ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં

Tripoto
Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 1/8 by Paurav Joshi
ક્રેડિટઃ જોસુઆ ઓલસેન

કોરોનાનો મુકાબલો કરતાં કરતા હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. દેશમાં કોવિડ રિકવરી રેટ સુધવાની સાથે પર્યટકો માટે નવીનતમ સ્થાનો ખુલી રહ્યા છે.

જો કે, યાત્રાના નિયમો ફેરફારને આધીને છે તેથી હું તમને તાજા અપડેટની સાથે-સાથે એ પ્રોટોકૉલ પર નજર રાખવાની સલાહ આપીશ જેનું પાલન કરવાની જરુર છે.

ગોવા

કોરોનાવાયરસની બીજી લહેરના કારણે મહિનાઓ સુધી બંધ રહ્યા પછી હવે ગોવા પ્રવાસીઓ માટે ખુલી ગયું છે. પ્રવાસીઓએ રાજ્યમાં પ્રવેશ કરવાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા સંપૂર્ણ રીતે રસી લગાવવી અનિવાર્ય છે. આ ઉપરાંત, જો લોકો ICMR દ્ધારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ રજૂ કરે છે તેમને જ રાજ્યમાં પ્રવેશનું અનુમતી મળશે.

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 2/8 by Paurav Joshi
ક્રેડિટઃ સારંગ પાંડે, અનસ્પ્લેશ

કેરળ

કેરળે ઓણમની સાથે જ સ્થાનિક ટૂરિસ્ટો માટે પોતાના દરવાજા ખોલી નાંખ્યા છે. યાત્રીઓએ રાજ્યમાં પ્રવેશ કરવાના 2 સપ્તાહ પહેલા રસીકરણનો ઓછામાં ઓછો 1 ડોઝ લેવો જરુરી છે. આ ઉપરાંત, જે પ્રવાસીઓએ રાજ્યમાં એન્ટ્રીના 72 કલાક પહેલાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ અથવા એક મહિના જુનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ દર્શાવ્યો હશે તેમને પણ રાજ્યમાં પ્રવેશની મંજૂરી મળશે.

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 3/8 by Paurav Joshi
ક્રેડિટઃ અનંતા ક્રિષ્નન, અનસ્પ્લેશ

તાજમહેલ, આગ્રા

આગ્રામાં રાત્રી કર્ફ્યુમાં 2 કલાકની છૂટ આપ્યા પછી જાણીતો તાજમહેલ હવે પર્યટકો માટે ફરીથી ખુલી ગયો છે. તાજમહેલના દર્શન યાત્રીઓ સવારે 6 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી કરી શકે છે. જો કે, સપ્તાહના અંતે કર્ફ્યુ યથાવત હોવાથી શુક્રવારે આધિકારિક રજાની સાથે શનિ-રવિમાં પણ તાજમહેલ બંધ રહેશે.

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 4/8 by Paurav Joshi
ક્રેડિટઃ સિલ્વિયા બાર્ટીઝેલ, અનસ્પ્લેશ

મનાલી

રાજ્ય સરકાર દ્ધારા આમ તો કોઇ પ્રતિબંધ નથી લગાવાયો એટલે હાલમાં તો મનાલી પર્યટકો માટે ખુલ્લું છે. જો કે, કોઇપણ પરેશાનીથી બચવા માટે માસ્ક પહેરવું, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું જરુરી છે. આપણે જ્યારે આપણા મનપસંદ સ્થળોએ ફરવા જઇએ ત્યારે સ્થાનિક લોકો અંગે પણ વિચારવું જરુરી છે.

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 5/8 by Paurav Joshi
ક્રેડિટઃ સુર્યા તેજા, અનસ્પ્લેશ

ઉટી

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 6/8 by Paurav Joshi
ક્રેડિટઃ સુધીર મેદુરી, અનસ્પ્લેશ

હિલ સ્ટેશનોની રાણી ઉટી આજે પણ પર્યટકોનું ખુલ્લા દિલથી સ્વાગત કરે છે.

લદ્દાખ

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 7/8 by Paurav Joshi
ક્રેડિટઃ હેન્સ જર્ગેન મેજર, અનસ્પ્લેશ

ધ મૂન લેન્ડ, લદ્દાખ વાસ્તવમાં ક્યારેય મહામારીમાં બંધ નથી થયું. જો કે, લદ્દાખ પ્રશાસને અગમચેતી વાપરીને ગાઇડલાઇન્સને થોડીક મજબૂત કરી છે. પર્યટકોને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રવેશ કરતા પહેલા 96 કલાકથી વધુ જુનો ન હોય તેવો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ દર્શાવવો જરુરી છે. આમ ન કરવા પર એરપોર્ટ પર રેપિડ ટેસ્ટમાંથી પસાર થવાની નોબત આવી શકે છે.

Photo of ફરવા માટે થઇ જાઓ તૈયાર, દેશમાં આ સ્થળો હવે ખુલી ગયાં 8/8 by Paurav Joshi
ક્રેડિટઃ ટેટનો મ્યૂઝિક, અનસ્પ્લેશ

લદ્દાખની જેમ જ કેન્દ્રશાસિત પ્રદેશ અંડમાન અને નિકોબારમાં પણ COVID-19 નેગેટિવ રિપોર્ટ દર્શાવીને તણાવમુક્ત પ્રવાસ કરી શકો છો.

મને ખાતરી છે કે તમે પણ મારી જેમ શહેર જીવનની અરાજકતાથી બચવાનું સપનું જોઇ રહ્યા છો. સારુ, તો હવે તમે આગળ ક્યાં યાત્રા કરવા માંગો છો? મને નીચે તમારી કોમેન્ટમાં જણાવો, અને કદાચ આપણે એક સાથે યાત્રાની યોજના બનાવી શકીએ છીએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો