20 મહિના બાદ વિશ્વના 99 દેશના પ્રવાસીઓને ભારતમાં આવકાર

Tripoto

ભારતીય ઈકોનોમીમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો ઘણો નોંધપાત્ર છે અને આ ક્ષેત્રને કોવિડના કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. 20 મહિના સુધી ક્યારેક સજ્જડ તો ક્યાંક આંશિક રીતે બંધ રહ્યા બાદ વિશ્વ ફરીથી સામાન્ય જીવનમાં પાછું ફરી રહ્યું છે. આપણા દેશમાં પણ ડોમેસ્ટિક જગ્યાઓએ લોકો પ્રવાસ કરવા લાગ્યા છે પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારત આવવા માટે કેટલીક શરતો અનુસરવી પડતી હતી.

Photo of 20 મહિના બાદ વિશ્વના 99 દેશના પ્રવાસીઓને ભારતમાં આવકાર 1/4 by Jhelum Kaushal
Photo of 20 મહિના બાદ વિશ્વના 99 દેશના પ્રવાસીઓને ભારતમાં આવકાર 2/4 by Jhelum Kaushal

આવા લોકો માટે ખુશીના સમાચાર છે. Ministry of Health and Family Affairs દ્વારા 13 નવેમ્બર, 2021 ના રોજ બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે વિશ્વના 99 દેશના પ્રવાસીઓ હવે ભારતમાં ક્વોરોન્ટાઇન થયા વગર ભારતનો પ્રવાસ કરી શકે છે.

વિદેશમાં વસતા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરતાં પહેલા જ માર્ચ 2020 થી વિદેશી પ્રવાસીઓનો ભારતમાં પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો. કોવિડ કહેર ઓછો થયા બાદ અને ઘણા મોટા પ્રમાણમાં વેકસીનેશન થયા બાદ ભારત વિદેશી પ્રવાસીઓ માટે ખૂલ્યું છે.

પહેલા વિદેશથી આવતા વેકસીનેટેડ લોકોએ પણ લેન્ડ થયાની સાથે જ કોવિડ ટેસ્ટ કરાવવો પડતો હતો અને 14 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું પડતું હતું. 13 નવેમ્બર, 2021ની Ministry of Health and Family Affairs દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઇનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે પછી આવી કોઈ પણ શરત વગર વિદેશી પ્રવાસીઓને ભારત ફરવા આવવાની છૂટ છે. પાંચ વર્ષથી નાના બાળકોને ભારત આવતા પહેલા કે આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરવામાંથી પણ મુક્તિ આપી છે.

અલબત્ત, ‘નો-રિસ્ક’ કેટેગરીના દેશમાંથી આવતા લોકોએ પણ 14 દિવસ તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ રહે તેની તકેદારી રાખવી આવશ્યક છે. એટલે કે વિદેશી પ્રવાસીઓના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવશે. વળી, ભારતમાં આગમન સમયે તેમનામાં જો કોવિડનું કોઈ પણ લક્ષણ જોવા મળે તો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

Photo of 20 મહિના બાદ વિશ્વના 99 દેશના પ્રવાસીઓને ભારતમાં આવકાર 3/4 by Jhelum Kaushal
Photo of 20 મહિના બાદ વિશ્વના 99 દેશના પ્રવાસીઓને ભારતમાં આવકાર 4/4 by Jhelum Kaushal

આ 99 દેશની યાદીમાં સમાવિષ્ટ દેશ:

ભારતમાં કોવિડ સંદર્ભે બિનશરતી પ્રવાસ માટે મંજૂરી અપાયેલા દેશોને બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે:

1. એવા દેશ જેની સાથે ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ અને/અથવા કૉવેક્સિન માન્ય કરવાના કરાર કરવામાં આવ્યા છે. World Health Organization (WHO) અથવા દ્વારા માન્ય તેવી કોઈ પણ વેક્સિન લીધેલા પ્રવાસીઓ હોય.

2. તે તમામ દેશો જેણે ફુલ્લી વેકસીનેટેડ ભારતીય પ્રવાસીઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે.

વિદેશી પ્રવાસીઓને ભારતમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી તે 99 દેશોમાં US, UK, સિંગાપુર, જર્મની, ફ્રાંસ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા વગેરે સમાવિષ્ટ છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

More By This Author

Further Reads