Day 1
હિમાચલ પ્રદેશ
કમરુનાગ સરોવર હિમાચલ પ્રદેશમાં સ્થિત મંડી જિલ્લાથી અંદાજે 51 કિલોમીટર દૂર કરસોગ ખીણમાં સ્થિત છે. હિમાચલ પ્રદેશના કમરુનાગ સરોવરે પોતાની અંદર ઘણાં રહસ્યોને છુપાવીને રાખ્યા છે. કહેવાય છે કે આ સરોવરની અંદર અબજો રુપિયાનો ખજાનો છુપાયેલો છે, જેને કોઇપણ કાઢવાની કોશિશ નથી કરતું.
હિમાચલ પ્રદેશ ઘણી સુંદર જગ્યા છે. અહીંના પહાડો, પર્વત અને બર્ફિલા મેદાનો મોટાભાગે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે જેણે પોતાની અંદર ન જાણે કેટલા રહસ્યોને દફન કરીને રાખ્યા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થાનનું ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં અનોખુ યોગદાન રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. આ જગ્યા પર ઘણાં એવા મંદિર અને સરોવરો છે જેના રહસ્યોને અત્યાર સુધી કોઇ જાણી શક્યું નથી. આ કડીમાં એક નામ આવે છે હિમાચલ પ્રદેશના કમરુનાગ સરોવરનું. આ સરોવર સાથે જોડાયેલી ઘણી એવી રહસ્યમય વાતો છે જેને જાણ્યા પછી તમે પણ આશ્ચર્યમાં પડી જશો.
આ સરોવરનું નામ ખીણના દેવતા કમરુનાગના નામ પર પડ્યું છે. કહેવાય છે કે આ સરોવરની અંદર કરોડો રુપિયાનો ખજાનો સંગ્રહાયેલો પડ્યો છે જેને હજુ સુધી કોઇ કાઢી શક્યું નથી. સરોવરની અંદર અંદર એટલી મોટી સંખ્યામાં સોના અને ચાંદીના વાસણો છે કે કોઇ તેનો અંદાજો પણ નથી લગાવી શકતું. ઘણાં લાંબા સમયથી લોકો સોના અને ચાંદીથી બનેલી મોંઘામાં મોંઘી પ્રતિમાઓને અહીં અર્પણ કરતા રહ્યા છે. જેના કારણે કમરુનાથ સરોવરના ગર્ભમાં બેશુમાર માત્રામાં ધન-દોલત એકઠી થઇ ગઇ છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે ચોરોએ ઘણીવાર સરોવરની અંદરના ખજાનાને ચોરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ પ્રયાસ દર વખતે નિષ્ફળ સાબિત થયો છે.
આશ્ચર્યજનક વાત એ છે કે આ સરોવરની અંદર મોટી સંખ્યામાં ખજાનો છુપાયેલો છે. તેમ છતાં આ સ્થાન પર કોઇ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નથી. લોકોની માન્યતા છે કે સરોવરની રક્ષા સ્વંય કમરુનાથ દેવતા કરે છે. સરોવરનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. જેનું નિર્માણ પાંડુ પુત્ર ભીમે કર્યું હતું.
આ સરોવરની પાસે એક મંદિર છે જ્યાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. આ ભક્તો મંદિરમાં ઘણોબધો ભોગ ધરાવે છે. મનોકામના પૂર્ણ થાય તો ભક્તો આ મંદિરની પાસે સ્થિત કમરુનાથ સરોવરમાં હીરા અને ઝવેરાતને અર્પિત કરે છે.
આ ઉપરાંત મહિલાઓ આ સરોવરમાં સોના-ચાંદીના ઝવેરાત પણ ચઢાવે છે. આ જગ્યાએ જૂનના મહિનામાં એક મોટા મેળાનું આયોજન થાય છે. ભક્તજનો અને શ્રદ્ધાળુઓનું માનીએ તો 14 અને 15 જૂને બાબા કમરુનાથ સ્વયં પોતાના દર્શન આપે છે.
દોસ્તો આપને આ આર્ટિકલ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો.
જયભારત