ઝળહળતી શેરીઓ, મયખાનામા લડખડાતા લોકો, નશો અને વાસના; શહેરોની આ જ વાર્તા છે. પરંતુ ગીચ શહેરો અને ઓફિસોના ઉદાસ ઓરડાઓથી દૂર એક બીજી પણ દુનિયા છે, જ્યાં કવિઓને પ્રેમથી ભરેલી કવિતાઓ રચવાની પ્રેરણા મળે છે. અમે ભારતના ગામડાઓની વાત કરી રહ્યા છીએ, જ્યાં ખરા અર્થમા ભારતની આત્મા વસે છે. સામ્ભળવામા થોડું પછાત લાગશે, પરંતુ ગામડાની ખુલ્લી હવા અને હરિયાળીમાં એક અલગ જ સુકુન છે.
તમારી સફરનો ફોટો મોકલો અને રૂ .10,000 ના 3 પેકેજ જીતો. ક્લિક કરો
તો ભારતની આ ભાવનાથી પરિચિત થવા માટે, આ ખૂબ જ સુંદર ગામડાઓ વિશે જાણો અને શહેરની જંજાળથી દૂર આવા સ્થળોએ જાવ જ્યાં જીવન માત્ર વિતતુ નથી પરંતુ જીવાય છે.
મલાના, હિમાચલ પ્રદેશ
મલાનાને ભારતનું સૌથી રસપ્રદ ગામ માનવામાં આવે છે. હિમાલયની કુલ્લુ વેલીમાં વસેલું આ ગામ વિશ્વની પ્રથમ લોકશાહી ગણાય છે. આ સ્થળની સુંદરતા એટલી પાક છે અને હવા એટલી સ્વચ્છ છે કે માત્ર શ્વાસ લેવાથી તમને નશો ચડી જશે.
લદ્દાખનું પનામિક, જે ભારતનું એકમાત્ર હોટ સ્પ્રિંગ વિલેજ હોવાનો દરજ્જો ધરાવે છે
લેહથી 150 KM દૂર પનામિક ગામ છે જ્યાં ખારડુંગ લા પાસ દ્વારા પહોંચી શકાય છે. તમે લેહ થઈને સુંદર નુબ્રા વેલીમાં પણ જઈ શકો છો. આ ગામ આસપાસના બર્ફીલા પહાડોની વચ્ચે બનેલા ગરમ ઝરણાને કારણે પ્રખ્યાત છે, જ્યાં દુનિયાભરના પ્રવાસીઓ ડાઇવ કરવા આવે છે. આ ભારતનું એક અનોખું ગામ છે અને આ ગામ પછી સિયાચીનનું ગ્લેશિયર આવે છે.
હિમાચલની સ્પીતી વેલીમાં સ્થિત વિશ્વનું સૌથી ઊંચા ગામ કિબ્બરમાં આપનું સ્વાગત છે
14000 ફૂટની ઊંચાઈ પર આવેલા કિબ્બર ગામમાં પ્રકૃતિનું સૌંદર્ય જોઈને લોકો દંગ રહી જાય છે. આસપાસના દ્રશ્યોમા કાં તો ભૂરા રંગની જમીન અથવા સફેદ બરફથી ઢંકાયેલા પહાડો. આ ગામ દ્વારા, તમે વિશ્વના સૌથી મોટા અને સર્વોચ્ચ મઠ 'કી મઠ' મા પહોંચો છો. આ મઠની રચના એટલી અનોખી છે કે તમે તેને આખી જિંદગી ભૂલી નહીં શકો.
કેરળનું પૂવર બીચ હોલિડે માટે બેસ્ટ છે
ત્રિવેન્દ્રમના દક્ષિણ છેડે આવેલું પૂવર એક દરિયાકાંઠાનું ગામ છે, અને ત્યાંના જેવો સમુદ્રની નજીક રહેવાનો અનુભવ બીજે ક્યાય નથી. ગામડુ હોવા છતાં બીચ હોલિડે માટે સુંદર દરિયાકિનારા છે. કેરળમાં બેકપેકિંગ કરતી વખતે મુસાફરોએ આ ગામની મુલાકાત લેવી જ જોઇએ.
ચિતકુલ
ચિતકુલ હિમાચલની કિન્નૌર વેલીનું એક ગામ છે જ્યાં ભારતીય રસ્તો પૂરો થઈ જાય છે.
ભારત-ચીન સરહદની નજીક આવેલું આ ગામ ભારતનું છેલ્લું ગામ છે જ્યાં તમે પરમિટ વગર જઈ શકો છો. હિમાલયના ખોળામાં વસેલા અન્ય ગામોની જેમ આ ગામમાં પણ ઘરોની છત લાકડાની બનેલી છે, જે જૂના સ્થાપત્યની યાદ અપાવે છે. કુદરતની સુંદરતાને નજીકથી જોવા માટે આ ગામની મુલાકાત અવશ્ય લો.
સિક્કિમનું ઝુલુક ગામ, જ્યાં એક પણ હોટેલ નથી
ભારતમાં એટલા સુંદર ગામો છે કે તમે ફરતા ફરતા થાકી જશો. સિલ્ક રૂટ પર સ્થિત ઝુલુક પણ આવા ગામોમાંનુ એક છે. આ ગામમાં કોઈ હોટેલ નથી, તેથી અહીં આવતા પ્રવાસીઓએ અહીંના સ્થાનિક લોકો સાથે રહેવું પડશે. ગામ સુધી પહોંચવાનો રસ્તો કાંઈ ઓછો રોમાંચક નથી. અહીં પહોંચવા માટે 32 ખતરનાક વળાંકોમાંથી પસાર થવું પડે છે.
હિમાચલની કાંગડા વેલીમાં સ્થિત પ્રાગપુર ભારતનું પ્રથમ ઐતિહાસિક ગામ છે.
પથ્થરથી બનેલા માર્ગની આસપાસ બાંધવામાં આવેલા સ્થાપત્યના અનોખા નમૂનાઓ છે. હિમાલયના ખોળામાં વસેલું આ સ્વચ્છ ગામ મેકલોડગંજ, પાલમપુર અને આવા બીજા ઘણા પ્રવાસન સ્થળોના માર્ગમાં આવે છે. હિમાચલ પ્રદેશમાં બેકપેકિંગ કરતી વખતે આ ગામની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
દોંગ
અરુણાચલ પ્રદેશના દોંગ ગામમાં વાસ્તવિક સંસ્કૃતિથી પરિચિત થાઓ
ભારતના પૂર્વ કિનારે આવેલું દોંગ ગામ ત્રણ દેશોની સરહદની નજીક છે. ફોટોગ્રાફીના શોખીનોને આ ગામનો નજારો ગમશે. આ ગામની અનોખી વાત એ છે કે અહીં માત્ર 3 ઝૂંપડા છે કારણ કે અહીંના લોકો સરળ પણ જીંદાદિલ છે.
ઉત્તરાખંડના કલાપ ગામમા થાક ઉતારો
ગીચ રાજ્યમાં પણ એવી જગ્યાઓ હોય છે જ્યાં શાંતિ મળે છે. ગઢવાલની ટેકરીઓમાં સ્થિત, કલાપ ગામમાં શહેરી ધૂળ અને ધુમાડો નથી, ત્યા ખુલ્લી હવા છે. ઘાટીઓની આ શાંતી તમને બીજા દિવસે ઑફિસમા ખુબ યાદ આવશે.
મેઘાલયની પૂર્વ ખાસી હિલ્સમાં સ્થિત ભારતના સૌથી સ્વચ્છ ગામ માવલીનોંગની મુલાકાત લો
જો તમને પહાડો તરફ જતી વખતે ભારતના સૌથી સ્વચ્છ ગામમાં રહેવાની તક મળે તો? શિલોંગથી 90 KM દૂર માવલીનોંગ તેની અમર્યાદિત હરિયાળી અને ગામના સંચાલન માટે જાણીતુ છે. ગામના સ્થાનિક લોકો સાથે મળો, ગામની મુલાકાત લો અને જીવંત વૃક્ષોના મૂળમાંથી બનેલો પુલ જુઓ.
લદ્દાખના લમયુરુ ગામમાં ફોટોગ્રાફીની મજા
આ ગામમાં તમને દૂર દૂર સુધી બર્ફીલા પહાડો અથવા ભૂરી વેરાન જમીન જોવા મળશે. અહીંના સૌથી મોટા અને સૌથી જૂના મઠની આસપાસ નાના મકાનો બનાવવામાં આવ્યા છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંની જમીન ચંદ્રની સપાટી જેવી લાગે છે, જે તમને આ ગામમાં ચાલવાથી જાણવા મળશે. તમારો કેમેરો તમારી સાથે લેવાનું ભૂલશો નહીં.
તમિલનાડુના મુત્તમમાં માછલી પકડવાની મજા
સાફ બીચ, ખડકાળ શિખરો અને ગુફાઓ વાળા મુત્તમમાં આવીને તમે બહારની દુનિયાને ભૂલી જશો. આટલું સુંદર ગામ હોવા છત્તા પણ તમને અહીંના બીચ પર ભીડ જોવા નહીં મળે. સાંજે બીચ અથવા લાઇટહાઉસથી આરામથી દરિયામાં ઢળતા સુર્યને જુઓ.