ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન

Tripoto
Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

ઉતરાખંડ રાજય સાહસિક પ્રવાસ કે એડવેન્ચર પ્રવૃત્તિ માટે ભારતમાં ખુબજ મહત્વનું રાજ્ય છે. અહી હિમાલયની ખીણોમાં સફેદ નદીમાં રાફટીંગ , પેરાગ્લાઈડીંગ , ટ્રેકિંગ , બંજી જમ્પિંગ ,

માઉન્ટેન બાઈકિંગ જેવી લગભગ ૨૦ એડવેન્ચર પ્રવૃત્તિથી આકર્ષાઈને પ્રવાસીઓ અહીં આવે છે. પ્રદેશમાં એડવેન્ચર પ્રેમી પ્રવાસીઓની વધતી સંખ્યા જોઇને અહીની સરકાર કેટલીક એક્ટિવિટીઝ અને સ્થળોના વિકાસ માટે મદદ કરી રહી છે.

જો તમે ઉતરાખંડમાં આવીને કોઈ પણ એડવેન્ચર પ્રવૃત્તિ કર્યા વગર પાછા જશો તો તેનો પસ્તાવો તમને કાયમ રહેશે. તેથી જ જયારે તમે ઉતરાખંડ આવો તો આ ૭ પ્રખ્યાત સ્થળોમાંથી થોડાક સ્થળો પર તો જરૂરથી જજો અને બર્ફીલી ખીણોની સાથે સાથે આખું જીવન યાદ રહે તેવા રોમાંચનો અનુભવ જરૂરથી લો....

૧. બંજી જમ્પિંગ અને રાફટીંગ વડે તમારા અંદરના ડરને દૂર કરો

ગંગા કિનારે વસેલા ઋષિકેશમાં ઘણા બધા એડવેન્ચર સ્પોર્ટ્સ થાય છે. બધી એડવેન્ચર પ્રવૃતિઓનું કેન્દ્ર આ જ છે એવું માની શકાય છે. કેમકે અહીં લગભગ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવાનો મોકો મળી રહે છે. દિલ્હીથી આસાનીથી થોડાજ કલાકમાં અહીં પહોચી શકાય છે. તેથી જે લોકોને સાહસ પસંદ છે તેમના માટે આ સ્થળ નંબર વન પર છે. આમ તો ઋષિકેશમાં ઘણા પ્રકારની એડવેન્ચર પ્રવૃત્તિ કરી શકાય છે. પરંતુ બંજી જમ્પિંગ અને સફેદ પાણીમાં રાફટીંગ કરવા ભારતભરથી લોકો આવે છે. અખા દેશમાં બંજી જમ્પિંગનું સૌથી ઊંચું પ્લેટફોર્મ અહીં બનાવવામાં આવ્યું છે. જયારે તમને કેટલાક ફૂટની ઊંચાઈથી બંજી જમ્પિંગ દરમિયાન નદીમાં ફેંકવામાં આવે છે, ત્યારે આ જોઇને ઘણા લોકો પોતાનો વિચાર બદલી નાખે છે. જો તમે ખરેખર આવી સાહસિક પ્રવૃતિથી ગભરાતા નથી તો એક વખત ઋષિકેશ જરૂરથી જવું જોઈએ.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi
Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

બંજી જમ્પિંગ સિવાય પણ બીજી એક અહીની સાહસિક પ્રવૃત્તિ ભારતભરમાં પ્રખ્યાત છે, અને તે છે- સફેદ પાણીમાં રાફટીંગ. જો તમે લક્ષ્મણ ઝૂલા પરથી પસાર થતા હશો ત્યારે તમને નાની નાની ઘણી રંગબેરંગી હોડી તરતી જોવા મળશે જેની સંખ્યાથી તમે અંદાજ લગાવી શકો છો કે અહીનું રાફટીંગ કેટલું પ્રખ્યાત હશે.

યોગ નગરી હોવાને લીધે અહી આખું વર્ષ યાત્રીઓ આવે છે તો તેમના માટે કેમ્પિંગના પણ સારા સ્પોર્ટ્સ બનેલા છે. આ પ્રવૃતિઓ માટે ઋષિકેશમાં સૌથી સુંદર જગ્યા છે શિવપુરી.

મુખ્ય એડવેન્ચર : રાફટીંગ, કેમ્પિંગ, બંજી જમ્પિંગ, કયાકીંગ, ટ્રેકિંગ, હોટ એર બલૂન, પર્વતારોહણ, કેબલ કાર રાઈડ..

કેવી રીતે પહોંચી શકાય: ઋષિકેશ અહીનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. રોડ દ્વારા દિલ્હીથી હરિદ્વાર અને હરિદ્વારથી અહીં આરામથી પહોંચી શકાય છે.

2. ખતરનાક વન્ય જીવોને વિચરણ કરતા જોવાનો રોમાંચ ભુલાવી ન શકાય:

જો તમારે હાથી પર બેસીને ઉત્તરાખંડના જંગલમાં રોમાંચનો અનુભવ લેવો છે તો નૈનીતાલ જિલ્લામાં સ્થિત જિમ કોર્બેટ નેશનલ પાર્ક તમને નિરાશ નહીં કરે. જંગલ એડવેન્ચર માટે આ જગ્યા વિશ્વપ્રસિદ્ધ છે. અહીં મેન વર્સિસ વાઇલ્ડ જેવા રોમાંચક શોનું શૂટિંગ થયું જેમાં નરેન્દ્ર મોદી પણ આ ખતરનાક જંગલોમાં રહ્યા. અહીં તમે ટાઇગર, બ્લેક બિયર, હૉગ ડિયર, સ્લોથ વગેરેને જોઇ શકો છો. સાપ, પક્ષીઓનું પણ આ ઘર છે. અહીં રહેવાની પણ વ્યવસ્થા છે. પાર્કની અંદર લૉજ, કેન્ટિન, લાઇબ્રેરી છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

લોકપ્રિય એક્ટિવિટી: જીપ સફારી, એલીફન્ટ સફારી, બર્ડ વોચિંગ, ફિશિંગ, કેમ્પિંગ

કેવી રીતે જશો : રોડ દ્વારા દિલ્હીથી 250 કિ.મી. દૂર છે. નજીકના રેલવે સ્ટેશન રામનગર અને હલ્દવાની છે.

3. પક્ષીપ્રેમી અને કેમ્પિંગ કરનારા માટે સૌથી બેસ્ટ પંગોટ :

નૈનીતાલથી 15 કિ.મી.દૂર છે પંગોટ ગામ. અહીં ભીડભાડથી દૂર શાંતિનો અનુભવ મળે છે. બર્ફિલા પહાડોના દર્શન તેમજ 150 જેટલી પક્ષીઓની પ્રજાતિના દર્શન કરી શકાય છે. અહીં ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃતિ કરી શકાય છે. નજીકમાં નૈની સરોવરમાં બોટિંગ કરી શકાય છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi
Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

લોકપ્રિય પ્રવૃતિ : બર્ડ વોચિંગ, કેમ્પિંગ, સાઇક્લિંગ તેમજ બોટિંગ

કેવી રીતે જશો : ટ્રેનમાં નજીકનું સ્ટેશન કાઠગોદામ છે. પંતનગરમાં એરપોર્ટ છે. રોડ માર્ગે દિલ્હીથી જઇ શકાય છે.

4. ઓલીમાં લો રોપવે અને સ્કીઇંગનો અનુભવ:

ઓલી ચમોલી જિલ્લામાં આવેલું છે. અહીંની તુલના સ્વિટ્ઝરલેન્ડ સાથે થાય છે. અહીં લોકો સ્કીઇંગ કરવા આવે છે. સ્નોફૉલ જોવા માટે આ જગ્યા ફેમસ છે. અહીં 14 દિવસનો સ્કીઇંગનો સર્ટીફિકેટ કોર્સ પણ કરાવાય છે. અહીં વિન્ટર ગેમ્સનું આયોજન પણ થાય છે.

અહીં જોશીમઠથી રોપવેમાં 25-30 મિનિટની યાત્રા કરીને પહોંચી શકાય છે. જે એશિયામાં ઉંચાઇ પર સ્થિત સૌથી લાંબી કેબલ કાર કે રોપવે છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi
Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

મુખ્ય એડવેન્ચરઃ સ્કીઇંગ, રોપવે, ટ્રેકિંગ

કેવી રીતે પહોંચશો : ઋષિકેશથી કેબમાં જોશીમઠ (250 કિ.મી.) સુધી પહોંચીને જોશીમઠથી સરળતાથી ઓલી પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે.

5. વિન્ટર ટ્રેકના રોમાંચ અને આસ્થાનું સંગમ છે તુંગનાથ :

આજકાલ વિન્ટર ટ્રેકનું મહત્વ વધી રહ્યું છે. કારણ કે વિન્ટરમાં હિમાલયમાં દરેક જગ્યાએ બરફ જોવા મળે છે અને ટ્રેકિંગની શરૂઆત કરવા માટે તુંગનાથ અને કેદારકંઠ ટ્રેક સારા ઓપ્શન છે. અહીં તુંગનાથ મંદિર પણ છે. જે પાંચ કેદાર પૈકીનું એક છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

લોકપ્રિય એડવેન્ચર : વિન્ટર ટ્રેકિંગ અને બરફવર્ષા

કેવી રીતે પહોંચશો: તુંગનાથ માટે ઋષિકેશથી ગોપેશ્વર થઇને ચોપતા જવું ત્યારબાદ સાધન મળી જશે. બીજો રસ્તો ઋષિકેશથી ઉખીમઠ થઇને જાય છે. ત્યાંથી ચોપતા જવું પડે અને ત્યાંથી તુંગનાથ મંદિર માટે સાધન મળી જાય છે.

6. પેરાગ્લાઇડિંગ અને ફિશિંગનો આનંદ લો નોકુચિયાતાલમાં-

નૈનીતાલથી 25 અને ભીમતાલથી 4 કિ.મી. દૂર છે આ જગ્યા. ઓછી ભીડ હોવાથી અને પહાડોથી ઘેરાયેલી આ જગ્યા પ્રવાસીઓને ઘણી પસંદ આવે છે. પ્રવાસીઓ નોકુચિયાતલ સરોવરમાં બોટિંગ અને સરોવરની આસપાસ પેરાગ્લાઇડિંગનો આનંદ લઇ શકે છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi
Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

એક્ટિવિટીઝઃ પેરાગ્લાઇડિંગ, ફિશિંગ, બોટિંગ, કયાકિંગ, કેમ્પિંગ, ટ્રેકિંગ

કેવી રીતે પહોંચશો : નજીકનું એરપોર્ટ પંતનગર છે. નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ જે 26 કિ.મી. દૂર છે. રોડ દ્વારા નૈનીતાલથી જઇ શકાય છે.

7. રૉક ક્લાઇબિંગ અને રેપલિંગની મજા મુક્તેશ્વરમાં જ મળશે :

નૈનીતાલથી 2286 મીટરની ઊંચાઇ પર સ્થિત આ એક હિલ સ્ટેશન છે. અહીં પ્રવાસીઓ કુદરતી દ્રશ્યો, નદી પર્વતોની સાથે સાથે એડવેન્ચરનો પણ આનંદ ઉઠાવી શકે છે. અહીં પ્રવાસીઓ રૉક ક્લાઇબિંગ, રેપલિંગ, પેરાગ્લાઇડિંગ, કેમ્પિંગ, ટ્રેકિંગ કરી શકે છે. એડવેન્ચર ઉપરાંત અહીં ઘણાં પ્રાચીન મંદિર જોવા મળે છે. સુર્યોદય અને સૂર્યાસ્ત જોવા લોકો આખી રાત અહીં રોકાય છે.

Photo of ઉતરાખંડની આ 7 નવી જગ્યાઓ જ્યાં લઇ શકો છો એડવેન્ચરની મજા, આજે જ કરો પ્લાન by Paurav Joshi

મુખ્ય એડવેન્ચરઃ રૉક ક્લાઇબિંગ, રેપલિંગ, પેરાગ્લાઇડિંગ

કેવી રીતે જશોઃ દિલ્હીથી રોડ દ્વારા હલ્દવાની, કાઠગોદામ, ભીમતાલ થઇને 8 કલાકમાં મુકતેશ્વર પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો