વેક્સિનેટેડ? ‘એક રાતનો એક ડોલર’ અભિયાન સાથે જુલાઇથી ફુકેત તમને આવકારવા તૈયાર છે!

Tripoto
Photo of વેક્સિનેટેડ? ‘એક રાતનો એક ડોલર’ અભિયાન સાથે જુલાઇથી ફુકેત તમને આવકારવા તૈયાર છે! 1/4 by Jhelum Kaushal

સ્વચ્છ ભૂરો સમુદ્ર અને સફેદ રેતીવાળા બીચના સપનાઓ જોઈ જોઈને કંટાળી ગયા? ચિંતા ન કરો, તમારું આ સપનું હકીકત સાબિત થઈ શકે છે! જુલાઇ 2021થી એક આકર્ષક ઓફર સાથે ફુકેત વેક્સિન લઈ ચૂકેલા પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે!

Photo of વેક્સિનેટેડ? ‘એક રાતનો એક ડોલર’ અભિયાન સાથે જુલાઇથી ફુકેત તમને આવકારવા તૈયાર છે! 2/4 by Jhelum Kaushal

કોવિડ-19 ને લીધે આશરે એક વર્ષ સુધી પોતાની બોર્ડર્સ બંધ રાખ્યા બાદ હવે ફુકેત ફરીથી પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા તૈયાર છે.

તમારા માટે શું છે ખાસ?

ધ ટુરિઝમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ (TCT) દ્વારા ‘એક રાતનો એક ડોલર’ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જે રૂમનો સરેરાશ ભાવ 32$થી 96$ (2400 થી 7000 રૂ) જેટલો હોય તે 1$ જેટલા સસ્તા દરે મળશે! ખૂબ સારી ડીલ લાગે છે ને?

જો આ અભિયાનને સફળતા મળશે તો પટ્ટાયા, કોહ સમૂઈ, અને બેંગકોક જેવા સ્થળોએ પણ આ યોજના અમલમાં મૂકવાનું થાઈલેન્ડ ટુરિઝમનુ આયોજન છે.

Photo of વેક્સિનેટેડ? ‘એક રાતનો એક ડોલર’ અભિયાન સાથે જુલાઇથી ફુકેત તમને આવકારવા તૈયાર છે! 3/4 by Jhelum Kaushal

સૂત્રોના જણાવ્યા અનુસાર, TAT ગવર્નરે કહ્યું હતું, “વેક્સિન લઈ લીધેલા પ્રવાસીઓ માટે કડક નીતિ-નિયમો સાથે વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પ્રવાસન ઉદ્યોગને ફરીથી શરુ કરવા માટે ફુકેત એ એક આદર્શ ડેસ્ટિનેશન છે.”

Photo of વેક્સિનેટેડ? ‘એક રાતનો એક ડોલર’ અભિયાન સાથે જુલાઇથી ફુકેત તમને આવકારવા તૈયાર છે! 4/4 by Jhelum Kaushal

રિપોર્ટ છે કે, TCTના અધ્યક્ષ- ચામનાં શ્રીસાવટએ જણાવ્યું હતું કે, “છેલ્લા 15 મહિનાથી થાઈલેન્ડની ઇકોનોમીને જે માર પડ્યો છે તે બચાવવા માટે પ્રવાસન ઉદ્યોગ એકમાત્ર ઉપાય છે.” આશરે 10 લાખ જેટલા રૂમ 1$ના ભાવે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.

ઇન્ટરનેશનલ ટુરિસ્ટ્સને આવકારતા પહેલા ફુકેત ટાપુના 70% પણ વધુ લોકોનું વેકસીનેશન થઈ જશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. થાઈલેન્ડની અન્ય જગ્યાઓમાં ઓકટોબર સુધી quarantine નિયમ ચાલુ રહેશે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ