છે.

Photo of પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા દીકરો ફરી આવ્યો 75 દેશ! 3/4 by Jhelum Kaushal

2012 માં એમની એન્ટાર્કટિકની ટ્રીપ સૌથી યાદગાર હતી. એમ એમની સાથે 85 બીજા યાત્રીઓ પણ હતા. જહાજનો રસ્તો સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકના સાઉથ શેતલેન્ડ આઇલેંડ વચ્ચે બનેલા દરેક પેસેજમાંથી નીકળતો હતો. 11 કિમી લાંબા લીમયર ચેનલ પાર કરતી વખતે એમણે અજીબ શાંતિનો અનુભવ કર્યો. પાણી પર તરત બરફના ટુકડાઓ અને સીલ તથા પેંગ્વિન પણ જોયા. 60 કલાકની આ મુસાફરીમાં ઘણા લોકો બીમાર થયા હતા, એમને પણ લાગ્યું હતું કે મૃત્યુ હવે નજીક છે. રાતે એમને લાશના સપના પણ આવતા.

એમના પત્ની એમની સાથે ભાગ્યે જ ફરવા આવતા, પણ, 50મિ એનિવર્સરી પર અરુણ એમને ઇંગ્લૈંડ લઈ ગયા હતા. ત્યાંથી ભારત પાછા આવતા જ થોડા સમય પછી તે પોતાની પૌત્રી શ્રીયા પિલગાઓકર સાથે આઇસલેન્ડ ફરવા નીકળી પડ્યા!

Photo of પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા દીકરો ફરી આવ્યો 75 દેશ! 4/4 by Jhelum Kaushal

એમને પોતાની ઉમરનો ખ્યાલ છે એટલે ફરવા નીકળતા પહેલા આરામ અને સુરક્ષાનો ખ્યાલ રાખે છે. અને આ ઉમરે પણ પોતાના પિતા વિષે યાદ કરીને એમનું માનવું છે કે એમના પિતા એમની આંખે દુનિયા જોઈ રહ્યા છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ