યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો?

Tripoto

ભારત એ એટલો ભવ્ય ઇતિહાસ ધરાવતો દેશ છે કે આપણા દેશમાં અદભૂત, અલૌકિક, અકલ્પનીય, અવર્ણનીય તેમજ અનોખા બાંધકામો તેમજ શિલ્પ સ્થાપત્યોની કોઈ જ કમી નથી. કમનસીબીની વાત એ છે કે આવા અનેક સ્થાપત્યો પર આપણા સૌનું ધ્યાન ત્યારે જાય છે જ્યારે તેને કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવે. હમ્પીના મંદિરો, ખજુરાહો, મહાબલીપુરમ, મહાબોધિ મંદિર, ચોલાપુરમ, ચાંપાનેર, કૈલાસ મંદિર વગેરે આવા ઉદાહરણો છે જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યા પછી ટ્રાવેલર્સમાં વધુ જાણીતા બન્યા હોય.

Photo of Ramappa Temple, RAMAPPA, Mulugu, Telangana, India by Jhelum Kaushal

આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો છે. તેલંગાણાના એક ઓછા જાણીતા રામપ્પા મંદિરને યુનેસ્કોએ વધાવી લીધું.

યુનેસ્કો સંસ્થાએ 25 જુલાઇ 2021 ના રોજ તેલંગાણા રાજ્યમાં સ્થિત રામપ્પા મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કર્યું છે. તેલંગાણાના એક ઓછા જાણીતા રામપ્પા મંદિરને યુનેસ્કોએ વધાવી લીધું

રામપ્પા મંદિર વિષે:

રામપ્પા મંદિર વારંગલ જિલ્લામાં મુલુંગ તાલુકામાં પાલમપેટ નામના ગામમાં આવેલું છે.

Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal
Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal

તેલંગાણા રાજ્યના વારંગલ વિસ્તારમાં કાકટિય શૈલીમાં બંધાયેલા અમુક અદભૂત બાંધકામો જોવા મળે છે. આવું જ એક અનેરું મંદિર એટલે વારંગલ જિલ્લામાં સ્થિત રામલિંગેશ્વર મંદિર જે સામાન્ય રીતે રામપ્પા મંદિરના નામે લોકપ્રિય છે. મધ્યકાલીન યુગમાં ઈસવીસન 1213માં કાકાતી ગણપતિ દેવ નામના રાજાના શાસનમાં રામપ્પા મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને તેના મુખ્ય શિલ્પી રામપ્પાના નામ પરથી રામપ્પા મંદિર તરીકે ઓળખાય છે.

Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal
Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal

ભારતનું કદાચ આ એકમાત્ર મંદિર છે જેને તેના શિલ્પીનું નામ આપવામાં આવ્યું હોય. ખૂબ જ મનમોહક કોતરણીકામ ધરાવતા રામપ્પા મંદિરના નિર્માણમાં કુલ 40 વર્ષ જએટલો સમય લાગ્યો હતો.

મંદિરનું 6 ફૂટ ઊંચું શિખર, આકર્ષક પ્રદક્ષિણા પથ, તેમજ નંદી મંડપમ આ અદભૂત મંદિરના મુખ્ય આકર્ષણ છે.

Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું: વારંગલ શહેરથી આ મંદિર 70 કિમીના અંતરે છે જે વાહનમાર્ગે જઈ શકાય છે.

મંદિરનો સમય: દરરોજ સવારે 6.00 થી સાંજે 6.00

રોકાણ માટે: Haritha Lake View Resort Ramappa ખાતે રોકાણ તેમજ ભોજનની ઘણી સારી વ્યવસ્થા છે.

Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal
Photo of યુનેસ્કોએ બિરદાવેલા તેલંગાણાના રામપ્પા મંદિર કેવી રીતે જશો? by Jhelum Kaushal

માહિતી: તેલંગાણા ટુરિઝમ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ