બિન્દુઃ ભારતનું એ સુંદર છેલ્લુ ગામ જેના વિશે વધારે ટૂરિસ્ટ નથી જાણતા

Tripoto
Photo of બિન્દુઃ ભારતનું એ સુંદર છેલ્લુ ગામ જેના વિશે વધારે ટૂરિસ્ટ નથી જાણતા 1/1 by Paurav Joshi
ક્રેડિટઃ ફ્લિકર

ભારત ગામડાઓનો દેશ છે, તે તમે સારી રીતે જાણતા હશો. જો આ દેશની રંગબેરંગી સંસ્કૃતિને જાણવી હોય તો ગામડાઓની યાત્રા જરુરી થઇ જાય છે. ભીડભાડવાળા પૉપ્યુલર ટૂરિસ્ટ આકર્ષણથી દૂર અજાણી અને ઓછી જાણીતી જગ્યાઓમાં ફરવું મારી પસદંગી રહી છે. સ્વાભાવિક છે કે મને કેટલાક ખાસ ગામડાઓની શોધ રહે છે જેથી થેલો ઉઠાવીને ચાલી નીકળો. આ રીતે શોધવાના ક્રમમાં મેં દેશના છેલ્લા ગામને જ શોધી કાઢ્યું. ભારતના છેલ્લા બિંદુ પર વસેલા આ ગામનું નામ પણ બિન્દુ જ છે. આની ખાસિયત એ છે કે અહીં રખડૂ (પ્રવાસી)ઓ તંબૂ લગાવીને અડ્ડો જમાવે છે.

ભારત અને ભૂટાન બોર્ડર પર વસેલું ‘બિંદુ’ગામ પોતાના મનોરમ્ય દ્રશ્યોના કારણે જાણીતું છે. રસ્તામાં જેમ જેમ આ વિસ્તારમાં તમે આગળ વધતા જાઓ છો તેમ તેમ તમે પ્રકૃતિની સુંદરતામાં ખોવાતા જાઓ છો. ચાના બગીચાઓની હરિયાળી અને આછી-પાતળી વસતી વચ્ચેથી પસાર થતા રસ્તાઓ કોઇ સ્વપ્ન લોક જેવા લાગે છે. પ્રકૃતિને ગાઢ પ્રેમ કરનારાઓ માટે આનીથી સારી જગ્યા ભાગ્યે જ કોઇ બીજી હોઇ શકે. અહીં પોતાના ચાહકોની સાથે તંબુ લગાવવો અને તેની બહાર આગ પ્રજ્વલિત કરીને રોમાંટિક વાતો કરવી કોઇ ફિલ્મી સીન જેવું લાગી રહ્યું હોય પરંતુ હકીકતમા તે સંભવ છે.

બિંદુમાં બીજુ શું છે ખાસ ?

ભૂટાન અને ભારતની માટીની સુગંધના સંગમ સ્થળ બિંદુમાં બરફથી ઢંકાયેલા પહાડો, જંગલ અને સ્થાનિક સુંદરતાની સાથે કેટલાક એવા સ્થળ છે, જ્યાં પ્રવાસીઓ પોતાની હાજરી નોંધાવે છે. પોતાની આ યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે આ જગ્યાઓ પર જાઓ!

બિંદુ આવનારા યાત્રીઓને આ જગ્યા રોમાંચિત કરી મુકે છે. ખાસ કરીને ફોટોગ્રાફી કરનારા લોકો માટે આ જગ્યા પરફેક્ટ જગ્યા છે. આ નદી પર એક ડેમ પણ છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. રસપ્રદ વાત એ છે કે જલઢાકા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં આ બંધનો મહત્વપૂર્ણ ફાળો છે. આ એ જ પરિયોજના છે જેની પર ભૂટાનની આર્થિક સ્થિતિ મહદઅંશે નિર્ભર કરે છે. અહીં બે સભ્યતાઓનું મિલન તમે સરળતાથી અનુભવી શકો છો. આ સ્થાનથી તમે ભૂટાન તરફ નજર દોડાવી શકો છો.

બર્ડ સેન્ક્ચ્યુરી

જલઢાકા નદીનો વિસ્તાર પક્ષીઓ માટે અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યો છે. જેથી પક્ષીપ્રેમીઓ માટે આ જગ્યા ઘણી જ ખાસ છે. તમે અહીં રંગ-બેરંગી પક્ષીઓને જોઇ શકો છો. અહીં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ જેવા કે ઇરુસિયન વ્રીનેક, બ્રાઉન ડિપર, સ્લાટી બેક્ડ ફોર્કટેલ, ક્રેસ્ટેડ કિંગફિશર, લિટિલ ફોર્કટેલ વગેરેને જોઇ શકો છો.

ટોડી-ટંગ્ટા ટ્રેક

હાઇકિંગ કરનારા માટે આ ટ્રેક ઘણો જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે આ નાનકડા અંતર માટે જ હોય છે, ટોડી-ટંગ્ટા થઇને તમે શાનદાર દ્રશ્યોને નીરખતા ન્યોરા ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન જાઓ છો. હિમાલયની તળેટીમાં વસેલી આ જગ્યા કલિમ્પોંગમાં આવે છે. જો તમે થાક અનુભવો છો તો અહીં જરુર રોકાવું જોઇએ.

ઇલાયચીના પહાડ

ક્રેડિટઃ વિકિપીડિયા

Photo of બિન્દુઃ ભારતનું એ સુંદર છેલ્લુ ગામ જેના વિશે વધારે ટૂરિસ્ટ નથી જાણતા by Paurav Joshi

બિંદુ ગામની પાસે જ લગભગ 14 કિ.મી.ના અંતરે આ પહાડો આવેલા છે. તમે ગોડક જઇને ઇલાયચી તૈયાર કરીને સંપૂર્ણ પ્રક્રિયાને જોઇ શકો છો. સ્થાનિક આદિવાસી કેવીરીતે તેને ઉપયોગ માટે તૈયાર કરે છે, તેના સાક્ષી તમે બની શકો છો. અહીં આવવાનું એક નવો અનુભવ પ્રદાન કરે છે.

બિંદુ બજાર

પ્રાકૃતિક સુંદરતા જોયા બાદ અહીંના બજાર જરુર જુઓ. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી જોયા સમજ્યા બાદ ઘણી જ જરુરી હોય છે. તમે અહીંથી તમારી યાત્રાની સ્મૃતિ માટે કંઇક સાથે લઇ જઇ શકો છો. પોતાની કોઇ ખાસ પરિજન કે દોસ્ત માટે પણ ગિફ્ટ ખરીદી શકો છો. બિંદુ ગામ એવી જગ્યા પર સ્થિત છે, જ્યાંથી તમે ચારે તરફ ફરવા જઇ શકો છો. સિલીગુડી, દાર્જિલિંગથી લઇને સિક્કિમ, ભૂટાન સુધીની હરિયાળી તમને આકર્ષિત કરશે.

ક્યાં રોકાશો?

બિંદુ ગામમાં વન વિભાગ દ્ધારા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલોની વચ્ચે બનેલા ઘરમાં તમે રોકાણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો ખાનગી હોટલ પણ બુક કરી શકો છો. અહીં રહેવાનું ઘણું જ વ્યાજબી છે તેથી ચિંતાની કોઇ વાત નથી.

ક્યારે અને કેવી રીતે જશો?

જંગલો અને પર્વતોવાળા આ સુંદર ગામની યાત્રા કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય શિયાળાનો હોય છે. આ સમયે તે પોતાની ખાસ સુંદરતાથી સજેલું હોય છે. તમે બિંદુની યાત્રા ઓક્ટોબર અને માર્ચની વચ્ચે ક્યારે પણ કરી શકો છો. બિંદુ ગામ પશ્ચિમ બંગાળના કાલિમ્પોંગ જિલ્લામાં પડે છે. આ સિલીગુડીથી લગભગ 107 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં પહોંચવા માટે તમે કોઇપણ માધ્યમનો ઉપયોગ કરી શકો છો.

રોડ દ્ધારાઃ સિલીગુડીથી નેશનલ હાઇવે 31 અને 31 સી થઇને તમે તમારા વાહનથી બિંદુ પહોંચી શકો છો. સરકારી અને ખાનગી બસો દ્ધારા પણ તમે આ ગામ સુધીની યાત્રા કરી શકો છો. જો ડુઆર્સની પ્રાકૃતિક સુંદરતાને નીરખતા જવું છે તો સિલીગુડીથી ટેક્સી ભાડેથી લેવી એક સારો નિર્ણય હોઇ શકે છે.

ટ્રેન દ્ધારાઃ ન્યૂ જલપાઇગુડી રેલવે સ્ટેશન સૌથી નજીક સ્થિત છે જ્યાંથી તમે સિલીગુડી પહોંચીને કેબ કે બસથી બિંદુ સુધીની યાત્રા કરી શકો છો. આ સ્ટેશન કોલકાતા સહિત દેશના મુખ્ય શહેરો સાથે સારીરીતે કનેક્ટેડ છે.

પ્લેન દ્ધારાઃ બિંદુ ગામથી સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરામાં છે. સિલીગુડીથી આ ફક્ત 16 કિ.મી. દૂર છે. જણાવી દઇએ કે એરપોર્ટથી જ સીધી ટેક્સી લઇને તમે બિંદુ તરફ નીકળી શકો છો. બાગડોગરા માટે ઘણાં મોટા શહેરોથી ફ્લાઇટ સેવા મળી રહે છે. જેનાથી તમે અહીં સરળતાથી અહીં પહોંચી શકો છો.

બિંદુ નાનકડો પહાડી વિસ્તાર જરુર છે પરંતુ આનંદના કિસ્સામાં સૌથી અવ્વલ છે. જો તમે આરામદાયક અને ભીડથી દૂર યાત્રા કરવાનું પસંદ કરો છો તો બિંદુ જરુર જાઓ. અહીં તમને ભારત જ નહીં પરંતુ પડોશના અનેક દેશોની હવાઓ અડીને નીકળે છે. પ્રકૃતિને પ્રેમ કરનારાઓ માટે આનાથી વધુ આનંદનો વિષય બીજો શું હોઇ શકે!

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.