જ્યારે પણ આપણે ગામડાનું વિચારીએ ત્યારે આપણી સમક્ષ કાચા રસ્તા, પાણીની કમી, ખેતમજૂરી, અને જમીનદારો દ્વારા તેમનું શોષણ. આવું જ દ્રશ્ય આપણી સમક્ષ ઉભુ થાય છે. વીજળીની હાલત પણ પાણી જેવી હાલત છે. કુલ મળીને ભારતના મોટાભાગના ગામડાઓની હાલત આવી હોઇ શકે પરંતુ આજે આપણે એવા ગામડાઓની વાત કરીશું જેમની ગણના અમીર ગામડામાં થાય છે. ભારતના આ 7 ગામ દેશના અમીર ગામ કહેવાય છે. જેમાં ગુજરાત ટોપ પર છે. તો આવો જઇએ તેની સફરે..
1. હિવરે બજાર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લો દુષ્કાળના કારણે આખા દેશમાં પ્રસિદ્ધ છે. તે જ અહમદનગરમાં પોતાની સિંચાઇ તંત્ર માટે જાણીતું છે હિવરે બજાર. 1990માં બેરોજગારી, પલાયન અને લૂંટ-ધાડના બનાવોથી ઘેરાયેલું રહેતું હિવરે બજાર, રાલેગણ સિદ્ધિની જેમ ચાલ્યું અને સરકારથી મળનારી યોજનાઓનો ફાયદો ઉઠાવીને યોગ્ય રસ્તા પર આવ્યું. અહીં રહેતા ગામવાસીઓની એવરેજ આવક ₹30,000 મહિના છે અને અહીં રહેતા 235 પરિવારોમાંથી 60 પરિવાર લખપતિ છે.
2. હમ્પી, કર્ણાટક
પોતાની ઐતિહાસિક ઇમારતો માટે પ્રસિદ્ધ હમ્પી મુખ્યત્વે તેના ઐતિહાસિક ક્લેવરમાં જ ઓળખાય છે, પરંતુ આ ગામનું સ્વરૂપ પણ અદ્ભુત છે. આ ગામમાં લોકો તમને બાઇક પર ફરતા મળી જશે. તેમાંથી કેટલાક વિદેશી હોવાની પુરી સંભાવના છે. અહીં પર રશિયન અને ઇઝરાયેલી ખાવાનું મળી જશે. સંગીતના સામાનની દુકાનો છે અહીં.
સૌથી જરૂરી વાત, પોતાની ઐતિહાસિક વિરાસતને સંકેલતું હમ્પી ગામ તેની રંગત પર ખરુ ઉતરે છે.
3. મરોગ ગામ, હિમાચલ પ્રદેશ
હિમાચલની આબોહવાથી તમે વાકેફ હશો જ. એક સુંદર ગામ પણ જોવાની તક નીકળી જશે. હિમાચલના જંગલો નજીક મરોગ ગામ મળશે. આ ગામમાં સફરજન એટલો મોટો કારોબાર છે કે વિદેશો સુધી અહીંનું સફરજન વેચાય છે. સૂત્રોની માનીએ તો આ ગામમાં લોકોની મહત્તમ વાર્ષિક આવક 95 લાખ રૂપિયા સુધી છે.
4. માધાપર, ગુજરાત
1990ના દશકમાં ટેકનીકનો જમાનો આવ્યો અને માધાપર દેશના સૌથી પહેલા હાઇટેક ગામ તરીકે જાણીતું થયું. આખા ગુજરાતે છેલ્લા બે દશકમાં ખુબ વિકાસ કર્યો છે. પરંતુ આ ગામની ખાસિયત હતી સારી હોટલની, સમજદાર લોગ હતા, ટેકનીકનો પ્રભાવ હતો, એટલે મોટી મોટી મીટિંગ કરાવવા માટે બેસ્ટ જગ્યા બની ગઇ ગુજરાતનું માધાપર. ગામના બધા લોકોની સંપત્તિની વિગતો કાઢશો તો માધાપર ભારતના સૌથી ગામોના લિસ્ટમાં મળશે.
5. પુંસરી, ગુજરાત
સાબરકાંઠા જિલ્લામાં સ્થિત પુંસરી નામનું ગામ, બસ નામનું જ ગામ છે. શહેરની લગભગ દરેક સમ્પદા વસે છે આ ગામમાં. અને સૌથી સુંદર વાત, અહીં પર લોકંતાત્રિક મૂલ્યોનો ઘણો ખ્યાલ રાખવામાં આવે છે.
પંચાયતી રાજનું ઘણી સારીરીતે પાલન અને ઉપયોગ હોવાના કારણે વીજળી, શિક્ષણ, પાણીની સુચારુ વ્યવસ્થાની સાથે ટેકનીકલ ઇન્ટરનેટ અને વાઇ-ફાઇની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંના હિંમાશુ પટેલે 23ની ઉંમરમાં સરપંચ બનીને અહીંની વ્યવસ્થા સુધારી છે.
આ સાથે જ આ ગામમાં વરસાદથી થતી પાણી ભરાવાની સમસ્યાને રોકવા માટે પાણીના નિકાલની સુવિધા છે. આખુ ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત છે.
6. બળદિયા, ગુજરાત
ગુજરાતના ભુજથી 20 કિ.મી. દૂર આવેલું બળદિયા ગામની ઓળખ પણ દૂર દૂર સુધી ફેલાયેલી છે. જો વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની તો ટોપ ક્લાસની સેવા છે પરિવહનના મામલે. પહોળા રસ્તા અને ટેલીકોમ્યુનિકેશન પણ અહીં સુધી પહોંચી ચૂક્યું છે.
8000 લોકોના આ નાનકડા ગામની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા છે. અંદાજો લગાવી લો કે આર્થિક રીતે કેટલું સંતુષ્ટ છે આખુ ગામ. અને સૌથી મોટી વાત, અહીં મોટી સંખ્યામાં પટેલોની વસતી છે. તેમણે અમેરિકા, કેનેડા અને બીજા દેશોમાં પોતાનો વેપાર વધાર્યો છે. વિદેશોમાં હોવા છતાં તેમણે પોતાના ગામને ભૂલ્યા નથી અને વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. એટલે બળદિયાની છબિ આસપાસના ગામમાં ઘણી સારી છે.
7. મેંઢા લેખા, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાનું ગામ મેંઢા લેખા પોતાનામાં ઘણું વિચિત્ર ગામ છે. 6 વર્ષ સુધી ચાલેલી એક મોટો કાયદાકિય જંગ જીત્યા બાદ મેંઢા લેખા પહેલું એવું ગામ બન્યું જેની પાસે પોતાનો વન અધિકાર પણ છે.
ગામની વસતી મુખ્યત્વે વાંસ પર નિર્ભર છે. 450 લોકોની વસતી ધરાવતા ગોંડ જાતિના લોકો આ વાંસથી કાગળ બનાવે છે. આ જ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. અને સૌથી મોટી વાત તેમની કમાણી કરોડોમાં થાય છે. જેટલી આજના જમાનામાં ડોક્ટર, એન્જિનિયર પણ નથી કરી શકતા. આ પૈસાનો પૂરેપૂરો ઉપયોગ ગામના વિકાસ અને સામાજિક કલ્યાણ માટે કરવામાં આવે છે.
આ ગામ અંગે જાણીને તમે એકવાત સમજી જશો કે બધી જગ્યાએ પંચાયતી રાજ અને નિયમોનો ઉપયોગ ઘણી જ સારી રીતે કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા મળનારા પૈસા ક્યાં તો નેતાઓના ખિસ્સામાં જાય છે ક્યાં પાછા સરકારના ખજાનામાં. પરંતુ અહીંની જનતા અને વ્યવસ્થાઓ સુધરી જાય તો વાત બની જાય. જેનું સૌથી સારુ ઉદાહરણ છે આ ગામ. જો તમને કોઇ બીજા ગામની જાણકારી છે જે આટલું જ વિકસિત છે તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો